________________
૧૩
ન પાળવા માટેનો પ્રશ્ન કર્યો. માતાએ કહ્યું કે આ બાળકે મને ભક્તામર સંભળાવ્યું છે. દરરોજ મારી સાથે આવે છે. તેથી તેને કંઠસ્થ થઈ ગયું છે. આ સાંભળી ગુરુજી પ્રસન્ન થયા, આવો બાળક જો દીક્ષિત થાય તો જૈનશાસનની મહાપ્રભાવના કરે. એમ સમજી આ બાળકને દીક્ષા અપાવવા ગુરુજીએ તેની માતા સમક્ષ ઇચ્છા વ્યક્ત કરી.
માતા-પિતાનું મન તુરત માન્યું નહીં. કાલાન્તરે તે બાળક તથા તેમના ભાઈ એમ બન્ને અતિશય વૈરાગી હોવાથી પાટણમાં ગુરુજી પાસે આવ્યા. ગુરુજીનું નામ “પૂ. નયવિજયજી મ. સા.” હતું. બન્ને ભાઈઓએ માતા-પિતાને સમજાવીને તેઓની સમ્મતિપૂર્વક પાટણમાં દીક્ષા લીધી. શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. સૂક્ષ્મબુદ્ધિ હોવાથી અલ્પકાળમાં ઘણું શ્રુત પામ્યા. ન્યાય વ્યાકરણ - ધાર્મિક આદિ શાસ્ત્રોમાં નિપુણ અને વિદ્વાન થયા.
અમદાવાદમાં અવધાન કર્યા. યુવાવસ્થા આવતાં છટાદાર ભાષાથી જોશીલી શૈલીમાં વ્યાખ્યાન દ્વારા જ્ઞાનગંગા વહેવરાવી. તેઓની તીક્ષ્ણ બુદ્ધિ જોઈને અમદાવાદના શ્રેષ્ઠવર્ય શ્રી ધનજી શુરાએ ગુરુ મહારાજને વિનંતિ કરી કે આ મહાત્માને કાશી મોકલી ન્યાય શાસ્ત્રોનો અભ્યાસ કરાવો. ગુરુજીએ એ કાર્ય ઘણા અર્થથી સાધ્ય છે અન્યથા શક્ય નથી, એમ કહ્યું ત્યારે શ્રી ધનજી શુરાએ તમામ જવાબદારી ઉપાડી.
શ્રી યશોવિજયજી મ. સાહેબે કાશીમાં બ્રાહ્મણોની સાથે વિપુલ ન્યાય શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. મહાન તાર્કિક અને સમર્થવીર પુરુષ જેવા નીડર આ મહાત્મા હતા. ત્યાંના બ્રાહ્મણ પંડિતો જે વાદીને ન જીતી શક્યા. તે વાદીને પૂ. શ્રી યશોવિજયજીએ વાદવિવાદમાં જીતી લીધો. જેથી અતિશય ખુશ થયેલા ત્યાંના બ્રાહ્મણ પંડિતોએ પૂ. યશોવિજયજીને ન્યાયાચાર્ય અને ન્યાયવિશારદનાં બીરુદ આપ્યાં.
આ યશોવિજય મ. સા. તર્કશાસ્ત્રમાં નિપુણ, વાદવિવાદમાં નિપુણ, ધર્મસાહિત્યમાં નિપુણ, તથા યથાર્થ સત્ય હકિકત કહેવામાં નીડર, અને અપરાભવનીય પ્રભાવવાળા હતા. તેઓએ સંસ્કૃત - પ્રાકૃત - મારવાડી અને ગુજરાતી ભાષામાં કાવ્યરૂપે ઘણું ઘણું સાહિત્ય રચ્યું છે. તેઓએ શ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org