________________
આઠ દૃષ્ટિની સઝાય જાણીને મન તેમાંથી ઉભગી ગયું છે. અને મુક્તિ પ્રાપ્ત કરવા તરફ જેની દૃષ્ટિ વળી છે તે જીવોને મુક્તિ સુખ મેળવવા માટે તેના ઉપાયભૂત જે જે પ્રયત્નો કરવા પડે છે તે વ્યવસાયને “ધર્મપુરુષાર્થ” કહેવાય છે.
આ પ્રમાણે ચાર પ્રકારના પુરુષાર્થમાંથી કામ અને મોક્ષ એ બે પુરુષાર્થ સાધ્ય છે. અને તેના ઉપાયભૂત અર્થ અને ધર્મ આ બે પુરુષાર્થ સાધનસ્વરૂપ છે. અર્થ ઉપાર્જનથી કામસુખ પ્રાપ્ત થાય છે અને ધર્મ ઉપાર્જનથી મોક્ષસુખ પ્રાપ્ત છે. કામસુખના અર્થી (તે તરફની દૃષ્ટિવાળા) જીવો સતત અર્થ ઉપાર્જનના જ વ્યવસાયમાં વ્યસ્ત રહે છે અને મોક્ષસુખના અર્થી (તે તરફની દૃષ્ટિવાળા) જીવો સતત ધર્મ ઉપાર્જનના વ્યવસાયમાં જ વ્યસ્ત રહે છે.
કામસુખ મેળવવાની દૃષ્ટિને શાસ્ત્રોમાં “ઓઘદૃષ્ટિ” કહેવાય છે અને મોક્ષસુખ મેળવવાની દૃષ્ટિને શાસ્ત્રોમાં “યોગદૃષ્ટિ” કહેવાય છે. અનાદિકાલથી મોહના સંસ્કાર દઢ થયેલા હોવાથી કામસુખો તરફની દૃષ્ટિ સર્વે જીવોની સહજ હોય છે. શીખવાડવી પડતી નથી. તેવી દષ્ટિવાળા જીવોને ભવાભિનંદી જીવો કહેવાય છે. પરંતુ મોક્ષસુખ તરફની જે દૃષ્ટિ છે તે મોહના નાશવાળી હોવાથી અતિશય ઘણા પ્રયત્ન પણ દુર્લભ અને દુષ્કર છે, માટે વારંવાર સમજાવવી પડે છે. આવી દૃષ્ટિવાળા જીવોને “મુમુક્ષુ”જીવ કહેવામાં આવે છે.
અનંત ઉપકારી તીર્થકર ભગવન્તો કૃતકૃત્ય હોવા છતાં પરમ કરુણાના સાગર હોવાથી સંસારી જીવોને મોહનિદ્રાનો ત્યાગ કરાવી મુક્તિસુખ તરફ લઈ જાય એવી યોગની દૃષ્ટિ કરાવતો ધર્મનો ઉપદેશ તેઓએ આપ્યો છે. ગણધરભગવંત આદિ મહાત્મા પુરુષોએ એ ઉપદેશ શાસ્ત્રારૂઢ કર્યો છે. ત્યાર પછીના પૂર્વાચાર્ય મહાત્માઓએ તે ઉપદેશ આગમમાંથી જાણીને ભાવિના અલ્પબુદ્ધિવાળા જીવોના ઉપકાર માટે વિવિધ શાસ્ત્રો દ્વારા તેનો વિસ્તાર કર્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org