________________
આઠ દૃષ્ટિની સજઝાય ઓઘદૃષ્ટિ (સામાન્યદૃષ્ટિ = મોહલી દૃષ્ટિ) કહેવાય છે. તેવી દૃષ્ટિવાળા જીવોને “ભવાભિનંદી” જીવો કહેવાય છે.
જે જીવોને ઇન્દ્રિયજન્ય સંસાર સુખ અસાર તુચ્છ, હેય, દુઃખદાયી અને અનંતસંસાર પરિભ્રમણનો હેતુ લાગ્યું છે અને તેથી સંસારમાંથી જેનું મન કંઈક અંશે પણ ઉભગી ગયું છે. અને આ બંધનમાંથી છુટીને મુક્તિ તરફ જવા માટેની મીટ(દષ્ટિ) મંડાણી છે તે દૃષ્ટિ તે જીવને કાળાન્તરે પણ મોક્ષની સાથે જોડનાર હોવાથી યોગની દૃષ્ટિ કહેવાય છે અને આવી દૃષ્ટિવાળા જીવોને “મુમુક્ષુ” જીવ કહેવાય છે. આવા પ્રકારની આ યોગની દૃષ્ટિના સંક્ષેપે આઠ ભેદ છે.
(૧) મિત્રા, (૨) તારા, (૩) બલા, (૪) દિપ્ર, (૫) સ્થિરા, (૬) કાન્તા, (૭) પ્રભા, (૮) પરા. આ આઠે દૃષ્ટિઓ આ આત્માને મુક્તિની સાથે જોડનાર હોવાથી “યોગની દૃષ્ટિ કહેવાય છે. આ આઠ દૃષ્ટિમાં અંતિમ છેલ્લી “પરા” દૃષ્ટિ મુક્તિનું તુરત જ કારણ બને છે. તેના કરતાં પ્રભા દૃષ્ટિ અધિક કાલે, કાન્તાદષ્ટિ અધિકતરકાલે એમ ક્રમશઃ આઠ દૃષ્ટિ પરંપરાએ પણ મુક્તિનું કારણ બને છે. જેમ અમદાવાદથી મુંબઈ તરફ જતી ટ્રેનને મુંબઈ જ પહોંચવાનું છે. પરંતુ બોરીવલી સ્ટેશન તુરત મુંબઈ પહોંચાડે છે. તેના કરતાં પાલઘર સ્ટેશન થોડાક વધુ કાલે મુંબઈ પહોંચાડે છે તેના કરતાં વાપી, વલસાડ, સુરત, ભરૂચ, વડોદરા અને નડીયાદ વધારે વધારે કાલે મુંબઈ પહોંચાડે છે. પરંતુ ઉપરોક્ત સર્વે સ્ટેશનોમાં રહેલી ટ્રેન અલ્પકાળે અથવા અધિકકાળે પણ અવશ્ય મુંબઈ પહોંચાડે જ છે. કારણ કે તે દરેકની દૃષ્ટિ(ગતિ) તે તરફ જ છે. તેવી રીતે આ આઠે દૃષ્ટિઓમાં વર્તતા જીવો કોઈ અલ્પકાળે અને કોઈ અધિકકાળે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org