Book Title: Ath Drushtini Sazzay
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 10
________________ ઉપાધિઓવાળું હોવાથી દુઃખરૂપ જ ભાસે છે. એટલું જ નહીં પરંતુ પુણ્ય બાંધવાના આશયથી ધર્મકાર્યો કર્યા હોય, તેવા ધર્મજનિત પુણ્યના ઉદયથી મળેલું સુખ પણ સંસારની રસિકતા કરાવનારૂ હોવાથી મનમાં દાહ કરે છે. જેમ ચંદન ભલે શીતળ છે. તો પણ તજ્જન્ય અગ્નિ અવશ્ય દાહ જ કરે છે. તેમ ધર્મ એ હિતકારી છે. પરંતુ તજ્જન્ય પુણ્યોદય દ્વારા મળેલું સંસાર સુખ બાધક છે. એમ સમજી મન તેમાં રાચતું નથી. અલિપ્તદશા જ રહે છે. આ દૃષ્ટિમાં રત્નની પ્રભા જેવો સ્થિર અને અવિનાશી એવો તત્ત્વબોધ હોય છે. સાચો બોધ થવાથી ભ્રમ ટળી જાય છે. એટલે બ્રાન્તિદોષ હોતો નથી. ઇન્દ્રિયો દ્વારા વિષયવિકારો ન થવારૂપ પ્રત્યાહાર યોગાંગ હોય છે. સમ્યકત્વ ગુણના પ્રતાપે આ જીવ આ દૃષ્ટિમાં કંઈક તત્ત્વજ્ઞ બને છે. એટલે કે અજ્ઞાની હોવાથી જે ઢોર જેવો(પશુસમાન) હતો, તે હવે ડાહ્યો સમજુ જાણે દેવ રૂપ પામ્યો હોય તેવો થાય છે. આ દૃષ્ટિ ચોથા અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે હોય છે. (૬) કાન્તાદષ્ટિ - સમ્યકત્વગુણ, વેદ્યસંવેદ્યપદ અને સ્થિરાદષ્ટિ ઇત્યાદિક ઉત્તમભાવોથી ધીરે ધીરે આ જીવ છઠ્ઠી કાન્તા દૃષ્ટિમાં આવવાની તૈયારી કરે છે. કાન્તાદૃષ્ટિ આવતાં પૂર્વે આ આત્મા સર્વ પ્રવૃત્તિઓમાં અચપલ(સ્થિરતાવાળો) બને છે. શારીરિક અને માનસિક રોગ રહિત થાય છે. હિતકારી અને પરિમિત ભોજનથી શારીરિક રોગ રહિત અને મોહનીયના ક્ષયોપશમની અધિકતાથી માનસિક રોગરહિત બને છે. ઝાડા અને પેશાબની (વડી નીતિ અને લઘુનીતિની) માત્રા અલ્પ થાય છે. કારણ કે સ્વાધ્યાય - ધ્યાન આદિની નિરંતર વિશેષ પ્રવૃત્તિથી પાચનક્રિયા સતેજ બને છે. આહારાદિ બરાબર પચી જવાના કારણે મુખ ઉપર કાન્તિ - પ્રસન્નતા, શરીરની સુગંધ, અને કંઠનો સ્વર વગેરે સુખકારી હોય છે. તથા કાન્તાદષ્ટિ આવતાં પૂર્વે આ આત્મા ધીરતા, પ્રભાવકતા, ઈષ્ટનો લાભ, અને જનપ્રિયતા આદિ ગુણવાળો થાય છે. સુખ-દુઃખ, હર્ષશોક, પ્રીતિ-અપ્રીતિ, લાભ-અલાભ, માન-અપમાન આદિ દ્વન્દ્રોના પ્રસંગોને સારી રીતે જીતનારો (તેવા સમયે સમભાવ રાખનારો) થાય છે. જીવનમાંથી શક્ય એટલા દોષોનો ત્યાગ અને ગુણોની પ્રાપ્તિ દ્વારા પરમ તૃપ્તિ, વૈરાદિનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 258