Book Title: Ath Drushtini Sazzay Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta Publisher: Jain Dharm Prasaran Trust Surat View full book textPage 9
________________ ८ કરવાનું સુઝતું જ નથી. આગમ ઉ૫૨ અને આગમની વાણી ભાખનારા સર્વજ્ઞ પરમાત્મા પ્રત્યે શ્રદ્ધા-પ્રીતિ અને વિશ્વાસ વધે છે. સર્વજ્ઞની વાણી કદાપિ દ્વિધા હોતી નથી. તેથી સર્વજ્ઞ સર્વે પુરુષો એક (સમાન) છે એવી પ્રતીતિ થાય છે. ક્રિયા પ્રત્યે અતિશય આદર, અને ક્રિયામાં અતિશય પ્રીતિ, વિઘ્નોનો નાશ, લક્ષ્મીની પ્રાપ્તિ, તત્ત્વ જાણવાની જિજ્ઞાસા, બુધપુરુષોની સેવા, આ છ સદનુષ્ઠાનનાં લક્ષણો છે. જે અહીં આવું ઉત્તમ સદનુષ્ઠાન પ્રાપ્ત થાય છે. પૌદ્ગલિક સુખો અકારાં ભયંકર લાગે છે. મુક્તિમાર્ગ જ એક ઉપાદેય જણાય છે. આવા ભાવો આ દૃષ્ટિમાં આવે છે. મિથ્યાત્વનો ઉદય ઓગળતો જાય છે. ગ્રન્થિભેદ કરીને આ આત્મા સમ્યક્ત્વ પ્રાપ્તિના કિનારે આવી પહોંચે છે. આ જ કાળે આવેલા મિથ્યાત્વ ગુણસ્થાનકને સાચુ ગુણસ્થાનક કહેવાય છે. (૫) સ્થિરા દૃષ્ટિ પ્રથમની ચારદષ્ટિકાલે મિથ્યાત્વ ગુણસ્થાનક છે. અને તે પણ મંદ મંદ થતું જાય છે. એમ કરતાં ગ્રંથિભેદ થવાથી મિથ્યાત્વનો ઉદય અટકી જવાથી આ જીવને સમ્યક્ત્વ ગુણની પ્રાપ્તિ થાય છે. સમ્યક્ત્વ ગુણ આવે ત્યારે સ્થિરા દૃષ્ટિના પ્રભાવથી વેદ્યસંવેદ્યપદ આવે છે. બંધહેતુ અને મુક્તિહેતુનો સાચો સમ્યબોધ થાય છે. બંધહેતુઓ હેય છે. અને મુક્તિહેતુ ઉપાદેય છે. એવી બુદ્ધિ અને પ્રવૃત્તિ શરૂ થાય છે. સંસાર ઉપર નિર્વેદ અને વૈરાગ્ય ફાલ્યાંફુલ્યાં થાય છે. જેનાથી સંસારની કોઈપણ પ્રવૃત્તિ બાળકોને રમવાના ધૂળના ઘર જેવી ભાસે છે. અહીં સમ્યજ્ઞાન હોવાથી પોતાની પાંચે ઇન્દ્રિયોને વિષયોની પ્રાપ્તિ થવા છતાં વિષયો દ્વારા કરાયેલા વિકારો થતા નથી. વિકારોને જીતે છે. તેથી જ “પ્રત્યાહાર” નામનું યોગનું અંગ પ્રવર્તે છે. જ્ઞાનની મગ્નતા વધે છે. જ્ઞાનમગ્ન આ આત્મા સંસારનું કોઈ પણ કાર્ય આવી પડે તો કરે છે પરંતુ તે અસાર લાગે છે. તેના ઉપાયો પણ સેવવા પડે છે અને સેવે છે. પરંતુ મન તેમાં રજિત થતું નથી. પાપના ઉદયથી આવેલું દુ:ખ તો દુઃખરૂપ છે અને દુઃખરૂપ લાગે છે. પરંતુ પુણ્યના ઉદયથી આવેલું સુખ પણ અસારતા, ક્ષણિકતા, સંયોગવિયોગિતા આદિ વિવિધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 258