Book Title: Ath Drushtini Sazzay
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 7
________________ ૬ ત્રાસી ગયો હોય, મન ઉઠી ગયું હોય તેમ ભવને દુઃખોની ખાણ માને, આ બધો બીજી દૃષ્ટિનો પ્રતાપ છે. મારામાં બુદ્ધિ થોડી છે. શાસ્ત્રો ઘણાં છે અને તે પણ દુર્બોધ છે. મારું આયુષ્ય પણ અલ્પ છે. એટલે બધુ સમજી શકાય કે જાણી શકાય તેમ નથી. વળી અતીન્દ્રિયભાવો તો મારા અલ્પજ્ઞાનથી જાણી શકાય તેમ છે જ નહીં. તેથી “શિષ્ટ પુરુષો'' (આપ્તપુરુષો જ્ઞાની મહાત્માઓ) જે કંઈ કહે તેને મારે પ્રમાણ માનવું જોઈએ. આવી ઉત્તમ બુદ્ધિ આ દૃષ્ટિમાં આવે છે. (૩) બલા દૃષ્ટિ મિત્રા અને તારા દૃષ્ટિના નિરંતર સેવનથી મિથ્યાત્વદશા ઓગળતાં ઓગળતાં મુક્તિનો રાગ વધે છે. તત્ત્વજ્ઞાન પણ વધે છે જે કાષ્ઠના અગ્નિના પ્રકાશ સમાન પૂર્વેની બે દૃષ્ટિ કરતાં અધિક હોય છે. ધર્મ આચરણ અપૂર્વભાવથી કરે છે એટલે મનને બીજે ચાલ્યા જવા રૂપ ક્ષેપ દોષ લાગતો નથી. અને ચાલુ ધર્માનુષ્ઠાનમાં સ્થિરતાપૂર્વક પ્રવર્તે છે તેથી આસન અંગની પ્રાપ્તિ થાય છે. તત્ત્વ જાણવાની જિજ્ઞાસા પૂર્વે હતી, હવે તેની રઢ લાગતાં સાચા અને સારા જ્ઞાની ગીતાર્થ મળે તો તત્ત્વ સાંભળવાની ઇચ્છા(શુશ્રૂષા) ગુણ આવે છે. આ સર્વે ભાવો આ ત્રીજી દૃષ્ટિમાં આવે છે. - આ શુશ્રૂષાગુણ બોધપ્રવાહ મેળવવા માટે કૂવામાં રહેલી પાણીની સરવાણી તુલ્ય છે. જ્યાં સરવાણી ન હોય ત્યાં કૂપખનન નિરર્થક છે. તેમ જ્યાં શુશ્રુષા ન હોય ત્યાં શાસ્રશ્રવણ વ્યર્થ છે. શુશ્રુષા ગુણના પ્રતાપે શ્રવણ કરતાં મન આનંદ પામે, શરીર હર્ષિત અને પ્રસન્ન થાય. શુશ્રુષા વિનાનું શ્રવણ વ્હેરા આગળ ગાયન ગાવા તુલ્ય નિરર્થક છે. આવી ધર્મ ઉપરની રુચિના કારણે ધર્મની આચરણામાં આવતાં વિઘ્નો પણ ટળી જાય છે. અને આ આત્મા ધર્મકાર્યો કરીને યશસ્વી થાય છે. આ સઘળી અવસ્થા આ ત્રીજી દૃષ્ટિમાં આવે છે. (૪) દીપ્રાદેષ્ટિ - પૂર્વની ત્રણ દૃષ્ટિઓના પ્રતાપે મિથ્યાત્વ અતિશય મંદ થવાથી તત્ત્વદષ્ટિ વિકસે છે. દીપકના પ્રકાશની સમાન બોધ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 258