Book Title: Ath Drushtini Sazzay
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 5
________________ આ જ આઠ દૃષ્ટિઓનું વર્ણન સમજાવવા માટે ગુજરાતી ભાષામાં કાવ્ય સ્વરૂપે ત્રણસો વર્ષ પૂર્વે થયેલા ન્યાયાચાર્ય ન્યાયવિશારદ મહામહોપાધ્યાય ૫. શ્રી યશોવિજયજી મહારાજ સાહેબે આઠ દૃષ્ટિની સક્ઝાય બનાવી છે. આઠ દૃષ્ટિઓની આઠ ઢાળરૂપે જુદા જુદા રાગે ગાઈ શકાય તેવી સુંદર આ સઝાયની રચના કરી છે. આ સક્ઝાય પૂજ્ય આચાર્યદેવ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મ. સાહેબ રચિત શ્રી યોગદષ્ટિસમુચ્ચય ગ્રન્થના આધારે બનાવી છે. ગુજરાતી ભાષામાં આવાં ઉંચા તત્ત્વો સમજાવવા અને આ બાલ-ગોપાલ જીવોનો ઉપકાર થાય તેવા ઉમદા આશયથી આ સક્ઝાય બનાવી છે. સંક્ષેપમાં સંસાર તરફ આ આત્માની જે દૃષ્ટિ હોય છે તે ઓઘદૃષ્ટિ કહેવાય છે. અને આત્માની શુદ્ધિ કરીને મુક્તિ પ્રાપ્ત કરવા તરફ જે દૃષ્ટિ થાય છે તે યોગદષ્ટિ કહેવાય છે. ક્રમશઃ વિકાસ પામતી એવી દષ્ટિના આઠ ભેદ પાડવામાં આવ્યા છે. (૧) મિત્રા દૃષ્ટિ - જ્યારથી ધર્મ તરફનો અને મુક્તિ તરફનો અનાદિકાલીન એવો દ્વેષ ઘટે છે અને પ્રીતિ થાય છે. આત્મશુદ્ધિ કરવાનું લક્ષ્ય બંધાય છે. ત્યારથી યોગનો પ્રારંભ થયો સમજવો. મુક્તિ પ્રત્યે અષભાવ થવાથી તેને બતાવનારા પરમાત્મા પ્રત્યે, સદ્ગુરુ પ્રત્યે જે શુદ્ધ પ્રણામ કરવામાં આવે, ભિન્ન ભિન્ન સ્તુતિઓ દ્વારા નમસ્કાર કરવામાં આવે, કાયાથી વંદના કરવામાં આવે તે પ્રથમ મિત્રા દૃષ્ટિ જાણવી. આ દૃષ્ટિના પ્રતાપે સંસાર ઉપર ઉદ્વેગ આવે, અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એવાં વ્રતો આ જીવ પાળે, મુનિ મહાત્માઓને ઔષધાદિનું દાન આપે. આગમો ઉપર બહુમાન રાખી શાસ્ત્રો લખાવે, છપાવે, પ્રભાવના કરે, મૃતની વાચના દ્વારા હૃદયના ભાવો વૃદ્ધિ પામે, યોગની તથા યોગીઓની કથા સાંભળી શરીર રોમાંચિત થાય. શુદ્ધદેવ શુદ્ધગુરુ અને શુદ્ધધર્મની ગવેષણા કરતાં તેની પ્રાપ્તિ થાય એટલે આદ્ય અવંચકભાવ (યોગાવંચક ભાવ) ની પ્રાપ્તિ થાય. સંસારના ત્યાગી , વૈરાગી અને શુદ્ધ ધર્મના ઉપદેશક એવા ગુરુનો યોગ થતાં તેઓના સદુપદેશથી વંદન - નમસ્કારાદિની ક્રિયા પણ શુદ્ધ કરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 258