Book Title: Ath Drushtini Sazzay Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta Publisher: Jain Dharm Prasaran Trust Surat View full book textPage 4
________________ કરવાના સર્વે આત્માઓ અનાદિકાલીન મોહનિદ્રામાં સુતેલા છે. મોહ અને અજ્ઞાનની પરતંત્રતાથી સંસારના સુખોમાં મગ્ન છે. પરંતુ સંસારનાં પાંચે ઇન્દ્રિયોનાં વિષયસુખો પરિણામે અનેકવિધ દુ:ખોને આપનારાં જ છે તે તે સુખો મેળવવામાં પણ દુઃખ, મળેલાને સાચવવામાં પણ દુઃખ, અને છતાં વિયોગ થાય ત્યારે અપાર દુઃખો છે. સુખકાળે પણ અનેક ઉપાધિઓથી ભરપૂર એ સુખો છે. તેથી પરમકૃપાળુ વીતરાગ ભગવંતોએ આવા માયામય અને ભ્રમજાળ સ્વરૂપ સાંસારિક સુખોમાંથી પ્રીતિ ઘટાડીને અનંત જ્ઞાન - અનંત દર્શન અને અનંત ચારિત્રાદિ આત્મીય ગુણોના સ્વાધીન અને સર્વથા દુઃખ મુક્ત એવા આત્મિક સુખ તરફની પ્રીતિ કરાવવા માટે ધર્મદેશના આપી છે. તે ધર્મદેશનાથી ઘણા જીવો સંસાર તર્યા છે. અને વર્તમાનકાલે પણ સંસાર તરે છે. ' પરમાત્માની તે ધર્મદેશનાને પૂર્વના આચાર્યોએ જુદા જુદા ગ્રંથોમાં અનેક પ્રકારે ગુંથી છે. તે આચાર્યોમાં લગભગ છઠ્ઠા સૈકામાં થયેલા, ૧૪૪૪ ગ્રંથોના રચયિતા, યાકિની નામનાં સાધ્વીજી મ. સાહેબથી પ્રતિબોધ પામેલા અને જૈન શાસનની દીક્ષા ગ્રહણ કરી મહાપ્રભાવક થયેલા એવા આચાર્યશ્રી હરિભદ્રસૂરીશ્વરજી મ.સા. થયા. કે જેઓએ યોગના વિષય ઉપર યોગવિંશિકા, યોગશતક, યોગદષ્ટિસમુચ્ચય અને યોગબિંદુ નામના ચાર મહાગ્રંથો બનાવ્યા છે. પાતંજલ ઋષિ, ગોપેન્દ્ર મુનિ આદિ અનેક ઇતરદર્શનના યોગાચાર્યો પ્રત્યે પણ હાર્દિક બહુમાનપૂર્વક તેઓના ગ્રંથોનો પણ અભ્યાસ કરીને નવનીત સ્વરૂપે આ ગ્રંથો બનાવ્યા છે. તે ચારે ગ્રંથોમાં શ્રી યોગદષ્ટિસમુચ્ચય ગ્રંથ ૨૨૮ ગાથાનો છે જેમાં યોગધર્મની આઠ દૃષ્ટિઓનું સંસ્કૃત ભાષામાં પદ્યબદ્ધ કાવ્યરૂપે સુંદર વર્ણન કરેલ છે. આ આત્માને ક્રમશઃ મોક્ષની સાથે જે જોડે તે યોગ. એવી યોગની વ્યાખ્યા કરીને આઠ દૃષ્ટિઓ સમજાવતાં તેમાં ઘણા વિષયો સમજાવ્યા છે. તેના ઉપર સ્વોપજ્ઞ સંસ્કૃત ટીકા પણ પોતે જ બનાવી છે. સારી રીતે સમજાય તેવો સવિસ્તર ભાવાનુવાદ કરીને અમે ત્રણ વર્ષ પૂર્વે (વિ. સંવત ૨૦૫૬) પ્રકાશિત કર્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 258