________________
અનેકાંત ઃ તત્ત્વાર્થખજાનાની ચાવી... (૧૮)
ખૂબ જહેમત ઉઠાવી તૈયાર કરી છે. પૂજ્યપાદ હરિભદ્રસૂરિ મહારાજે આ એક ગ્રંથમાં કેટકેટલી બાબતોને અનેકાંતના આધારે સિદ્ધ કરી છે, ને એ વખતે એકાંત માન્યતાઓ ધરાવતા તે-તે મતોનું જે રીતે નિરાકરણ કર્યું છે, તેનું વિહંગાવલોકન આ અનુક્રમણિકા જોવાથી થઈ શકે છે. આમ અનુક્રમણિકા એ ગ્રંથના | અભિધેય બતાવવાની ગરજ સારે છે..
આ ગ્રંથના પૂર્વસંપાદક શ્રીહીરાચંદ કાપડીયાએ જે પ્રસ્તાવના લખી છે, એ પણ અનેકાંત-સ્યાદ્વાદનું જગતના વિદ્વાનોની અપેક્ષાએ મૂલ્યાંકન સમજવા ઉપયોગી થાય એવી છે, એ જુના પુસ્તકમાં જોવા મળે.
પ્રસ્તુત પ્રકાશનમાં, ગુજરાતી વિવેચનમાં તાત્પર્ય-આશય-ભાવાર્થ વગેરે મથાડા હેઠળ પદાર્થો અલગ તારવી લેવાયા હોવાથી પંક્તિ બેસાડવી ને ચર્ચાનો સાર મેળવવો સરળ પડશે એમ લાગે છે.. એના માટે ભાવાનુવાદકારે કરેલી મહેનત દાદને પાત્ર છે..
છતાં આ ગ્રંથ સમજવો મુશ્કેલ પડી શકે, તો એ માટેનો ઉપાય પણ ભાવાનુવાદકારે કરી લીધો છે. તેથી જ એમણે આ ગ્રંથની ભૂમિકારૂપ ‘અનેકાંતવાદપ્રવેશ' નામનો ગ્રંથ પણ સાનુવાદ સંપાદિત કર્યો છે, ને એ પણ આ ગ્રંથ સાથે જ પ્રકાશિત થાય એવું આયોજન કર્યું છે. . ટુંકમાં ભૂખ લગાડતા જલજીરાના પાણી સાથે ને ખાધેલું પચાવતા પાચકચૂર્ણ સાથે થાળી માંડવામાં આવી છે, હવે તત્ત્વભૂખને સંતોષવા | મંડી પડવાનું છે.
પૂજ્ય મલયગિરિસૂરિ મહારાજ સમર્થ ટીકાકાર તરીકે પ્રસિદ્ધ છે. તેઓએ શ્રીનંદીસૂત્ર પર અને હું આ ગ્રંથકર્તાની જ બીજી કૃતિ ધર્મસંગ્રહણી ગ્રંથ પર ટીકા રચી છે એ સુપ્રસિદ્ધ છે..
એમાં નંદીસૂત્રમાં જે કેટલીક સંક્ષિપ્ત ચર્ચા કરી છે, તે ધર્મસંગ્રહણિમાં કાં'ક વિસ્તાર સાથે લગભગ સમાન શબ્દો અને મુદ્દાથી કરી છે.. પણ અનેકાંતજયપતાકા ગ્રંથ જોતાં એમ લાગે છે, કે આ ગ્રંથકારે કેટલીક ચર્ચાઓ જે તર્કોથી ને જે શબ્દોથી કરી છે, પ્રાયઃ એ જ તર્કો ને મુદ્દાઓથી પૂ. મલયગિરિસૂરિ મહારાજે એ ચર્ચાઓ શ્રીનંદીસૂત્રની ટીકામાં અને શ્રીધર્મસંગ્રહણિની ટીકામાં કરી છે. જેમકે..
૪ નંદીસૂત્રમાં શબ્દ-અપોહ અંગે જે ચર્ચા છે, તે અનેકાંતજયપતાકાના ચોથા અધિકારમાંથી ઉદ્ધૃત હોય તેમ જણાય છે, કેમકે પંક્તિઓ અને તર્કો લગભગ એક સરખા જણાય છે..
T એ જ રીતે ધર્મસંગ્રહણિ ભાગ-૨માં બાહ્યાર્થની સિદ્ધિના અધિકારમાં જે ચર્ચાઓ છે એનો આધાર પણ અનેકાંતજયપતાકા ગ્રંથના પાંચમા અધિકારમાં જોવા મળે છે..
આમ તો પૂર્વસંપાદક + પ્રકાશકે અનેકાંતજયપતાકાની ટીકા સ્વોપજ્ઞ બતાવી છે, એટલે કે મૂળગ્રંથ “ ♦ અને ટીકાગ્રંથ બંનેના રચયિતા એક જ બતાવ્યા છે.. એટલે કે બંનેના રચિયતા સમદર્શી આચાર્યશ્રી | હરિભદ્રસૂરિ મહારાજ છે એમ સૂચવ્યું છે..
પણ કેટલાક મુદ્દાઓથી આ ગ્રંથના પ્રસ્તુત ભાવાનુવાદકાર અને સંશોધક આ બંને મુનિવરોને એમ સ્પષ્ટ જણાઈ રહ્યું છે કે અનેકાંતજયપતાકા ગ્રંથની ટીકા સ્વોપજ્ઞ નથી. . સંશોધક મુનિવરે આ બાબતને સ્પષ્ટ કરતો નિબંધ જે તૈયાર કર્યો છે, એ પણ પ્રસ્તાવનાની પાછળ જોડવામાં આવ્યો છે. જિજ્ઞાસુઓને એ નિબંધ જોઈ જવાની ખાસ ભલામણ છે..
આ ગ્રંથની પ્રત્યેક પંક્તિ હૃદયમાં સુવર્ણાક્ષરે કોતરવા જેવી છે, કેમકે એ દરેક પંક્તિ સમ્યક્ત્વના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org