Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
નક્ષત્ર હોય છે. (૪૩) ચુંમાલીસમા પર્વની સમાપ્તિ કાળમાં યમ દેવતાવાળું ભરણી નક્ષત્ર હોય છે. (૬) પિતાલીસમા પર્વની સમાપ્તિ કાળમાં બહુલ દેવતાવાળું કૃત્તિકા નક્ષત્ર હોય છે. (૪૫) બેંતાલીસમા પર્વની સમાપ્તિ કાળમાં રોહિણી નક્ષત્ર હોય છે. (૪૬) સુડતાલીસમા પર્વની સમાપ્તિ કાળમાં સોમ દેવતાવાળું મૃગશિરા નક્ષત્ર હોય છે. (૪૭) અડતાલીસમા પર્વની સમાપ્તિ કાળમાં અદિતિદ્રિક-અદિતિ દેવતાવાળું પુનર્વસુ નક્ષત્ર હોય છે. (૪૮) ઓગણપચાસમા પર્વની સમાપ્તિ કાળમાં સૂર્ય નક્ષત્ર પુનર્વસુજ હોય છે. (૪) પચાસમા પર્વની સમાપ્તિ કાળમાં પુષ્ય નક્ષત્ર હોય છે. (૫૦) એકાવનમાં પર્વની સમાપ્તિ કાળમાં પિતૃદેવતાવાળું મઘા નક્ષત્ર હોય છે. (૫૧) બાવનમા પર્વની સમાપ્તિ સમયમાં ભગદેવતા નામના સૂર્યદેવતાવાળું પૂર્વાફાગુની નક્ષત્ર હોય છે. (૫૨)
પનામા પર્વની સમાપ્તિ કાળમાં અર્યમા દેવતા નામના સૂર્ય દેવતાવાળું ઉત્તરાફાલ્ગની નક્ષત્ર હોય છે. (૫૩) ચેપનમ પર્વની સમાપ્તિ કાળમાં હસ્ત નક્ષત્ર હોય છે. (૫૪) પંચાવનમા પર્વની સમાપ્તિ કાળમાં ચિત્રા નક્ષત્ર હોય છે. (૫૫) કારણ કે આના પછી ચિત્રાથી લઈને અભિજીત સુધીના જ્યેષ્ઠા નક્ષત્રને છોડીને આઠ નક્ષત્ર ક્રમથી કહેવા જોઈએ આ યુક્તિ હોવાથી છપ્પનમા પર્વની સમાપ્તિ કાળમાં સ્વાતિ નક્ષત્ર હોય છે (૫૬) સતાવનમા પર્વની સમાપ્તિ કાળમાં વિશાખા નક્ષત્ર હોય છે. (૫૭) અડાવનમા પર્વ ની સમાપ્તિ કાળમાં અનુરાધા નક્ષત્ર હોય છે (૫૮) ઓગણસાઠમા પર્વની સમાપ્તિકાળમાં મલનક્ષત્ર હોય છે. (૫૯) સાઠમા પર્વની સમાપ્તિ કાળમાં પૂર્વાષાઢા નક્ષત્ર હોય છે. (૨) એકસઠમા પર્વની સમાપ્તિમાં ઉત્તરાષાઢા નક્ષત્ર હોય છે. (૬૧) બાસઠના પર્વની સમાપ્તિકાળમાં અભિજીત્ નક્ષત્ર હોય છે. (૬૨) આ રીતે યથાક્રમ પર્વ પરિસમાપક નક્ષત્રનું કથન કરેલ છે. આ નક્ષત્રે યુગ એટલે કે—પાંચ વર્ષ વાળા કાળના પૂર્વ અધું. ભાગમાં એટલે કે અઢિ વર્ષ પ્રમાણના સમયમાં એકત્રીસ માસના બાસઠ પર્વના ક્રમાનુસાર પરિસમાપક રૂપ નક્ષત્રના નામે કહ્યા છે, આ રીતે કારણવશાત્ યુગના ઉત્તરાધમાં પણ બાસઠ પર્વોમાં પર્વ પરિસમાપક નક્ષત્રોના નામે ભાવિત કરી લેવા.
હવે કયું પર્વ છેલલા દિવસમાં કેટલા મુહૂર્ત ગયા પછી સમાપ્ત થાય છે? આ વિષય સંબંધી જે કરણ ગાથા પૂર્વાચાર્યોએ કહેલ છે તે અહીંયાં પણ શિષ્યજનાનુગ્રહ માટે તથા જીજ્ઞાસુજનોને બોધ થવા માટે હું પણ કહું છું (રહું હિચAિ ) ઈત્યાદિ કહેલ પર્વ રાશિમાં ચાર સંખ્યાથી ભાગ કરવાથી જે શેષ એક વધે તો તે શેષરૂપ રાશિ કજ સમજવી, અર્થાત્ કલિયુગ બેધક રાશિ સમજવી. બે શેષ રહે તે દ્વાપર યુગ્મ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૩૭
Go To INDEX