Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સર્વકાળ અવિરહિતપણાથી રહે છે. તથા ચતુરંગુલ અર્થાત્ ચાર આંગળથી પ્રાપ્ત ન થાય તેવા અંતરવાળું થઈને ચંદ્રવિમાનની નીચે ગમન કરે છે. આ રીતે સંચરણ કરતાં કરતાં શુકલપક્ષમાં ધીરે ધીરે અંતર વિનાનું થઈને ચંદ્રમાને પ્રગટ કરે છે. તથા કૃષ્ણપક્ષમાં ધીરે ધીરે એજ ચંદ્રને ઢાંકે છે. આ પ્રમાણે શુક પક્ષ અને કૃષ્ણ પક્ષના સામાન્ય રીતે કારણનું પ્રતિપાદન કરીને ફરીથી તેને સ્પષ્ટ કરે છે. | ૨પા
बावर्द्वि बावर्द्वि दिवसे दिवसे तु सुक्कपक्खस्स ।
जौं परिबढइ चदो खवेइ त चेव कालेण ॥२६॥ બાસઠભાગ કરવામાં આવેલ ચંદ્ર વિમાનની ઉપરના બે ભાગને છોડીને બાકીના વિમાનના ભાગના પંદરથી ભાગ કરવાથી જે ચાર ભાગ પ્રાપ્ત થાય છે તે અવયવમાં સમુદાયના ઉપચારથી બાસઠ શબ્દથી કહેવાય છે. આની વ્યાખ્યા જીવાભિગમની ચૂણિકા વિગેરેને જોઈને કરેલ છે. પિતાના વિચારમાત્રથી કહેલ નથી. તથા આજ ગાથાના વ્યાખ્યાનમાં જીવાભિગમની ચૂર્ણિકામાં લખ્યું છેકે–ચંદ્રવિમાનના બાસઠ ભાગ કરવા તે પછી પંદરથી ભાગ કરવો તે બાસઠિયા ભાગના પંદર ભાગ લબ્ધ થાય છે. અને બે ભાગે શેષ વધે છે. શુકલ પક્ષના આટલા દિવસ રાહુના કહેવાય છે. ઈત્યાદિ આ પ્રમાણે જે સમવાયાંગ સૂત્રમાં શુકલપક્ષના દરેક દિવસે ચંદ્ર બાસઠિયા ભાગ વધે છે. તેમ કહ્યું છે તેને પણ એજ પ્રમાણે વ્યાખ્યાત કરી લેવું. સંપ્રદાયાનુસાર સૂરની વ્યાખ્યા કરવામાં આવે છે. પિતાની બુદ્ધિને અનુકૂળ થાય તે રીતે વ્યાખ્યા થઈ શકતી નથી. અહીં સંપ્રદાય યોક્ત પ્રકારથીજ છે. શુકલપક્ષના દિવસમાં જે કારણથી ચંદ્ર બાસડિયા ચાર ભાગ જેટલું વધે છે. એ જ કારણથી કૃષ્ણ પક્ષમાં પ્રતિદિવસ એજ બાસઠિયા ચાર ભાગનો ક્ષય કરે છે. પારદા ફરીથી આજ વિષયને વિશેષ સ્પષ્ટ કરે છે.
पण्णरस भागेण य चंद पण्णरसमेव त चरइ ।
पण्णरस भागेण य पुगोवि तचेव पक्कमइ । કૃષ્ણપક્ષમાં દરરોજ રાડુ વિમાન પોતાના પંદર ભાગોથી ચંદ્ર વિમાનના પંદરમા ભાગને ઢાંકી દે છે. અને શુકલપક્ષમાં એજ પંદરમા ભાગને પિતાના પંદરમા ભાગથી પ્રકાશ માટે ખુલ્લો કરે છે. અહીં આ રીતે કહેવામાં આવે છે. કૃપક્ષમાં એકમથી આરંભ કરીને પિતાને પંદરમા ભાગથી દરરોજ એક એક પંદરમે ભાગ ઉપરના ભાગથી આરંભ કરીને ઢાંકી દે છે. અને શુક્લ પક્ષમાં એકમથી આરંભીને એજ કમથી દરરોજ એક એક પંદરમા ભાગને પ્રગટ કરે છે. વાસ્તવિક પણુથી તે ચંદ્રમંડળ યથાવસ્થિતજ રહે છે. રહા એજ ફરીથી કહે છે.
___ एवं वड्ढइ च दो परिहाणी एव होइ चदस्स ।
कालो वा जुण्हो वा, एवाऽणुभावेण होई चंदस्स ॥२८॥
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્રઃ ૨
૩૫૫
Go To INDEX