Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જે એક એક ચંદ્ર સૂર્ય છે, તે જંબુદ્વીપમાં બમણું થાય છે. એજ ચંદ્ર સૂર્ય લવણ સમુદ્રમાં ચારગણા થાય છે. અર્થાત્ લવણ સમુદ્રમાં ચાર ચંદ્રો અને ૨ ૨ સૂય હોય છે. એ પ્રમાણે લવણ સમુદ્રમાં થનારા ચાર ચાર ચંદ્ર સૂર્યને ત્રણગણા કરે છે તે પ્રમાણે ધાતકીખંડમાં થાય છે. અર્થાત્ ઘાતકીખંડમાં બાર બાર ચંદ્રસૂર્ય હોય છે. ૩૧
दो चंदा इह दीवे चत्तारि य सायरे लवणतोए ।
धायइसंडे दीवे बारस चंदा य सूरा य ॥३२॥ આ ગાથા એકત્રીસમી ગાથામાં કહેલ વિષયનું જ પ્રતિપાદન કરે છે. તેથી વિશેષ કંઈજ કથન નથી. ૩રા
धायइ संडप्पभिइसु उद्दिवा तिगुणिया भवे चंदा ।
आदिल्ल चंदसहिया अणं तराणतरेक्खेत्ते ॥३३॥ ધાતકીખંડાદિદ્વીપમાં અને સમુદ્રોમાં જે બાર બાર ચંદ્ર સૂર્યો પ્રતિપાદિત કરેલ છે, તેનાથી ત્રણગણુ બીજા દ્વીપ સમુદ્રમાં હોય છે. કેવળ ચંદ્ર સૂર્ય જ નહીં પરંતુ ગ્રહનક્ષત્ર અને તારારૂપ પણ ત્રણ ગણું હોય છે. તેમ સમજવું. એજ કહે છે. ઉદ્દેશેલા ચંદ્રવાળા દ્વીપથી કે સમુદ્રથી પહેલાં જંબુદ્વીપને પ્રથમ કરીને જે પહેલાના ચંદ્ર છે, તે આદિમ ચંદ્ર કહેવાય છે. એ આદિમ ચંદ્રથી આ ચંદ્રપદ ઉપલક્ષણ છે તેથી આદિમ સૂર્ય સહિત જેટલા હોય એટલા પ્રમાણને અનંતર અનંતર કાલેદધિમાં હોય છે. તે પછી ધાતકીખંડદ્વીપમાં ઉષ્ટિચંદ્ર બાર હોય છે. તેને ત્રણગણુ કરે તે છત્રીસ થાય છે. ૧૨+૩=૩૬ પહેલાંના બે ચંદ્ર હોય છે તે આ પ્રમાણે છે. બે ચંદ્ર જંબુદ્વીપમાં અને ચાર લવણ સત્યદ્રમાં આ આદિના ચંદ્રસહિત ૩૬+૪=૪૨ બેંતાલીસ ચંદ્રો થાય છે. આજ કરણ વિધિ સૂર્યના સંબંધમાં સમજવી જોઈએ. તેથી ત્યાં સૂર્ય પણ એટલાજ (૨) બેંતાલીસ જ હોય છે. તથા કાલેદ સમુદ્રમાં બેંતાલીસચંદ્ર કહ્યા છે. તેને ત્રણ ગણું કરે
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૩૫૭
Go To INDEX