Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
માંથી એક કમ કર, તે પછી એ સંથાથી એક વ્યાશીનો ગુણાકાર કરે (ગાિિહં gmગિર સુવુિં વર્ષ તેની) એક વ્યાશીમાંથી એક ન્યૂન કરેલ આવૃત્તિથી ગુણાકાર કરવો. ગુણાકાર કરીને જે સંખ્યાથી એકસો ગ્રાશીને ગુણાકાર કરેલ હોય તેને ત્રણગણું કરવા, અર્થાત એ અંકને ત્રણથી ગુણાકાર કરે ગુણાકાર કરીને રૂપાધિક કરવું અર્થાત્ તેમાં એક ઉમેરો. રૂપાધિક કરીને જેટલી સંખ્યા થાય તે સંખ્યાને આગળની સંખ્યામાં મેળવવી. તે પછી (Towારણ મારૂપિ) પંદરથી તેનો ભાગ કરવો. ભાગ કરવાથી જે ફલ આવે એ તિથિમાં એટલી સંખ્યાના પર્વ વીત્યા પછી તે વિવક્ષિત અયનગતિરૂપ આવૃત્તિ પરાવર્તિત થાય છે. અને જે અંશ શેષ રૂપ રહે છે. એટલા દિવસ સમજવા. એટલા દિવસના પછીના દિવસમાં આવૃત્તિ થાય છે, અહીં આવૃત્તિને ક્રમ આ પ્રમાણે થાય છે-અહીં યુગમાં પહેલી આવૃત્તિ દક્ષિણાયન ચલનરૂપ પ્રવૃત્તિ શ્રાવણ માસમાં થાય છે. બીજી આવૃત્તિ ઉત્તરાયણ ગતિરૂપ માઘમારામાં થાય છે. ત્રીજી આવૃત્તિ ફરીથી શ્રાવણમાસમાં થાય છે ચોથી આવૃત્તિ ફરીથી માઘમાસમાં પાંચમી આવૃત્તિ ફરીથી શ્રાવણ માસમાં છટ્રી ફરીથી માઘમાસમાં, સાતમી પાછી શ્રાવણ માસમાં આઠમી ફરીથી માઘમાસમાં નવમી આવૃત્તિ ફરીથી શ્રાવણ માસમાં દસમી આવૃત્તિ ફરીથી માઘમાસમાં આ પ્રમાણે દસ આવૃત્તિથી યુગની સમાપ્તિ થાય છે. તેથી સૂર્યની દસ આવૃત્તિ છે તેમ જે કહ્યું છે તે સર્વથા સત્ય જ છે.
હવે આ વિષયમાં ઉદાહરણ બતાવે છે–કઈ પ્રશ્ન કરે કે-સૂર્યની પહેલી આવૃત્તિ કઈ તિથિમાં થાય છે? આનાં સમાધાન માટે કહેવામાં આવે છે. અહીં પહેલી આવૃત્તિના સંબંધમાં પ્રશ્ન કરવાથી આવૃત્તિના સ્થાનમાં એક અંક રાખવો તેને માથામાં કહ્યા પ્રમાણે રૂપન કરે. ૧–૧=૦ તે કંઈ રહેતું નથી તેથી અહીંયાં પાછલા યુગમાં થનારી જે દસમી આવૃત્તિ છે તે દસ રૂપ સંખ્યા રાખવી. એ દસની સંખ્યાથી એકસે ચાલી ૧૮૩ તે ગુણાકાર કરે. ૧૮૩૪૧૦=૧૮૩૦ ગુણાકાર કરવાથી અઢારસો ત્રીસ ૧૮૩૦
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૨૦૫
Go To INDEX