Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કરે તે તેના સમાધાન માટે કહે છે–અહીં પ્રશ્નમાં પાંચમી આવૃત્તિ વિષે પૂછેલ છે. તેથી પાંચનો અંક રાખે તેને પહેલાં કહેવામાં આવેલ પ્રક્રિયા પ્રમાણે રૂપન કરવા ૫–૧–૪ રૂપન કરવાથી ચાર રહે છે. આ ચારરૂપ ગુણકથી એકાગ્યાશીનો ગુણાકાર કરે. ૧૮૩+૪ =૭૩૨ ગુણવાથી સાતસો બત્રીસ આવે છે. અહીં એકચ્યાશીના ગુણક ૪ ચાર છે. તેથી એ ચારના ત્રણગણા કરવા. ૪૪૩=૧૨ તે બાર થાય છે. આને રૂપાધિક કરવા. ૧૨૪૧=૧૩ તે તેર થાય છે, આને પહેલાં ગુણેલ સંખ્યા જે સાત બત્રીસ છે તેની સાથે મેળવવા. ૭૩ર૪૧૩=૪૫ મેળવવાથી સાત પિસ્તાલીસ થાય છે. આનો પંદરથી ભાગ કરે. =૪૯૪ ભાગ કરવાથી ઓગણપચાસ આવે છે, તથા દસ શેષ રહે છે, આનાથી એ સિદ્ધ થાય છે કે–અડતાલીસ પર્વવાળા બે ચંદ્રસંવત્સર વીતી ગયા પછી ત્રીજા અભિવર્ધિતસંવત્સરનું એક પર્વ પુરૂં થયા પછી શ્રાવણમાસના શુકલપક્ષની દસમી તિથિમાં પાંચમી આવૃત્તિ પરંતુ શ્રાવણમાસમાં થવાવાળી આવૃત્તિમાં ત્રીજી આવૃત્તિ દક્ષિણાયન ગતિરૂપ હોય છે.
આજ પ્રમાણે ગાથામાં કહેલ ક્રિયાથી તથા ઉદાહરણમાં કહેવામાં આવેલ યુક્તિથી અન્ય આવૃત્તિમાં પણ કરણું વશાત્ વિવક્ષિત તિથિને યથાસંભવ જાણી લેવી, એ તિથિને લઈને અહીંયાં રાખવી જેમ કે-છદ્રિ આવૃત્તિ માઘમાસમાં થનાર આવૃત્તિમાં ત્રીજી આવૃત્તિ માઘમાસના કૃષ્ણપક્ષમાં એકમની તિથિમાં સંભવિત હોય છે દા સાતમી આવૃત્તિ શ્રાવણ માસ ભાવિનીમાં ચોથી આવૃત્તિ શ્રાવણમાસના કૃષ્ણપક્ષની સાતમી તિથિમાં સંભવિત થશે હા આઠમી આવૃત્તિ માઘમાસ ભાવિનીમાં ચોથી આવૃત્તિ માઘમાસના કૃષ્ણપક્ષમાં તેરશનીતિથિમાં થશે ૮ નવમી આવૃત્તિ શ્રાવણમાસ ભાવિનીમાં દક્ષિણયન ગતિ રૂપ પાંચમી આવૃત્તિ શ્રાવણમાસના શુકલપક્ષની ચોથને દિવસે થશે લા દશમી આવૃત્તિ ફરીથી માઘ માસ ભાવિનીમાં પાંચમી આવૃત્તિ ઉત્તરાયણતિરૂપ માઘમાસના શુકલપક્ષની દશમના દિવસે સંભવિત થાય છે. ૧. આને નિશ્ચય થવા માટે પૂર્વકથિત ક્રમ પ્રમાણે પોતે જ ગણિત પ્રક્રિયા કરીને સમજી લેવું, તથા આજ દક્ષિણાયન ગતિરૂપ શ્રાવણમાસ ભાવિની પાંચ તથા માઘમાસ ભાવિની પાંચ ઉત્તરાયણગતિ રૂપ તિથિમાં અન્યત્ર પણ પ્રતિપાદિત કરવામાં આવેલ છે. તે અહીં કહેવામાં આવે છે. (ઢમાં ચંદુજારિવા) ઈત્યાદિ આ ગાથાઓને સારાંશ યથાક્રમ કહેવામાં આવે છે. દક્ષિણાયન ગતિરૂપ શ્રાવણમારા ભાવિની પાંચ આવૃત્તિની તિથી આ પ્રમાણે છે-પહેલી આવૃત્તિ શ્રાવણ વદ એકમે (૧) બીજી આવૃત્તિ શ્રાવણ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૨૦૮
Go To INDEX