Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અહીંયાં બૈરાશિક ગણિત કરવામાં આવે છે. જે આ પ્રમાણે છે. પાંચ વર્ષ પ્રમાણના એક યુગમાં દસ અયન થાય છે. તેમાં પાંચ અયન વર્ષાકાળમાં થાય છે. તે દક્ષિણાયન ગતિ. રૂપ હોય છે. પાંચ અયન ઉત્તરાયણરૂપ હોય છે. તે હેમંતઋતુમાં આવે છે. એક સંવત્સરમાં બે અયને હોય છે. પરંતુ સૂર્યનક્ષત્રપર્યાય એકજ હોય છે, તેથી પાંચ વર્ષ પ્રમાણના યુગમાં સૂર્યનક્ષત્રપર્યાય પાંચજ હોય છે. તેથી અહીંયાં આ રીતે અનુપાત કરવામાં આવે છે. જો દસ અયનમાં પાંચ સૂર્યનક્ષત્રપર્યાય થાય તે એક અયનમાં કેટલા પર્યાય થઈ શકે? આ માટે ત્રણ રાશિની સ્થાપના કરવામાં આવે છે. જેમકે-૧= =8 અહીંયાં અયનની રાશી જે એક છે તેનાથી મધ્યની રાશી પાંચને ગુણાકાર કરવા ગુણાકાર કરવાથી પાંચજ રહે છે. કારણકે એકથી ગુણેલ એજ પ્રમાણે રહે છે. એ નિયમ પહેલાં કહ્યા જ છે. તે પછી તેને દસથી ભાગ કરવાથી પાંચ અર્ધા ભાગ થાય છે. હવે અહીં સડસઠરૂપ નક્ષત્રપર્યાય અઢારસેત્રીસ ૧૮૩છા થાય છે. અહીં શતભિષા વિગેરે નક્ષત્રો અર્ધક્ષેત્રવાળા હોવાથી અર્ધનક્ષત્ર કહ્યા છે. તેઓ દરેકના સડસઠિયા સાડીતેત્રીસ ભાગ કહેલ છે. તેથી એ સાડીતેત્રીસને છથી ગુણાકાર કરે (૩૩)++=૬૭+૩=૨૦૧ અહીં પહેલા તેત્રીસને બેથી ગુણાકાર કરે તેમાં એકને ઉમેરે ઉમેરવાથી સડસડિયા બે ભાગ થાય છે. તેને બેથી અપતિત કરવાથી ત્રણ થાય છે. તે પછી સડસઠને ત્રણથી ગુણાકાર કરે ગુણાકાર કરવાથી બસો એક થાય છે. ૨૦૧ તે પછી ઉત્તરાભાદ્રપદા વિગેરે છે નક્ષત્ર દ્રયર્ધક્ષેત્રવાળા છે તે દરેકનું પ્રમાણ સડસઠિયા એકસે છે તથા સડસઠિયા ભાગનું અધું +૨ અર્થાત્ ૧૦૦+ આટલું થાય છે. આને છથી ગુણાકાર કરે અહીં સડસઠિયા ભાગને અન્તર્ગત સમજી લે, તેથી ૧૦૦ આ સંખ્યાને છથી ગુણાકાર કરો આમાં પહેલાં તેની સંખ્યાને બેથી ગુણાકાર કરે બેથી ગુણાકાર કરીને તેમાં એક ઉમેરવો તે બસે એક થાય છે. બે ભાગના ૧૦૦= = તે પછી આને
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૨૧૭
Go To INDEX