Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તેમ સમજાય છે. જેમકે-(કટ્ટર્નશમનં જામશ્વ પુરુષ જ વૈવસ્વતો ન તથતિ પુરાવા રૂર
રી) અહીંયાં ચાદિ પદાન્તરમાં રહીને અર્થને સ્પષ્ટ કરે છે, અન્ય કંઈ જણાવતા નથી. તથા સ્વતંત્ર પણાથી પણ કંઈ અર્થને બંધ કરાવતા નથી. એ જ પ્રમાણે શબ્દાનશાસનમાં આ નિર્ણિત થયેલ છે.
હવે અહીંયાં તેની ભાવના બતાવવામાં આવે છે. એક બુદ્ધિથી કલ્પિત દેરીથી પૂર્વ પશ્ચિમમાં લાંબી અને એક બુદ્ધિથી કલ્પિત દક્ષિણ અને ઉત્તરમાં લાંબી દોરીથી મંડળમાં એક જ સમયે વિભક્ત કરવી વિભત કરવાથી ચાર ભાગ થાય છે. તે આવી રીતે કે એક ભાગ ઉત્તરપૂર્વ એટલેકે ઈશાન ખુણામાં તથા એક ભાગ દક્ષિણ પૂર્વને અર્થાત્ અગ્નિ ખૂણામાં તથા એકભાગ દક્ષિણ પશ્ચિમ અર્થાત્ નૈઋત્ય ખુણામાં એક ભાગ પશ્ચિમ ઉત્તરમાં અથત વાયવ્ય ખુણામાં હોય છે. તેની દિશા બતાવનારી આકૃતિ સંસ્કૃત ટીકામાં બતાવેલ છે. તેથી જીજ્ઞાસુએ તેમાં જોઈ સમજી લેવું.
અહીં દક્ષિણપૂર્વમાં એટલે અગ્નિખૂણામાં ચતુર્ભાગ માત્ર મંડળ પ્રદેશમાં અથોત મંડળના ચોથા ભાગમાં એકવીસ ભાગ પ્રમાણમાંથી સત્યાવીસ ભાગને લઈને તથા અઠયાવીસમા ભાગના વીસ ભાગ કરીને તેમાંથી અઢાર ભાગોને લઈને બાકીના એકત્રિસા ત્રણ ભાગ અને બે કળાથી એકત્રીસા એક ભાગના વસીયા બે ભાગેથી દક્ષિણ પશ્ચિમમાં ચતુર્ભાગ મંડળને પ્રાપ્ત કર્યા વિના જ આ પ્રદેશમાં રહેલ એજ ચંદ્ર છત્રાતિછત્ર રૂપ ગને પ્રાપ્ત કરે છે. અર્થાત્ એ યુગમાં ભ્રમણ કરતો ચંદ્ર તેને પ્રવર્તિત કરે છે.
આ કેવી રીતે થાય છે? તે સ્વયં બતાવે છે. (if aો મને કવન્ને શરૂ) સૂર્ય ચંદ્ર અને નક્ષત્રને કક્ષાક્રમ આ પ્રમાણે થાય છે. સૌથી ઉપર ચંદ્ર કક્ષા હોય છે. તેની નીચે અર્થાત્ મધ્યમાં નક્ષત્રની કક્ષા હોય તેની નીચે અર્થાત સૌથી નીચે સૂર્યકક્ષા હોય છે. સૂર્ય સૌને પ્રકાશક હોવાથી છત્રની ઉપર રાખેલ છત્રની જેમ પ્રતિભાસિત થાય છે, તેથી છત્રાતિછત્રગનું યથાયોગ્ય નામ થાય છે. એ જ પ્રમાણે ગતિની વિલક્ષણતાથી પિતપોતાની કક્ષામાં ભ્રમણ કરતા એ ચંદ્ર નક્ષત્ર અને સૂર્ય વૃષભાનુજાત વિગેરે અન્વર્થ પણાથી દશ પ્રકારનો ચેગ કરે છે. એમાં વચમાં નક્ષત્ર હોય છે. તેમ કહેલ છે. તેથી નક્ષત્ર વિશેષની ખાત્રિ માટે શ્રીગૌતમસ્વામી પ્રશ્ન પૂછે
–( તમ ર લં વંદે દે રવત્તળે નોરૂ) છત્રાતિછત્ર નામના વેગના ઉત્પત્તિ કાળમાં ચંદ્ર કયા નક્ષત્રની સાથે યોગ કરીને રહે છે? આ પ્રશ્નના ઉત્તરમાં શ્રીભગવાન કહે છે.(તા નિત્તાહિં રિમામા) ચિત્રા નક્ષત્રના અંત ભાગમાં ચંદ્ર વર્તમાન રહે છે. આ વિષે ગણિત ભાવના પહેલાં પ્રદર્શિત કરીને કહેલ છે. તેથી અહીં તેને ફરી કહેલ નથી. સૂ૭૮.
બારમું પ્રાભૃત સમાપ્ત . ૧૨
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૨૪૬
Go To INDEX