Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન કહે છે.- (વાસમાને વિખેર) કેવળ બાસઠભાગ અધિક પ્રદેશને આકમિત કરે છે. અર્થાત્ બાસઠ ભાગ માત્ર અધિક જાય છે. જેમ અહીંયાં પૂર્વ પ્રતિપાદિત રીતથી ચંદ્ર એક મુહૂર્તમાં સત્તરોઅડસઠ ૧૭૬૮ ભાગ ગમન કરે છે. સૂર્ય એક મુહૂર્તમાં અઢારસોત્રીસ મંડળ ભાગોમાં ગમન કરે છે. બનેનું એક મુહૂર્ત ગતગતિ ભાગનું અંતરજ તેમની ગતિ વિશેષતા થાય છે. તેથી આને બતાવે છે. ૧૮૩૦–૧૭૬૮૬૨ આ રીતે બાસઠભાગ પરસ્પરની ગતિની વિશેષતા રહે છે. - હવે ચંદ્રની ગતિની વિશેષતા બતાવે છે.-(તાગયા વંદું જતિસમાવvi જરા જસિસમાજળ માં રેળે જતિયા દેવફાં વિશે) જ્યારે ચંદ્રને ગતિસમાપનક જોઈને નક્ષત્ર ગતિસમાપન્નક વિવક્ષિત થાય છે. તે સમયે તે નક્ષત્ર મુહૂર્ત ગતગતિ પરિમાણથી કેટલાં ભાગ વધારે હોય છે? અર્થાત્ ચંદ્રકમિતભાગથી નક્ષત્રકમિતભાગ કેટલે વધારે હોય છે? તે કહો આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન કહે છે.-(ા સત્તદ્રિમાને વિખેરે) સડસઠ ભાગ વધારે ગમન કરે છે. અહીંયાં પણ પૂર્વ પ્રતિપાદિત રીત અનુસાર નક્ષત્ર એક મુહૂર્તમાં અઢારસો પાંત્રીસ ૧૮૩૫) ભાગમાં ગમન કરે છે. ચંદ્ર સરસેઅડસઠ ૧૭૬૮ ભાગમાં ગમન કરે છે. આ બન્નેના એક મુહૂર્તગત ગતિપરિમાણુનું અંતરજ વિશેષ આકમિત ગતિભાગ ક્ષેત્ર પરિમાણ થાય છે. તે બતાવે છે. ૧૮૩૫-૧૭૬૮૬૭ આથી એ ફલિત થાય છે કે–ચંદ્રાકામિત ભાગથી નક્ષત્રાકમિત ભાગ સડસઠ જેટલું હોય છે. અર્થાત્ ચંદ્રથી નક્ષત્ર સડસઠ ભાગ જેટલા અધિક ક્ષેત્રને વ્યાપ્ત કરીને ગમન કરે છે.
હવે સૂર્ય અને નક્ષત્રની વિશેષતા બતાવવામાં આવે છે. (તા નયા i તૂ ગતિમા avi (તરવરે તિસમાવને મવર્ડ, એળે ગતિનારા વતિચં વિખેર) જ્યારે સૂર્યને ગતિ માપન્નક જોઈને નક્ષત્રને ગતિસમાપન્નક વિવક્ષિત કરે છે. અર્થાત પ્રત્યેક મુહર્તમાં સૂર્યને ગતિયુક્ત જેઈને નક્ષત્રની ગતિનો વિચાર કરવામાં આવે તે એ સૂર્ય એક મુહર્ત ગતિપરિમાણથી કેટલા ભાગને વિશેષિત કરે છે? અર્થાત એક મુહૂર્તમાં નક્ષત્રામિત ભાગથી સૂર્ય કેટલા વધારે ભાગોને આક્રમિત કરે છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન્ કહે છે-(તા પંજમાને સેક્સ) સૂર્યથી આક્રમિત ભાગથી નક્ષત્રાક્રમિતભાગ પાંચ ભાગ વધારે હોય છે. કારણકે સૂર્ય એક મુહૂર્તમાં અઢારસે વીસ ૧૮૩ળ ભાગમાં ગમન કરે છે. અને નક્ષત્ર એક મુહૂર્તમાં અઢારસો પાંત્રીસ ૧૮૩૫ ભાગને પૂરિત કરે છે. તેથી આ બન્નેનું અંતર પાંચભાગ જેટલું જ હોય છે. ૧૮૩૫– ૧૮૩૦=પ આ રીતે પાંચભાગ વધારે હોય છે તે સ્પષ્ટ થાય છે.
હવે ચંદ્રની સાથે અભિજીત નક્ષત્રોગ વિચાર કરવામાં આવે છે.-સતા જ્ઞયા |
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૨૭૮
Go To INDEX