Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પ્રમાણ કહું છું. જે પ્રમાણે બે અર્ધમંડળમાં પરિપૂર્ણ અધિક હોય છે, તથા ત્રીજા અર્ધમંડળના સડસડિયા આઠભાગ ૬૪ તથા એક સડસઠિયા ભાગને એકત્રીસથી વિભક્ત કરીને તેના અઢાર ભાગેને ૩૧ વધારે ગમન કરે છે. (૨) જૂન ૧૧ આટલા પ્રમાણુતુલ્ય ચંદ્ર, ચાંદ્રમાસમાં નાક્ષત્ર માસથી વધારે ગમન કરે છે. આની ભાવના પહેલાં કહેલ પ્રમાણથી વધારે એક અયન ગતિમાં અધિકતાથી ભાવિત કરવી. પહેલાં કહેલ એક અયનમાં વધારે એક મંડળને બમણા કરીને ભાવિત કરી લેવા. હવે જેટલા કાળમાં ચાંદ્રમાસ પૂર્ણ હોય છે. એટલા પ્રમાણમાં ત્રીજા અયનની વક્તવ્યતા કહે छ-(ता तच्चायणगए चंदे पच्चत्थिमाए भागार पविसमाणे बाहिराणंतरस्स पच्चत्थिमिल्लस अद्धमंडलस्स इतालीसं सत्तद्विभागाइं जाई चंदे अप्पणो परस्स य चिण्ण पडिचरइ) मही બીજા અયનના અંતમાં ચૌદમાં અર્ધમંડળમાં તેની સન્મુખ ગત હોવાથી તે પછી પર્વત પ્રદેશમાં સાક્ષાત ચંદ્રમા અર્ધમંડળમાં પ્રવેશ કરીને કેટલાક સમય ત્યાં રહીને ફરીથી બીજીવાર પ્રવેશ કરીને પહેલીક્ષણની પછી સર્વબાહ્યવંતરના સમીપસ્થ બીજા મંડળની સન્મુખ ચંદ્ર ગમન કરે છે. તે પછી એજ સર્વબાહ્યા મંડળના પછીના બીજા અર્ધમંડળમાં ગમન કરતે વિવક્ષિત થાય છે. તેથી અધિકૃત સૂત્ર કહે છે. જે પ્રમાણે ચંદ્ર ત્રીજા અયનમાં ગમન કરે ત્યારે પહેલાં મેરૂની પશ્ચિમ દિશામાં પ્રવેશ કરે છે. તે પછી બાહ્યા નંતર મંડળના વ્યવધાન વિનાના પૂર્વ ભાગમાં રહીને પાછલા અર્ધમંડળના સડસઠિયા એકતાલીસભાગ થાય છે. જેને ચંદ્ર પોતે કે બીજાએ (વામનઃ પરચ) આ ઠેકાણે ત્રીજી વિભક્તિના અર્થમાં છરી વિભક્તિ થઈ છે. ભગવેલાને ફરીથી ઉપમુક્ત કરે છે. અર્થાત્ જે સડસઠિયા તેરભાગને સૂર્યાદિએ ભોગવેલા હોય તેને ચંદ્ર ફરીથી ભોગવે છે. (પ્રવેશ પરાવર્તન હોવાથી) બીજો સડસડિયા તેરમે ભાગ છે કે જેને સ્વયં ચંદ્ર વ્યાપ્ત કરેલ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૨૬૫
Go To INDEX