Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ટીકા-પ ંચાત્તેરમા સૂત્રમાં છ રૂતુઓની છ અવમાત્ર-ક્ષય તિથિની અને છ અતિરાત્રવૃદ્ધિ તિથીની વિચારણા વિસ્તારપૂર્વક યુક્તિ અને ઉદાહરણ સાથે વિવેચન કરીને હવે છેતરમા આ સૂત્રમાં સૂર્ય ચંદ્રના યુગ સંબધી અયનેાની સખ્યા અને સૂર્ય ચંદ્રના યોગ યુક્ત નક્ષત્રયુગના પરિમાણુનું પ્રતિપાદન કરવા માટે તે સબંધી પ્રશ્ન સૂત્ર કહે છે. (તસ્થ છુટુ રૂમો વાણિજીો પાંચ ફેમ તો બાટ્રિમો વળજ્ઞાો) પાંચ વર્ષ વાળા યુગમાં આ કહેવામાં આવનાર પ્રકારવાળી પાંચ વર્ષાકાળમાં થનારી અને પાંચ હેમતકાળમાં થવાવાળી આ પ્રમાણે દસ આવત`નરૂપ એટલેકે વારંવાર દક્ષિણ ઉત્તરના ગમનરૂપ સંચલન અર્થાત્ અયન રૂપ ગતિ પ્રતિપાદિત કરેલ છે. કેની અયનરૂપ ગતિ આ પ્રમાણેની જીજ્ઞાસામાં પહેલાં સૂર્યનું પ્રાધાન્ય હાવાથી સૂર્યની અયનરૂપ ગતિ થાય છે. તેમ સિદ્ધ થાય છે. અયન-ગમનરૂપ ગતિ એ પ્રકારની આવૃત્તિરૂપ હોય છે. તે આ પ્રમાણે થાય છે. એક સૂની આવૃત્તિ થાય છે. અને ખીજી ચંદ્રની ગતિરૂપ આવૃત્તિ થાય છે. તેમાં પાંચ વર્ષ વાળા એક યુગમાં સૂર્યની દસ આવૃત્તિ થાય છે. અને એકસાચેાત્રીસ ચંદ્રમાની આવૃત્તિ થાય છે. આ પ્રમાણે ગ્રન્થાન્તરમાં પણ કહેલ છે.
( सूरस्य अयणसमा आउट्टिओ जुगंमि दस होंति । चंदरस य सयंच चोत्तीसं चेत्र ||१||
અર્થાત્ પાંચ વર્ષોંવાળા એક યુગમાં સૂર્યની દસ આવૃત્તિયે થાય છે. તથા ચંદ્રની એકસાચેાત્રીસ આવૃત્તિયે થાય છે. આ કેવી રીતે થાય છે? તે ખતાવે છે. અહી આવૃત્તિ એટલે વારવાર દક્ષિણ અને ઉત્તરના ગમન રૂપ ગતિ હોય છે. તેથી અહીંયાં સૂના અને ચંદ્રના જેટલા અયન હેાય છે, તેટલી આવૃત્તિ થાય છે. એ નિશ્ચિત છે. એક સંવત્સરમાં ત્રણસેાછાસઠ ૩૬૬૫ દિવસ હોય છે, તથા એક મંડળભ્રમણનું પરિમાણ એકસે ત્ર્યાશી ૧૮૩૫ અહારાત્ર હાય છે. એક યુગમાં અઢારસાતીસ ૧૮૩૦ દિવસેા હાય છે.
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૨૦૩
Go To INDEX