Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
શંકા-દરેક યુગમાં પ્રાતઃકાળમાં જે અભિજીતુ નક્ષત્ર ચંદ્રની સાથે યોગ કરીને ચુંમાળીસમી અમાવાસ્યાને સમાપ્ત કરતા હોય તો ચુંમાલીસમી પૂર્ણિમાને કેમ સમાપ્ત કરતા નથી? આ શંકાના સમાધાન માટે કહે છે કે–પૂર્વાચાર્યોએ બતાવેલ કરણ ગાથા વશાત્ ચુંમાલીસમી પૂર્ણિમાને સમાપ્ત કરતા નથી, તિથિ લાવવા માટે તે કરણ ગાથા આ પ્રમાણે કહેલ છે
तिहि रासियमेव बावटुिं भाइया सेसमेगसद्विगुण्णं च ।
बावद्विए विभत्तं सेसा अंसा तिही समत्ती ॥१॥ તિથી અને શશિને બાસઠથી ભાગીને જે શેષ રહે તેને એકસઠથી ગુણાકાર કરે. તે પછી બાસડથી ભાગવા જે અંશ શેષ વધે તેને તિથિ સમાપ્તિ સમજવી, કહેવાનો ભાવ એ છે કે-યુગમાં જેટલા ચાંદ્રમાસ વીતિ ગયા હોય તેને જુદા રાખવા. તે પછી તિથિ લાવવા માટે તેને ત્રીસથી ગુણાકાર કર ત્રીસથી ગુણાકાર કરીને તે સંખ્યાને બાસઠથી ભાગવા ભાગ કરવાથી જે શેષ વધે તેને એકસઠથી ગુણાકાર કરે તે પછી જે સંખ્યા આવે તેને બાસઠથી ભાગ કરે તે પછી જે અંશ આવે તેને વિવક્ષિત દિવસમાં વિવક્ષિત તિથિની સમાપ્તિ સમજવી. અહીં ચુંમાલીસમી અમાસની વિચારણા કરવામાં આવે છે, તેથી તેંતાલીસ ચાંદ્રમાસ તથા એક ચાંદ્રમાસ પર્વ આવે છે, તેથી તિથિ લાવવા માટે તેંતાલીસને ત્રીસથી ગુણાકાર કરે. ૪૩૪૩૦=૧૨૯૦ જેથી આ રીતે બારસે નેવું આવે છે. અહીં ઉપરના વીતેલા પંદર પર્વને પ્રક્ષેપ કરે એટલે કે ઉમેરવા. ૧૨૯૦૪ ૧૫=૧૩૦૫ જેથી તેરસે પાંચ થાય છે, એ તેરસે પાંચ ૧૩૫ ને બાસઠથી ભાગ કરે ૧૩૦૫-દર ૨૧=૩ તે આ રીતે એકવીસ લબ્ધ થાય છે તે નિરર્થક હોવાથી તેને છોડી દેવા. તથા શેષ જે ત્રણ છે તેને એકસડથી ગુણાકાર કરે. ૬૧૪૩=૧૮૩ આ રીતે એક ગ્લાશી થાય છે, તેને બાસઠથી ભાગ કરે. ૧૬૩=૨, બે લબ્ધ થાય છે. એ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
Go To INDEX