Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
બાવીસ થાય છે. તેને દરેક રાશિના અંતમાં બે સ્થાનમાં રાખવા. રરરર દરેક રાશિમાં રાખેલ એ સંખ્યાને અધ કરવી- ૨૨-૧૧ તે બાવીસના અર્ધા અગીયાર ૧૧ થાય છે, આનાથી એ સિદ્ધ થાય છે કે-યુગની આદિથી આરંભ કરીને બાવીસ પર્વ વીત્યા પછી અગ્યારમી તિથિએ છ રૂતુ સમાપ્ત થાય છે. અને સાતમી રૂતુ પ્રવર્તિત થાય છે, આ રીતે પાંચ વર્ષવાળા યુગમાં નવમી રૂતુની સમાપ્તિ તિથી જાણવી હોય તે નવ પ્રવાંક રાખવા અને એ પ્રવાંકને પહેલાં કહેલ ગાથામાં કહેલ પ્રકારથી બેથી ગુણાકાર કર +૨=૧૮ ગુણાકાર કરવાથી અઢાર થાય છે તેમાંથી એક ન્યૂન કરે ૧૮-૧=૨૭ રૂપિન કરવાથી સત્તર થાય છે. એ સત્તરને ફરી બેથી ગુણાકાર કરે, ૧૭૪૨૩૪ ગુણાકાર કરવાથી ચિત્રીસ થાય છે. ૩૪ તેને બે સ્થાનમાં રાખવા ૩૪૩૪ તે પૈકી એક સ્થાનમાં રહેલો બેથી ભાગાકાર કરે =૧૭ ભાગ કરવાથી સત્તર થાય છે. આનાથી એ સિદ્ધ થાય છે છે કે-યુગની આદિથી ચોત્રીસ પર્વ વીત્યા પછી અર્થાત્ બીજા સંવત્સરના પિષ માસની સાતમની તિથિએ અર્થાત્ કૃષ્ણપક્ષથી માસગણના કમથી પિષ સુદ બીજ તિથિમાં નવમી રૂતુ સમાપ્ત થાય છે. અને દસમી રૂતુને પ્રારંભ થાય છે.
હવે ત્રીસમી રૂતુની સમાપ્તિ વિષે કહેવામાં આવે છે. ત્રીસમી રૂતુની સમાપ્તિની જીજ્ઞાસા કરે તો પ્રવાંક ત્રીસ હોય છે. ૩. તેને પૂર્વ કથનાનુસાર બમણી કરવા. ૩૦૪૨ = ૬૦ બેથી ગુણવાથી સાઈઠ થાય છે. તેમાંથી એક અંક ઓછો કરે તો ૬૦-૧=૫૯ આ રીતે ઓગણસાઈઠ રહે છે. તેને બેથી ગુણવાથી ૫૯+૨=૧૧૮ એકસો અઢાર થાય છે. તેને પ્રત્યેક રાશિના અંતમાં બે સ્થાનમાં રાખવા ૧૧૮-૧૧૮ એ પ્રમાણે રાખીને તેના અર્ધા કરવા ૧૩૬=૫૯ તે ઓગણસાઈઠ થાય છે. તેનાથી એ ફલિત થાય છે કે-પાંચ વર્ષના યુગની આદિથી એકસે અઢાર પર્વ વીત્યા પછી અર્થાત્ ચાર વર્ષ વીતીને પાંચમા વર્ષની ઓગણસાઈઠમી તિથિએ ત્રીસમીતુ સમાપ્ત થાય છે. અહીં એ પ્રમાણે કહેવામાં આવે છેકે-પાંચમા અભિવર્ધિતસંવત્સરમાં અષાઢ માસ અધિકમાસ થાય છે તેથી અષાઢમાસની
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૧૭૮
Go To INDEX