Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
નનો બાસઠથી ભાગ કરવાથી નવ લબ્ધ થાય છે. આનાથી એ નિર્ણય થાય છે કે-સાડ. ત્રીસમું પર્વ સમાપ્ત થયા બાદ નવમી ક્ષય તિથિ સમાપ્ત થાય છે. એ જ પ્રમાણે બીજે પણ પ્રશ્ન કરી શકાય છે કે કઈ પ્રશ્ન કરે કે બારમી તિથિમાં અવમાત્ર ક્ષયતિથિ આવે તો એ બારશની સાથે તેરશની તિથિ કયા પર્વમાં સમાપ્ત થાય છે? અહીં પ્રશ્ન કર્તાએ બારમી તિથિને ઉદ્દેશીને પ્રશ્ન કરેલ છે. તેથી અહીયાં બાર લેવામાં આવે છે. આ બાર રૂપ સંખ્યાને રૂધિક કરવી અર્થાત્ તેમાં એક ઉમેરે છે. ૧૨ +૧=૧૩ તે તેર થાય છે. એ તેર રૂપ સંખ્યાને બેથી ગુણાકાર કરવો ૧૩+૨=૨૬ તે છવીસ થાય છે. આ પ્રમાણે છવ્વીસમી બારશ આવે છે. એ છવ્વીસમાં એકત્રીસ ઉમેરવા ૨૬ +૩૧=૫૭ તે સત્તાવન થાય છે. આ પ્રમાણે અહીંયાં સત્તાવન પર્વ આવે છે આનાથી એ ફલિત થાય છે કે-યુગની આદિથી સત્તાવનમું પર્વ સમાપ્ત થયા પછી અને અઠાવનમું પર્વ પ્રવર્તમાન રહે ત્યારે અવમત્રભૂત બારશે તેરશ તિથી સમાપ્ત થાય છે, આકરણ ગ્યજ છે તેથી તેને ઉદાહરણ પૂર્વક બતાવવામાં આવે છે. પંદરે સત્તાવનથી ગુણાકાર કરવા ૧૫૫૭= ૮૫૫ તે આઠસો પંચાવન થાય છે. અહીં બારશને ક્ષય થવાથી તેરશ આવેલ છે. તેથી તેર તે સંખ્યામાં ઉમેરવા ૮૫૫+૧૩=૪૬૮ તે આઠસો અડસઠ થાય છે. તે પછી બાસઠ બાસઠ દિવસમાં એક અવમાત્ર થાય છે. તેથી બાસઠથી તેને ભાગ કરે ૬= ૧૪ અહી પણ ભાજ્ય રાશિ નિરંશજ આવે છે. આ રીતે ભાગાકાર કરવાથી ચૌદ લખ્ય થાય છે. આનાથી એ સિદ્ધ થાય છે કે- ચૌદમી અવરાત્રિ સત્તાવન પર્વ સમાપ્ત થાય ત્યારે સમાપ્ત થાય છે. આ પ્રમાણે કરણ ગાથામાં કહેલ ભાવનાને દઢ કરે છે. આજ પ્રમાણે સઘળી તિથિમાં કરણની ભાવના, કરણની સારી રીતે સંસ્થાપના અને અવમરાત્રની સંખ્યાની ભાવના સ્વયં ભાવિત કરી લેવી અહી કેવળ પર્વને નિર્દેશ માત્ર કરવામાં આવે છે. જેમકે-તૃતીયામાં ચોથી તિથી સમાપ્ત થાય છે. આઠમું પર્વ સમાપ્ત થાય ત્યારે, એકત વીસ પર્વ પુરા થાય ત્યારે ચતુર્થિમાં પાંચમી તિથિ સમાપ્ત થાય છે.
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્રઃ ૨
૧૯૯
Go To INDEX