Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વિશેષ કંઈપણ કરવું નહીં. કેવળ આટલુંજ શ્રેષ્ઠ છે. બમણું કર્યા પછી (ganી ગુણા gar) આ કથન પ્રમાણે એકત્રીસ ઉમેરીને નિર્વચનરૂપ પર્વ થાય છે. આ પ્રમાણે ત્રણે ગાથાને અક્ષરાર્થ કહેવામાં આવેલ છે. હવે આના ઉદાહરણરૂપ ભાવના બતાવવામાં આવે છે. જેમકે-કોઈ પ્રશ્ન કરેક-ક્યા પર્વમાં એકમ ક્ષય તિથિ હોય તે બીજ સમાપ્ત થાય છે? અહીં ઉદિષ્ટ તિથિ પ્રતિપદા છે. આ પહેલી તિથિ છે. તેથી એક અંક રાખવો એ એક અંકને રૂપાધિક કરે. અર્થાત્ એકમાં એક ઉમેરો ૧+૧=૨ રૂપાધિક કરવાથી બે થાય છે. તેને બમણા કરવા ૨+૨=૪ તે ચાર થાય છે. તેથી ચાર પર્વ આવે છે. આનાથી એ ફલિત થાય છે કે-યુગની આદિથી ચેથા પર્વમાં અર્થાત આ વદ ૩ ક્ષયરૂપ હોવાથી બીજને સમાપ્ત કરે છે. એટલે કે બીજ સમાપ્ત થાય છે. આ ઠીકજ કહેલ છે, કારણ કે બાસઠ બાસઠ દિવસે અવમાત્ર ક્ષય તિથિ આવે છે, આ કરણ સહિત પહેલાં યુતિ પૂર્વક પ્રતિપાદિત કરેલ છે. અહીંયાં પ્રતિપદા ઉદિષ્ઠ હવાથી ચારપર્વ આવે છે. દરેક પર્વ પંદર તિથિરૂપ હોય છે. તેથી અહીં આવેલા ચાર પર્વને પંદરથી ગુણાકાર કરવો=૪+૧૫=૦ તે સાઈઠ થાય છે. તેથી યુગને આરંભ શ્રાવણ વદ એકમથી સાઈઠ દિવસ વીતાવીને ચોથપર્વ ભાદરવા સુદ પુનમે સમાપ્ત થાય છે. તે પછી બાસઠમો દિવસ આવદ એકમે બી જ સમાપ્ત થાય છે તેમ સમજાય છે. બેરૂ૫ અધિક કરવાથી ૬૦+૨=૨ બાસઠ થાય છે. આ બાસઠ જે બાસઠથી ભાગ કરવામાં આવે તે નિરંશ ભાગ લબ્ધ થાય છે. તેથી પહેલી ક્ષય તિથિ આવે છે. આ અવિસંવાદિ કરણ તિથિ છે.
હવે બીજો પ્રશ્ન કરવામાં આવે છે. કોઈ પૂછે કે–અવમાત્ર રૂપ બીજની સાથે ત્રીજની તિથિ સમાપ્ત થાય છે? આ પ્રમાણે પ્રશ્નકર્તાએ બીજને ઉદ્દેશીને પ્રશ્ન કરેલ છે. તેથી અહીંયા ગુણકરાશિ બે રહે છે. એ બે રૂપ સંખ્યાને રૂપાધિક કરવી ૨+૧=૩ તે ત્રણ થાય છે. તેને બમણા કરવા ૩+૨= તે છ થાય છે. છ દ્વિતીયા તિથી હોય છે. આ છમાં એકત્રીસ ઉમેરવા દ ૩૧=૩૭ સાડત્રીસ થાય છે. તેથી જાણવામાં આવે છે કે નિવર્તનરૂપ સાડત્રીસ પર્વ હોય છે. આ કથનથી એ સિદ્ધ થાય છે કે-યુગના આરંભથી સાડત્રીસ પર્વ વીત્યા પછી અને આડત્રીસમું પર્વ ચાલુ હોય ત્યારે અવરાત્રીરૂપ બીજમાં તૃતીયા તિથિ સમાપ્ત થાય છે. આ કરણ પણ સભ્ય હોવાથી ઉદાહરણ પૂર્વક કહેવામાં આવે છે. અહીં ઉદિષ્ટ બીજમાં સાડત્રીસ પર્વ આવેલા હોય છે. એકપર્વ પંદર તિથિ પ્રમાણનું હોય છે. તેથી પંદરનો સાડત્રીસથી ગુણાકાર કરે ૧૫+૩૭=૧૫૫ ગુણાકાર કરવાથી ગુણનફલ પાંચસે પંચાવન આવે છે. અહી બીજનો ક્ષય કરીને ત્રીજ આવે છે. તેથી ત્રણ સંખ્યા તેમાં ઉમેરવી ૫૫૫+૩=પ૫૮ તે પાંચસે અડાવન થાય છે. પ૫૮ તે પછી બાસઠ બાસઠ દિવસમાં એક અવમાત્ર થાય છે. આ નિયમ પ્રમાણે આ સંખ્યાને બાસઠથી ભાગ કરવા ભાગ કરવાથી નિરંશ થઈ જાય છે. જેમકે-૨૦=૯ પાંચ અઠાવ,
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૧૯૮
Go To INDEX