Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પ્રમાણવાળા રેવતી નક્ષત્રના શોધનકનું સેવન કરવું. ૨૦૩-૧૩૪=૬૯ પછીથી ઓગણસિત્તેર વધે છે. આ ઓગણસિત્તેરનો એકસો ત્રીસથી ભાગ કરે ૬; પણ ભાગ ચાલી શકે તેમ નથી તેથી એ સિદ્ધ થાય છે કે બીજી ચંદ્રવધુના સમાપ્તિ સમયમાં ચંદ્ર અશ્વિની નક્ષત્રના એકત્રીસિયા ઓગણસિત્તેર ભાગને ઉપભોગ કરીને બીજી પોતાની રૂતુને સમાપ્ત કરે છે. આ જ પ્રમાણેના કમથી બીજી રૂતુઓના સમાપ્તિકાળમાં ચંદ્રનક્ષત્રોગનું જ્ઞાન ઘણીજ સરળતાથી થઈ જાય છે.
હવે ૪૦૨ ચાર બે પ્રમાણની ચંદ્રતુના સમાપ્તિ કાળમાં ચંદ્ર નક્ષત્રયોગની વિચારણામાં પહેલાં પ્રતિપાદન કરેલ કમથી ઘરના વધારાથી ગુણકરાશિ આઠસો ત્રણ બમણ કરેલ હતુ સંખ્યામાંથી રૂપન કરવાથી થાય છે. જેમકે-(૪૦૨+૨) ૧=૦૪-૧= ૮૦૩ આ ગુણકરાશિથી એ પહેલાં કહેલ ત્રણસે પાંચરૂપ ધ્રુવરાશિનો ગુણાકાર કરે. ગુણાકાર કરવા માટે કમન્યાસ આ પ્રમાણે થાય છે. ૩૦૫૮૦૩=૨૪૪૯૧૫ આ રીતે ગુણાકાર કરવાથી બે લાખ ચુંમાલીસ હજાર નવસો પંદર થાય છે. હવે અહીં સકળ નક્ષત્ર પરિમાણ ૩૬ ૬ છત્રીસસે સાઈઠ થાય છે. આ સકલ નક્ષત્ર પર્યાય પરિમાણ આટલું શી રીતે થાય છે ? તે માટે કહેવામાં આવે છે. અઠયાવીસ નક્ષત્રોના ચાર ભેદ કહેવામાં આવેલ છે. તેમાંથી યુગના આદિ બેધક અભિજીત નક્ષત્ર સ્વતંત્ર રીતેજ રહે છે. તેથી અભિજીત નક્ષત્રનું ભંગ પરિમાણ ૪૨ બેંતાલીસ મુહૂર્ત થાય છે તથા છ નક્ષત્ર અર્ધ ક્ષેત્રવાળા હોય છે. એ અર્ધશેત્રવાળા નક્ષત્ર દરેકનું ભંગ પરિમાણ સડસઠ અંશ ૬૭ કલ્પિત કરેલ છે. તથા છ નક્ષત્રો કયર્ધ ક્ષેત્ર પરિમાણવાળા કહેલ છે. છ કયર્થ ક્ષેત્રવાળા નક્ષત્રમાં દરેકના ૨૦૧ બસો એક અંશ ભૂગ પરિમાણુ કલ્પિત કરેલ છે. એજ પ્રમાણે પંદર નક્ષત્ર સમક્ષેત્રવાળા કહેલ છે. એ પંદર સમક્ષેત્રવાળા નક્ષત્રોમાં એકસો
ત્રીસ અંશ જેટલું પરિમાણ કલ્પિત કરેલ છે. આને કમાનુસાર એક સાથે એનો સડસઠથી ગુણાકાર કરે બીજા છ બસેએકથી ગુણાકાર કર તથા પંદર નક્ષત્રોને
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૧૯૧
Go To INDEX