Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
(બાજો ૩ ભટ્રીના 1ળો હતો) ઈત્યાદિ અર્થાત્ આદિત્ય સંવત્સરમાં સાઠમાસ થાય છે! શત સંવત્સરમાં એકમઠ માસ થાય છે. ચાંદ્ર સંવત્સરમાં સાઈઠમાસ તથા નક્ષત્ર સંવત્સરમાં સતાવન માસ તથા સાત અહોરાત્ર થાય છે. અભિવર્ધિત સંવત્સરમાં પાંસઠમાસ તથા અયાર મુહૂર્ત અને એક મુહૂર્તના બાસડિયા તેવીસ ભાગ થાય છે. સૂ. ૫૭
ટીકાર્ય–આ સૂત્રમાં લક્ષણસંવત્સરનું કથન કરવામાં આવે છે. (તા વઘારરે પંચવિ goળ, તેં કઈ વાતે, ૨, ૩, મારૂ મમવઢ) સંવત્સરેના ભેદની વિચારણામાં લક્ષણસંવત્સર સંબંધી વિચાર સાવધાન થઈને સાભળે આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીને મહાવીરસ્વામી કહે છે. લક્ષણસંવત્સર એટલે કે યથાકથિત લક્ષણથી યુક્ત સંવત્સર પાંચ પ્રકારના કહેલ છે, તે પાંચ પ્રકાર સત્તાવનમાં સૂત્રની વ્યાખ્યામાં યથાવત્ પ્રતિપાદિત કરેલ છે. તે પણ અહીંયાં ડું કહેવામાં આવે છે. જે આ પ્રમાણે છે. (૧) નક્ષત્રસંવત્સર સઘળા નક્ષત્રમંડળ ચક્રના પરિભ્રમણના પૂર્તિ કાળરૂપ જે સંવત્સર તે નક્ષત્રસંવત્સર છે. નાક્ષત્રસંવત્સર લક્ષણસંવત્સરના પહેલા ભેદરૂપ છે, સંવત્સર છે. ૧. (૨) હવે ચાંદ્રસંવત્સર નામના બીજા ભેદનું કથન કરવામાં આવે છે. ચંદ્રના સઘળા નક્ષત્ર પરિભ્રમણથી એક ભગણુની પૂતિ થાય છે. આ રીતે તેર ભગ જેટલા સમયમાં પૂરા થાય એટલા કાળ વિશેષને ચાંદ્રસંવત્સર કહેવામાં આવે છે. આ પ્રકારના લક્ષણેથી યુક્ત ચાંદ્રસંવત્સર હોય છે. આ લક્ષણસંવત્સરને ત્રીજો ભેદ કહ્યો છે. (૩) હવે ઋતુ સંવત્સર નામના ત્રીજા ભેદનું કથન કરે છે સૂર્ય વ ચક્રના પરિભ્રમણથી વર્ષ, હેમન્ત, અને ગ્રીષ્મ આ રીતે ત્રણ ભેટવાળા ઋતુકાળને અથવા વસન્તાદિક ઋતુવાળા કાળને જેટલા સમયમાં પૂર્ણ કરે છે, એટલા કાળ વિશેષને જતુ સંવત્સર એટલેકે ઋતુ લક્ષણ યુક્ત સંવત્સર કહેવાય છે. આ લક્ષણસંવત્સરનો ત્રીજો ભેદ કહેલ છે. (૪) આદિત્યસંવત્સર આ લક્ષણસંવત્સરને થે ભેદ છે. આદિત્ય એટલે સૂર્યને એક ભગાણ ભેગકાળ રૂપ કાળ સૌરવર્ષ અથવા આદિત્ય સંવત્સર કહેવાય છે. આ રીતના આદિત્ય એટલે સૂર્યના ગતિરૂપ લક્ષણથી યુક્ત સંવત્સર કહેવાય છે આ લક્ષણસંવત્સરનો ચો ભેદ છે. (૫) હવે પાંચ ભેટવાળા અભિવતિ નામના સંવત્સર વિષે કથન કરે છે. જે ચાંદ્રસંવતસરમાં એક ચાંદ્રમાસ અભિવર્ધિત હોય છે. અર્થાત્ અધિકમાસ રૂપ માસ જે ચાંદ્રસંવત્સરમાં આવે છે, આવા પ્રકારના લક્ષણવાળું અને તેર માસના પ્રમાણવાળું સંવત્સર અભિવૃદ્ધિ નામનું સંવત્સર લક્ષણ સંવત્સરના પાંચમા ભેદ રૂપ છે, આ રીતે લક્ષણ સંવત્સરના પાંચ ભેદ પ્રતિપાદિત કરેલ છે.
હવે આ નાક્ષત્રાદિ સંવત્સર કેવળ સ્વતંત્ર પણાથી યક્ત રાત્રિ દિવસના પરિ માણુનું સંપાદન કરવામાં સમર્થ નથી થતા પરંતુ તેમાં પૃથક પ્રતિપાદિત સ્વરૂપવાળા અન્ય
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૫૦
Go To INDEX