Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પણ છે, તે અહીંયા પણ લક્ષણેથી યુક્ત સ્વરૂપવાળા થઈને સમર્થ થાય છે. તેથી તે તે લક્ષણ યુક્ત સંવત્સર બીજા પાંચ પ્રકારના હોય છે. તેનું પ્રતિપાદન કરવા માટે પહેલાં નક્ષત્ર સંવત્સરના લક્ષણનું કથન કરે છે. ( i સંવરજરે પંfa gum, i on સમાં णक्खत्ता जोयं जोति, समगं उड़ परिणमंति णच्चूण्हं नाइसीए बहु उदर होइ णक्खत्ते) मे લક્ષણસંવરના પાંચ ભેદમાં જે પહેલે ભેદનક્ષત્રસંવત્સરરૂપ છે, તેનું પ્રતિપાદન કર્યું જ છે, તે પણ પાંચ ભેદોવાળું છે, તેમ પ્રતિપાદિત કરેલ છે, અર્થાત્ નક્ષત્ર સંવત્સરના પણ પાંચ પ્રકારના અન્તભેદ હોય છે જે આ પ્રમાણે છે–સમકાળમાં એટલે કે એક સમાન સમયમાં નક્ષત્ર ઉત્તરાષાઢા વિગેરે નક્ષત્રે ચંદ્રની સાથે યોગ કરે છે. અને તે તે અષાઢી શ્રાવણી વિગેરે પ્રકારની પુનમને સમાપ્ત કરે છે, તથા સમકાળમાંજ એટલે કે એકજ સમયમાં જે સંવત્સરમાં ઋતુઓની સાથે ગમન કરે છે, તેથી તે તે સમાપ્ત થતી પૂન. મની સાથે નિદાઘ વિગેરે હતુઓ પણ સમાપ્ત થાય છે. અર્થાત્ અહીંયાં આ રીતે ભાવના સમજવી જોઈએ કે જે સંવત્સરમાં માસની સરખા નામવાળા નક્ષત્રથી અર્થાત શ્રાવિષ્ટા, પ્રૌપદી વિગેરે નક્ષત્રથી તે તે ઋતુઓના નજીકના માસ સમાપ્ત થાય છે, તે તે માસમાં એ એ પૂર્ણિમાઓને સમાપ્ત કરતા કરતાં તે તે પૂર્ણિમાઓની સાથે હતુઓ પણ એટલે કે નિદાઘ વિગેરે વસ્તુઓ પણ સમાપ્ત થાય છે, જેમકે-પૂવષાઢા અને ઉત્તરાષાઢા નક્ષત્ર અષાઢી પૂર્ણિમાને સમાપ્ત કરતા કરતા એ અષાઢી પૂર્ણિમાની સાથે નિદાઘ (ગ્રીકમ) તુ પણ સમાપ્ત થાય છે. આજ અનુરોધથી એટલે કે નક્ષત્ર સંવત્સરદિના કથનથી તે નક્ષત્ર સંવત્સર કહેવાય છે. તેના તે તે પ્રકારના પરિણમન થવાના કારણે આ પ્રમાણે થાય છે. આ કથનથી આ પૂર્ણિમા અને ઋતુ સંબંધી બે લક્ષણેથી નક્ષત્રસંવત્સરના
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૫૧
Go To INDEX