Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ભેદ છે. (૨) એજ પ્રમાણે યાવત્ ઉત્તરાષાઢા નક્ષત્રની સમાપ્તિ થાય એટલા કાળ પર્યક્ત પ્રત્યેક નક્ષત્રોની સાથે શનિશ્ચર સંવત્સરને ભાવિત કરી સમજી લેવું. જેમકે-જે સંવત્સરમાં ધનિષ્ઠા નક્ષત્રની સાથે શનૈશ્ચરને ગ રહે તે શ્રાવિષ્ઠા શનૈશ્ચરસંવત્સર નામથી કહે વાય છે. આ પ્રમાણે દરેક નક્ષત્રની સાથે શનૈશ્ચર સંવત્સરને ત્યાગ કરીને સમજી લેવું. અને તે ઉત્તરાષાઢા નક્ષત્રની સાથે શનૈશ્ચરને વેગ થાય તે ઉત્તરાષાઢા શનૈશ્ચર સંવત્સર જાણવું. ત્યાં સુધી મધ્યના તમામ નક્ષત્ર સંબંધી સમજવું.
આ પ્રમાણે શનૈશ્ચર સંવત્સરના અઠયાવીસ ભેદોનું કથન કરીને હવે શનૈશ્ચરના ભગણ ભેગકાળનું પ્રતિપાદન કરે છે-(કંવા નો મા તીણા સંવરે સર્વ બાવત્તમંg૪ મારૂ) અથવા શનિશ્ચર મહાગ્રહ તી સંવત્સર વડે બધા નક્ષત્ર મંડળમાં ગમન કરે છે. અહીં મૂળમાં “વા” શબ્દ પ્રકારાન્તર અર્થને બંધ કરાવનાર છે. શનૈશ્ચર મન્દગતિવાળે અને અત્યંત પ્રકાશમાન્ તેજસ્વી મહગ્રહ છે. પરંતુ અત્યંત દૂર હોવાથી નાનો જણાય છે. તે પિતાની કક્ષામાં ભ્રમણ કરીને તીસ વર્ષમાં સંપૂર્ણ નક્ષત્ર મંડળને પરું કરે છે. અર્થાત્ એક ભગણને પૂર્ણ કરે છે. આટલે કાળ વિશેષ તીસ વર્ષ પ્રમાણને થાય છે, એટલે ત્રીસ વર્ષ પ્રમાણુવાળું શનૈશ્ચરસંવત્સર કહેવાય છે. આ પ્રમાણે તીસ વર્ષ પ્રમાણવાળું મહાશનૈશ્ચરસંવત્સર છે. સૂ. ૫૮ || શ્રી જૈનાચાર્ય–જેનધર્મદિવાકર-પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજે ચેલ સૂર્યપ્રજ્ઞપ્તિસૂત્રની સૂર્યશક્તિપકાશિકા ટીકામાં દસમાં પ્રાભૂતનું વીસમું પ્રાભૃતપ્રાભૃત સમાસ ૧૦૨૦
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૫૫
Go To INDEX