Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પહેલેથી જ સ્થાવર જંગમ વિગેરે બધા પ્રાણને જાગરણાદિ સ્વસ્વપ્રવૃત્તિ રૂપ પ્રેરણા સ્વયમેવ થાય છે, તે જ કારણથી સૂર્ય, કિરણોના ગગનસંચાર બળથી સવન સંવત્સરાદિની પ્રવૃત્તિ થાય છે. સંવનને વિગ્રહ આ પ્રમાણે થાય છે, (કૂતે) એટલે કે પિતાના કાર્યમાં જનસમૂડને પ્રવૃત્તિ કરાવે તેનું નામ સવન છે. અને સવન જ સાવન કહેવાય છે, અર્થાત્ સૂર્યોદયથી બીજા સૂર્યોદય પર્યકાળને સવન દિન અગર સાવન દિન કહેવાય છે, એ સવન સંવત્રરની પરિભાષા કહે છે-( નાન્ડયા મુદઇત્યાદિ બે નાલિકા મુહૂર્ત અર્થાત્ બે ઘડી પ્રમાણ રૂપકાળ મુહૂર્ત કહેવાય છે, એક અહોરાત્રમાં ત્રીસ મુહૂર્ત હોય છે, તેથી જ સાઠ ઘડિ પ્રમાણે કાળનું અહોરાત્ર થાય છે.
એક અહોરાત્રમાં સાઠ ઘડી હોય છે, પંદર અહોરાત્રીથી એક પક્ષ-પખવાડીયું થાય છે, ત્રસ અહોરાત્રને માસ કહેવાય છે, એક સંવત્સરમાં બાર માસ હોય છે, એક સંવત્સરમાં વીસ પક્ષ થાય છે. એક સંવત્સર કાળમાં ત્રણસો સાઠ ૩૬૦ અહોરાત્ર હોય છે. આ રીતે પરિભાષા યુક્ત પૂર્ણ કર્મકાળ કહેલ છે, આ કર્મનામનું સંવત્સર નિયત વ્યવહાર પ્રવર્તક હોવાથી એ નામ કહેલ છે, કર્મ સંવત્સરના એટલે કે સવન સંવત્સરના ત્રણ નામે કહેલા છે, જેમ કે-કમ સંવત્સર આ પહેલું નામ છે ૧ સાવન સંવત્સર આ બીજું નામ છે. ૨ તુ સંવત્સર આ ત્રીજું નામ છે. ૩ આ રીતે એક તું સંવત્સરમાં છ વાતુ પર્યાય હેય છે, આ ઋતુ પર્યાય રૂપ સંવત્સરને આદિત્ય સંવત્સર, અગર સૌર સંવત્સર કહે છે, જેટલા કાળમાં બાવડું વિગેરે છ ઋતુઓ પૂર્ણ રીતે પ્રવૃત્ત થાય છે, એટલા કાળ વિશેષને આદિત્ય સંવત્સર કહે છે, જે આઠ અહોરાત્ર પ્રમાણની પ્રવૃડ વિગેરે ઋતુઓ પ્રસિદ્ધ છે પરંતુ વાસ્તવિક દૃષ્ટિથી વિચારવામાં આવે તે પુરા સાઠ અહોરાત્ર પ્રમાણવાળી એક પણ ઋતુ હેતી નથી. સૂર્યના સંચરણને લીધે તુઓ પ્રવૃત્ત થાય છે, તેથી સાયવ સાઠ દિવસથી કંઈક વધારે પ્રમાણવાળી ઋતુઓ હોય છે, તેથી વાસ્તવિક દષ્ટિથી ઋતુબોધક તે કાળ એકસઠથી અહોરાત્ર સમીપસ્થ પ્રમાણવાળ હોય છે. કારણ કે અહીં ઉત્તરકાળમાં કંઈ પણ ફેરફાર થતો નથી. તેથી જ આ આદિત્ય સંવત્સરમાં ત્રણસો સાઠ અહોરાત્રનું બાર માસ યુક્ત એક સંવત્સર થાય છે, અન્યત્ર પણ પાંચે સંવત્સરમાં પૂર્વોક્ત પરિમાણવાળુંજ રાત્રી દિવસનું પ્રમાણ કહેલ છે. જેમકે-(તિત્તિ કોત્તર)
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
Go To INDEX