Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
( બગીચો) જેનાર માણસના મનને પિતાની તરફ આકર્ષણ કરતું હતું.
જ્યાં છે તુઓ નગરીની પ્રજાને સર્વ પ્રકારે સુખ અને શાંતિ આપતી હતી. એક સમયની વાત છે કે ગ્રામાનુગ્રામ વિહાર કરતા શ્રી સુધર્માસ્વામી કે જે અનેક ગુણ-ગણેથી શોભતા, શાંત, દાંત, અને ચૌદ પૂર્વના ધારણ કરનાર હતા. તેઓ તે ઉદ્યાનમાં પિતાના પાંચસે શિષ્ય સહિત પધાર્યા. નગરનિવાસીઓને જે વખતે આ ઉદ્યાનમાં સુધર્મા સ્વામીના પધારવાની ખબર પડી તેજ વખતે નગરીના તમામ માણસે તેમને વંદન, દર્શન અને તેમના પાસેથી ધર્મશ્રવણ કરવાના નિમિત્તથી બહુજ ઉત્કંઠાથી ત્યાં ગયા. સુધર્મા સ્વામીએ ધર્મને ઉપદેશ આપે, ઉપદેશ સાંભળી તે સૌ પિતપતાના સ્થાન પર ગયા. (સૂ૦ ૧)
જબૂસ્વામીકા વર્ણન
તે જ ઈત્યાદિ. __ (तेणं कालेणं तेणं समएणं अज्जमुहम्मस्स अंतेवासी अज्जजंबू णामं अणगारे) તે કાળમાં અને તે સમયમાં આર્ય સુધર્મા સ્વામીના શિષ્ય શ્રી જંબૂ સ્વામી હતા. તેમના શરીરની ઉંચાઈ સાત હાથ હતી. ભગવતી સૂત્રમાં પ્રથમ ગણધર શ્રી ગૌતમ સ્વામીનું જે પ્રમાણે વર્ણન કર્યું છે. તે પ્રમાણે જંબૂ સ્વામીનું વર્ણન સમજવું જોઈએ. સૂત્રમાં “ના” એ પદ “સમસટાળuિ , વેરિસરनारायसंघयणे, कणगपुलगनिघसपम्हगोरे, उग्गतवे, दित्ततवे, तत्ततवे, महातवे, उराले, घोरे, घोरव्वए, घोरगुणे, घोरतवस्सी, घोरवंभचेरवासी, उच्छूढसरीरे संखित्तविउलतेउलेस्से, उड्दजाणू, अहोसिरे, कयंजलिपुडे, उक्कुडासणे' આ સર્વ વિશેષના સૂચક છે. તે સર્વનો અર્થ આ પ્રમાણે છે-તે આર્ય જમ્મુસ્વામી અણગાર સમચતુરસ્મસંસ્થાનવિશિષ્ટ હતા. હાથ, પગ તથા ઉપર અને નીચેના શરીરને કેઈપણ ભાગ પિતાના પ્રમાણથી જૂનાધિક ન હોય તે સમચતુરઅસંસ્થાન કહેવાય છે. છ સંસ્થાનોમાં એ પ્રથમ સંસ્થાન છે. વજત્રાષભનારાચસંહનનથી તે યુક્ત હતા. આજુ-બાજુ બને તરફ જે મર્કટબંધ તેનું નામ નારાજ છે, તેના ઉપર વિષ્ટનપટ્ટકની આકૃતિ જેવું જે હાડકું હોય છે તે ઋષભ છે, અને હાડકાઓને મજબૂત કરવા માટે કીલ-ખીલા જેવા હાડકાનું નામ વજ છે. આ સંહનામાં વા સમાન હાડકાં, વા સમાન વેષ્ટન-આચ્છાદાન અને વજી સમાન ખીલીઓ હોય છે. એ સૌથી ઉત્તમ પ્રકારના શરીરના બાંધા છે. તેમાં આજુબાજુના અને હાડકાં પરસ્પરમાં
શ્રી વિપાક સૂત્ર
૧૫