Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જીવનમાં અનુપમ વિજ્ઞાન હતું, અને એજ જેણે પોતાના સિદ્ધાંત પ્રમાણે સર્વોત્તમ આચરણ માન્યું હતું, તથા-જે “ હુાં આત્માને અતિશય કલહ-દુઃખને આપનાર હવાથી મલીમસ–મેલ જેવાં મલિન “સુ પામે અધિકઉત્કૃષ્ટસ્થિતિસંપન્ન બહુજ વધારે જ્ઞાનાવરણીય આદિ અશુભ કર્મોને સત્તામાને વિદારૂ બંધ કરતે થકે રહેતે હતે.
ભાવાર્થ-મનમાની કરવાવાળા તે એકાદિ માંડલિક રાજાના રાજ્યમાં કેઈને સુખ ન હતું. પ્રજા દરેક પ્રકારથી દુઃખી હતી. તે પોતાની આંખોથી પ્રજાને સુખી જોઈ શકતો ન હતો. જોર-જુલમથી પ્રજા પર પિતાના અધિકારને દુરુપયેગ કરતે હતો. પિતાની પેટી આવશ્યકતાઓની પૂર્તિ માટે અથવા પ્રજામાં પિતાની ભયંકરતાને પ્રભાવ જમાવવા માટે તે દરેક અવૈધ ઉપાયે દ્વારા તેના જન અને ધનને સંહાર અને અપહરણ કરીને આનંદ પામતે હતે. કરવૃદ્ધિથી પ્રજા દુ:ખી રહેતી હતી. ખેડુતોને તે પિતાના પાસેથી જે ખેતરમાં વાવવા માટે અનાજ આપતું હતું, તે પાછું લેતો ત્યારે બમણું ત્રણગણું કરીને બહુજ નિર્દયતાથી વસુલ કરતો હતો. લાંચ અને રૂશવતનું તે અન્યાયી રાજ્યમાં તમામ ઠેકાણે એકછત્ર રાજ્ય છવાઈ ગયું હતું. તેની કૃપાથી દુર્જન અને પ્રજાને પીડા કરનાર માણસે તેને રાજ્યમાં આનન્દ કરતા હતા, અને જે ન્યાયપરાયણ તથા ધર્માત્મા હતા તેઓને પિતાનું જીવન કષ્ટથી વીતાવવું પડતું હતું. તેના શાસનમાં સજજને અને ન્યાયપ્રિય માણસને કે પ્રકારે આદર-ભાવ મળતું નહિ, જૂઠા અને દગાબાજોનું ત્યાં તમામ પ્રકારે ચલણ હતું. દરેક વસ્તુઓ કે જે ઉપગી હોય અગર ઉગી ન હોય તે તમામ પર કર (ટેકસ) ની છાપ લાગેલી રહેતી હતી. જરા જેટલા અપરાધમાં પણ માણસે પર પિતાની ઈચ્છા પ્રમાણે દંડ કરતે, દંડની તે ત્યાં સુધી દશા કરી હતી કે–ઈ એક માણસને અપરાધ જાણવામાં આવતાં તેને તમામ ગામવાળા માણસ પાસેથી ઈચ્છાનુસાર દંડ લેવામાં આવતું હતું. “તમારે આટલો દંડ આપેજ પશે” –આ પ્રકારને રાજા તરફથી કહેર થતાં તેની કચેરીમાં
શ્રી વિપાક સૂત્ર
૪૭