Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અનદ પ્રાપ્ત કરવાવાળા હતા. “તમાં મીમા આ ઉજ્જૈન નામ માયા સ્થળ. આ ભીમ કુટગ્રહની સ્ત્રીનું નામ ઉત્પલા હતુ, ‘બાળ ’ તે સૌન્દર્યથી પૂર્ણ અને રૂપ લાવણ્યથી ભરપૂર હતી. તેનું શરીર પ્રમાણુ અને લક્ષણેથી પૂર્ણ હતું. તેને પાંચ ઇન્દ્રિયા પૂરી હતી.
ભાવાર્થ ગૌતમના પ્રશ્નોનો ઉત્તર આપવા માટે ભગવાને આ પ્રમાણે કહ્યું:ચતુર્થ કાલના એ ચોથા આરામાં આ જમૃદ્વીપમાં જે ભરતક્ષેત્ર છે, તેમાં એક હસ્તીનાપુર નામનું નગર હતુ. તે ઘણુજ રમ્ય અને માણસ તથા ધન-ધાન્ય આદિથી પરિપૂર્ણ હતું. તેમાં મકાનો બહુજ ઉંચા અને મોટા વિસ્તારવાળા હતા, જન-ધનથી પરિપૂર્ણ હાવાથી ત્યાંની જનતાને કેઇપણ પ્રકારનો ભય ન હતો, ત્યાંના રાજા સુનદ નામના હતા, તે પૂરા શક્તિશાળી અને બળવાન હતા, હિમવાન આદિ પર્યંતો જેવા તે બળવાન હતા. આ નગરમાં એક ગોશાળા હતી, તેમાં નરનાં તમામ સનાથ અને અનાથ પશુ રહેતાં હતાં, તે તમામ પશુઓ માટે સ` પ્રકારની ખાવાપીવાની ત્યાં પૂરી વ્યવસ્થા હતી, ગોશાળાની રચના બહુજ સુંદર ચિત્તાકર્ષીક હતી, અનેક સ્તંભોથી તે સુશોભિત હતી, આ નગરમાં એક ફૂટગ્રાહુ-વચના કરીને જીવોને સાવનાર પણ રહેતો હતો. તેનુ નામ ભીમ ફૂટગ્રાદ્ધ હતુ, તે મહાપાપી અને લુચ્ચો હતો, શાંતિ અને સ ંતોષથી તે રહિત હતો, તેની સ્રીનું નામ ઉત્પલા હતુ, અને તે બહુજ રૂપવાન હતી (સ્૦ ૬)
શ્રી વિપાક સૂત્ર
૮૨