________________
મિરરવvi મારું મઘઉં પરિદારું સારું પાદુહાણું વેર” અભગ્નસેન ચોરસેનાપતિના પાસે હમેશાં વારંવાર મહાર્થ–મહાપ્રયજન સાધક મહાઈ મહામૂલ્યવાળ, મહાઈ–મહાપુરુષને યોગ્ય અને રાજાé–રાજા-મહારાજાઓને લાયક નજરાણું ભેટ મોકલવાને પ્રારંભ કર્યો “સિત્તા ” આ પ્રમાણે નજરાણાં ઉપહાર મોકલી મેકલીને રાજાએ તેને પોતાના ઉપર “વિસંમારૂ વિશ્વાસ રાખે તે બનાવી દીધો.
ભાવાર્થ–દંડ સેનાપતિ આવતાં જ અભસેન ક્રોધથી લાલ–ળ બનીને તેના પર ભૂખ્યા વાઘ પ્રમાણે પડયે, બન્નેનું ત્યાં આગળ ઘમસાણ યુદ્ધ થવા લાગ્યું. અગ્નિસેને પહેલેથીજ તેના આવતાની સાથે જ તીક્ષણ બાણથી ઘાયલ કરી દીધે, પછી મુઠીઓ તથા પગના પ્રહાર વડે તેની ખૂબ ખબર લીધી. તેની સેનાને અરતવ્યસ્ત (વેરણ-છેરણ) કરી વજા-પતાકા પડાવીને જમીન પર નાખી દીધા. આ પ્રમાણે પિતાની દુર્દશા જોઈને તે દંડસેનાપતિ એકદમ ગભરાઈ ગયે, અને તેને સામનો કરવાની તેનામાં બીલકુલ શકિત રહી નહિ, તે તદ્દન નિવીર્ય બની પુરુષાર્થથી પણ ક્ષીણ મલિન થઈ ગયે. “આ ચારસેનાપતિ દુર્જય છે એવા વિચારથી પોતાના નવારમાં પાછો ફરી આવે, આવીને રાજાને જે કાંઈ હકીકત હતી તે તમામ પહેલેથી છેલ્લે સુધી કહી સંભળાવી, તેણે અભસેનની શકિતનાં ગૌરવનું વર્ણન કરતાં જણાવ્યું કે-હે નાથ! હું જ્યાં અહીંથી સૈન્ય સાથે શાલાટવીની તરફ પ્રસ્થિત થયે તેવામાં એક ગહન દુર્ગમ વનમાં પિતાના પૂરા પ્રમાણમાં ખાન-પાનની ગોઠવણ કરીને સંતાઈ રહેલ તે અભગ્નસેને મારે સામને કર્યો, તેણે અમારે સામને કર્યો તેમાં મને પૂરી રીતે વિશ્વાસ આવી ગયો કે - જ્યારે આ પ્રકારે તેની પાસે અશ્વબલ કામ આપી શકતું નથી, હાથીનું બળ ટકી શકતું નથી. દ્ધાઓની શકિત પણ તેને જીતી શકતી નથી. રથનું બળ પણ તેની દુષ્પવૃત્તિને રોકી શકતું નથી. અને ચતુરંગિણ સેના પણ તેને જીતી શકતી નથી, તે શક્તિ–બળ વડે તે કઈ રીતે વશ કરી શકાશે નહિ, ત્યારે મારો વિચાર હાલમાં એ છે કે તેને સામ, દામ, દંડ અને ભેદ નીતિ વડે કરીને વશ કરવાના પ્રયત્નો કરવા જોઈએ. મહાબળવાન શત્રુને પણ તેના દ્વારા પરાજય કરી શકાય છે. આ પ્રમાણે દંડ સેનાપતિની ઉચિત સલાહ માનીને મહાબલ રાજાએ તે પ્રમાણે કર્યું. ધન આદિની સહાયતા દ્વારા તેણે અભસેનના પક્ષમાં રહેનારાં મનુષ્યને ક્યાં અને
શ્રી વિપાક સૂત્ર
૧૨૯