Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ભજન કરવાના સમયે મિત્ર રાજાની પાસે ભોજનશાળામાં પહોંચાડી દેતે. તથા 'अप्पणावि य णं से सिरीए महाणसिए तेहिं च बहहिं जाव जल०....विहरह, પિતે પણ તે શ્રીક આગળ કહેલા તમામ જી-પ્રાણીઓના માસેના પકાવેલા, તળેલા, અને ભૂજેલા ટુકડા સાથે સાથે અનેક પ્રકારની મદિરાને–ખાતે અને પિતા હતો. 'तए णं से सिरीए महाणसिए एयकम्मे४ सुबह पावकम्मं समज्जिणित्ता तेत्तीसं वाससयाइं परमाउं पालित्ता कालमासे कालं किच्चा छट्ठीए पुढवीए उववण्णे' એક સમયની વાત છે કે જ્યારે તે રસોયાની ૩૩૦૦ તેત્રીસ વર્ષની તમામ આયુષ્ય એ પ્રમાણે માઠાં કામ કરવામાંજ પૂરી થઈ ગઈ ત્યારે, તે પિતાના કાલ સમયે મરણ પામીને છઠી પૃથિવીમાં જઈને ઉત્પન્ન થયે.
ભાવાર્થભગવાન કહે છે. હે ગૌતમ ! તેના પૂર્વવને ભવ્રત્તાંત આ પ્રમાણે છે. તે અવસર્પિણી કાલના ચોથા આરામાં આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં નન્દિપુર નામનું એક નગર હતું, ત્યાંના રાજાનું નામ મિત્ર હતું, તે રાજાના રસોડાનું કામ કરનાર શ્રીક નામનો એક રસોઈ હતું, તે મહા અધમી, અધર્માનુગ, અધર્મિષ્ઠ, અધર્મસેવી, અધર્મથી જ પિતાને જીવનનિર્વાહ કરવાવાળો અને બીજાને દુ:ખ પહોંચાડવામાં જ પ્રસન્ન થવાવાળે હતું, તે શ્રીક ઈયાના અધિકારમાં ઘણાજ-નોકર-ચાકર કામ કરતા હતા, તેમાં કેટલાક મત્સ્ય મારનાર હતા, કોઈ મૃગ મારનાર; કેઈ શકુનિકપક્ષીઓને શિકાર કરવાવાળા હતા તે દરેક કરીને પિતાના કામના પ્રમાણમાં તે રસેઈયા તરફથી પગાર અને જન પણ મળતું હતું. તે નેકરે હમેશાં ઘણું જ મેટી. સંખ્યામાં સ્લણ મસ્ય–લક્ષણ જાતિના મત્યે તથા પતાકાતિપતાકા જાતિના મત્સ્યને, બકરી, ઘેટાઓ, રેઝે, સુકરે (ભંડે), મૃગે, પાડાઓ, તિત્તિર, ચકલાં, લાવા પક્ષીઓ, કબુતર, કુકડાં, મરઘાઓ, અને મેર આ તમામને શિકાર કરીને તે તમામ જાનવર લાવીને તે રસોઇયાને આપતા હતા, તે સિવાય તેને ત્યાં બીજા પણ તત્તરથી લઈને માર સુધીનાં પક્ષીઓ પાંજરામાં બાંધેલા રહ્યા કરતાં હતાં, તે રઈસૈયા પાસે બીજા એવા પણ નેકર ચાકર હતા જે પગાર અને ભેજન મળે તેમ કરી
શ્રી વિપાક સૂત્ર
૨૦૪