Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કરતા હતા, તે નાકરાનું કામ એ હતું કે તેઓ તેતરથી લઈને માર સુધીનાં તમામ જીવતા પ્રાણીઓની પાંખા ઉખાડતા હતા અને તે પાંખ વનનાં તમામ પ્રાણીએ લાવીને તે શ્રીક રસોઇયાને આપતા હતા, તે શ્રીક એ તમામ જલચર, થલચર અને ખેચર સંજ્ઞી પંચેન્દ્રિય તિય ચ જીવાને મારીને તેના કાતરથી ટુકડા કરી નાંખતા હતા, તેમાં કેટલાક ટુકડા સૂક્ષ્મ થતા, કેટલાક ગાળ, કેટલાક લાંખા, અને કેટલાક એવા પશુ થઈ જતા કે તદ્દન નાના હાય તે ટુકડામાંથી કેટલાકને બરફમાં નાંખીને પકાવતા, કેટલાકને તે જુદા રાખતે જે સ્વાભાવિક રીતે પાકી જતા, કેટલાકને તડકામાં રાખી સૂકાવી નાંખતા, અને કેટલાકને હવા-વાયુદ્વારા પકાવતા હતા. કેટલાક સમયાનુસાર પાકી જતા હતા, કેટલાકને માછલીઓના માંસમાં, કેટલાકને છાસ—દહીંમાંરાયતાના રૂપમાં, કેટલાકને આંબળાના રસમાં, કેટલાકને કાઠાના રસમાં, દ્રાક્ષના, અનારના અને કેટલાકને માછલીઓના રસમાં પકાવતા હતા. કેટલાક ટુકડાઓાને તેલમાં તળતા હતા, કેટલાને ભૂંજતે, અને કેટલાકને લેઢાના તવા પર સળી લાઢાની હોય તેના પર ચઢાવીને અગ્નિમાં સેકતા હતા, આ પ્રમાણે તે શ્રીક રસેાઈયા તે તમામ માંસના ટુકડાઓને જૂદીજૂદી રીતે પકાવતા હતા, તે સાથે વળી માછલીના માંસરસને-મૃગના માંસરસને, તેત્તર, બટેર આદિ જાનવરેાથી લઈને માર સુધીના માંસરસને અને બીજી માટી માટી માત્રામાં શાક—તરકારીઓને પણ પકાવતા હતા, એ તમામને સારી રીતે પકાવીને પછી તે પકાવેલા સામાનને મિત્ર રાજાની પાસે લેાજનશાળામાં ભેજન કરવાના સમયે પહોંચાડતા હતા, તથા તે પોતે શ્રીક રસોઇયા પણ આગળ જે કહ્યા તે તમામ જીવાનાં માંસનાં પકાવેલા, તળેલા, ભૂજેલા, પદાર્થાની સાથે-સાથે અનેક પ્રકારની મદિરાનું પણ સેવન કરતા હતા, તે શ્રીક રસાઇયાને જાનવરાને મારવાં તથા માંસ-મદિરાનું સેવન કરવું એજ મુખ્ય કામકાજ હતુ, તે કામમાં તેણે પૂરી રીતે કુશળતા મેળવી હતી, અને એ પ્રકારનાં પાપકર્માંનું આચરણ કરવાને જ જેના સ્વભાવ હતા, તે રસાઇયા પેાતાની તેત્રીસસે–૩૩૦૦ વર્ષની પૂરી આયુષ્ય એ કામામાં જ સમાપ્ત કરીને મૃત્યુ પામ્યા પછી છઠ્ઠી પૃથિવીમાં જઈને ઉત્પન્ન થયા. (સૂ॰ ૩)
શ્રી વિપાક સૂત્ર
૨૦૫