________________
वीरेणं जाव संपत्तणं दुहविवागाणं तच्चस्स अज्झयणस्स अयमढे पण्णत्ते तिबेमि' આ અધ્યયનની સમાપ્તિના અવસરે શ્રી સુધર્મા સ્વામી કહે છે કે- જખ્ખ ! આ પ્રમાણે શ્રમણ ભગવાન મહાવીરે જેણે સિદ્ધિસ્થાનને પ્રાપ્ત કર્યું છે તેણે આ દુ:ખવિપાકના ત્રીજા અધ્યયનના જે ભાવ પ્રતિપાદન કરેલા છે, એવાજ હું કહું છું, મેં આ વિષે મારી પિતાની કલ્પનાથી કાંઈ કહ્યું નથી. શ્રમણ ભગવાન મહાવીરના મુખથી જેવું મેં સાંભળ્યું છે, તેવું જ મેં તમને કહ્યું છે. તેથી તે શ્રદ્ધા કરવા લાગ્યા તથા ગ્રહણ કરવા ચગ્ય છે.
શંકા-જે દેશમાં તીર્થકર વિચરે છે, ત્યાં આગળ પચીસ (૨૫) જનની અંદર-અંદર છમાં પરસ્પર વેર આદિ અનર્થ ઉત્પન્ન થતા નથી, જેમ કહ્યું છે
'पुप्युप्पन्ना रोगा, पसमंति य ईइ वेरमारीओ। ગદિ–ગાદી, ન હો સુમિરાવ માં ” ને ? |
ભાવાર્થ—જ્યાં તીર્થકરનું વિચારવાનું થાય છે ત્યાં જેમાં પૂર્વોત્પન્ન રેગ પિતાની મેળે જ શાંત થઈ જાય છે, વૈર અને મરી (કેલેરા) આદિ નાશ પામે છે. અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ-દુષ્કાળ આદિ તમામ પ્રકારના ઉપદ્રવે પણ શાંત થઈ જાય છે. આવું જ્યાં સિદ્ધાન્તવચન છે, તે શ્રી ભગવાન મહાવીર પુરિમતાલ નગરમાં બિરાજતા છતાં અભગ્નસેનના પ્રતિ મહાબલ રાજાને એ પૂર્વે કહેલ વૈરભાવ શા માટે થયે?
ઉત્તર–સિદ્ધાન્તમાં સોપકમ અને નિરૂપક્રમના ભેદથી કર્મના બે પ્રકાર વર્ણવેલા છે. પ્રાણીઓનું જેટલું ઈષ્ટ અને અનિષ્ટ થાય છે તે સર્વ પિતાનાં કરેલાં કદ્વારા જ સાધ્ય થાય છે તેમાં જે વૈરભાવ આદિ સપક્રમકર્મ દ્વારા ઉત્પન્ન થાય છે. તેજ જિનેન્દ્રના અતિશયથી ઉપશાંત થાય છે. જે પ્રમાણે વૈદ્યની દવાથી સાધ્ય રોગજ શાંત કરી શકાય છે. અસાધ્ય નહિ. જે વૈરભાવનું કારણ નિરૂપક્રમ કર્મ છે. તે નિયમ પ્રમાણે અને પિતાનું ફળ આપેજ છે. (સૂ) ૨૪)
ઇતિશ્રી વિપાકધૃત સૂત્રની “વિવાન્નિા ” ટીકામાં દુઃખવિપાક નામના પ્રથમ શ્રુતસ્કંધમાં “મન” નામના ત્રીજા અધ્યયનને
ગુજરાતી ભાષાનુવાદ સંપૂર્ણ થયે. . ૧ ૩ !
શ્રી વિપાક સૂત્ર
૧૩૯