________________
અર્થાત્ સુધર્માં સ્વામીએ જમ્મૂ સ્વામીને કહ્યું કે—હે જાંબૂ ! શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ દુ:ખવિપાકના ચાથા અધ્યયનના આ ભાવ પ્રતિપાદન કર્યાં છે. ભાવા— શકટ દારક અને સુદના જ્યારે ખાલક જીવનના સમય કરી યૌવન અવસ્થાને પ્રાપ્ત થશે, તે સમયે શકટ દારક, સુદર્શનાનાં ઉભરાતા ચૌત્રન પર મુગ્ધ થઈને તેની પ્રેમજાળમાં જ્ઞાન-ધ્યાન તમામ ભૂલી જઇને તે સુદનાનેાજ થઇ જશે, યૌવનના તેજથી ચમકતી સુદર્શના પણ બહેનના સ્થાને, તેની પત્નીના પદને શેલાવશે, તેની સાથે તે પણ પેાતાની યૌવનલીલાના અનુભવ કરીને આનંદ માણતા તમામ વાત ભૂલી જશે. ફૂટગ્રાહતા—તે કપટજાળમાં પ્રાણીઓને ફસાવીને પેાતાનું કામ સરળ કરવું, એજ શકટ દારકનું કર્તવ્ય થશે, તે કારણથી ફૂટગ્રાહ ' આ નામથી પ્રસિદ્ધ થશે તે એ વિદ્યામાં કુશળ બનીને દરેક પ્રકારે અધ મય વૃત્તિમાં પ્રસન્ન થઈને હુ ંમેશાં બીજાને ઠગવું તેવા ઘેારતર પાપકમેર્યાં કરવામાં જરાપણ અચકાશે નહિં, આ પ્રમાણે તે આ કુકૃત્યથી અનેક પાપકર્માંનેા બંધ કરીને રત્નપ્રભા નામની પ્રથમ પૃથિવીના નરકમાં નારકી થશે. તેના સંસારભ્રમણની કથા પ્રથમ અધ્યયનમાં કહેલા મૃગાપુત્રના પ્રમાણે સમજી લેવી, કેઇ એક સમય એ પૃથિવીકાય આદિનાં ભ્રમણને સમાસ કરી બનારસ નગરીમાં મત્સ્યની પર્યાયથી ઉત્પન્ન થઈને મચ્છીમારી દ્વારા માર્યાં જશે અને ત્યાં આગળ કોઈ એક શેઠને ઘેર પુત્ર રૂપથી જન્મ ધારણ કરી યુવાન અવસ્થા આવતાંજ સ્થવિરા પાસેથી ધમ સાંભળીને સમકિતને પ્રાપ્ત કરશે પ્રવ્રજ્યા દીક્ષા લઈને તે મૃત્યુ પામ્યા પછી સૌધમ સ્વર્ગમાં ઉત્પન્ન થશે ત્યાંથી ચવીને મહાવિદેહમાં કેઇ એક સારા કુળમાં જન્મ ધારણ કરી સિદ્ધિસ્થાનને પ્રાપ્ત કરશે. સુધર્માં સ્વામી જંબૂસ્વામીને કહે છે કેહે જમ્મૂ ! આ પ્રમાણે આ ચોથા અધ્યયનના શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ જે ભાવ પ્રકટ કર્યાં છે, તે ભાવ મે તમને કહ્યા છે. (સ્૦ ૧૪)
ઇતિ શ્રી વિપાકશ્રત સૂત્રની ‘વિવાન્દ્રિા' ટીકામાં દુ:ખવિપાક નામના પ્રથમ શ્રુતસ્કંધમાં ‘રાટ ’ નામના ચેાથા અધ્યયનના ગુજરાતીભાષાનુવાદ પૂર્ણ ॥ ૧ ॥ ૪ ॥
શ્રી વિપાક સૂત્ર
૧૫૭