Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
6
લેાઢાના મુગટ પણ પહેરાવતા હતા. ત માણસની આ પ્રમાણે દયાજનક સ્થિતિ અર્થાત નરકથી પણ અધિક વેદના જોઇને ગૌતમનાં ચિત્તમાં તદેવ ચિંતા આગળનાં અધ્યયનમાં કહેવા પ્રમાણે અનેક પ્રકારની વિચારધારા ઉત્પન્ન થઇ બનાવ વરેફ ' પૂરી ભિક્ષા પ્રાપ્ત કરીને પછી તે પ્રભુની પાસે આવ્યા. અને ભિક્ષાન અતાવીને તેમણે નગરનાં ચૌટામાં જે જોયું હતું તે પુરુષનું તમામ વૃત્તાન્ત પ્રભુને કહી ખતાવ્યું. તે માણસની એ પ્રમાણે દશા થવાનું કારણ શું છે? આ પ્રકારના પ્રશ્નન થતાં ભગવાને આ પ્રમાણે કહ્યું.
ભાવાય —એક સમયની વાત છે કે—ભગવાન વીરપ્રભુ ગ્રામાનુગ્રામ વિહાર કરતા થકા મથુરા નગરીના ભંડીર નામના બગીચામાં પધાર્યાં. પ્રભુનું આગમન સાંભળીને પરિષદ બહુજ ભકિતભાવથી પ્રભુના દર્શન કરવા તે ઉદ્યાનમાં ગઇ રાજા પણ ગયા. પ્રભુની દેશના—ઉપદેશ સાંભળી પરિષદ અને રાજા પેાતાના સ્થાન પર પાછા ગયા
ભગવાનના મોટા શિષ્ય શ્રી ગૌતમ સ્વામી તે સમયે પ્રભુની આજ્ઞા પ્રાસ કરીને નગરમાં ગોચરી માટે ગયા; ઉચ્ચ-નીચ આદિ કુલેામાં ફરીને જ્યારે રાજમાર્ગ પર આવ્યા તે તેમણે એક મહાન હૃદયદ્રાવક ઘટના જોઇ ઘટના આ પ્રમાણે હતી કે—અનેક હાથીએ, ઘેાડાએ અને પુરુષાની વચ્ચે એક એવા માણસને જોયે જે સ્ત્રી-પુરુષના સમૂહથી ઘેરાએલેા હતેા, રાજાના નાકરી તેને નગરના એક ચૌટાબજારમાં રાખેલા, અગ્નિ સમાન તપેલા લાઢાના સિંહાસન પર બેસારતા હતા. પછી તે નાકરામાંથી કેટલાક નાકરા લેઢાના ઘડામાં પીગળાવેલા ગરમ ગરમ તાંબાને રસભરી તે માણસનાં ઉપર રેડતા હતા, કેટલાક ગરમ કરેલા જસદના રસ રેડતા હતા, કેટલાક નેકર ગરમ કરેલાં સીસાના રસ રેડતા હતા, કેટલાક ઉકળેલ ગરમ પાણી રેડતા હતા, કેટલાક ક્ષાર ચૂર્ણ મેળવેલુ ગરમ-ગરમ તેલ રેડતા હતા જાણે કે ફાઇ મેટા રાજાને રાજ્યાભિષેક કરતા હોય ! તે પછી તે રાજનાકરી લેાઢાની સાણસીથી પકડીને તેના ગળામાં અત્યંત તાવેલા લાઢાના એક અઢાર ૧૮ સરને ખીજે નવ ૯ સરના, ત્રીજો ત્રણ સરના હાર અને લોઢાની ગરમ-ગરમ કંઠી પહેરાવતા હતા. અને કમરમાં ગરમ લાઢાના કઢારા પહેરાવતા હતા, તથા કપાલ પર ગરમ લાઢાના પટ્ટો બાંધતા હતા, સાથે સાથે ગરમ લેાઢાના મુગુટ પણ પહેરાવતા
શ્રી વિપાક સૂત્ર
૧૭૦