SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ અનદ પ્રાપ્ત કરવાવાળા હતા. “તમાં મીમા આ ઉજ્જૈન નામ માયા સ્થળ. આ ભીમ કુટગ્રહની સ્ત્રીનું નામ ઉત્પલા હતુ, ‘બાળ ’ તે સૌન્દર્યથી પૂર્ણ અને રૂપ લાવણ્યથી ભરપૂર હતી. તેનું શરીર પ્રમાણુ અને લક્ષણેથી પૂર્ણ હતું. તેને પાંચ ઇન્દ્રિયા પૂરી હતી. ભાવાર્થ ગૌતમના પ્રશ્નોનો ઉત્તર આપવા માટે ભગવાને આ પ્રમાણે કહ્યું:ચતુર્થ કાલના એ ચોથા આરામાં આ જમૃદ્વીપમાં જે ભરતક્ષેત્ર છે, તેમાં એક હસ્તીનાપુર નામનું નગર હતુ. તે ઘણુજ રમ્ય અને માણસ તથા ધન-ધાન્ય આદિથી પરિપૂર્ણ હતું. તેમાં મકાનો બહુજ ઉંચા અને મોટા વિસ્તારવાળા હતા, જન-ધનથી પરિપૂર્ણ હાવાથી ત્યાંની જનતાને કેઇપણ પ્રકારનો ભય ન હતો, ત્યાંના રાજા સુનદ નામના હતા, તે પૂરા શક્તિશાળી અને બળવાન હતા, હિમવાન આદિ પર્યંતો જેવા તે બળવાન હતા. આ નગરમાં એક ગોશાળા હતી, તેમાં નરનાં તમામ સનાથ અને અનાથ પશુ રહેતાં હતાં, તે તમામ પશુઓ માટે સ` પ્રકારની ખાવાપીવાની ત્યાં પૂરી વ્યવસ્થા હતી, ગોશાળાની રચના બહુજ સુંદર ચિત્તાકર્ષીક હતી, અનેક સ્તંભોથી તે સુશોભિત હતી, આ નગરમાં એક ફૂટગ્રાહુ-વચના કરીને જીવોને સાવનાર પણ રહેતો હતો. તેનુ નામ ભીમ ફૂટગ્રાદ્ધ હતુ, તે મહાપાપી અને લુચ્ચો હતો, શાંતિ અને સ ંતોષથી તે રહિત હતો, તેની સ્રીનું નામ ઉત્પલા હતુ, અને તે બહુજ રૂપવાન હતી (સ્૦ ૬) શ્રી વિપાક સૂત્ર ૮૨
SR No.006439
Book TitleAgam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages279
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_vipakshrut
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy