Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અનિષ્ટ કરશે ?, ઇત્યાદિ વિચારાથી ત્રાસ અને ઉદ્વેગ પામેલી તે મૃગાદેવીનું શરીર એકદમ ભવિષ્યમાં અનિષ્ટ થવાની શકાથી ક ંપવા લાગ્યું. પેાતાથી ન રહી શકાયુ માટે ધાયમાતાને મેલાવીને કહ્યું કે–તમે આ ખાળકને કઇ એકાન્તથાનમાં જઇને ઉકરડામાં મૂકી આવે. રાણીની આ વાતને સાંભળીને ‘ તથાસ્તુ ’ કહીને તે, વિજય નરેશ પાસે તેમના અભિપ્રાય જાણવા માટે પહેાંચી, અને રાણીના તે પુત્રપ્રસવના તમામ સમાચાર, તથા રાણીના અંતરને જે વિચાર હતા તે તમામ પહેલેથી છેલ્લે સુધીના કહી સંભળાવ્યા રાજા હકીકત સાંભળીને આશ્ચર્યચકિત થઇ, તરતજ જ્યાં રાણી હતા ત્યાં આવી પહોંચ્યા, આવીને રાજાએ પોતાના વિચારે પ્રગટ કરતાં કહ્યુ કે-એ પ્રમાણે કરવું તે ચેગ્ય નથી, કારણ કે આ તમારા પ્રથમ ગર્ભ છે. તેમાં આ પ્રકારનું કૃત્ય તમારા ભાવી સંતનેાની સ્થિરતામાં ખાધક નિવડશે, તેથી જે થયુ તે સ ઠીક છે. આ માખતમાં વિશેષ ચિન્તા ન કરતાં તેનાં પાલન-પોષણની ચિન્તા કરવી તે જ વિશેષ કલ્યાણકારી છે. માટે તમે એ બાળકને પોતાના મહેલના ભેાંયરામાં ગુપ્તરૂપમાં રાખો. તે એવું સ્થાન છે કે જયાં આગળ કોઇ પણ વ્યક્તિ આવી કે જઈ શકે તેમ નથી, તેથી ત્યાં ગુપ્તપણે તેના ખાવા-પીવાની પૂરી વ્યવસ્થા રાખા અને તે પ્રમાણે કરવાથી ભાવી સંતાન પણ સ્થિર થશે, અને આ બાળકનું પણ પાલનપોષણ થઇ જશે. રાજાની આ પ્રકારની સંમતિનો સ્વીકાર કરીને રાજાએ ખતાવેલી પદ્ધતિ પ્રમાણે જ તે ખળક માટે રાણી તમામ પ્રકારની ગોઠવણ કરીને પાલન-પાષણ કરવા લાગી. શ્રીવીરપ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે-હે ગૌતમ ! આ પ્રમાણે તમારા પ્રશ્નના ઉત્તર છે. આ ઉપરથી તમે સમજી ગયા હશે! કે:-આ મૃગાપુત્ર પૂર્વ ભવમાં આંધેલા ચિરન્તન-પુરાતન પોતાના દુશ્રી અને ક્રુતિકાન્ત અશુભ પાપકર્મોનું અશુભ ફળ ભાગવી રહ્યો છે. (સૂ ૨૦)
મૃગાપુત્રકા અનાગત ભવકા વર્ણન
‘મિયાપુત્તે હૂં' ઇત્યાદિ,
આ પ્રમાણે શ્રૌતમસ્વામીએ શ્રીવીરપ્રભુના મુખથી મૃગાપુત્રનાં સમસ્ત પૂ
શ્રી વિપાક સૂત્ર
૬૨