Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ઉત્તરાઇ વાઘાફુસંરૂ ત્યાં સુપ્રતિષ્ઠપુર નગરમાં કઈ એક શેઠના ઘેર પુત્રરૂપ ઉત્પન્ન થશે.
ભાવાર્થ-શ્રમણ ભગવાન મહાવીરના મુખથી મૃગાપુત્રના તમામ પૂર્વભવનાં વૃત્તાન્તને યથાવત્ જાણુને શ્રીગૌતમ સ્વામીએ ભગવાનને ફરીથી આ પ્રશ્ન કર્યો કે હે પ્રભે! આપ એ પણ જશાવવાની કૃપા કરે કે તે મૃગાપુત્ર મરણ પામી કયાં ઉત્પન્ન થશે?. ત્યારે પ્રભુએ ગૌતમ સ્વામીના આ પ્રશ્નનો ઉત્તર આપતાં આ પ્રમાણે કહ્યું કે – હે ગૌતમ ! તે મૃગાપુત્ર પિતાનું ઉત્કૃષ્ટ બત્રીશ (૩૨) વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને જ્યારે તે પર્યાયને ત્યાગ કરશે, ત્યારે તે સૌથી પ્રથમ આ જમ્બુદ્વીપમાં રહેલ ભરતક્ષેત્રની અંદરના વિતાઢય પર્વતની તળેટી માં સિંહની પર્યાયને ધારણ કરશે, તેમાં તે પિતાની અધાર્મિક, શૌર્યવિશિષ્ટ, દૃઢપ્રહારકારી, સાહસિક પ્રવૃત્તિથી અનેક પ્રકારનાં અશુભતમ પ્રાણાતિપાતદિરૂપ પાપકર્મોનું ઉપજન કરશે. તેના પ્રભાવથી પિતાનું આયુષ્ય પૂર્ણ કરીને મરણ પામી પ્રથમ નરકને નારકી થશે. ત્યાંની એક ૧ સાગરની સ્થિતિ પૂર્ણ કરીને, ત્યાંથી નીકળીને પાછે તે તિયચ-પર્યાયમાં સરીસૃપ આદિ જવાની પર્યાયને ધારણ કરશે, પછી ત્યાંથી મરણ પામીને બીજા નરકમાં નારકી થશે, ત્યાંની ત્રણ સાગરની સ્થિતિ ભોગવીને અને ત્યાંથી નીકળીને તે પક્ષના કુળમાં પક્ષીરૂપથી. જન્મ પામશે. ત્યાંની પ્રાપ્ત સ્થિતિ જોગવીને, મરણ પામીને ત્રીજા નરકમાં જશે. ત્યાં સાત ૭ સાગરની ઉત્કૃષ્ટ સ્થિતિને પૂર્ણ કરી. મરણ પામીને ત્યાંથી ફરી પણ સિંહના ભવમાં આવશે. ત્યાંથી મરણ પામીને ચોથુ નરક કે જ્યાં દસ ૧૦ સાગરની ઉત્કૃષ્ટ સ્થિતિ છે તેમાં નારકીને જીવ થશે. તે સ્થિતિ પૂર્ણ થતાં જ તે સર્ષની નિમાં જન્મ પામશે. ત્યાથી મરણ પામીને સત્તર (૧૭) સાગરની પાંચમા નરકની સ્થિતિ વડે ત્યાંના દુ:ખેને ભેળવીને આયુષ્યને સમાપ્ત કરતાં મરણ પામીને પછી સ્ત્રી પર્યાયમાં આવશે. ત્યાંથી મરણ પામીને છટ્ઠા નરકની ૨૨ બાવીસ સાગરની સ્થિતિને નારકી જીવ પણે સમાપ્ત કરીને ત્યાંથી નીકળીને મનુષ્યપર્યાયને પામીને સાતમા નરકમાં નારકી જીવ થશે, જ્યાં ૩૩ તેત્રીશ સાગર સુધી અનંત–અપાર કષ્ટને ભગવશે. સાતમા નરકની તેત્રીશ-સાગરપ્રમાણુ સ્થિતિને ભેગવીને તે ત્યાંથી નીકળીને જલચર–પચેન્દ્રિય-
તિમાં સાડા બાર લાખ (૧૨) કુલકેટીની અનેક નિયામાં લાખે વાર જન્મ-મરણ કરીને ચતુષ્પદ–ગાય આદિની પર્યાયમાં, ઉરપરિસર્પ આદિમાં, ચતુરિન્દ્રિય માં, તેઈદ્રિય માં, કીન્દ્રિય માં અને એકેન્દ્રિય જીવ
શ્રી વિપાક સૂત્ર
૬૫