Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આ પ્રકારે તે સમસ્ત દુ:ખા અને તેના કારણભૂત સમસ્ત કને વિનાશ કરનારા થશે, एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं जाव संपत्ते दुहविवागाणं પદમસ્ત પ્રયળન અયમ પાત્તે ત્તિ વેમિ' આ પ્રમાણે શ્રીસુધર્માસ્વામી જ ધ્રૂસ્વામીને કહે છે કે હે જ ખૂ ! સિદ્ધિગતિને પ્રાપ્ત થયેલા શ્રી મહાવીરપ્રભુએ દુ:ખવિપાક–નામના પ્રથમ શ્રુતસ્કંધનાં પ્રથમ અધ્યયનને આ મૃગાપુત્રના અતીત (ગયા સમયના),: અનાગત આવતા સમયના અને વમાનભવસંબંધી દુ:ખવિપાકરૂપ ભાવનું કથન કર્યુ છે. તેમણે જે પ્રમાણે કહ્યું હતુ તેવુંજ મેં તમને કહ્યું છે, તેમાં મેં મારી સ્વતંત્ર કલ્પનાથી કાંઇ પણ કહ્યું નથી.
ભાવા—તે પુત્ર જ્યારે ક્રમે-ક્રમે પેાતાની ખાસ અવસ્થાને પૂર્ણ કરી, પરિપકવવિજ્ઞાનવાળા થઇ યૌવનાવસ્થાને પ્રાપ્ત કરશે, ત્યારે તે તથારૂપ સ્થવિ પાસેથી ધર્માંના ઉપદેશને સાંભળવાથી અને હૃદયમાં તેનું મનન કરવાથી, સંસાર, શરીર અને ભાગેથી વિરકત થઇને ગૃહસ્થાવસ્થાના ત્યાગ કરી, મુનિદીક્ષાને અંગીકાર કરી, સંયમી થઈ જશે. તે અવસ્થામાં અનેક વર્ષો સુધી સયમભાવની સાચી આરાધના કરવાવાળા થશે, અને જે કાંઇ અતીચાર લગ્યા હશે તેની આàાચના અને પ્રતિક્રમણ કરી શુદ્ધ અની, શુભધ્યાનરૂપ સમાધિમાં તલ્લીન થઇને. પાતાનું આયુષ્ય પૂર્ણ કરીને સૌથી પ્રથમ પહેલા દેવલેકમાં દેય થશે ત્યાંના સુખાનાં ભંડારને ભોગવી, પછી ત્યાંથી ચવીને મહાવિદેહ ક્ષેત્રમાં કોઇ સમૃદ્ધિશાલી કુળમાં પુત્રરૂપે જન્મ પામીને, દૃઢપ્રતિજ્ઞની માફક દરેક કળામાં વિશારદ બની, અંતમાં સમસ્ત કર્માના અંત કરી નિર્વાણુસ્થાનને પ્રાપ્ત કરનાર થશે.
આ પ્રમાણે સુધર્માંસ્વામી પોતાના શિષ્ય શ્રીજમૂસ્વામીને સાધન કરીને કહે છે કે-હે જખૂ ! આ દુઃખવિપાક નામના પ્રથમ શ્રુતસ્કંધના પહેલા અધ્યયનને આ મૃગાપુત્રનાં ભૂત, ભવિષ્ય અને માન-ભવસ બધી દુ:ખવિપાક રૂપ અર્થનું કથન શ્રીપ્રભુએ કર્યુ છે, તેથી જે રીતે મેં તેમની પાસેથી સાંભળ્યુ છે, તેવું જ મે તમને કહ્યું છે, મારી પોતાની કલ્પનૢાથી કાંઈપણ કહ્યું નથી. (સૂ૦ ૨૨)
-
ઇતિ વિપાકશ્રુતના દુ:ખવિપાક નામના પ્રથમ શ્રુતસ્કંધની વિપાકચંદ્રિકા નામની ટીકાના ગુજરાતી અનુવાદમાં મૃગાપુત્ર નામનુ પ્રથમ અધ્યયન સંપૂર્ણ થયું. ( ૧ )
શ્રી વિપાક સૂત્ર
૬૭