Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
હતું, અને તેમાં જે ઠેકાણે સુધર્મચક્ષનું નિવાસસ્થાન હતું તે ઠેકાણે પધાર્યા
રિસા નિયા” પ્રભુનું આગમન સાંભળીને નગરની પરિષદ એકઠી થઈને પ્રભુનાં દર્શન અને તેમની પાસેથી ધર્મ સાંભળવા માટે હર્ષ પામીને નીકળી, “રાયા નિજો નદ જિ નિnો’ નગરના રાજા પણ કૃણિક રાજા જે પ્રમાણે ઠાઠમાઠથી ગયા હતા, તે પ્રમાણે ઠાઠમાઠથી પિતાના રાજમહેલથી પ્રભુને વંદના કરવા માટે નીકળ્યા, પ્રભુની વંદના માટે કૃણિક રાજા જે પ્રમાણે તૈયારી કરીને નીકળ્યા હતા, તેનું વર્ણન આ પ્રમાણે છે:-- શ્રીશ્રમણ ભગવાન મહાવીર જે સમયે ચંપાનગરીના ઉદ્યાનમાં વિહાર કરતા થકા પધાર્યા હતા તે સમયે તેમના આવવાની વાત સાંભળીને તેમને વંદન કરવા માટે રાજા કૃણિક પણ સૌથી સારા હાથી પર બેસીને ગયા હતા તેના ઉપર છત્રધારીઓએ જે સફેદ રાજ્યચિહ્નસ્વરૂપ છત્ર રાખ્યું હતું તેને કેરટના પુની માળા ચારે બાજુ વીંટાએલી હતી, અને ચારે બાજુ તે માળાઓ લટકતી હતી. અને તેની બન્ને બાજુ-તરફ સફેદ સુદર બે ચામર ઢળી રહ્યાં હતાં. આ સમયે રાજાને દેખાવ, જોનારાને કુબેર જે જાતે હતે. ઈન્દ્ર જેવી વિભૂતિથી તેની નિર્મલ
મિત્ર રાજાકી સમૃદ્ધિકા વર્ણન
કીર્તિ ખૂબ વધતી જતી હતી. તેને આગળ-આગળ હાથી, ઘોડા, રથ અને બલવાન
દ્ધાઓને સમૂહ રૂપ ચતુરંગી સેના ચાલતી હતી. તેના શરીર પર રાજ્ય વિભૂતિની ઓળખાણ આપનાર અને રાજાએ ધારણ કરવા યોગ્ય તમામ અલંકાર તે ધારણ કરવાથી પૂર્ણ કાંતિથી ચકચકાટ કરતાં શોભતા હતા. આ પ્રમાણે આ રાજા વિશેષ પ્રકારની સંપત્તિથી, શરીરની વિશેષ કાન્તિથી, પિતાની સમસ્ત સેનાથી, ઉમરાવ આદિ સર્વ પ્રકારના પરિવારસમુદાયથી અને સર્વ પ્રકારના વાજીંત્રેના એક સાથે થતી ગર્જનાથી યુકત, શંખ, પણવ, પહ, ભેરી, ઝાલર, ખરમુખી, હુડુક્ક, મુરજ, મૃદંગ અને દુંદુભી આદિના અવાજના મહાધ્વનિસહિત ચંપાનગરીના મધ્ય રસ્તા પર થઈને પ્રભુને વંદન કરવા માટે નીકળ્યા હતા, આવા જ પ્રકારની સજાવટથી મિત્રરાજ પણ પ્રભુના આગમનની હક્તિ સાંભળીને તેમના વંદન માટે પિતાના નગરથી નીકલ્યા, અને નીકળીને જ્યાં તીપલાશ નામને બગીચે હતું ત્યાં પહોંચી ગયાં. નજીકમાં જતાં જ તેણે ભગવાનના
શ્રી વિપાક સૂત્ર