Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તેમજ તેના નિમિત્તથી બિચારી તેની માતાને પાણ સુખ મળ્યું ન હતું. એ અભાગી જીવ ગર્ભમાં આવતાં જ માતાને અનેક પ્રકારની શારીરિક અને માનસિક અસા પીડા-દુઃખ વગેરે ભેગવવું પડ્યું. ગર્ભાવસ્થા પહેલાં પિતાના પતિને તે જે પ્રમાણે પ્રાણથી અધિક પ્રિય આદિ રૂપમાં હતી, તે બાળક ગર્ભમાં આવ્યા પછી તે મૃગાદેવી પિતાના પતિને તેટલી વહાલી ન રહી; પરન્તુ ઉલટી અપ્રિય અને અણગમતી બની ગઈ. તેના ઉપર તેના પતિને એટલે સુધી અણગમે અને ઉપેક્ષાવૃત્તિ થઈ ગઈ કે તેણે તેણીનું નામ લેવું પણ ગમતું નહિ. દરેક રીતે પતિદ્વારા ઉપેક્ષિત થયેલી તેને, એક દિવસ કુટુમ્બની ચિતાથી બહુજ દુ:ખિત થવાના કારણે અર્ધરાત્રિ સુધીમાં પણ નિદ્રા ન આવી, ત્યારે તેણે પોતાની તરફ પિતાના પતિની ઉપેક્ષાનું મૂળ કારણ એક માત્ર આ ગર્ભજ છે, એ પ્રમાણે નિશ્ચય કર્યો. પછી તેણે તે ગર્ભનો નાશ આદિ કરવા માટે અનેક પ્રકારના ગર્ભનાશ કરનારા ભાર આદિ ઔષધો અને ઉપાયે આશ્રય લીધે. પરન્તુ તે ગર્ભનાશ પામે નહિ તેમજ ગર્ભપાત પણ થયે નહિ, જ્યારે તેને કઈ પણ ઉપાય ચાલે નહિ ત્યારે તે વાતની ઉપેક્ષા કરીને બહુજ દુ:ખ પામીને તેણે ગર્ભ ધારણ કરવા લાગી.
ગર્ભાવસ્થામાં જ આ બાળકની ૧૬ નાડીઓ રાત્રિ અને દિવસ રુધિર અને પરૂની ધારાઓ વહેવરાવતી રહેતી. તેમાંથી આઠ નાડીઓ તે શરીરની અંદર રુધિરને વહેવરાવતી અને આઠ નાડીઓ શરીરની બહાર પરૂને વહેવરાવતી. આ પ્રમાણે જે આઠ નાડીઓ રુધિર અને પરૂને વહેવરાવતી હતી તેમાંથી બે બે રુધિર અને પરૂને વહેવરાવતી નાડીઓને સાવ કાનની અંદર અને બહાર હતા, બે બે ને નેત્રમાં તથા નેત્રની બહાર, બે બે ને નાસિકાની અંદર અને બહાર, અને બે બે ને હદયના કોઠાની અંદર અને બહાર હતું. આ પુણ્યહીન અભાગી ગર્ભને દુ:ખને છેડે ન હતો. તેને બીજી પણ એક અનિષ્ટ ભયંકર વ્યાધિ હતી. તેના કારણથી તેનું ખાધેલું ભેજન ખાવાની સાથે જ પાચન થઈ જતું હતું, તેથી ભૂખ્ય ભૂખે થઈ રહેતે હતો. આ વ્યાધિ-રોગનું નામ ભસ્મક રોગ હતું. આ રોગમાં ખાધેલ ખેરાક પેટમાં જતાંજ ભસ્મ થઈ જાય છે. તેથી સુધા–ભૂખ એક ક્ષણ માત્ર પણ મટતી નહિ. આવી દશા આ ગર્ભમાં રહેતા બાળકની હતી. ખાધેલા ખોરાકનો પરિપાક ધિર અને પરૂના રૂપમાં થતું હતું, તેને પણ આ મૂકતે નહિ, એટલે કે ખાઈ જતું હતું. પિતાના નવ માસની સ્થિતિ પૂરી કરીને તે
શ્રી વિપાક સૂત્ર
પ૯