Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કોઈ પ્રકારે અપીલ થઈ શકતી નહિં. રાજાની આજ્ઞાજ સર્વોપરિ માન્ય રાખવી પડતી હતી. આ રાજાના રાજ્યમાં ચોર લેકેને એટલા માટે પુષ્ટ રાખવામાં આવતા હતા કે તે ચેર કે પ્રજાના ધનને હરણ કરી રાજાના ભંડારમાં વધારે કરે. જે માણસ રાજાની આજ્ઞા પ્રમાણે નહિ ચાલીને–પિતાના કર્તવ્યનું પાલન કરતા થક નીતિમાર્ગથી ચાલતાં તો રાજા તે માણસના ઘરમાં આગ લગાડી દેતે હતે. મુસાફરોને હમેશાં ચેરે દ્વારા થયેલા પ્રહારો સાથે ધનનું અપહરણ પણ સહન કરવું પડતું હતું. જે કઈ વિરોધ કરતે તે તેને રાજા તરફથી દંડ કરવામાં આવતું હતે. તથા તેને દુઃખી કરવામાં આવતું હતું. સદાચારીઓને સદાચારથી ભ્રષ્ટ અને ધર્માત્માઓને ધર્મથી વિમુખ કરવામાં રાજાને આનંદ આવતું હતું. તર્જના (તિરસ્કાર), ભર્સના (અપમાનજનક વચન) અને તાડના (મારવું)–જન્ય દુઃખે હમેશાં દરેક પ્રજાજનોને ભેગવવાં અને પ્રજાને નિર્ધન બનાવી રાખવી એજ તે રાજાની નીતિ અને રીતિ હતી. આ હતું તે રાજાના મનમાન્યા કારભારને નમુને.
રાજા ઇવર, તલવર, માડંબિક આદિ તમામ માણસની સાથે બેસીને, કાર્યો, કારણો, મંત્ર અને ગુપ્ત વાતે આદિ માટે વિચાર-વિમર્શ કરતી વખતે સાંભળેલી વાતને માટે કહે કે આ વાત મેં સાંભળી નથી. તથા જે વાતને કઈ પતે પણ ન હોય તેને તે પિતાની માનસિક ક૯૫નાથી ઉભી કરી દેતે અને કેને દુઃખી કર્યા કરે. આ પ્રમાણે જોયેલી, કહેલી, ગ્રહણ કરેલી અને જાણેલીને નહિ જોયેલી, નહિ કહેલી, નહિ ગ્રહણ કરેલી અને નહિ જાણેલી કહે, અને વિપરીતને અવિપરીત કહેતું હતું. આ પ્રકારની માયાચારી–પરિણતિથીજ તે પિતાનું રાજકાજ ચલાવતા હતા. આ અશુભતમ-પરિણતિમાં મગ્ન આ રાજાએ, સંકિલષ્ટ ચોગ અને કષાયથી, ઉત્કૃષ્ટ-સ્થિતિયુક્ત દુઃખદાયી પ્રજ્ઞાનાવરણીય આદિ પાપ કર્મોને ઉપાર્જન કરતે રહેતે હતે. (સ૦ ૧૫).
શ્રી વિપાક સૂત્ર
४८