Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સશય અને કુતૂહલના ભિન્ન ભિન્ન વસ્તુસ્વરૂપના નિર્ણયમાં જાગૃતિ પ્રદર્શિત કરે છે. તથા “સમુદ્ધા , જમુનસંશય, સમુન્નકૂદ ” એ પદો પણ શ્રદ્ધા આદિની ઉત્પત્તિમાં સર્વથા રૂપથી જાગૃતિ પ્રકટ કરનારાં છે. “સત્પના = સર્વથા સગાતા શ્રદ્ધા ચા સ” અર્થાત્ સર્વ પ્રકારથી ઉત્પન્ન થયેલી શ્રદ્ધા જેને છે તે સમુત્પનશ્રદ્ધ, કહેવાય છે.
શંકા–સૂત્રમાં સૌથી પ્રથમ “નારા ઈત્યાદિક જે પદો રાખેલાં છે તે સર્વથા વ્યુત્ક્રમવાળાં છે, કારણ કે જ્યાં સુધી સંશય અથવા કુતૂહલ નહિ થાય ત્યાં સુધી શ્રદ્ધા હોઇ શકે જ નહિ. એટલા માટે સૌથી પ્રથમ સૂત્રમાં સંશય આદિને પાઠ રાખ જોઈતો હતો, ત્યાર પછી શ્રદ્ધાને.
ઉત્તર–શંકા બરાબર નથી, કારણકે આ પ્રકારના પાઠથી વિશિષ્ટ અર્થની પ્રતીતિ સૂત્રકારને કરાવવી ઈષ્ટ છે, અને તે આ પ્રકારથી. એ જે કે ઠીક છે કે સંશયાદિપૂર્વકજ શ્રદ્ધાની સંગતિ કરવી, તો પણ શ્રદ્ધામાં સંશય અને કુતૂહલ-પૂર્વક્તા આવવાથી તેમાં પરસ્પરમાં કાર્ય–કારણભાવ પ્રદર્શિત થાય છે. પ્રશ્નના વશથી જિજ્ઞાસારૂપ શ્રદ્ધા થાય છે, જેનું કારણ સંશય અને કુતુહલ હોય છે. (૧) ગાતા ગાતસંચાર, जातकुतूहलः, (२) उत्पन्नश्रद्धः, उत्पन्नसंशयः, उत्पन्नकुतूहलः, (३) संजातश्रद्धः, संजातसंशयः, संजातकुतूहल:, (४) समुत्पन्नश्रद्धः, समुत्पन्नसंशयः, समुत्पन्नकुतूहलः। અહીં કેઈ આ પ્રમાણે સમાધાન કરે છે કે – “નાતશ્રઢ ઈત્યાદિ ત્રણ પદેથી સૂત્રકાર એ વાત પુષ્ટ કરે છે કે જંબુસ્વામીમાં જે સર્વપ્રથમ શ્રદ્ધા, સંશય અને કુતુહલ ઉપન્ન થયાં તે અવગ્રહ રૂપમાં જ થયાં છે, ઈહા, અવાય અને ધારણ રૂપથી નહી. “ઉત્પન્નશ્રદ્ધા ઈત્યાદિ ત્રણ પદેથી એ પુષ્ટ થાય છે કે તે શ્રદ્ધાઆદિ પછીથી તેમનામાં “રા' રૂપથી, “ચંતિશ્રદ્ધા ઈત્યાદિ ત્રણ પદો દ્વારા ત્યારબાદ “સવાર” રૂપથી અને સંપૂરપદ્મશ્રદ્ધા ઈત્યાદિ પદો દ્વારા તે પછી ધારણા' રૂપથી પુષ્ટ થાય છે.
ભાવ એ છે કે–આસવ અને સંવરના વિપાકવિષયમાં જે તેમને શ્રદ્ધા, સંશય અને કુતુહલ થયાં છે તે તેમને સર્વપ્રથમ અવગ્રહરૂપમાં થયાં છે, કારણ કે સર્વ– પ્રથમ પદાર્થના અવગ્રહરૂપ જ્ઞાન થાય છે. ત્યાર પછી સંશય થતાં તેના નિરાકરણ
શ્રી વિપાક સૂત્ર
૧૮