Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
રૂપ જે પ્રયત્નવિશેષ–તે તરફ ઢળતું જ્ઞાન થાય છે તે 'હા, પછી અવાય—પદાના નિશ્ચયસ્વરૂપ જ્ઞાન થાય છે, અને ત્યાર બાદ ધારણા, તે એ સંસ્કાર છે, જે, તે પદાર્થોના જ્ઞાનને અહુજ કાળ સુધી આત્મામાં સ્થિર કરીને રાખે છે.
* નાત " પદથી ‘અવગ્રહ’ના
અહીં આગળ એ વાત પણ ઘટી શકે છે કે :
‘ઉપન્ન’ પદથી ‘ઇહા’ ને ‘સંજ્ઞાત ” પદથી ‘ અવાય ' ને અને ‘સમુપમ’ પદ્મથી ‘ધારણા ’ના ખાધ સૂત્રકારે જમ્મૂસ્વામીના આસ્રવ અને સંવરના વિષયમાં ઉત્પન્ન થયેલી શ્રદ્ધા આદિ જ્ઞાનવિશેષમાં કરાવ્યા છે. તેમાં ગૃહીતા —ગ્રાહકતા ’ પુનરુકિત એટલા માટે નથી કે એ પૂર્વ-પૂર્વની અપેક્ષાએ ઉત્તરાત્તર વિશેષવિષયના સૂચક થાય છે.
શ્રીજમ્મૂસ્વામીએ સુધર્માંસ્વામીની પાસે જઇને સુધર્માંસ્વામીને હાથ જોડીને આદક્ષિણ-પ્રદક્ષિણાપૂર્વક ત્રણવાર વંદના—નમસ્કાર કર્યાં. બે હાથ જોડી તેને જમણા કાનથી લઈને મસ્તક પાસે ફેરવીને ડાબા કાન સુધી લઇ જઈને ફ્રી જે મસ્તક પાસે રાખવામાં આવે છે તે આદક્ષિણ–પ્રદક્ષિણ છે. વન્દના શબ્દના અર્થ સ્તુતિ, અને નમસ્કારને અર્થ એ હાથ, એ પગ, એક મસ્તક, એ પાંચ અગેને નમાવવું તે, આ પ્રમાણે વન્દના અને નમસ્કાર કરીને પર્યું પાસના—સેવા કરવા લાગ્યા, સુત્રન્થ ‘થાવત્’શબ્દથી ‘મુસ્લમાળે, નમસમાળે, વિળાં પંડિઢે, મિમુદ્દે' એ શબ્દોની પણ અહીં યાજના થાય છે.
શ્રીસુધર્માંસ્વામીની સેવા કરતાં કરતાં શ્રીપ્રૂસ્વામીએ પૂછ્યું કે હે ભવ્રત! ધર્મની આદિ કરવાવાળા, તીથંકર, સ્વયંસંબુદ્ધ ઇત્યાદિ વિશેષણેથી વિશિષ્ટ અને સિદ્ધિગતિને પ્રાપ્ત કરનાર શ્રમણ ભગવંત શ્રીમહાવીર પ્રભુએ પ્રશ્નવ્યાકરણ નામના દસમા ગનાએ ભાવ ફરમાવ્યા છે, પરન્તુ હે ભગવન્ ! અગિયારમું અંગ જે વિપાકશ્રુત, તેમાં શું ભાવ કહેલા છે ? આ પ્રમાણે જમ્મૂસ્વામીએ પૂછ્યું ત્યારે
શ્રી સુધર્મા સ્વામી કહે છે કે-ડે જમ્મૂ ! સિદ્ધગતિને પામેલા શ્રીમહાવીર પ્રભુએ અગિયારમાં અંગ શ્રીવિપાકશ્રુતના બે શ્રુતસ્કંધ કહેલા છે (૧) એક દુ:ખવિપાક અને (૨) બીજો સુખવિપક. જેના અનુભવ કરવામાં આવે તે વિપાક છે. જે શ્રુતસ્કંધમાં દુ:ખને જ વિપક શબ્દના વાચ્ય (અર્થ) રૂપથી પ્રકટ કરેલ છે, તે દુ:ખવિપાક છે. આ શ્રુતસ્કંધનું નામ દુ:ખરૂપ વિપાકના એધ કરાવનારૂ હોવાથી વુડવા'
શ્રી વિપાક સૂત્ર
૧૯