Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વળી, ગૌતમ સ્વામીએ પિતાના મુખ પર દેરાસહિત મુખપતિકા બાંધી જ રાખી હતી. તે પછી ફરીને વસ્ત્ર બાંધવાની શું આવશ્યક્તા હતી ?, માટે આ સ્થળે ફરી વસ્ત્ર બાંધવાની હકીકત સર્વથા નિરર્થક છે, તેથીજ પણ એજ માનવું જોઈએ કે મુખ” શબ્દ લક્ષણથી “નાસિકા-નાક” એ અર્થને જ બેધક છે, મુખને નહિ. દાઢી, ગાલ, નાક, નેત્ર, ભૂ અને કપાલ આદિ એ તમામ મુખના જ અવયવે છે, એટલા માટે તેમાં મુખનો વ્યપદેશ–વ્યવહાર થાય છે. જ્યારે કોઈ પ્રાણની દાઢી, ગાલ આદિ વિકૃત હાય છે ત્યારે વ્યવહારમાં એવી રીતે કહેવામાં આવે છે કે તેનું સુખ સુંદર નથી, અને દાઢી, ગાલ આદિ જ્યારે સુન્દર હિય છે ત્યારે કહેવામાં આવે છે કે, જુઓ તેનું મુખ કેટલું સુંદર છે. અહીં આગળ “નાક નહિ કહેતાં તે અર્થમાં “મુખ” શબ્દનો પ્રયોગ સૂત્રકારે કર્યો છે. તેનું કારણ એ છે કે નાકની અપેક્ષા મુખની પ્રધાનતા માનવામાં આવે છે. બીજું કારણ એ છે કે, “મુખ’ શબ્દથી નાકનું જે અહીં ગ્રહણ કરવામાં આવ્યું છે, તે એટલા માટે છે કે, એક તે નાક તે મુખના એકદમ નજીક છે, બીજી વાત એ છે કે ગન્ધને ગ્રહણ કરવામાં તે નાકજ શકિત ધરાવે છે, બીજું અવયવ નહિ.
કઈ કઈ એવી રીતે જે કહે છે કે, ગૌતમ સ્વામીએ મુખ પર મુખવસ્ત્રિકા બાંધી ન હતી, પરંતુ તેમણે હાથમાં જ રાખી હતી. જે મુખ પર મુખત્રિકા બાંધી હિત તે મૃગદેવી “તુ વિ v મંતે મુપત્તિયા મુદ્દે વંધેર હે ભદન્ત! આપ પણ આપના મુખને મુખવત્રિકાથી ઢાંકી લેજે આ પ્રમાણે શા માટે કહે? એટલા માટે આ કથનથી સાબિત થાય છે કે તેમણે (ગૌતમસ્વામીએ) તેને હાથમાં જ લઈ રાખી હતી, તે કહેવું ઠીક નથી, કારણ કે એ પ્રકારની માન્યતા મિથ્યાત્વને વિલાસ તથા આગમમાર્ગથી વિપરીત છે. જે મુખ પર મુખવકા બાંધી ન હોય તે સંપાતિમ સૂક્ષ્મ જીવોનું સંરક્ષણ, તથા ઉડતાં સચિત્ત રજકણ તથા વાયુકાયના જીવનું પણ રક્ષણ કેવી રીતે થઈ શકે ?, એ તમામ જીવોની રક્ષાને લક્ષમાં રાખીને જ સાધુ પુરુષ મુખવચિકા બાંધે છે, અને એજ ઉદેશથી મુખવસ્વિકાને મુખ પર બાંધવાનું આગમમાં વિધાન કરવામાં આવ્યું છે. વિશેષપણે આ વિષયને જે જાણવાની અભિલાષા રાખતા હોય તેમણે “વૈજસ્ટિસ સૂત્રના પહેલા અધ્યયનની “ગાવામઅંકૂપા નામની ટીકામાં જોઈ લેવું.
મૃગાદેવીના વચનથી ગૌતમસ્વામીએ વસ્ત્રથી જ્યારે નાકને ઢાંકી લીધું, “તપ ” ત્યારે સા મિયાદેવી તે મૃગદેવીએ “મેમુદી ત્રાસું મુખ કરીને પૂમિધરસ લુવાર વિહા તે લેયરને દરવાજો ઉઘાડે. ઉઘાડતાંજ “તો જે તેમાંથી જે નિજ દુન્ય નીકળી, “નામ તે કેવી હતી?, તે કહે છે-“ રે ૬ વા ના જે પ્રકારે સર્પના મડદા, અહીં “શાવત” શબ્દથી “મને इ वा, मुणगमडे इ वा, दीवममडे इ वा, मज्जारमडे इ वा, मणुस्समडे इ वा, महिसमडे ह वा, मूसगमडे इ बा, आसमडे इ वा, हत्थिमडे इ वा,
શ્રી વિપાક સૂત્ર
૩૭