Book Title: Yogadrushti Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious
Catalog link: https://jainqq.org/explore/001162/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ @Dઇટિસ્થBરિણીળી 8ર્જકલવી8 થિશબ્દગુપ્તાજૂથી. 809138 થી અનેકન્તિી પEશના જૈન રીલિજીયસ ટ્રસ્ટ Page #2 -------------------------------------------------------------------------- ________________ મહામહોપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજી મહારાજા વિરચિત યોગદષ્ટિની સઝાયના આધારે યોગદષ્ટિ-એક પરિશીલન પરિશીલન ક પૂ. પરમશાસનપ્રભાવક પૂજ્યપાદ સ્વ.આ.ભ. શ્રી.વિ. રામચન્દ્ર સૂ.મ.સા. ના પટ્ટાલંકાર પૂ.સ્વ. આ.ભ. શ્રી.વિ. મુક્તિચન્દ્ર સૂ.મ.સા. ના શિષ્યરત્ના પૂ.આ.ભ.શ્રી.વિ. અમરગુપ્ત સૂમ.સા. ના શિષ્યરત્ન પૂ.આ.ભ.શ્રી.વિ. ચન્દ્રગુપ્ત સૂ.મ. નો પ્રકાશક શ્રી અનેકાન્ત પ્રકાશન જેન રીલીજીયસ ટ્રસ્ટ * આર્થિક સહકાર - સ્વ. સાંકલચન્દજી છોગમલજી પરિવાર ગુડાબાલોતાન - રાજસ્થાન Page #3 -------------------------------------------------------------------------- ________________ યોગદષ્ટિ-એક પરિશીલન આવૃત્તિ : દ્વિતીય નકલ : ૧૦૦૦ વિ.સં. ૨૦૫૯ પ્રકાશન : શ્રી અનેકાંત પ્રકાશન શ્રાવણ વદ - ૩ જેન રીલીજીયસ ટ્રસ્ટ 0 પ્રાપ્તિ સ્થાન મુકુંદભાઈ આર. શાહ જતીનભાઈ હેમચંદ શાહ ૫, નવરત્ન લેટ્સ, છાપરીયા શેરી, નવા વિકાસ ગૃહ માર્ગ, મહીધરપુરા, પાલડી, અમદાવાદ-૭. સુરત-૩૯૫૦૦૩ શા. સૂર્યકાંત ચતુરલાલ મુ.પો. મુરબાડ (જિ. ઠાણે) વિજયકર કાંતિલાલ ઝવેરી પ્રેમવર્ધક ફ્લેટ્સ, નવા વિકાસ ગૃહ માર્ગ, પાલડી, અમદાવાદ-૭ * ફોટો કંપોઝિંગ - કુમાર ૨૦૩ કેન્ટ ગાર્ડન, જામલી ગલી, બોરીવલી (વેસ્ટ), મુંબઈ-૯૨. ફોન : ૩૧૦૭ ૮૫૪૦ Page #4 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિ-એક પરિશીલન પ્રથમ મિત્રાદૃષ્ટિની સજ્ઝાય અનંતોપકારી દેવાધિદેવ શ્રી વીતરાગપરમાત્માના પરમતારક શાસનના પરમાર્થને પામેલા સમર્થ શાસ્ત્રકારપરમર્ષિ સૂરિપુરંદર શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ રચેલા ૧૪૪૪ ગ્રંથમાંના ‘યોગદિષ્ટ સમુચ્ચય' નામના ગ્રંથને અનુલક્ષીને મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજાએ યોગદષ્ટિ-સજ્ઝાયની રચના કરી છે. અત્યંત ગંભીર અર્થને ખૂબ જ સ્પષ્ટપણે આ આઠ સજ્ઝાયમાં વર્ણવ્યો છે. પૂજ્યપાદ શાસ્ત્રકાર પરમર્ષિએ આવી સુંદર સજ્ઝાયની રચના કરી યોગના અત્યંત ગહન પદાર્થને ખૂબ સ્પષ્ટપણે સમજાવ્યો છે-એ અંગે અહીં થોડો વિચાર કરી લેવો છે. આત્માના વિકાસના પ્રારંભથી અંત સુધીના આપણા પ્રવાસનું ખૂબ જ સરસ રીતે આ સજ્ઝાયમાં વર્ણન છે. આ સઝાયના નિરંતર પરિશીલનથી મુમુક્ષુ આત્માઓને એક સુંદર આલંબનની પ્રાપ્તિ થાય છે. શિવસુખકારણ ઉપદિશી, યોગ તણી અડદિઠ્ઠી રે, તે ગુણ ઘુણી જિન વીરનો, કરશું ધર્મની પુટ્ટી રે, વીર જિણેસર દેશના ।।૧।। આઠ સજ્ઝાયમાંની પ્રથમ સજ્ઝાયની આ પહેલી ગાથા છે. યોગદષ્ટિનું અહીં સામાન્યથી વર્ણન કરાયું છે. ‘યોગષ્ટિ’ આ શબ્દ ઉપરથી જ આમ તો તેનું સ્વરૂપ સમજાય છે. દષ્ટિ એ જ્ઞાનસ્વરૂપ છે. જ્ઞાનથી અતિરિક્ત કોઈ ષ્ટિ નથી. જ્ઞાનના વિષય અનંતાનંત છે. એમાંના યોગસંબંધી જ્ઞાનને યોગષ્ટ કહેવાય છે. જીવનો ગુણ જ્ઞાન છે. મિથ્યાત્વાદિ દોષના કારણે જ્ઞાનને અજ્ઞાન કહેવાય છે. એ અજ્ઞાન સ્વરૂપ જ્ઞાન પણ દષ્ટિ નથી. મિથ્યાત્વની મંદતાદિરૂપ સ્થિતિ પ્રાપ્ત થયા Page #5 -------------------------------------------------------------------------- ________________ મિત્રાદષ્ટિની સઝાય વિના યોગદષ્ટિનો સંભવ નથી. એટલું જ નહિ, યોગની જિજ્ઞાસાનો પણ સંભવ નથી. મોક્ષની સાથે જોડી આપનાર સમગ્ર સાધ્વાચાર યોગ છે. તેનું દર્શન-જ્ઞાન જ યોગદષ્ટિ છે. સામાન્યથી; જ્ઞાન અને દર્શનમાં થોડો ફરક છે. જાતે જોઈને જાણવું તે દર્શન છે અને જોયા વિના જાણવુંતે જ્ઞાન છે. દર્શનમાં જે દઢતા, સ્પષ્ટતા અને શ્રદ્ધા છે-એવી દઢતા, સ્પષ્ટતા કે શ્રદ્ધા જ્ઞાનમાં નથી હોતી. ગ્રંથકારશ્રીએ અહીં યોગની દષ્ટિનું વર્ણન કરતાં તેને શિવસુખની કારણ તરીકે વર્ણવી છે. અનાદિથી ચાલતા આપણા જીવનમાં આપણને યોગનું જ્ઞાન તો અનંતીવાર મળ્યું હતું. પરંતુ એ શિવસુખનું કારણ બન્યું નહિ. આથી પણ આપણે સમજી શકીએ છીએ કે યોગના જ્ઞાનમાં અને દર્શનસ્વરૂપ દષ્ટિમાં ઘણું અંતર છે. જ્ઞાન શિવસુખનું કારણ બને તો તે દષ્ટિરૂપ બની જાય અને જો એ જ્ઞાન નવ નવ પૂર્વનું હોય તો પણ જો મોક્ષનું કારણ ન બને તો દષ્ટિરૂપ ન બને-એ સમજાવવા માટે પ્રયોજાયેલ “શિવસુખકારણ' આ પદ આંખ સામે રાખવું જોઈએ. શિવસુખના કારણ તરીકે વર્ણવેલી-ઉપદેશેલી યોગની દષ્ટિ આઠ છે. આ આઠ દષ્ટિનો ઉપદેશ આપણને આપણા આસન્નોપકારી શ્રી વીરવિભુએ આપ્યો છે. પરમાત્માના અનંતાનંત ગુણમાના એ એક જ ગુણની સ્તવના દ્વારા ગ્રંથકારશ્રી જણાવે છે કે- હું ધર્મની પુષ્ટિ કરીશ.' અહીં ખૂબ જ સ્થિરતાપૂર્વક વિચારીએ તો સમજાશે કે શિવસુખની કારણ આઠ દષ્ટિઓ છે-એનો અર્થ એ નથી કે આઠમાંની કોઈ પણ દષ્ટિની પ્રાપ્તિથી જીવને શિવસુખ મળી જાય છે; પરંતુ એનો અર્થ એ છે કે આઠ દષ્ટિના ક્રમિક આવિર્ભાવથી તે તે ગુણસ્થાનકના સ્પર્શ દ્વારા જીવને મોક્ષની પ્રાપ્તિ થાય છે. અર્થાત્ આઠ દષ્ટિમાં આઠમી દષ્ટિ સાક્ષા મોક્ષની સાધિકા છે અને બાકીની સાત પરંપરાએ તેની Page #6 -------------------------------------------------------------------------- ________________ યોગદષ્ટિ-એક પરિશીલન સાધિકા છે, આથી દષ્ટિમાં વર્ણવેલું શિવસુખકારણત્વ સાક્ષાત્પરંપરાસાધારણ છે-એ ન સમજાય એવું નથી. શ્રી મહાવીરપરમાત્માએ આપણને યોગની આઠ દષ્ટિનો જે ઉપદેશ આપ્યો છે-એ પરમાત્માનો ગુણ સર્વશ્રેષ્ઠ છે. અનંતાનંત ગુણોમાં જો આ ગુણનું અસ્તિત્વ ન હોત તો આપણા માટે પરમાત્મા કે પરમાત્માના ઉપાસકો કોઈ પણ રીતે તારક ન બનત. પરમાત્માની અસીમ કૃપા; એકમાત્ર એ ગુણમાં સમાયેલી છે. મુમુક્ષુ આત્માઓને મન એ ગુણનું જે મહત્ત્વ છે-તે આપણે સમજી શકીએ છીએ. પરમાત્માના એ ગુણની સ્તવના દ્વારા ધર્મને પુષ્ટ બનાવવાની વાત ખરેખર જ માર્મિક છે. પરમાત્માની ઉપાસના, તેઓશ્રીના ઉપદેશને ઝીલવામાં અને આત્મસાત્ બનાવવામાં છે આ પહેલી ગાથાનો સારભાગ છે. અહીં એ પણ યાદ રાખવું જોઈએ કે-જેમ યોગની દષ્ટિ મોક્ષનું કારણ છે, તેમ ક્રિયા પણ મોક્ષનું કારણ છે. કારણ કે જ્ઞાન અને ક્રિયાથી જ મોક્ષની પ્રાપ્તિ થાય છે. માત્ર જ્ઞાનથી કે માત્ર ક્રિયાથી મોક્ષની પ્રાપ્તિ થતી નથી. તેથી શિવસુખના કારણ તરીકે માત્ર યોગની દષ્ટિઓનું વર્ણન જોકે બરાબર ન લાગે, પરંતુ જ્ઞાન અને ક્રિયાથી મોક્ષની પ્રાપ્તિ થાય છેએ જણાવનારાં શાસ્ત્રવાક્યો માત્ર બાહ્મક્રિયાને મોક્ષનું કારણ માનતાં નથી. કારણ કે બાહ્યક્રિયા હોવા છતાં તેવા પ્રકારની ક્રિયાનો પરિણામ નહિ હોવાથી મોક્ષની પ્રાપ્તિ થતી નથી અને બાહ્મક્રિયાના અભાવમાં પણ તેવા પ્રકારની ક્રિયાની પરિણતિથી શ્રી પૃથ્વીચંદ્ર-ગુણસાગર, શ્રી ભરત મહારાજા, શ્રી ઈલાતિપુત્ર વગેરે પુણ્યાત્માઓને મોક્ષની પ્રાપ્તિ થઈ છે. વસ્તુતઃ બાહ્યક્યિા એ ક્રિયા નથી, પરંતુ ક્રિયાની પરિણતિ એ ક્યિા છે. આવી ક્રિયા અને જ્ઞાનથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. અગ્નિ બાળે Page #7 -------------------------------------------------------------------------- ________________ મિત્રાદષ્ટિની સક્ઝાય છે, વિષ મારે છે અને પાણી ડુબાડે છે-આ અધ્યવસાય જ અગ્નિ, વિષ અને પાણીનો ઉપયોગ કરવા છતાં તેનાથી નિવૃત્ત બનાવે છે. તેમ જ્ઞાન-ક્રિયાથી મોક્ષ મળે છે-એ અધ્યવસાય જ બાહ્મક્રિયાના અભાવમાં પણ ક્લિામાં પ્રવર્તક છે. આશ્રવને આશ્રવ માન્યા પછી અને સંવરને સંવર જાણ્યા પછી આશ્રવનો ત્યાગ અને સંવરનો સ્વીકાર ન હોય તો માનવું રહ્યું કે સાધનમાં ક્યાંય પણ ખામી છે. અનંતજ્ઞાનીઓએ વર્ણવેલા સંવરને આશ્રવ બનાવનારા ઘણા હોય છે. પરંતુ ઉપર જણાવ્યા મુજબના અધ્યવસાયના બળે આશ્રવને સંવર બનાવનારા આત્માઓ બહુ વિરલ હોય છે. એવું સામર્થ્ય સાધક પાસે હોવું જ જોઈએ. વિસ્તીર્ણ અને ખૂબ જ વિકટ એવા સાધનામાર્ગમાં આવું બળ નહિ હોય તો સાધના અટકી પડશે! ખંડિત થશે! આથી સ્પષ્ટપણે સમજી શકાશે કે ક્વિાની સાથે ક્રિયાનો અધ્યવસાય મેળવવાની આવશ્યકતા છે; ક્રિયાના અભાવમાં પણ એ જ્ઞાનસ્વરૂપ અધ્યવસાય જ મોક્ષસાધક છે-એ ભૂલવું ના જોઈએ. પરિણામશૂન્ય અથવા પરિણામને અનુકૂળ ન હોય-એવી કોઈ પણ લોકોત્તર ક્રિયામાં મોક્ષસાધકતા નથી. આ સઝાયની પહેલી ગાથામાં આઠ દષ્ટિઓને શિવસુખકારણ તરીકે વર્ણવી છે. કેટલાક દર્શનકારો મોક્ષમાં જ્ઞાનાદિનો અને સુખાદિનો અભાવ માને છે. કેટલાક દર્શનકારો મોક્ષને બુઝાઈ ગયેલા દીવા જેવો માને છે. એની અપેક્ષાએ જૈનદર્શનની માન્યતા તદ્દન ભિન્ન છે. એ સમજાવવા માટે મોક્ષનું સ્વરૂપ અહીં શિવસુખરૂપે વર્ણવ્યું છે. અનંતસુખના ધામ સ્વરૂપ અને સર્વથા ઉપદ્રવ વિનાનો મોક્ષ આપણે માનીએ છીએ. એ મોક્ષનું કારણ યોગની આઠ દષ્ટિઓ છે. યોગ એક જાતનો મોક્ષસાધક પ્રયત્ન છે. તે દર્શનપૂર્વકનો જ હોવો જોઈએ. Page #8 -------------------------------------------------------------------------- ________________ યોગદષ્ટિ-એક પરિશીલન અન્યથા એ પ્રયત્ન નકામો જાય છે. કેવલયોગ(દ્રવ્યયોગ) અને એકલું દર્શન(પરિણામશૂન્ય જ્ઞાન) એ મોક્ષસાધક નથી. એકલો યોગ ઘણાને મળ્યો છે અને કર્તવ્યના અધ્યવસાય વિનાનું જ્ઞાન ઘણાને મળ્યું છે, પરંતુ એથી નિસ્વાર થતો નથી. ૧ અહીં યોગદષ્ટિ આ પદથી અન્ય સામાન્ય દષ્ટિઓનું ગ્રહણ થતું નથી. તે સામાન્ય દષ્ટિઓનું સ્વરૂપ જણાવવા બીજી ગાથા છે સઘન અધન દિન રાયણીમાં, બાળ વિકલ ને અનેરા રે, અર્થ જુએ જિમ જુજુઆ, તિમ ઓવનજરના ફેરા રે, વીર જિણેસર દેશના નારા આ બીજી ગાથાનો આશય એ છે કે વાદળવાળો દિવસ, વાદળ વિનાનો દિવસ, વાદળવાળી રાત અને વાદળ વિનાની રાત હોય ત્યારે એક જ વ્યક્તિને પણ એક જ દશ્ય અસ્પષ્ટ, સ્પષ્ટ, અસ્પષ્ટતમ અને અસ્પષ્ટતર દેખાય છે. એમાં જોનાર બાલ હોય અથવા વૃદ્ધ હોય, ચક્ષુ વગેરે ઈન્દ્રિયની ખામીવાળો હોય અથવા તેવા પ્રકારની ખામી વિનાનો હોય તો એ દશ્યના દર્શનમાં થોડો ફરક પડે છે. તેમ યોગના દર્શનમાં પણ મિથ્યાત્વાદિ કર્મના જુદા જુદા ક્ષયોપશમવિશેષના કારણે ભેદ પડે છે. જોનારાના ભેદથી, જોવાના સાધનના ભેદથી અને જોવાની રીત વગેરેના ભેદથી જેમ અર્થ જુદો જુદો દેખાય છે-તેમ જીવને પ્રાપ્ત થયેલ લયોપશમવિશેષથી સામાન્ય દષ્ટિમાં ફરક પડે છે. જીવનો પોતાનો અનંતજ્ઞાનગુણ આત્માના પ્રદેશ પ્રદેશ વ્યાપીને રહેલો હોવા છતાં મિથ્યાત્વાદિના કારણે અનાદિકાળથી બંધાયેલ કર્મથી આવરાયેલ છે. અનંતજ્ઞાની એવા પણ જીવની છવસ્થ અવસ્થામાં આવરણભૂત કર્મના Page #9 -------------------------------------------------------------------------- ________________ મિત્રાદષ્ટિની સઝાય લયોપશમથી જ જ્ઞાનનો આવિર્ભાવ થાય છે. આ ક્ષયોપશમની મંદતા વગેરેના કારણે જોનારને દયના દર્શનમાં ફરક પડે છે. આથી સમજી શકાશે કે એક જ જાતનું દશ્ય હોવા છતાં દષ્ટિસામાન્યના ભેદથી તેના દર્શનમાં ભેદ પડે છે. રા. આ રીતે ક્ષયોપશમવિશેષના કારણે દષ્ટિસામાન્યનો ભેદ છે આથી જ દશ્યની જોવાની જુદી જુદી રીતના કારણે દર્શનોમાં ભેદ છેએ વસ્તુ ત્રીજી ગાથાથી વર્ણવી છેદર્શન જે હુઆ જુઆ, તે નજરને ફેરે રે, ભેદ સ્થિરાદિક દષ્ટિમાં, સમકિતદષ્ટિને હેરે રે, વીર જિસેસર દેશના ૩ દેવાધિદેવ શ્રી અરિહંત પરમાત્માની વચનાતિશય અને જ્ઞાનાતિશયથી યુક્ત એવી પરમતારક દેશનાના શ્રવણ દ્વારા પોતપોતાની પદાર્થને ગ્રહણ કરવાની દષ્ટિવિશેષથી તે તે દર્શનકારોએ તે તે દર્શનો પ્રગટાવ્યાં છે. લોકોત્તરદેશનાના શ્રવણથી પણ લૌકિક દર્શનો જે જુદાં જુદાં દેખાય છે, એમાં તે તે દર્શનના પ્રણેતાઓની સામાન્ય નજરનજરનો ફરક કારણ છે. આવો ભેદ પ્રથમની ચાર દષ્ટિમાં જ હોય છે. મિત્રો, તારા, બલા અને દીપ્રા-આ પ્રથમ ચાર દષ્ટિ પછીની જે સ્થિરા, કાન્તા, પ્રભા અને પરા આ ચાર દષ્ટિ છે; તેમાં વેદસંવેદ્યપદની પ્રાપ્તિ થયેલી હોવાથી સમકિતદષ્ટિ આત્માને એ ફરક આશ્ચર્ય ઉપજાવે છે. કારણ કે સર્વાગીણ તત્ત્વના જ્ઞાતાઓને; વસ્તુના એકાદ અંશને ગ્રહણ કરી અન્ય અંશમાં કરાતો વિવાદ નિરર્થક જણાય છે. નય, નિક્ષેપા અને પ્રમાણથી સુનિશ્ચિત અર્થને ગ્રહણ કરનારા વેવસંવેદ્યપદના સ્વામી કોઈ પણ રીતે Page #10 -------------------------------------------------------------------------- ________________ યોગદષ્ટિ-એક પરિશીલન આંશિક વિવાદને પ્રમાણભૂત નથી માનતા. હાથીના પગ વગેરે એક અવયવને ગ્રહણ કરી, તે દ્વારા હાથીનું વર્ણન કરનારા છ અંધ પુરુષો પરસ્પર જે ફરક જણાવે છે-એ ફરક હાથીને પ્રત્યક્ષપણે જોનારને મન આશ્ચર્યનું કારણ બને-એ સહજ છે. ૩ આવી સ્થિતિમાં સ્થિરાદિક છેલ્લી ચાર દષ્ટિને પામેલા પુણ્યાત્માઓ જે રીતે વર્તે છે-તેનું વર્ણન ચોથી ગાથાથી કર્યું છે દર્શન સકલના નય ગ્રહે, આપ રહે નિજ ભાવે રે, હિતકારી જનને સંજીવની, ચારો તેહ ચરાવે રે, વીર જિસેસર દેશના ૪. સ્થિરાદિ ચાર દષ્ટિવાળા જીવોને વેદસંવેદ્યપદ પ્રાપ્ત થયેલું હોવાથી સકલદર્શનના સિદ્ધાંતને જાણ્યા પછી તે જીવો પોતાના ભાવમાં સ્થિર રહે છે. વેદ્યસંવેદ્યપદનું વર્ણન ચોથી દષ્ટિની સઝાયમાં કરવાનું છે-એટલે એ વખતે તેનું સ્વરૂપ સ્પષ્ટ થશે. સાચું સમજાયા પછી ગમે તેવા વિવાદાસ્પદ વિષયને જાણ્યા પછી પણ પોતાની સ્થિરતા સ્થિરાદિ દષ્ટિમાં નષ્ટ થતી નથી. આ રીતે પોતે પોતાના સ્વભાવમાં સ્થિર રહેલા તે આત્માઓ; તે તે દર્શનની રુચિવાળા તે તે જીવોને લોકોત્તરમાર્ગની રુચિ થાય-એ માટે તે તે જીવોને હિતકર એવી પ્રવૃત્તિ કરતા હોય છે. તેઓની તે પ્રવૃત્તિ ચારિસંજીવની'ના દાંતને અનુરૂપ હોવાથી ઉચિત જ છે. દષ્ટાંતનું તાત્પર્ય એ છે કે-કોઈ એક સ્ત્રીએ પોતાના પતિને પોતાને આધીન બનાવવા કોઈ એક પરિવ્રાજિકાની સહાયથી બળદ બનાવેલ. પાછળથી તેને ઘણો પસ્તાવો થયો. એ બળદ ફરી માણસ બને એ માટે ઉપાયની શોધમાં કાયમ તત્પર રહેતી તે સ્ત્રી દરરોજ Page #11 -------------------------------------------------------------------------- ________________ મિત્રાદષ્ટિની સક્ઝાય બળદને ચારો ચરાવવા વનમાં લઈ જાય છે, ત્યાં એકવાર કોઈ વિદ્યાધર-યુગલની વાતચીતમાંથી પોતે જ્યાં વૃક્ષ નીચે બેસી હતી ત્યાં રહેલી સંજીવની ખવરાવવાથી બળદ માણસ બનશે-એવું તેણીને જાણવા મળ્યું. એ મુજબ સંજીવની ચરાવવાની ભાવનાથી સંજીવનીનું જ્ઞાન ન હોવાના કારણે તેણી દરરોજ એ વૃક્ષની આસપાસનો ચારો ચરાવવાની પ્રવૃત્તિ કરે છે. યોગાનુયોગ એક્વાર ચારાની સાથે અજ્ઞાત એવી સંજીવની પણ બળદના ચારામાં આવી અને એ ચારાને ચરવાથી બળદ માણસરૂપ થયો. આ રીતે માત્ર સંજીવની ચરાવવાની અપેક્ષાએ ચારો ચરાવવાની પ્રવૃત્તિ યોગ્ય ન હોવા છતાં ઉપર જણાવ્યા મુજબ સંયોગવિશેષમાં ચારો ચરાવવાની પ્રવૃત્તિ જેવી રીતે અહીં હિતકારિણી છે-એવી રીતે સ્થિરાદિ ચાર દષ્ટિમાં વર્તનારા જીવોની, તે તે દર્શનની રુચિવાળા જીવોને ઉચિત એવી પ્રવૃત્તિ પણ હિતકારિણી છે. આ ચોથી ગાથાનો પરમાર્થ છે. જો હું છું ક્યું શંકા એ થાય છે કે સ્થિરાદિ ચાર દષ્ટિઓમાં વેદ્યસંવેદ્યપદ પ્રાપ્ત થયા પછી ઘણી વાર સાધકની સાધનામાં અવરોધ જોવા મળે છે, જેથી તેમનું મોક્ષમાર્ગે થતું પ્રયાણ અટકી પડે છે-આવું કેમ બને છે. એ શંકાનું સમાધાન કરતાં પાંચમી ગાથામાં પૂજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજા ફરમાવે છે કે દષ્ટિ પિરાદિક ચારમાં, મુગતિપ્રયાણ ન ભાંજે રે, રયણીશયન જિમ શ્રમ હરે, સુરનરસુખ તિમ છાજે રે, વીર જિણેસર દેશના પણ છેલ્લી ચાર દૃષ્ટિમાં તેવા પ્રકારના પુણ્યાનુબંધી પુણ્યના કારણે તે Page #12 -------------------------------------------------------------------------- ________________ યોગદષ્ટિ-એક પરિશીલન તે સાધકોને કોઈવાર દેવકે મનુષ્યભવમાં જવાનું બને છે અને તેથી તે તે ભવને અનુરૂપ સુખના અનુભવમાં મોક્ષમાર્ગે પ્રયાણ અટકી ગયું છેએવું લાગે છે ખરું, પરંતુ વાસ્તવિક રીતે વિચારીએ તો મુક્તિમાર્ગમાં આરંભેલું તે તે સાધકનું પ્રયાણ અટકી પડતું નથી. કોઈ એક મુસાફર ઈષ્ટ સ્થાનકે પહોંચવાના ઈરાદે સમગ્ર દિવસ ચલાય એટલું ચાલ-ચાલ કરી રાત્રે એક સુરક્ષિત સ્થાને શયન કરી વિસામો લે છે અને સવારે ઊઠી વિશેષરૂર્તિથી ઈષ્ટ સ્થાન તરફ પ્રયાણ કરે છે. અહીં ઈષ્ટ સ્થાને પહોંચવાના ઈરાદે મુસાફરે આદરેલું પ્રયાણ આમ જોઈએ તો રાત્રે અટકી પડેલું દેખાય છે, પરંતુ જેવી રીતે બીજા દિવસના પ્રયાણ માટેનું તે રાત્રિશયન છે, તેવી રીતે સ્થિરાદિ ચાર દષ્ટિમાં દેવ કે નરભવમાંના સુખના અનુભવ વખતે પણ સાધકનું માર્ગગમન અટકેલું હોતું નથી. પરંતુ પુણ્યાનુબંધી પુણ્યના એ અનુભવમાં પણ તેવા પ્રકારના કર્મની નિર્જરા થતી રહે છે. યોગમાર્ગની આ અચિન્ય પ્રભાવ છે. આ બધી વાતોને વિચારી આપણી સાધના અંગે ખૂબ જ સ્થિરતાપૂર્વક વિચારવાની જરૂર છે. સાધનાનો વિરામ ઉત્કટ સાધનાના પ્રારંભ માટેનો છે કે ખરેખર જ સાધના અટકી પડી છે ? સાધકે સતત આનો ખ્યાલ રાખવો જોઈએ. ફળનો વિલંબ સાધક માટે હજુ નભાવી લેવાય પરંતુ સાધના બંધ થઈ જાય તે કઈ રીતે નભાવાય ? આજે આ તરફનું ધ્યાન ખૂબ જ ઓછું થયું છે. લગભગ નથી-એમ કહીએ તોય કશું ખોટું નથી. આ લક્ષણ સાધનાના આરંભનું નથી-આ વસ્તુ ધ્યાનમાં રાખવાની જરૂર છે. આપણા હું જ છું સામાન્યપણે યોગની દષ્ટિ વર્ણવતાં પ્રાસંગિક વસ્તુ જણાવી, હવે છઠ્ઠી ગાથાથી પ્રથમદષ્ટિનું વર્ણન કરાય છે Page #13 -------------------------------------------------------------------------- ________________ મિત્રાદષ્ટિની સઝાય એહ પ્રસંગથી મેં કહ્યું, પ્રથમદષ્ટિ હવે કહીએ રે, જિહાં મિત્રા તિહાં બોધ જે, તૃણ અગ્નિશ્યો લહીએ રે, વીર જિનેસર દેશના દા આ ગાથામાં પૂજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજા ફરમાવે છે કેપહેલી પાંચ ગાથામાં જે વાતો કહી છે તે પ્રસંગથી જ ભૂમિકારૂપે કહી છે. હવે દષ્ટિનું નિરૂપણ શરૂ કરાય છે. મિત્રાદષ્ટિ પ્રાપ્ત થયે છતે જીવને જે બોધ થાય છે, તે તૃણના-ઘાસના અગ્નિ જેવો હોય છે. તૃણનો અગ્નિ ખૂબ જ મંદ પ્રકાશ આપે છે અને થોડીવારમાં બુઝાઈ જાય છે. પરંતુ કાજળઘેરી રાત્રિમાં મહાઅટીમાં ભૂલા પડેલા મુસાફરને એ પ્રકાશ પણ લક્ષ્ય ચીંધનારો બને છે. જ્યાં ગાઢ અંધકારના કારણે ક્યાં જવું અને શું કરવું-એ સૂઝતું ન હતું, ત્યાં આવો પ્રકાશ સુરક્ષિત સ્થાનને ચીંધે છે. શ્રાન્ત, ઉદ્વિગ્ન, ભયગ્રસ્ત અને ઈષ્ટ સ્થાનને પામવાની ઉતાવળ હોયએવા મુસાફરને એ તૃણનો અગ્નિ; પોતાને ઈષ્ટ સ્થાને પહોંચાડનારા માર્ગને દર્શાવશે-એવી પ્રતીતિ કરાવી જાય છે. તેથી એ મુસાફર શ્રમાદિને અવગણી એ દિશા તરફ પ્રયાણ શરૂ કરે છે. બસ! આવું જ મિત્રાદષ્ટિમાં સાધકને બનતું હોય છે. અનાદિકાળથી અજ્ઞાનરૂપી ઘોર અંધકારના કારણે વિષયકષાયને પરવશ બની સંસારમાં જ્યાં-ત્યાં અથડાવા-ટીચાવાના કારણે જ્યારે આત્મા શાન્ત, ઉદ્વિગ્ન અને ભયથી ત્રસ્ત બની ઈષ્ટ-સુરક્ષિતસ્થાનને પામવા માટે ઉતાવળો બને છે, ત્યારે તે સાધકને મિત્રાદષ્ટિનો તૃણના અગ્નિ જેવો પણ તારક બોધ એક આશ્વાસનનું ધામ બને છે. અંધકારની તીવ્રતમ અવસ્થામાં એ પ્રકાશ જતો રહ્યા પછી પણ સાધકની નજર એ દિશામાં જ મંડાયેલી રહે છે. ગમે ત્યારે પણ એ પ્રકાશ ફરી પાછો જોવા મળશે એવી આશાથી સ્થિર Page #14 -------------------------------------------------------------------------- ________________ યોગદષ્ટિ-એક પરિશીલન ૧૧ નજરે સાધક એ તરફ જોયા કરે છે. સદ્ગુરુદેવશ્રીના સુંદર સમાગમથી પ્રાપ્ત થયેલા સામાન્ય પણ બોધથી પ્રથમદષ્ટિમાં માર્ગનું દિગ્દર્શન થાય છે. દા. આવું છું ! અનંતકાળથી જ્યાં અથડાવાનું અને ટીચાવાનું બન્યું હતું, એની અપેક્ષાએ તદ્દન સલામત એવા માર્ગનું દર્શન થયા પછીની સાધકની અવસ્થાનું વર્ણન સાતમી ગાથામાં કરાયું છે વ્રત પણ યમ ઈહાં સંપજે, ખેદ નહિ શુભ કાજે રે, દ્વેષ નહિ વળી અવરશું, એહ ગુણ અંગ વિરાજે રે, વીર જિણેસર દેશના ના પ્રથમ મિત્રાદષ્ટિમાં સાધકને પાંચ યમ સ્વરૂપ વ્રતની પ્રાપ્તિ થાય છે. શુભકાર્યમાં ખેદ થતો નથી. બીજા-અશુભ પ્રત્યે દ્વેષ પેદા થતો નથી. આ ગુણોથી મિત્રાદષ્ટિવાળા સાધકનું સ્વરૂપ શોભતું હોય છેઆવી શ્રી વીરજિનેશ્વરની દેશના છે-આ સાતમી ગાથાનો સળંગ અર્થ છે. તૃણના અગ્નિ સમાન બોધમાં પણ જીવને હિંસા, અસત્ય, ચૌર્ય, અબ્રહ્મ અને પરિગ્રહનું પાપ સમજાતું હોવાથી શક્તિ અનુસાર તે પાપથી વિરામ પામે છે, જેથી આ દષ્ટિવાળા સાધકને અહિંસા, સત્ય, મતેય, બ્રહમચર્ય અને પરિગ્રહ સ્વરૂપ વ્રતની સામાન્યથી પ્રાપ્તિ થતી હોવાથી પાંચ યમની પ્રાપ્તિ થાય છે. મહાવ્રતો કે અણુવ્રતોની અપેક્ષાએ ખૂબ જ અલ્પ પ્રમાણમાં મિત્રાદિદષ્ટિમાં અહિંસાદિ પાંચ યમની પ્રાપ્તિ થતી હોવા છતાં ભવિષ્યમાં સંપૂર્ણ મહાવ્રતો કે અણુવ્રતોની પ્રાપ્તિ થાય-એવા સંયોગોને તે અહીં પ્રાપ્ત કરી લે છે. સામાન્ય પણ બોધના કારણે પોતાની અનાદિકાળની સ્થિતિનું કારણ સમજાવાથી પાપપ્રવૃત્તિનો Page #15 -------------------------------------------------------------------------- ________________ મિત્રાદષ્ટિની સજ્ઝાય આંશિક ત્યાગ અહીં પ્રાપ્ત થાય છે. સામાન્ય બોધની સાથે નિવૃત્તિસ્વરૂપ સામાન્ય યમના સથવારે સાધકને અનાદિકાળથી ચાલ્યો આવતો શુભ પ્રવૃત્તિનો ખેદ દૂર થાય છે. સંયોગવશ જ્યારે પણ શુભ પ્રવૃત્તિનો પ્રસંગ આવે ત્યારે જોઈએ એવી રુચિનો અભાવ હોવાથી અનાદિકાળથી આ ખેદ ચાલુ હતો. આ દૃષ્ટિના સામર્થ્યથી તે ખેદ દૂર થાય છે. યોગમાર્ગની પ્રાપ્તિ, સ્થિતિ અને પૂર્ણતાના અવરોધક જે આઠ દોષો છે તેમાં આ ખેદ દોષ અગ્રેસર છે. અર્થ અને કામની તે તે જાતની કોઈ વિશેષ પ્રવૃત્તિમાં અથવા અધ્યયન કે રમત-ગમતની તે તે પ્રવૃત્તિમાં જેને ખેદ હોય છે, તેને તે તે પ્રવૃત્તિમાં પ્રવર્તાવવાનું કેટલું અઘરું છે-એ આપણે સારી રીતે જાણીએ છીએ. માણસને તે તે પ્રવૃત્તિ કરતી વખતે અણઆવડત હોય, સામર્થ્ય ન હોય અથવા પ્રમાદ વગેરે નડતો હોય તો તેને દૂર કરવાનું એટલું અઘરું નથી. પરંતુ જેને તેનો ખેદ જ હોય તો એવાઓને તેમાં પ્રવર્તાવવાનું ખૂબ જ અઘરું છે. યોગમાર્ગને અનુકૂળ એવી શુભ પ્રવૃત્તિ અંગે આપણી આવી જ દશા છે ને ? આ ખેદ ખૂબ જ ખરાબ છે. સાધકને કોઈ પણ સંયોગોમાં આ દોષ પાલવે જ નહિ. શુભ પ્રવૃત્તિથી દૂર ને દૂર રાખનારો આ દોષ છે. આ દોષ પ્રથમદષ્ટિથી દૂર થાય છે. એમાં મુખ્ય કારણ સહજ રીતે થયેલી કર્મની લઘુતાના કારણે ઉત્પન્ન થયેલી રુચિ છે. પેટમાં જામેલા મળના કારણે થયેલી ખાવાની અરુચિ જેમ તે મળના વિગમથી દૂર થાય છે તેમ યોગની અરુચિ, સહજ રીતે થયેલી કર્મની લઘુતાના કારણે દૂર થાય છે અને તેથી ખેદ દૂર થાય છે. આ રીતે ખેદ દૂર થયા બાદ જ્યારે જ્યારે શુભ પ્રવૃત્તિ કરે છે ત્યારે કોઈ વાર તેમાં અવરોધ કરનારા પણ મળે. આવા વખતે પ્રથમદષ્ટિવાળા આત્માને તેની પ્રત્યે દ્વેષ થતો નથી. શુભ પ્રવૃત્તિમાં ખેદ ન હોય પણ એની સાથે તેનાથી ઈતર પ્રવૃત્તિ પ્રત્યે જો દ્વેષ હોય તો શુભ ૧૨ Page #16 -------------------------------------------------------------------------- ________________ યોગદષ્ટિ-એક પરિશીલન પ્રવૃત્તિમાં આનંદ નહિ આવે. કારણ કે એ દ્વેષ શુભ પ્રવૃત્તિ વખતે પણ મનમાં સંક્લેશ પેદા કરે છે. આપણે કરવું હોય એક અને બીજા કરવાનું કહે બીજું, ત્યારે જો દ્વેષ થઈ જાય તો સતત એ વિચાર આવ્યા કરે કે આપણને આ લોકો સારું કામ પણ કરવા દેતા નથી. જ્યારે જોઈએ ત્યારે તેઓનું જ કામ કરવાનું.'-આ વિચારમાં ને વિચારમાં શુભ પ્રવૃત્તિમાં આનંદ રહેતો નથી અને તદિતર પ્રવૃત્તિમાં દ્વેષ હોવાથી તેમાં પણ ભલીવાર હોતો નથી. આવા વખતે અનુકૂળતા મુજબ ઈતર પ્રવૃત્તિ કરી લઈએ અને પછી શુભ પ્રવૃત્તિ કરીએ તો પરમ આનંદનું કારણ બની જાય. અહીં કહેવાનો આશય એટલો જ છે કે ઈતર પ્રવૃત્તિ દ્વેષના કારણે ટાળવાની જરૂર નથી અને ખૂબ જ રસપૂર્વક તે કરવાની પણ જરૂર નથી. અહીં એ યાદ રાખવું જોઈએ કે પ્રથમ દષ્ટિની આ અવસ્થાવિશેષ છે. આવી ઉત્તમ અવસ્થાથી શોભતા પ્રથમ દષ્ટિવાળા લઘુશ્મ આત્માઓ હોય છે. શા. પ્રથમ દષ્ટિમાં, તે યોગની દષ્ટિ હોવા છતાં અહીં તાત્વિક યોગની પ્રાપ્તિ નથી. પરંતુ યોગના કારણભૂત યોગની જ અહીં પ્રામિ છે. તાત્ત્વિક્યોગ નિયમે કરીને છઠ્ઠી ગુણઠાણેથી હોય છે. તેથી અહીં યોગના બીજની જ પ્રાપ્તિ થાય છે-આ વસ્તુને સ્પષ્ટ કરતાં ગ્રંથકારશ્રીએ આઠમી ગાથા ફરમાવી છે યોગનાં બીજ ઈહાં લહે, જિનવર શુદ્ધ પ્રણામો રે, ભાવાચારજ સેવના, ભવ-ઉદ્વેગ સુકામો રે, વીર જિસેસર દેશના ઉપર જણાવ્યા મુજબ પ્રથમ દષ્ટિમાં યોગની તાત્ત્વિક પ્રાપ્તિ ન Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૪ મિત્રાદષ્ટિની સઝાય થવા છતાં યોગનાં બીજની પ્રાપ્તિ થાય છે, જેનું પરિણામે “યોગી ફળ છે. શ્રી જિનેશ્વરદેવને શુદ્ધ અર્થાદ્ ઈહલોક કે પરલોકાદિની આશંસારહિતપણે પ્રણામ કરવો, ભાવ-ગુણસંપન્ન આચાર્યભગવંતની સેવા કરવી અને ભવના ઉદ્વેગનું ભાજન બનવું-એ સ્વરૂપ યોગનાં બીજ અહીં પ્રથમ દષ્ટિમાં પ્રાપ્ત થાય છે-એમ શ્રી વીરપરમાત્માએ ફરમાવ્યું છે. સદ્ગુરુભગવંતના પરમપવિત્ર સમાગમથી મિત્રાદષ્ટિના સાધકને સમજાય છે કે દેવ તો રાગ, દ્વેષ અને મોહથી સર્વથા રહિત જ હોય. રાગી, દ્વેષી કે અજ્ઞાની ગમે તેટલો ઉપકાર કરતા હોય તોપણ તેઓ દેવ નથી. શ્રી તીર્થંકરપરમાત્માની સાચી ઓળખ સામાન્યથી જ હોવાથી શ્રી તીર્થંકર પરમાત્મા જ એક દેવ છે, બાકીના બધા દેવ નથીઆવું જ્ઞાન અહીં હોતું નથી. વિશિષ્ટ ક્ષયોપશમ અહીં ન હોવા છતાં રાગ, દ્વેષ અને મોથી સર્વથા રહિત જ દેવ હોય છે અને તેઓશ્રીને પ્રણામ પણ રાગાદિ ત્રણના સર્વથા ક્ષય માટે કરવાનો છે-આવા જ્ઞાનના પ્રભાવે શ્રી જિનવરને(પછી જે હોય તેને) શુદ્ધ ભાવે પ્રણામ કરવાનું સદ્ભાગ્ય અહીં પ્રાપ્ત થાય છે. દેવની જેમ જ ગુણસંપન્ન ભાવાચાર્યભગવંતની સેવા કરવાનો શુભ અવસર પણ અહીં પ્રાપ્ત થાય છે. યોગીજનના પુણ્યપરિચયથી તે સમજે છે કે પરમાર્થતત્ત્વની શ્રદ્ધાથી સંપન્ન અને સન્માર્ગસ્વરૂપ મોક્ષમાર્ગના પ્રરૂપક જ એકમાત્ર આચાર્યભગવંત છે. એકમાત્ર સાધકના હિતને અનુલક્ષીને જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર-આ પાંચનો નિરીક્ષણે ઉપદેશ આપનારા પૂજ્યપાદ ભાવાચાર્યભગવંતની પરમતારક સેવામાં જ આત્મકલ્યાણને જોનારા મિત્રાદષ્ટિવાળા જીવોને તેઓશ્રીના પરમતારક વચનશ્રવણાદિથી ભવનો ઉદ્વેગ થાય છે. પુણ્યના યોગે ગમે તેટલો Page #18 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિ-એક પરિશીલન સુખમય જણાતો પણ આ સંસાર અસાર છે-એ જાણ્યા પછી તેની પ્રત્યે ઉદ્વેગ ન થાય-એ બને નહિ. ॥૮॥ જય માં ર ૧૫ આ રીતે મિત્રાદષ્ટિમાં ઉપર જણાવેલાં ત્રણ યોગબીજથી અતિરિક્ત જે યોગબીજની પ્રાપ્તિ થાય છે-તે યોગનાં બીજો નવમી ગાથાથી વર્ણવ્યાં છે દ્રવ્ય અભિગ્રહ પાળવા, ઔષધપ્રમુખને દાને રે, આદર આગમ આસરી, લિખનાદિક બહુમાને રે, વીર જિજ્ઞેસર દેશના IIII દ્રવ્યથી અભિગ્રહ-નિયમ પાળવા, ઔષધ, વસ્ત્ર, પાત્ર અથવા વસતિ પ્રમુખનું યથોચિતપણે ગુરુભગવંતાદિને દાન કરવું; આગમમાં આદર રાખવો અને આગમનું લેખન વગેરે કાર્ય કરવું-આ પ્રમાણેના યોગનાં બીજો અહીં પ્રથમદષ્ટિમાં પ્રાપ્ત થાય છે. મિત્રાદષ્ટિમાં સામાન્ય બોધ હોવા છતાં તેવા પ્રકારના વિરતિના પરિણામનો અભાવ હોવાથી અહીં આહારાદિસંબંધી અભિગ્રહ અર્થાત ત્યાગસંબંધી નિયમો દ્રવ્યથી પાળવાનું બને છે. કાલાંતરે આ અભિગ્રહો ભાવાભિગ્રહનું કારણ બને છે. જ્ઞાનનું ફળ વિરતિ છે. જેમ જેમ સમજણ વધતી જાય તેમ તેમ જીવને અનાદિકાલીન ભવભ્રમણનો ખ્યાલ આવતો જાય છે. એ ખ્યાલ આપનારા આચાર્યભગવંતાદિ પરમતારક ગુરુદેવનું જ્ઞાન અને ત્યાગમય જીવન-આ બેનો પરમસંવાદ નિયમિત રીતે જોવાથી સાધકને પણ પોતાની શક્તિ અનુસાર ત્યાગની ભાવના જાગે છે. તેથી એ અહીં પોતાની સમજણ મુજબ યોગી ગુરુદેવશ્રીના માર્ગદર્શન પ્રમાણે અભિગ્રહનું દ્રવ્યથી પાલન કરે છે. Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૬ મિત્રાદષ્ટિની સઝાય સમજદાર આત્મા હેયની નિવૃત્તિ અને ઉપાદેયની પ્રવૃત્તિ કરવાની ભાવનાવાળો પણ ન હોય-એ બનવાજોગ નથી. પોતાના જીવનની અપેક્ષાએ સમગ્ર ત્યાગમય જીવન જીવનારા યોગીજનો પ્રત્યે મિત્રાદષ્ટિવાળા આત્માને અહોભાવ જાગે છે-એ કારણે યોગીજનોને, ભક્તિપૂર્વક ઔષધ, વસ્ત્ર, પાત્ર, આહાર અને વસતિ વગેરેનું દાન આ દષ્ટિમાં થાય છે. તેમ જ દીનાદિ ઉપરની કરુણાના કારણે તેમને પણ પોતાની અનુકૂળતા મુજબ અહીં ઔષધાદિનું દાન અપાય છે. મિત્રાદષ્ટિવાળા જીવને તૃણના અગ્નિ જેવો જે બોધ મળ્યો છે, એની અપેક્ષાએ પોતાના ગુર્વાદિયોગીજનોનો બોધ ખૂબ જ ઉત્કટકોટિનો છે-એની સાધકને પ્રતીતિ થાય છે. આગમથી ગ્રાહ્ય અતીન્દ્રિય પદાર્થોના અગાધજ્ઞાનના પ્રવાહના મૂળ સ્રોત તરીકે આગમને જાણવાથી આ દષ્ટિમાં સાધકને આગમને આશ્રયીને આદર જન્મે છે. તેથી તે આગમના લેખન વગેરે કાર્ય દ્વારા આગમનું બહુમાન કરે છે. યોગીજનના સતત સંપર્કથી યોગીજનોનું આગમ પ્રત્યેનું બહુમાન, તેનાથી તેઓશ્રીને પ્રાપ્ત થયેલ અગાધ જ્ઞાન વગેરેની જીવને પ્રતીતિ થયા પછી; તેને પણ એવા જ્ઞાનના પ્રવાહમાં મગ્ન થવાની ઈચ્છા થાય છે-તેની પૂર્ણતા માટે આ દષ્ટિવાળા જીવો પોતાને સમજાય કે ન સમજાય; તોપણ આગમનાં લેખન વગેરે કાર્યમાં પ્રવર્તે છે. છેલ્લા નવમી ગાથામાં જે લિખનાદિક..' આ પદ , તેમાં ‘આદિ પદથી જે અર્થનું ગ્રહણ થાય છે તે અર્થ દશમી ગાથાથી વર્ણવાય છે Page #20 -------------------------------------------------------------------------- ________________ યોગદષ્ટિ-એક પરિશીલન ૧૭ લેખન પૂજન આપવું, મુતવાચન ઉદ્માહો રે, ભાવવિસ્તાર સજઝાયથી, ચિંતન ભાવન ચાહો રે, - વીર જિણેસર દેશના ૧ના મિત્રાદષ્ટિવાળા જીવને આગમ પ્રત્યે જે બહુમાન છે તે આગમન લેખન, પૂજન વગેરે દ્વારા જણાય છે. યોગીજનો જ્યારે આગમનાં લેખનાદિમાં પ્રવૃત્ત હોય છે ત્યારે આ દષ્ટિ પામેલાને એમ થાય કે, હું પણ આ આગમનું લેખનકાર્ય કરું -એ માટે જોકે પોતાના અક્ષર સારા જોઈએ, શુદ્ધ લખતાં આવડવું જોઈએ અને સમયાદિની અનુકૂળતા જોઈએ. એવી કોઈ જાતની અનુકૂળતા ન હોય તો આગમના લેખનકાર્યમાં ગીતાર્થ ગુરુજનની સૂચના મુજબ જરૂર પડ્યે કાગળ વગેરેના પ્રદાન દ્વારા સહાયક બની આગમના લેખનની ઈચ્છાને તે સફળ કરે છે. વિધિપૂર્વક આગમની પૂજા કરી વાચનાદિ માટે યોગીજનને આગમ આપી તેઓશ્રીની પાસેથી મૃતની વાચનાને ખૂબ જ એકાગ્રચિત્તે ગ્રહણ કરે છે. ગ્રહણ કરેલી વાચનાના સ્વાધ્યાયથી પૂજ્ય ગુર્નાદિકે જણાવેલા એ ભાવોને વિસ્તારથી જાણવાની તેમ જ તેનું ચિંતન અને મનન કરવાની ચાહના આ દષ્ટિવાળા જીવને હોય છે. ૧ના આ સિવાયના શેષ યોગબીજને જણાવવા ગ્રંથકારશ્રીએ અગિયારમી ગાથા ફરમાવી છેબીજયા ભલી સાંભળી, રોમાંચિત હુએ દેહ રે, એહ અવંચકયોગથી, લહીએ ધરમસહ રે, વીર જિણેસર દેશના ૧૧ના આ દષ્ટિમાંના સાધકની યોગ્યતાને વર્ણવતાં પૂજ્યપાદ Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૮ મિત્રાદષ્ટિની સક્ઝાય મહામહોપાધ્યાયજી મહારાજાએ ફરમાવ્યું છે કે ઉપર જણાવેલાં યોગનાં બીજની કથા-વાતચીત સાંભળી શરીર રોમાંચિત થાય છે. આવો રોમાંચ જ્યારે આપણને અનુભવવા મળશે, ત્યારે ખરેખર જ આ મિત્રાદષ્ટિની છાયામાં આપણે હોઈશું. ઉપર જણાવેલાં યોગના બીજને લાવી આપનારું યોગનું બીજ જ આ છે. આપણને આવો રોમાંચ ધર્મ સિવાય અન્યત્ર સારી રીતે અનુભવવા મળે છે જ. અર્થકામની કે રમતગમતની આપણને જેમાં રુચિ છે એવી વાતો સાંભળતાં આપણે કંઈ કેટલીય વાર આનંદ અનુભવ્યો છે. ગમે તેવા પ્રખર તાપમાં ક્રિકેટની રમત જોનારા કે તેની કૉમેન્ટ્રી સાંભળનારા અપ્રશસ્ત રોમાંચનું અદ્ભુત દષ્ટાંત છે. અનિવાર્યપણે બીજી કોઈ પણ પ્રવૃત્તિ કરવી પડે ત્યારે પણ તેની આંખ અને તેના કાન તો એ તરફ જ હોય ને ? છાપું આવતાંની સાથે સૌથી પહેલાં વાચવાનું એ જ ગમે ને ? કોઈ વાર જોઈ ન શકીએ કે સાંભળી ન શકીએ તો એનો રંજ પણ કેટલો રહે ? બસ આવી જ હાલત આ પ્રથમ દષ્ટિમાં રહેલા સાધકની છે. યોગબીજની કથા સાંભળતાં એનું શરીર રોમાંચિત થાય છે. યોગીજનોની દરેકેદરેક શુભ પ્રવત્તિને જોઈને તે તે શુભ પ્રવૃત્તિ પોતે કેવી રીતે કરી શકે-એવો વિચાર એને સતત આવ્યા કરે છે. પોતે જેને અશક્ય કે અસંભવિત માને છેએવી પણ સહજતાથી કરાયેલ યોગીજનોની તે તે શુભ પ્રવૃત્તિને જોઈને આ દષ્ટિમાં યોગીજનો પ્રત્યેનો અહોભાવ વધતો હોય છે. આવો ધર્મ પ્રત્યેનો સ્નેહ અવંચક્યોગના પ્રભાવે આ પ્રથમ દષ્ટિના સાધકને પ્રાપ્ત થાય છે. ૧૧ એ અવંચક્યોગનું સ્વરૂપ બારમી ગાથાથી વર્ણવાય છે Page #22 -------------------------------------------------------------------------- ________________ યોગદષ્ટિ-એક પરિશીલન સદ્દગુરુયોગવંદનકિયા, તેહથી ફલ હોએ જે હો રે, યોગકિયાકલભેદથી, વિવિધ અવંચક એહો રે, વીર જિણેસર દેશના ૧૨ા. આશય એ છે કે મિત્રાદષ્ટિમાં સાધકને ધર્મસ્નેહ જે અવંચક યોગથી પ્રાપ્ત થાય છે તે અવંચક્યોગ ત્રણ પ્રકારનો છે. અવંચક-એટલે નહિ ઠગનાર. સાધકને સદ્ગુરુભગવંતના યોગને બદલે એવા કોઈ કુગુરુનો યોગ થઈ જાય તો તેને વાસ્તવિક યોગની પ્રામિ થઈ શક્તી નથી. યોગની ઈચ્છા હોવા છતાં તેવા કોઈ કર્મના ઉદયથી આ રીતે સદ્ગુરુનો યોગ ન થવો-એ યોગાવંચક્યોગના અભાવનું કાર્ય છે. યોગમાં(ગુર્નાદિકના યોગમાં) વંચના ન થવી-એ યોગાવંચક નામનો પ્રથમ અવંચક્યોગ છે. માંડ માંડ યોગની જિજ્ઞાસા, શુશ્રુષા વગેરે પેદા થઈ હોય અને એમાં સદ્ગુરુદેવશ્રીના બદલે ગુરુનો યોગ થઈ જાય તો શું થાય-એ કલ્પી શકાય છે. કર્મની વિશેષ લઘુતા વિના આ યોગાચક યોગની પ્રાપ્તિ થતી નથી. અનાર્યો કરતાં આર્યો, આર્યો કરતાં જૈનો, જૈનોમાં પણ માર્ગાનુસારી આગમના પક્ષપાતી ભવભીરુ એવા આત્માઓ ખૂબ જ ઓછા મળે છે. આવી સ્થિતિમાં સદ્ગુરુભગવંતનો સમાગમ એક ચમત્કાર જ માનવો પડે. યોગની જિજ્ઞાસાદિની સાથે એવો સમાગમ થયા બાદ તેઓશ્રીને વંદન કરવું, તેઓશ્રીની પરિચર્યા કરવી, તેઓશ્રીનો પરિચય કરવો. વગેરે ક્રિયા કરવાનું સદ્ભાગ્ય બહુ જ ઓછા જીવોને મળતું હોય છે. સરુનો યોગ થવા માત્રથી વિસ્તાર થતો નથી. સરુનો યોગ મળ્યા બાદ સદ્ગુરુ, સદ્ગુરુ લાગે, તેઓશ્રીની પ્રત્યે બહુમાન થઈ જાય અને તેથી તેઓશ્રીને વંદનાદિ કરવા સ્વરૂપ ક્રિયાની પ્રાપ્તિ થાય-એ ક્રિયાવંચક્યોગનું કાર્ય છે. સદ્ગર્વાદિકનો યોગ પ્રાપ્ત થયા પછી પણ યોગ પ્રત્યેની ઉદાસીનતા અથવા અરુચિ વગેરેના Page #23 -------------------------------------------------------------------------- ________________ ૨૦ મિત્રાદષ્ટિની સક્ઝાય કારણે તેઓશ્રીને વંદનાદિ કરવાથી ઘણાખરા જીવો વંચિત બનતા હોય છે. આવા વખતે જેઓને આ રીતે વંદનાદિ કરવાનું સદ્ભાગ્ય મળે છેએ તે તે સાધકોનો દ્મિાવંચક્યોગ છે. દિયાવંચક્યોગથી પ્રાપ્ત થયેલી વંદનાદિ ક્રિયાને શ્રી વીતરાગપરમાત્માની આજ્ઞા મુજબ પરિશુદ્ધ બનાવી સકલ કર્મના ક્ષય સ્વરૂપ ફળ જેઓને પ્રાપ્ત થાય છે, તે તેમનો ફલાવંચક્યોગ છે. સ્વાર્થપરાયણ બની પોતાની ઈચ્છાને સફળ બનાવવાના ઈરાદે ઘણા જીવો સદ્ગુરુભગવંતને વંદનાદિ કરતા હોય છે, તે તેમની ફલાવંચક્યોગના અભાવની અવસ્થા છે. સાક્ષાત્ કે પરંપરાથી કોઈ પણ સાધનની મહત્તા તેના દ્વારા થતી ફળની સિદ્ધિમાં સમાય છે. સાધનને સેવ્યા પછી પણ સાધ્યની સિદ્ધિ ન થાય તો તે સાધન, સાધન નથી-એ માનવું પડે. ૧૨ આવા પ્રકારના અવંચક્યોગની પ્રાપ્તિના કારણે મિત્રાદષ્ટિવાળા જીવને ધર્મ પ્રત્યે સ્નેહ પ્રાપ્ત થાય છે. એના યોગે તે જે રીતે ધર્મને ઈચ્છે છે, તેનું વર્ણન તેરમી ગાથાથી કર્યું છે. ચાહે ચકોર તે ચંદ્રને, મધુકર માલતી ભોગી રે, તિમ ભાવિ સહજ ગુણે હોયે, ઉત્તમ નિમિત્તસંચોગી રે, વીર જિસેસર દેશના ૧૩મા ચકોર પક્ષી જેટલી ઉત્કટતાથી ચંદ્રને ચાહે છે અને ભમરો માલતીપુષ્પમાં જે રીતે આસક્ત હોય છે, તેવી જ ઈચ્છા આ દષ્ટિમાં ધર્મ પ્રત્યેની હોય છે. તેથી આ દષ્ટિવાળા ભવ્યાત્માને સહજપણે જ ધર્મની રુચિ હોવાથી ઉત્તમનિમિત્તના સંયોગો પ્રાપ્ત થયા જ કરે છે. આ ગાથામાં ચકોર અને મધુકર-એ બેનાં ઉદાહરણ આપ્યાં છે. ચકોર Page #24 -------------------------------------------------------------------------- ________________ યોગદષ્ટિ-એક પરિશીલન - ૨૧ પક્ષીને ચંદ્રની સાથે પ્રીતિ પ્રસિદ્ધ છે તેમ જ ભમરાઓ માલતીપુષ્પમાં આસક્ત હોય છે, એ પણ પ્રસિદ્ધ છે. આવી જ રીતે આ પ્રથમ દષ્ટિમાં સાધક લઘુર્મી આત્માને પણ ધર્મ પ્રત્યેનો સ્નેહ સહજપણે હોય છે. એ ઉત્કટ ઈચ્છા સ્વરૂપ ગુણના કારણે તેને યોગની પ્રાપ્તિના ઉત્તમ નિમિત્તના સંયોગો સ્વાભાવિક જ મળ્યા કરે છે. ૧૩ આ પ્રમાણે જે અવંચક્યોગના પ્રભાવે આ દષ્ટિમાં સહજપણે ધર્મનો સ્નેહ પ્રાપ્ત થાય છે, તે અવંચક્યોગની પ્રાપ્તિ ક્યારે થાય છે-એ જણાવવા સાથે; છઠ્ઠા ગુણઠાણે સાધુભગવંતોને પણ યોગનાં બીજો ઉપલબ્ધ હોવાથી આ દષ્ટિવાળાનાં તેમ જ સાધુભગવંતોનાં એ બીજમાં જે ફરક છે, તે ચૌદમી ગાથામાં જણાવ્યો છે એહ અવંચક યોગ તે, પ્રગટે ચરમાવત્તે રે, સાધુને સિદ્ધદશા સમું, બીજનું ચિત્ત પ્રવર્તે રે, વીર જિણેસર દેશના ૧૪ ધર્મના સ્નેહની પ્રાપ્તિમાં કારણભૂત અવંચક્યોગની પ્રાપ્તિ જીવને ચરમાવર્તમાં જ થાય છે. અનંતી ઉત્સર્પિણીઓ અને અનંતી અવસર્પિણીઓનો એક પુલપરાવર્ત કાળ થાય છે. આ સંસારમાં આપણું અસ્તિત્વ અનાદિકાલીન છે. વીતેલા અનંતાનંત કાળમાં આજ સુધી અનંતા પુદગલપરાવર્તો આપણે વિતાવ્યા છે. હજી પણ આ સંસારમાં એવા અનંતાનંત જીવો છે કે જેઓ અનંતા પુલપરાવર્તો વિતાવવાના છે. એ જીવોની અપેક્ષાએ એવા બહુ ઓછા જીવો છે કે જેઓ એક પુલપરાવર્તકાળથી અધિક કાળ આ સંસારમાં રહેવાના નથી, તે જીવોને ચરમાવર્તવત્ત કહેવાય છે. અવંચક્યોગની પ્રાપ્તિ Page #25 -------------------------------------------------------------------------- ________________ મિત્રાદષ્ટિની સઝાય આવા જ જીવોને થાય છે. ચરમાવર્તવર્તી એવા બધા જ જીવોને અવંચક્યોગ પ્રાપ્ત થાય જ છે, એવું કહેવાય નહિ. પરંતુ અવંચક્યોગને પામેલા જીવો ચોક્કસ ચરમાવર્તવર્તી હોય છે. અચરમાવર્તવર્તી એટલે કે એક પુલપરાવર્તકાળથી અધિક કાળ જેઓને સંસારમાં રહેવાનું છે-એવા જીવોને કોઈ પણ સંયોગોમાં અવંચક્યોગની પ્રાપ્તિ થતી નથી. મિત્રાદષ્ટિવાળા ભવ્યાત્માઓને અવંચક્યોગના પ્રભાવે જે યોગનાં બીજો પ્રાપ્ત થાય છે-એવાં બીજો સાધુભગવંતોમાં પણ ઉપલબ્ધ છે પરંતુ તે બીજો, સિદ્ધાવસ્થાપન્ન અર્થાત્ પોતાનું કાર્ય કરી ચૂકેલાં જેવાં હોય છે. વસ્ત્ર જેમાંથી ઉત્પન્ન થવાનું છે તે તન્દુઓ અને જેનાથી વસ્ત્ર થયું છે તે વસ્ત્રસંબદ્ધ(પરિણત) તંતુઓમાં જે ફરક છે એવો જ ફરક મિત્રાદષ્ટિમાંનાં યોગબીજોમાં અને સાધુભગવંતોનાં યોગબીજોમાં છે. અહીં એ યાદ રાખવું જોઈએ કે યોગદષ્ટિમાં પૂર્વે જણાવ્યા મુજબ અધ્યવસાય જ પ્રધાન છે. બાહ્ય દેખાતી એકલી ક્રિયાની અહીં કોઈ જ વિચારણા કરાઈ નથી. માટે જ ઉપર જણાવેલાં યોગનાં બીજો પણ તે તે બીજના આત્માના અધ્યવસાય સ્વરૂપ જ વિવક્ષિત છે. માત્ર દેખાવનાં લેખનાદિ બીજો એ યોગનાં બીજ નથી. અધ્યવસાયપૂર્વકની ક્રિયા કે અધ્યવસાયને અનુકૂળ ક્રિયાની ઉપેક્ષણીયતાની આ વાત નથી. પરંતુ આ બંને ક્યિાથી તદ્દન જુદી દેખાવની ક્રિયાની આ વાત છે. આ વસ્તુને ખ્યાલમાં રાખવાથી સમજાશે કે અહીં ચૌદમી ગાથામાં વપરાયેલું 'બીજનું ચિત્ત પ્રવર્તે રે’ આ પદ ઉપર જણાવેલા અર્થને જણાવનારું છે. અધ્યવસાય ચિત્ત પરિણામ અને ભાવ આ બધા શબ્દો એક અપેક્ષાએ સમાન અર્થને જણાવનારા છે. ૧૪. Page #26 -------------------------------------------------------------------------- ________________ યોગદષ્ટિ-એક પરિશીલન ૨૩ મિત્રાદષ્ટિ યોગની પ્રથમ દષ્ટિ છે. આત્માની પરમપદ તરફની ગતિનો અહીં પ્રારંભ છે. આત્માના વિકાસની અપેક્ષાએ ચૌદ ગુણસ્થાનકની અવસ્થા અને આ આઠ દૃષ્ટિની અવસ્થામાં કથંચિત્ સામ્ય છે તેથી પ્રથમ દષ્ટિ જે ગુણસ્થાનકે જીવને પ્રાપ્ત થાય છે અર્થાત્ જે ગુણસ્થાનક આ પ્રથમ દષ્ટિમાં હોય છે તે પંદરમી ગાથાથી વર્ણવી આ સજઝાય પૂર્ણ કરાય છેકરણ અપૂર્વના નિકટથી, જે પહેલું ગુણઠાણું રે, મુખ્યપણે તે ઈહાં હોએ, સુજસ વિલાસનું ટાણું રે, વીર જિણેસર દેશના ૧૫ પહેલા ગુણસ્થાનકની અપૂર્વકરણના નજીકની જે અવસ્થા છેતે અવસ્થાવાળું પહેલું ગુણઠાણું મુખ્યપણે આ મિત્રાદષ્ટિમાં હોય છે. મિત્રાદષ્ટિમાંનું આ પ્રથમ ગુણઠાણું જ્યાં સુંદર યશ છે એવા મોક્ષમાં વિલસવાનો એક સુંદર અવસર છે. અહીં સુજસે આ પદથી સક્ઝાયના રચયિતાનું નામ પણ સૂચિત થાય છે. પ્રથમ અપૂર્વકરણની નજીકની પહેલા ગુણઠાણાની અવસ્થા એટલે કે શુદ્ધયથાપ્રવૃત્તિકરણની ઉત્તરાવસ્થા અને પ્રથમ દષ્ટિની અવસ્થા બંન્ને લગભગ એક છે. આયુર્મને છોડીને અન્ય સાત કર્મની સ્થિતિ જ્યારે એક કોડાકોડી સાગરોપમથી પણ કાંઈક ઓછી હોય છે, ત્યારે જીવ ગ્રંથિદેશે આવે છે. એ જીવને યથાપ્રવૃત્તિકરણ હોય છે. આ યથાપ્રવૃત્તિકરણ જીવને અનંતીવાર પ્રાપ્ત થતું હોય છે અને પ્રાપ્ત થયા પછી અનંતીવાર જતું પણ રહે છે. નદીના પાષાણ અથડાતા ટીચાતા જેમ ગોલ બની જાય છે તેમ અકામનિર્જરાથી પણ પ્રાપ્ત થયેલી કર્મલઘુતાના કારણે ગ્રંથિદેશે આવવાનું બની જાય છે. એ માટે જીવને Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨૪ મિત્રાદષ્ટિની સઝાય કોઈ ખાસ પ્રયત્નવિશેષ કરવો પડતો નથી. ગ્રંથિદેશે આવ્યા પછી ગ્રંથિ (રાગ-દ્વેષની તીવ્ર આત્મપરિણતિ)ને ઓળખાવનારું શુદ્ધયથાપ્રવૃત્તિકરણ છે અને ગ્રંથિને ઓળખ્યા પછી તેને ભેદનાર અપૂર્વકરણ છે. લોઢું લોઢાને જેમ કાપે છે, તેમ અહીં પરિણામથી પરિણામ ભેદાય છે. તીવ્ર એવી રાગાદિની પરિણતિને ભેદનારા અપૂર્વકરણાત્મક આત્માના તીવ્રતમ શુભ પરિણામની પૂર્વે ગ્રંથિને ઓળખવાનું અત્યંત આવશ્યક હોય છે. મિત્રાદષ્ટિમાં સાધક આત્માને યોગીજનના સંપર્કથી સામાન્ય પણ બોધ, ગ્રંથિને ઓળખાવવાનું એક અપૂર્વ સાધન બને છે. શત્રુ શત્રુ તરીકે ઓળખાઈ જાય તો શત્રુનું ઉમૂલન કરવાનું કામ ખૂબ સરળ બને છે. દરરોજનો પરિચિત પણ એકવાર ઓળખાઈ જાય તો એક જ ઝાટકે તક જોઈને તેને દૂર કરવાનું કામ સરળ રીતે પાર પડે છે. સદ્ગુરુદેવશ્રીના સતત સમાગમથી મિત્રાદષ્ટિમાં ગ્રંથિ ઓળખાય છે, જે શુદ્ધયથાપ્રવૃત્તિકરણની અવસ્થા છે. અનાદિકાળથી ચારગતિમય આ સંસારમાં આપણે ભટકી રહ્યા છીએ. એનું મૂળ કારણ, સંસારના વિષયજન્ય સુખ પ્રત્યેના રાગની તીવ્ર પરિણતિ અને દુઃખ પ્રત્યેના દ્વેષની તીવ્ર પરિણતિ છે-એ આ દષ્ટિમાં સમજાય છે. આત્માના વિકાસની અહીંથી શરૂઆત થાય છે. અનાદિકાળથી જીવનું અસ્તિત્વ પહેલા ગુણઠાણે હોવા છતાં આ દષ્ટિમાં એ ગુણઠાણું ગુણસંપન્ન બને છે. તેથી તાત્વિક પ્રથમ ગુણસ્થાનકની પ્રાપ્તિ આ મિત્રાદષ્ટિમાં થાય છે, જે ઉપર જણાવ્યા મુજબ સુયશવિલાસનો અપૂર્વ અવસર છે. ઉપરા Page #28 -------------------------------------------------------------------------- ________________ યોગદષ્ટિ-એક પરિશીલન R બીજી તારાદષ્ટિની સઝાય છે મિત્રા નામની પ્રથમ દષ્ટિનું વર્ણન કરી તારા નામની બીજી દષ્ટિનું વર્ણન કરતાં પૂ. ઉપાધ્યાયજી મહારાજા ફરમાવે છે કેદર્શન તારાદટિમાં મનમોહન મેરે, ગોમય અગ્નિસમાન મન, શૌચ સંતોષને તપ ભલું મન૦ સજઝાય ઈશ્વરધ્યાન મનવાળા આશય એ છે કે તારાદષ્ટિમાં મિત્રાદષ્ટિની અપેક્ષાએ બોધ થોડો નિર્મળ હોય છે. તૃણના અગ્નિ જેવો બોધ મિત્રાદષ્ટિમાં હોય છે અને તારાદષ્ટિમાં એ બોધ ગોમય-છાણના અગ્નિ જેવો હોય છે. તૃણના અગ્નિની અપેક્ષાએ છાણનો અગ્નિ થોડો સ્થિર હોય છે અને કેમે કરીને એ વધે છે. આવી જ વિશેષતા; બીજી તારાદષ્ટિના બોધમાં છે. પૂર્વે જણાવ્યા મુજબ મિત્રાદષ્ટિમાં જીવને જે બોધ મળે છે, તે • ખૂબ જ અલ્પ પ્રમાણમાં છે. એના પ્રકાશમાં આમ જોઈએ તો સમજણ ઘણી છે. કારણ કે અનાદિકાળના મિથ્યાત્વની મંદતામાં મિત્રાદષ્ટિવાળા મુમુક્ષુને અલ્પ પણ બોધની પ્રાપ્તિ થાય છે. આજ સુધીની પ્રગાઢ અજ્ઞાનસ્વરૂપ અંધકારમય અવસ્થાના કારણે જીવની જે વિષમ સ્થિતિ હતી તે અહીં અલ્પ એવા પણ બોધના પ્રભાવે દૂર થાય છે. રોગના નિદાન વિનાની ચિકિત્સા કરનારાને અને સર્વથા અંધકારમય મધ્યરાત્રિમાં અટવીનો પ્રવાસ કરનારાને; રોગનું નિદાન થવાથી અને એકાદ તેજના કિરણના દર્શનથી જે આનંદ થાય છે-એ આપણે સમજી શકીએ છીએ. મિત્રાદષ્ટિમાં સાધકની પણ આવી જ આનંદપ્રદ સ્થિતિ હોય છે. આ દુઃખમય સંસારમાં અનાદિકાળથી પરિભ્રમણ કરનારાને પોતાના પરિભ્રમણના નિદાન-કારણનો વાસ્તવિક ખ્યાલ આ બોધના પ્રભાવે થાય છે. આથી એવો વાસ્તવિક ખ્યાલ આપનારા યોગી Page #29 -------------------------------------------------------------------------- ________________ તારાદષ્ટિની સક્ઝાય ગુરુદેવ પ્રત્યે સાધકનું બહુમાન વધે છે અને એ બહુમાનના પ્રભાવે એ ભવ્યાત્મા યોગીજનનો પરિચય ખૂબ જ કરે છે. તે પરિચયના કારણે મિત્રાદષ્ટિમાં મળેલો અલ્પ બોધ થોડો વધવાથી તારાદષ્ટિમાં જીવનું ગમન થાય છે. યોગીજનના સુંદર સહવાસથી તારાદષ્ટિમાં બોધની થોડી સ્થિરતા મળે છે, જેથી પૂર્વદષ્ટિમાંના યોગના પ્રથમ અંગ યમની જેમ યોગના બીજા અંગરૂપે નિયમની પ્રાપ્તિ થાય છે. શૌચ, સંતોષ, તપ, સઝાય અને ઈશ્વરધ્યાન : આ પાંચ નિયમ છે. યોગમાર્ગની સાધનામાં પ્રવર્તનારા આત્માઓની એ એક વિશેષતા છે કે તેઓને યોગીજનનો સમાગમ ખૂબ જ પ્રિય હોય છે. નિરંતર યોગીજનના સાંનિધ્યને ઈચ્છનારા એ સાધક આત્માઓને જ્યારે જ્યારે યોગીજનોનો સહવાસ મળે છે ત્યારે ત્યારે તેઓ યોગીજનનાં દર્શનાદિ દ્વારા પોતાના આત્માને પવિત્ર કરતાં ખૂબ જ આનંદ પામે છે. આજે કહેવાતા ધર્મીવર્ગમાં આ વિષયમાં તદ્દન વિપરીત સ્થિતિ છે. મોક્ષમાર્ગની જ નહિ, દુનિયાની કોઈ પણ કલાની સાધનામાં પણ તેના નિષ્ણાતોનું જે મહત્ત્વ છે એનો વિચાર કરીએ તો યોગીજનોનું દર્શન વગેરે લોકોત્તર માર્ગના અનુયાયીઓને કેટલું પ્રિય હોવું જોઈએ એનો ખ્યાલ આવશે. મિત્રાદષ્ટિમાંના નિર્મળ અલ્પ એવા પણ બોધના પ્રભાવે યોગીજનો પાસે નિરંતર યોગમાર્ગના શ્રવણથી તારાદષ્ટિમાં બોધ થોડો નિર્મલતર બને છે. પાંચ યમની સાધનાથી મુખ્યપણે બાહ્ય આચાર શુદ્ધ બને છે. આંતરિક જીવનને શુદ્ધ બનાવવા ઉપર જણાવેલા શૌચ વગેરે પાંચ નિયમની પ્રાપ્તિ ખૂબ જ આવશ્યક હોય છે. પાંચ નિયમ વિનાના પાંચ યમોનું આસેવન વસ્તુતઃ બાહ્ય દેખાવરૂપ જ બની રહે છે. આ વસ્તુને સમજી શકનારા જીવો બીજી દષ્ટિને પામે છે. મનવચન-કાયાની પવિત્રતાને શૌચ કહેવાય છે. એમાં પણ મુખ્યપણે · Page #30 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિ-એક પરિશીલન મનની પવિત્રતા એ શૌચ છે. કોઈ પણ કારણસર વચન કે કાયાની સંક્લેશવાળી પ્રવૃત્તિનો ત્યાગ કરનારા પણ મનને સંક્લેશરહિત બનાવવા સમર્થ બનતા જ હોય છે એવું નથી હોતું. આપણે લોકોમાં ખરાબ ન દેખાઈએ-એવી ભાવનાથી વચન કે કાયાની દુષ્ટ પ્રવૃત્તિ ટાળી શકાય છે, પરંતુ એ માટે મનની દુષ્ટ પ્રવૃત્તિ ટાળવાનું આવશ્યક હોતું નથી. આવી સ્થિતિને યોગના જાણકારો શૌચ-અવસ્થારૂપે વર્ણવતા નથી. અનાદિકાળના સંસારપરિભ્રમણના કારણ તરીકે મન-વચન-કાયાની અશુભપ્રવૃત્તિને જાણીને એ પરિભ્રમણથી મુક્ત બનવા મન-વચનકાયાની અશુભ પ્રવૃત્તિનો ત્યાગ કરવો-એ શૌચ છે. પ્રવૃત્તિને સુધારવાની જેટલી ચિંતા આપણે સેવીએ છીએ એટલી ચિંતા પરિણામ સુધારવા માટે થાય તો શૌચસ્વરૂપ પ્રથમ નિયમની પ્રાપ્તિ અશક્ય નથી. સારા થવું અને સારા દેખાવું એ બેનો ભેદ બીજી દષ્ટિમાં સદ્ગુરુના સમાગમે બરાબર સમજાય છે. એથી આ તારાદષ્ટિમાં શૌચ પ્રાપ્ત થાય છે. આજ સુધી વાસ્તવિક શૌચની પ્રાપ્તિ ન થવાનું અથવા તો પ્રામ શૌચનો નાશ થવાનું કોઈ કારણ હોય તો તે મુખ્યપણે સુખનો લોભ છે. એ લોભના કારણે આજ સુધી જીવે ઘણાં પાપ કર્યાં છે. આ લોભ બધાં જ પાપનું મૂળ છે... વગેરે જાણ્યા પછી બીજી દષ્ટિમાં સાધકને શૌચના કારણ તરીકે સંતોષની પ્રાપ્તિ થાય છે. ગમે તેવી સ્થિતિમાં મળેલી વસ્તુથી અતિરિક્ત વસ્તુનો લોભ ન કરવા સ્વરૂપ ‘સંતોષ’ બીજો નિયમ છે. વસ્તુની ઈચ્છા અને વસ્તુનો લોભ એ બેમાં જે ફ્રક છે તે બરાબર સમજી લેવો જોઈએ. વસ્તુની આવશ્યકતા મુજબ તેની ઈચ્છા કરવી અને ગમે તેવાં પાપ કરીને પણ વસ્તુ મેળવવાનો વિચાર કરવો એ બંને એક નથી. કર્મના ઉદયથી આવી પડેલી ગમે તેવી ૨૭ Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૮ તારાદષ્ટિની સક્ઝાય વિષમસ્થિતિમાં વસ્તુ વિના કોઈ પણ જાતના દુઃખ વગર જીવતાં “સંતોષ” શિખવાડે છે. એક વખત સંસારના સુખ ઉપરથી નજર ખસી જાય તો જીવનમાં સંતોષ આવી જાય. બીજી દષ્ટિમાં સદ્ગુરુદેવશ્રીના પુણ્ય પરીચયે મુમુક્ષુ આત્માને સંસારના સુખની ભયંકરતાનો સારો એવો ખ્યાલ આવે છે. જેમ બને તેમ એની આસક્તિથી વહેલામાં વહેલી તકે છૂટવાનું એને મન થાય છે. અને તેથી ગમે તેવા કપરા સંયોગોમાં પણ સંતોષપ્રધાન જીવન જીવવાનું તેના માટે અઘરું બનતું નથી. લોભના-તૃષ્ણાના અભાવ સ્વરૂપ આ સંતોષનું દર્શન બીજી દષ્ટિમાં થાય છે. વર્તમાનમાં કહેવાતી છઠ્ઠી-સાતમી દષ્ટિવાળામાં પણ સંતોષનું દર્શન દુર્લભ છે. સુખની લાલચ બહુ ખરાબ છે. માની લીધેલા સુખ ખાતર રાત-દિવસ આપણે સૌ આજે જે રીતિએ જીવી રહ્યા છીએ તે બીજી દષ્ટિનું લક્ષણ નથી. પોતાના માનસન્માન કે પ્રતિષ્ઠાદિ માટે કરાતી પ્રવૃત્તિને પણ શાસનપ્રભાવના'નું નિમિત્ત વર્ણવવાનું કાર્ય એકમાત્ર લોભના કારણે થાય છે. બીજી દષ્ટિમાં આ લોભનો અભાવ થાય છે, જેથી સંલેશની હાનિ થવાથી શૌચની પ્રાપ્તિ થાય છે, તે ટકી રહે છે અને વધે છે. પાંચ પ્રકારના નિયમમાં ત્રીજો નિયમ તપ છે. બાહ્ય અને અત્યંતર ભેદથી તપ બે પ્રકારના છે. અહીં સામાન્યપણે “તપ” પદથી બાહ્યતા વિવક્ષિત છે. શૌચના કારણ સ્વરૂપ સંતોષની પ્રાપ્તિ માટે તપ ખૂબ જ આવશ્યક છે. કર્મયોગે આવી પડેલી વિષમસ્થિતિમાં સંતોષપૂર્વક જીવવા માટે જીવનમાં દુ:ખ વેચ્યા વિના ચાલે એવું નથી. પરાધીનપણે અનાદિકાળથી આપણે સૌ દુઃખ વેઠતા આવ્યા છીએ. પરંતુ સંતોષ સ્વરૂપ નિયમની પ્રાપ્તિ માટે દુઃખ સહન કરવાનો અભ્યાસ લગભગ નથી. જીવનની જરૂરિયાત ઘટાડ્યા Page #32 -------------------------------------------------------------------------- ________________ યોગદષ્ટિ-એક પરિશીલન ૨૯ વિના સંતોષ નહિ આવે. જરૂરિયાત ઘટાડવા તપજેવું કોઈ ઉત્તમ સાધન નથી. સામગ્રીના અભાવમાં આપણે ત્યાગી જ છીએ. પરંતુ છતી સામગ્રીએ શ્રી વીતરાગ પરમાત્માની આજ્ઞા મુજબ ત્યાગ કરવો એ તપ છે. સદ્ગુરુભગવંતો પાસે યોગમાર્ગના શ્રવણથી બીજી દષ્ટિમાં સાધકને તપની આવશ્યક્તા બરાબર સમજાય છે. તપથી દુઃખ વેઠવાનો અભ્યાસ પડે છે. ધર્મ કરનારાઓને દુઃખ વેઠવાનો વિચાર ન આવે અને ધર્મ કરતી વખતે માત્ર અનુકૂળતાનો જ વિચાર આવે તો તેઓ આ તપ નામનો નિયમ પ્રાપ્ત શી રીતે કરી શકે ? જે વસ્તુ બીજી દષ્ટિમાં સમજાય છે તે વસ્તુ આજે મોટા ભાગના ધર્મીવર્ગને સમજાવવાનું પણ લગભગ અશક્ય છે. અનંતજ્ઞાનીઓએ જાતે સેવેલા આ ત્રીજા નિયમની આવશ્યકતા સમજાય તો આજે ધર્મી ગણાતા વર્ગમાં ધર્મની છાયા વર્તવા માંડે. દિવસે દિવસે ધર્મની પ્રવૃત્તિ વધતી હોવા છતાં તેમાં ઉપર જણાવ્યા મુજબની બીજી દષ્ટિની વૃત્તિવિચારણા છે કે નહિ-એ કહી શકાય એવું નથી. - આ રીતે ત્રણ પ્રકારના નિયમની પ્રાપ્તિ પછી આ દષ્ટિમાં સ્વાધ્યાયસ્વરૂપ ચોથા નિયમની પ્રાપ્તિ થાય છે. અન્યદર્શનકારોએ પ્રણવ()પૂર્વકના મંત્રોના જપને સ્વાધ્યાય તરીકે વર્ણવ્યો છે. શ્રતના અધ્યયન સ્વરૂપે સ્વાધ્યાય આપણે ત્યાં પ્રસિદ્ધ છે. વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મસ્થા: આ પાંચ ભેદ સ્વાધ્યાયના છે. ગુર્નાદિ પાસે પાઠ લેવો એ વાચના છે. તે વખતે સૂત્ર કે અર્થના વિષયમાં પડેલી શંકાને દૂર કરવા ગુર્નાદિને પૂછવું- તે પૃચ્છના છે. સૂત્રાર્થનું વિસ્મરણ ન થાય એ માટે સૂત્ર અને અર્થનો વારંવાર અભ્યાસ કરવો-તેને પરાવર્તન કહેવાય છે. સૂત્ર કે અર્થને અનુલક્ષીને કરાતા વિશિષ્ટ ચિંતનને અપેક્ષા કહેવાય છે અને યોગ્ય જીવોની આગળ Page #33 -------------------------------------------------------------------------- ________________ ૩૦. તારાદષ્ટિની સઝાય ધર્મના સ્વરૂપાદિનું વર્ણન કરવું તેને ધર્મકથા કહેવાય છે. આવા પ્રકારના નિરંતર સ્વાધ્યાયથી મુમુક્ષુ આત્મા પોતાના અજ્ઞાનને દૂર કરવા સમર્થ બને છે. સમગ્ર દોષનું મૂળ અજ્ઞાન છે -એ એકવાર સમજાઈ ગયા પછી જીવનો સમગ્ર પ્રયત્ન એકમાત્ર અજ્ઞાનને દૂર કરવા માટે હોય છે. અજ્ઞાનના કારણે પ્રાપ્ત થયેલું દુઃખ જેટલું ખરાબ છે એની અપેક્ષાએ અજ્ઞાન ખૂબ જ ભયંકર છે. આજે આપણે સૌ દુઃખ દૂર કરવા જેટલો પ્રયત્ન કરીએ છીએ એટલો પ્રયત્ન અજ્ઞાનને દૂર કરવા કરતા નથી, એનું એકમાત્ર કારણ અજ્ઞાનની ભયંકરતાનું અજ્ઞાન છે. સદ્ભાગ્યે આ બીજી તારા દષ્ટિમાં ગુર્નાદિના પરીચયે મુમુક્ષુને અજ્ઞાનની ભયંકરતા બરાબર સમજાય છે. એ અજ્ઞાનને દૂર કરવા સ્વાધ્યાયજેવું એક પણ સાધન નથી. આ દષ્ટિમાં સાધકને નિરંતર સ્વાધ્યાય કરવાથી પ્રમાણમાં ખૂબ જ સુંદર રીતે જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તેના પ્રભાવે સામાન્યથી દુનિયાનાં ક્ષણિક ફળોની અસ્થિરતા અને અનાવશ્યકતાનો પરિચય થાય છે, જેથી તેની કોઈ જ અપેક્ષા રહેતી નથી. આવી અવસ્થામાં આવી સ્થિતિની પ્રાપ્તિ કરાવનાર દેવ પ્રત્યે શ્રદ્ધાતિશય સહજ રીતે પ્રગટે છે. તેવા પ્રકારની શ્રદ્ધાના કારણે તારાદષ્ટિમાં સાધકને ઈશ્વર-દેવ પ્રત્યે સમર્પણભાવ સ્વરૂપ ઈશ્વરપ્રણિધાન નામના પાંચમા નિયમની પ્રાપ્તિ થાય છે. સકલ અનુષ્ઠાનના કોઈ પણ જાતના ફળ અંગે અપેક્ષા રાખ્યા વિના માત્ર ઈશ્વરપ્રતિપાદિત હોવાના કારણે તે તે અનુષ્ઠાન કરવાં-તેને અહીં ઈશ્વરપ્રણિધાન કહેવાય છે. આ પ્રણિધાનના કારણે સમાધિ પ્રાપ્ત થાય છે. સમાધિમાં વિઘ્ન કરનાર કલેશાદિ અંતરાયોને દૂર કરી ઈશ્વર સમાધિનું ઉબોધન કરે છે. શક્તિસંપન્ન આત્માઓનું માત્ર સ્મરણ પણ આ રીતે આપણા અનુગ્રહ માટે થાય છે, એ આપણે Page #34 -------------------------------------------------------------------------- ________________ યોગદષ્ટિ-એક પરિશીલન ૩૧ અનુભવીએ છીએ. યોગમાર્ગમાં પણ આવી જ રીતે ઈશ્વરપ્રણિધાન સમાધિનું કારણ બને છે. કોઈ પણ જાતના ફળની અપેક્ષા રાખ્યા વિના માત્ર ઈશ્વરના વચનના કારણે કરાતાં તે તે અનુષ્ઠાનોમાં ઈશ્વર પ્રત્યેનો સમર્પણભાવ ખૂબ જ સ્પષ્ટપણે પ્રતીત થાય છે. આ સમર્પણભાવ જ સાધકને સમાધિ સુધી પહોંચાડે છે. કોઈ પણ ક્ષેત્રમાં તે તે ક્ષેત્રની સર્વોત્કૃષ્ટ અવસ્થાને પ્રાપ્ત કરવા માટે તે તે ક્ષેત્રના સર્વોચ્ચ સ્થાને રહેલાઓની પ્રત્યેનો સમર્પણભાવ-એ એક અદ્ભુત સાધન છે. વસ્તુનું મૂલ્ય સમજાય અને એની પ્રત્યે અપાર શ્રદ્ધા જાગે તો જ આવો સમર્પણભાવ આવે. બીજી દષ્ટિમાં યોગીને આવો સમર્પણભાવ ઈચ્છાયોગ અને પ્રવૃત્તિયોગ સ્વરૂપે પ્રાપ્ત થતો હોય છે. કારણ કે મિત્રાદષ્ટિમાં જેમ પાંચ યમ, ઈચ્છાયોગ અને પ્રવૃત્તિયોગ સ્વરૂપે પ્રાપ્ત થાય છે, તેમ બીજી દષ્ટિમાં પાંચ નિયમ પણ તેવા જ પ્રાપ્ત થાય છે. સામાન્યથી શૌચ, સંતોષ વગેરે પાંચ નિયમવાળા યોગીજનોની કથામાં પ્રીતિ થવી-તે ઈચ્છાયોગનો નિયમ છે અને શક્તિ મુજબ શૌચ વગેરે નિયમનું સમતાપૂર્વક પાલન કરવું તેને પ્રવૃત્તિયોગનો નિયમ કહેવાય છે. આ રીતે બે પ્રકારના પાંચ નિયમની પ્રાપ્તિ બીજી દષ્ટિમાં થાય છે-એ જણાવતાં પૂ. ઉપાધ્યાયજી મ. બીજી ગાથામાં ફરમાવે છે કેનિયમ પંચ ઈહાં સંપજે મનમોહન મેરે, નહિ કિરિયાગ મનવા જિજ્ઞાસા ગુણતત્ત્વની મન૦, પણ નહિ નિજહઠ ટેગ મન રા આશય એ છે કે આ બીજી દષ્ટિમાં ઉપર જણાવ્યા મુજબના પાંચ નિયમ પ્રાપ્ત થાય છે. પ્રથમ દષ્ટિમાં ખેદ નામનો દોષ જતો રહ્યો હોવાથી આ દષ્ટિમાં ક્રિયાનો ઉગ નથી હોતો. સામાન્ય રીતે ખેદ કામ કરતા પૂર્વે હોય છે અને ઉગ કામ કરતી વખતે થાય છે. ઉદ્વેગ હોય nal Page #35 -------------------------------------------------------------------------- ________________ ૩૨ તારાદષ્ટિની સઝાય ત્યારે તેના કારણ તરીકે ખેદ તો હોય જ. ખેદની હાજરીમાં જોકે કાર્યનો સંભવ નથી. પરંતુ કોઈના દબાણાદિ કોઈ પણ કારણે ખેદની હાજરીમાં પણ ક્રિયાનો સંભવ છે. બીજી દષ્ટિમાં તો ખેદના અભાવે ઉગ હોતો નથી. પહેલી દષ્ટિમાં કોઈવાર ક્રિયામાં ઉગ થઈ જાય પરંતુ બીજી દષ્ટિમાં એવો સંભવ નથી. યોગમાર્ગની પ્રીતિના કારણે સાધક આત્માઓ જ્યારે પોતાની ઈચ્છાથી યોગમાર્ગની ક્રિયાનો પ્રારંભ કરે છે ત્યારે કોઈ કોઈ વાર ભૂતકાળના તેવા સંસ્કારોના કારણે તે તે ક્રિયામાં તેમને ઉગ થાય છે. બીજી દષ્ટિમાં આવો ઉગ ખેદના અભાવે થતો નથી. પરલોકને ઉદ્દેશીને હિતકારિણી એવી શુભદિયાનો આરંભ કર્યા પછી સામાન્ય રીતે થોડીઘણી પ્રતિકૂળતાઓ તો અનુભવવી પડે. આવા વખતે જો ઉગ થઈ જાય તો ક્યિાની સિદ્ધિ સુધી પહોચાય નહિ-આ વસ્તુનો પૂર્ણ ખ્યાલ બીજી દષ્ટિના યોગીને હોય છે. તેથી તે આત્માઓ કોઈ પણ રીતે ઉદ્વિગ્ન બન્યા વિના સતતપણે ક્રિયાની સિદ્ધિ અંગે ઉપયોગવંત હોય છે. તે મુજબ તેઓ આત્માના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કઈ રીતે થાય એવી જિજ્ઞાસાને પ્રાપ્ત કરે છે. પ્રથમ દષ્ટિમાં અદ્વેષ નામના ગુણની પ્રાપ્તિ થાય છે અને એના પ્રભાવે બીજી દષ્ટિમાં જિજ્ઞાસા નામનો ગુણ પ્રાપ્ત થાય છે. સામાન્ય રીતે જોઈએ તો કોઈ પણ કાર્યમાં ઉગ થાય તો તેની પ્રત્યે દ્વેષ આવે છે અને તે દ્વેષના કારણે પછી કોઈ પણ જાતની જિજ્ઞાસા તેના વિષયમાં રહેતી નથી. બીજી દષ્ટિમાં ક્ષિાની પ્રત્યે ઉગ નહિ હોવાથી તેની પ્રત્યે દ્વેષ નથી આવતો અને તેથી તે ક્રિયાના વિષયમાં જિજ્ઞાસા પ્રાપ્ત થાય છે. પોતાની તે તે ક્વિાની સાથે પોતાના પરમતારક ગુરુદેવાદિની તે તે ક્ષિાની તુલના કરવાથી સાધકને પોતાની ક્વિાની અપૂર્ણતાનો ખ્યાલ આવે છે અને તેથી પોતાની ક્રિયા પૂર્ણ કઈ રીતે બને એવી જિજ્ઞાસાનો આવિર્ભાવ Page #36 -------------------------------------------------------------------------- ________________ યોગદષ્ટિ-એક પરિશીલન થાય છે. સદ્ગુરુદેવશ્રીના નિરંતર પરિચયમાં પોતાની ન્યૂનતાને સંદેવ જોવાથી સાધકને એમ જ થાય છે કે આ શી રીતે બને ? આવી જિજ્ઞાસા જ સાધકને કોઈ પણ જાતના હઠાગ્રહથી દૂર રાખે છે. પોતાની અપૂર્ણતાને પણ પૂર્ણતાસ્વરૂપે જોનારાને ગમે તેવા સમર્થ પુરુષો પણ વાસ્તવિક્તાનું ભાન કરાવે તો તેઓ પોતાના હઠાગ્રહને મૂકતા નથી. પરંતુ ઉપર જણાવ્યા મુજબ તત્ત્વજિજ્ઞાસા બીજી દષ્ટિમાં પ્રાપ્ત થવાથી સાધકને જ્યારે જ્યારે પણ સમર્થ પુરુષોનો સમાગમ થાય છે ત્યારે તે કોઈ પણ જાતનો હઠાગ્રહ રાખ્યા વિના પોતાની અપૂર્ણતાને દૂર કરવાના તે તે ઉપાયો તે તે સમર્થ પુરુષો પાસેથી મેળવી લે છે. જિજ્ઞાસા એ જ્ઞાનનું ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાધન છે. હઠાગ્રહ જ્ઞાનમાં પ્રતિબંધક છે. જિજ્ઞાસા, એ પ્રતિબંધને દૂર કરે છે-આ વસ્તુને સમજાવવા પણ નહિ નિજહઠ ટેગ” આ પદ . કિયા પ્રત્યે ઉગ ન હોય; ગુણસ્વરૂપ તવની જિજ્ઞાસા હોય અને કોઈ પણ જાતનો હઠાગ્રહ ન હોય તો સમજણ ગમે ત્યાંથી મળી રહેશે. ધર્મી ગણાતા વર્ગમાં આજે આ ત્રણે ગુણો બહુ ઓછા જોવા મળે છે. લોકોત્તર ધર્મના આરાધકોમાં આ ગુણો ખૂબ જ સ્પષ્ટપણે દેખાવા જોઈએ, એના બદલે આજે તદ્દન વિપરીત સ્થિતિ છે. હઠાગ્રહ આવ્યા પછી જિજ્ઞાસા અને અનુગ નાશ પામે છે. સાચો અનુગ સાચી જિજ્ઞાસાને લઈ આવે છે અને સાચી જિજ્ઞાસા જીવને હઠાગ્રહથી દૂર રાખે છે. હઠાગ્રહપૂર્વકની જિજ્ઞાસા એ એક જાતનો દંભ છે. પોતાના હઠાગ્રહને આચ્છાદિત કરવા માટે જ એનો ઉપયોગ કરાય છે. એનાથી જીવનું કલ્યાણ થતું નથી. આગ્રહવિનિમુક્ત અવસ્થા પામ્યા વિના સાચી જિજ્ઞાસા આવતી નથી અને એવી જિજ્ઞાસા ન હોય તો યોગમાર્ગનું જ્ઞાન પ્રાપ્ત થતું નથી-આ વાતને ખૂબ જ સ્પષ્ટપણે બીજી ગાથાના પણ નહિ નિજહઠ ટેગ WWW.jainelibrary.org Page #37 -------------------------------------------------------------------------- ________________ ૩૪ * તારાદષ્ટિની સક્ઝાય આ પદથી જણાવી છે. બીજી દષ્ટિમાં આ હઠાગ્રહના અભાવમાં પોતાની જિજ્ઞાસાને શાંત કરવાનું જે રીતે સાધકને શક્ય બને છે તે જણાવતાં ગ્રંથકારશ્રી ત્રીજી ગાથામાં ફરમાવે છે કેએહ દષ્ટિ હોય વરતતા ગામનવમા યોગકથા બહુ પ્રેમાામના અનુચિત તેહ ન આચરે મનવા વાળ્યો વળે જિમ હેમ Iમનમાયા. આશય એ છે કે-આ દષ્ટિમાં પૂર્વે જણાવ્યા મુજબ પોતાનો હઠાગ્રહ નહિ હોવાથી સાધક આત્મા જ્યારે જ્યારે ગુર્નાદિકની પાસે યોગથાનું શ્રવણ કરે છે ત્યારે ત્યારે તેને યોગથ્થા પ્રત્યે ખૂબ જ પ્રેમ ઉપજે છે. પૂર્વ પૂર્વ જિજ્ઞાસા તે તે વસ્તુના જ્ઞાનથી જેમ જેમ શાંત થતી જાય છે, તેમ તેમ ઉત્તરોત્તર વિશેષ જિજ્ઞાસા ઉત્પન્ન થતી જાય છે અને તેથી યોગની સ્થા પ્રત્યેનો પ્રેમ વધતો જાય છે. આ વસ્તુનો અનુભવ સામાન્યથી સૌને છે. અર્થ અને કામની જેમ જેમ પ્રાપ્તિ થતી જાય છે તેમ તેમ ઉત્તરોત્તર તેની ઈચ્છા વધતી જાય છે અને તેથી તે અંગેની વાતચીતમાં જે રસ પડે છે એવો જ રસ સાધકને આ દૃષ્ટિમાં યોગક્યા પ્રત્યે અનુભવવા મળે છે. તેથી રાત-દિવસ યોગથાનું શ્રવણ કરવાનો યોગ મળી રહે એ માટે તે સતત ઉપયોગવાળો બની રહે છે. પોતાની કોઈ પણ જાતની પ્રવૃત્તિને લઈને પોતાને યોગીજનો અયોગ્ય માની યોગથાના શ્રવણથી દૂર ન રાખે એવા સદાશયથી આ દષ્ટિવંત મુમુક્ષુ કોઈ પણ જાતનું અનુચિત આચરણ કરતા નથી. અર્થ અને કામના અર્થી બન્યા પછી તે તે જીવોને; ભૂતકાળની બધી ટેવો છોડી દેતા આપણે જોઈએ છીએ. ગમે તેવા મોડા ઊઠનારા વહેલા ઊઠતા થઈ જાય છે અને ગમે ત્યાં રખડીને વાતચીત કરનારાઓને વાતચીત કરવા WWW.jainelibrary.org Page #38 -------------------------------------------------------------------------- ________________ યોગદષ્ટિ-એક પરિશીલન સમય મળતો નથી. આવી જ સ્થિતિ બીજી દષ્ટિમાં છે. આ દિષ્ટ પામતાં પૂર્વેની અનુચિત પ્રવૃત્તિઓમાંની એક પણ પ્રવૃત્તિ આ દૃષ્ટિમાં હોતી નથી. એમાં મુખ્ય કારણ સાધકનું યોગનું અર્થીપણું છે. આ રીતે અનુચિત પ્રવૃત્તિનો અભાવ હોવાથી જ્યારે જ્યારે યોગીજનો સાધકને યોગકથાનું શ્રવણ કરાવે છે ત્યારે ત્યારે યોગીજનોને સાધકને સન્માર્ગે વાળવાનું ખૂબ જ સરસ રીતે સરળ બને છે. આ વાતને ગ્રંથકારશ્રીએ ‘વાળ્યો વળે જિમ હેમ’ આ પદોથી સરસ રીતે વર્ણવી છે. લોઢા વગેરેની અપેક્ષાએ સોનાને વાળવાનું અને આપણી ધારણા મુજબ તેને ઘાટ આપવાનું જેટલું સહેલું છે, એટલી જ સહજતાથી આ દૃષ્ટિમાં સાધકને યોગમાર્ગે વાળવાનું યોગીજનો માટે શક્ય બને છે. આ દૃષ્ટિના પ્રભાવે યોગીજનોનો પુરુષાર્થ સફળ બને છે. એ સફળતામાં જ ખરેખર તો સાધકની સિદ્ધિ છે. યોગીજનોના સંપર્કમાં આવ્યા પછી યોગકથાના નિરંતર શ્રવણથી સાધકને યોગીજનોની વિશેષતા ખૂબ જ સ્પષ્ટપણે પ્રતીત થતી હોય છે અને તેથી યોગીજનો પ્રત્યે વિનય, બહુમાન વગેરે આ દૃષ્ટિમાં અધિક કરે છે-આ વસ્તુ ગ્રંથકારશ્રીએ ચોથી ગાથામાં જણાવી છે. વિનય અધિક ગુણીનો કરે ।।મનના દેખે નિજ ગુણહાણ ।।મના ત્રાસ ધરે ભવભય થકી ।।મનના ભવ માને દુ:ખખાણ મિનાજા ૩૫ આશય એ છે કે આ દૃષ્ટિમાં યોગકથાના શ્રવણથી જેમ જેમ ગુણીજનોનો પરીચય થતો જાય છે તેમ તેમ તે ગુણીજનોનો વિનય કરે છે. પોતાની અપેક્ષાએ અધિક ગુણસંપન્ન એવા આત્માઓને જોઈને પોતામાં એવા ગુણોનો અભાવ દેખે છે. યોગીપુરુષોના નિરંતર Page #39 -------------------------------------------------------------------------- ________________ તારાદષ્ટિની સઝાય સહવાસથી ગુણ અને દોષનું જ્ઞાન થવાથી ગુણીજનો અને ગુણરહિત જનોમાં જે ફરક છે-તે સ્પષ્ટપણે આ દષ્ટિમાં જોવા મળે છે. તે જોવાથી ગુણીજનો પ્રત્યે બહુમાન પેદા થાય છે. જેથી એવા ગુણીજનો પ્રત્યે વિનય આચરવાનું સહજ રીતે બને છે. ગુણસંપન્ન આત્માઓનું દર્શન થતાંની સાથે ઊભા થવું; તેમને લેવા સામે જવું, આવ્યથી બેસવા માટે તેમને આસન આપવું, યથાશક્તિ તેમનું કાર્ય કરી આપવું... વગેરે અનેક પ્રકારના વિનય કરવાથી ગુણસંપન્ન આત્માઓ પ્રત્યે દિવસે દિવસે બહુમાન વધે છે. આંતરિક પ્રીતિસ્વરૂપ એ બહુમાનથી ગુણીજનો પ્રસન્નતાપૂર્વક પુષ્કળ પ્રમાણમાં શ્રુતજ્ઞાનનું પ્રદાન કરે છે. એનાથી આપણને આપણા દોષોનું વાસ્તવિક ભાન થાય છે અને આપણે આપણા ગુણની હાનિને જોતા થઈએ છીએ. સાથે સાથે આવા વખતે આપણને આપણી આ ગુણની હાનિ જે કારણે થઈ છે તેનું પણ જ્ઞાન થવા માંડે છે. અનાદિકાળથી ગુણની પ્રાપ્તિ જીવને ના થઈ હોય અથવા તો ગુણની પ્રાપ્તિ થયા પછી તે ફરી પાછી નષ્ટ થઈ હોય તો તેનું એકમાત્ર કારણ આ સંસારના સુખની આસક્તિ છે. ભૂતકાળમાં દુઃખ વેઠવાનો અભ્યાસ હોવા છતાં અને સહનશીલતા હોવા છતાં સુખની પ્રાપ્તિ થયા પછી એ અભ્યાસ અને સહનશીલતા જીવનમાંથી એકાએક અદશ્ય થઈ જાય છે. સાધકને સાધનાના દ્વારેથી જ પાછો વાળનારી અને સાધનાના સર્વોચ્ચ સ્થાનેથી પાડનારી પણ આ સંસારસુખની આસક્તિ છે-એ સમજાઈ જાય તો યોગની સાધનાનો માર્ગ સરળ બની જાય. સાધક આત્માને આ બીજી દષ્ટિમાં ગુણની હાનિના કારણ સ્વરૂપે ભવ-સંસારની ભયંકરતા સમજાય છે. તેથી તેને ભવનો ભય પેદા થાય છે અને ભવના ભયના કારણે પોતાની વિકલ mational Page #40 -------------------------------------------------------------------------- ________________ યોગદષ્ટિ-એક પરિશીલન ३७ યોગપ્રવૃત્તિમાં તેને ત્રાસ થાય છે. અર્થાત્ તે તે યોગની જેમતેમ કરાતી પ્રવૃત્તિથી પોતાની જાતને તે વિરાધક માને છે. આ વાત ત્રાસ ધરે ભવભય થકી’ આ પદથી ગ્રંથકાશ્રીએ જણાવી છે. યોગદષ્ટિસમુચ્ચયમાં આ જ વાતને જણાવતાં ફરમાવ્યું છે કે બીજી દષ્ટિમાં ભવનો અત્યંત ભય હોતો નથી. કારણ કે તે આત્માઓ અનુચિત પ્રવૃત્તિને આચરતા નથી. તેથી સંસારમાં ભટકવાનો ભય ટળી જાય છે. બંને વાતનો સાર એક જ છે. અહીં કારણસ્વરૂપ ભવના ભયનું નિરૂપણ છે અને ત્યાં કાર્યસ્વરૂપ ભવના ભયનું નિરૂપણ છે. આ રીતે બીજી દષ્ટિમાં ભવનો ભય પેદા થવાથી પુણ્યના યોગે ગમે તેવા પણ સુખમય જણાતા સંસારને મુમુક્ષુ દુઃખની ખાણ માને છે. પાપના યોગે આવતું દુઃખ તો દુઃખ છે જ. પરંતુ બધાય પાપના મૂળમાં પડેલું સંસારનું સુખ પણ દુઃખ છે. આ વાત આ દષ્ટિમાં સમજાય છે. અનંતજ્ઞાનીઓએ વર્ણવેલા સંસારના સ્વરૂપને વાસ્તવિક રીતે સમજવાનું આ દષ્ટિમાં બને છે. સંસાર દુઃખની ખાણ છે-એ બોલવું અને માનવું એ બેમાં ઘણો ફરક છે. અનંતજ્ઞાનીઓની વાત ઉપર વિશ્વાસ બેસવો-એ સહેલું નથી. એ માટે કર્મની લઘુતા અપેક્ષિત છે. આવી લઘુર્મિતા બીજી દષ્ટિમાં પ્રાપ્ત થતી હોય છે. આવા વખતે જ્યારે યોગીજનો અનંતજ્ઞાનીઓની વાત સમજાવે ત્યારે કોઈ વાર પોતાની અલ્પ સમજણશક્તિ વગેરે કોઈ પણ કારણે એ વાત ના પણ સમજાય તોપણ અનંતજ્ઞાનીઓના વચન ઉપરનો વિશ્વાસ કોઈ પણ રીતે નષ્ટ થતો નથી. આ વસ્તુ સમજાવતાં ગ્રંથકાશ્રી ફરમાવે છે કેશાસ્ત્ર ઘણાં મતિ થોડલી મનો શિષ્ટ કહે તે પ્રમાણ પામના સુયશ લહે એ ભાવથી મનમા ન કરે જૂઠ ડફાગ મનવાપા Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩૮ તારાદષ્ટિની સઝાય - આશય એ છે કે અનંતજ્ઞાની ભગવંતોએ ઉપદેશેલા પરમતારક યોગમાર્ગનું પ્રતિપાદન કરનારાં શાસ્ત્રવચનોનો વિસ્તાર ખૂબ જ વિશાળ છે. એ સમજવા જેટલી બુદ્ધિ મારી પાસે નથી. આવા વખતે એ પરમતારક વચનોના પરમાર્થને સમજાવનારા શિષ્ટ પુરુષો જે પ્રમાણે કહે છે તે પ્રમાણ માનીને તે મુજબ કરવામાં જ મારું હિત છે.... આવો ભાવ આ તારાદષ્ટિમાં સાધકને પ્રાપ્ત થાય છે. આ સમગ્રલોકમાં રહેલા સમગ્રભાવોને સાક્ષાત્ જેનારા અનંતજ્ઞાનીભગવંતોના પરમપવિત્ર વચન ઉપર વિશ્વાસ ન રાખીએ તો આ યોગમાર્ગનું જ્ઞાન કોઈ પણ રીતે થવાનું નથી. દુનિયાના કોઈ પણ ક્ષેત્રના તે તે વિષયના જાણકારોનાં વચનો ઉપર વિશ્વાસ રાખ્યા વિના કોઈ તે તે વિષયના જાણકાર બન્યા નથી તેમ આ લોકોત્તર માર્ગમાં પણ અનંતજ્ઞાની ભગવંતોનાં વચન ઉપર વિશ્વાસ રાખ્યા વિના કોઈ પણ યોગમાર્ગનો જ્ઞાતા કઈ રીતે બને ? વર્તમાનમાં ધમવર્ગમાં આવો વિશ્વાસ ખૂબ જ અલ્પ પ્રમાણમાં જોવા મળે, એનું સાચું કારણ જિજ્ઞાસાનો અભાવ છે અને એના મૂળમાં મોક્ષની ઈચ્છાનો અભાવ છે. બીજી દષ્ટિમાં આવું બનતું નથી. આ દષ્ટિમાં આત્માને વાસ્તવિક જિજ્ઞાસા પ્રાપ્ત થતી હોવાથી તેને અનંતજ્ઞાની ભગવંતોનાં વચનો ઉપર વિશ્વાસ રાખવાનું સરળ બને છે. પોતાની સમજણશક્તિ ઉપર વિશ્વાસ ન રાખતાં તે શિષ્ટ પુરુષોનાં વચન ઉપર વિશ્વાસ રાખે છે. આત્માને જ્ઞાની બનાવવાનું એ એક જ અદ્ભુત સાધન છે. બીજી દષ્ટિમાં આત્માના એ શુભ અધ્યવસાય સ્વરૂપ સાધનથી આત્મા સુંદર કોટિના યશને પ્રાપ્ત કરે છે. પરંતુ ખોટી ડંફાસ વગેરે મારતો નથી. આ પ્રમાણે જણાવીને ગ્રંથકાશ્રીએ એ અદ્ભુત ભાવનું જ વર્ણન કર્યું છે. આપણા Page #42 -------------------------------------------------------------------------- ________________ યોગદષ્ટિ-એક પરિશીલન ૩૯ છ ત્રીજી બલાદષ્ટિની સજ્ઝાય છે બલા નામની ત્રીજી દષ્ટિનું વર્ણન કરતાં પૂજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજા ફરમાવે છે કે - ત્રીજી દષ્ટિ બલા કહીજી, કાષ્ઠ-અગ્નિસમ બોધ, ક્ષેપ નહિ આસન સર્ષજી, શ્રવણસમીહા શોધ રે જિનજી ! ધન ધન તુજ ઉપદેશ ।।૧। આશય એ છે કે બલા નામની ત્રીજી દષ્ટિમાં કાષ્ઠના અગ્નિ સમાન બોધની પ્રાપ્તિ થાય છે. પ્રથમ બે દષ્ટિની અપેક્ષાએ અહીં બોધનું પ્રમાણ અધિક છે. બોધની સ્થિરતા થોડી વધારે છે અને બોધને સાચવવાનું પણ અહીં પ્રમાણમાં સરળ બને છે. બીજી દૃષ્ટિના અંતે પ્રાપ્ત થયેલી યોગ્યતાના પ્રભાવે મુખ્યપણે બોધ બધી રીતે વધે છે. પૂ. ગુરુદેવશ્રીની પાસે અવસરે અવસરે યોગકથાના પુણ્યશ્રવણથી પ્રામ થયેલી બોધની સ્થિરતાના કારણે સાધકને યોગમાર્ગની સાધનામાં ક્ષેપ નામનો દોષ નડતો નથી. સામાન્યથી ક્ષેપનો અર્થ વિલંબ છે. સાધના – પ્રત્યે ખેદ કે ઉદ્વેગ ન હોય તોપણ અનાદિકાળના સંસ્કારના કારણે મંદ ઉત્સાહને લઈને કાર્ય કરવામાં વિલંબ થતો હોય છે. એવો વિલંબ અહીં ત્રીજી દષ્ટિમાં જોવા મળતો નથી. આપણે જે કાર્ય કરવાનું શરૂ કર્યું હોય એનાથી અતિરિક્ત કાર્યમાં ચિત્તની અસ્થિરતાના કારણે વારંવાર ચિત્ત જાય તો તેથી પણ આપણા કાર્યમાં વિલંબ થતો હોય છે. તેવો વિલંબ આ દૃષ્ટિમાં હોતો નથી. તેથી જ આસનમાં પણ સ્થિરતા હોય છે. અર્થાત્ જે કોઈ કાર્ય કરવાનું ધાર્યું હોય તે ખૂબ જ ધીરજથી અહીં થાય છે. સાધકને આસનની સ્થિરતા હોવી જ જોઈએ. ગમે તે કારણે ધારેલા કાર્યમાં વિલંબ થાય તોપણ ધીરજ ગુમાવવી નહિ-એ ન Page #43 -------------------------------------------------------------------------- ________________ ४० બલાદષ્ટિની સક્ઝાય આ ત્રીજી દષ્ટિની વિશેષતા છે. આવી આસનની સ્થિરતા સાધકને કાર્યથી વિમુખ નહિ બનાવે. જેથી સાધનાની સિદ્ધિ સુધી પહોંચવાનું કાર્ય સરળ બને છે. યોગના યમ, નિયમ વગેરે આઠ અંગમાંનું ત્રીજું અંગ આસન છે. અહીં ત્રીજી દષ્ટિમાં તેની પ્રાપ્તિ થવાથી, શ્રવણસમીહા અર્થાત્ શુશ્રુષા શુદ્ધ બને છે. બુદ્ધિના આઠ ગુણમાંના આ ગુણની પ્રાપ્તિ થવાથી આ દૃષ્ટિમાં સાધકને યોગકથાનું શ્રવણ કરવામાં અનુકૂળતા મળે છે. બીજી દષ્ટિમાં જિજ્ઞાસા અને આ દષ્ટિમાં શુશ્રુષા પ્રાપ્ત થવાથી શ્રવણની પ્રાપ્તિમાં જે આનંદ મળવાનો છે-તે અનિર્વચનીય છે. અપ્રશસ્તમાર્ગે તે તે સંગીતાદિની જિજ્ઞાસા અને શુક્રૂષાને લઈને તેના શ્રવણમાં જે નિરાબાધપણે પ્રવૃત્તિ થાય છે, એવી યોગક્યાશ્રવણની પ્રવૃત્તિમાં પણ સાધકને કોઈ બાધ આવતો નથી. આ જ વાતને સ્પષ્ટ કરતાં બીજી ગાથામાં પૂ ઉપાધ્યાયજી મહારાજા ફરમાવે છે કે તરુણ સુખી સ્ત્રીપરિવયજી, જેમ ચાહે સુરગીત, સાંભળવા તેમ તત્ત્વને, એ દષ્ટિ સુવિનીત રે જિનજી ! ધન મેરા આશય સ્પષ્ટ છે કે યુવાન, સુખી અને રીયુક્ત શ્રોતા દિવ્યસંગીતને સાંભળવા જેમ ઈચ્છે છે તેમ આ દષ્ટિમાં રહેલો સુવિનીત સાધક યોગતત્ત્વને સાંભળવા ઈચ્છે છે. આવી ઈચ્છાને જ અહીં શુદ્ધ શ્રવણસમી તરીકે વર્ણવી છે. અનાદિકાળની શબ્દાદિ-વિષયની આસક્તિના કારણે દિવ્યસંગીતાદિના શ્રવણાદિની ઈચ્છાનો આપણે સારી રીતે અનુભવ ક્યો છે. યોગથ્થાના શ્રવણની ઈચ્છા આ ત્રીજી દષ્ટિમાં અનુભવાય છે. ત્રીજી દષ્ટિની પ્રાપ્તિ થતાં પૂર્વે આવી તત્ત્વશ્રવણેચ્છા હોતી નથી. આવા પ્રકારની શુશ્રુષા વિનય વગર ફળતી www.sg Page #44 -------------------------------------------------------------------------- ________________ યોગદષ્ટિ-એક પરિશીલન ૪૧ નથી. ગમે તેવી ઉક્ટ શુશ્રુષા હોય તોપણ યોગીજનોનો વિનય ન કરીએ તો યોગીજનો યોગથ્થાનું શ્રવણ નહિ કરાવે. તેથી ઉપર જણાવેલી શુદ્ધ શુક્રૂષાને પ્રાપ્ત કરનાર સાધક સુવિનીત જ હોય એ સમજી શકાય છે. સુંદર કોટિનો વિનય અને ઉત્કટ કોટિની શુશ્રષાના યોગે આ દષ્ટિમાં જે બોધ મળે છે તેનું વર્ણન કરતાં ગ્રંથકારશ્રી ફરમાવે છે કેસરી એ બોધપ્રવાહની, એ વિણ શ્રત થલકૂપ, શ્રવણસીહા તે મિસીજી, શયિત સુણે જિમ ભૂપ રે જિનજી ! ધન રા આશય એ છે કે ઉપર જણાવ્યા મુજબની ઉત્કટશુશ્રુષા બોધના પ્રવાહની સેર છે. પાતાળકૂવા વગેરેમાં જે પાણીની સેર-સરવાણી હોય છે, તેની જેમ આ દષ્ટિમાં બોધના પ્રવાહની સરવાણી સ્વરૂપ શુશ્રુષા હોય છે. તેવા કૂવા વગેરેમાંથી ગમે તેટલું પાણી વપરાય તોપણ એ સરવાણીના પ્રભાવે પાણીનો પ્રવાહ સતત મળતો જ રહે છે તેમ આ દષ્ટિમાં બોધનો પ્રવાહ સતત વહેતો રહે છે. પાણીનો પ્રવાહ બંધ થાય તો તે તે કૂવા વગેરેમાં પાણીની સરવાણી રહેતી નથી તેમ આપણા બોધનો પ્રવાહ બંધ થાય તો માનવું પડે કે આપણી શુશ્રુષા નષ્ટ થઈ છે. સાધને આ દષ્ટિની પ્રાપ્તિ પૂર્વે જ બોધની આવશ્યક્તા ચોક્કસપણે સમજાઈ છે; એટલે એની દષ્ટિ બોધના પ્રવાહ ઉપર જ સ્થિર થાય છે અને એની સરવાણીરૂપે શુશ્રષાને જાળવી રાખવાનું ખૂબ જ આવશ્યક બને છે. કારણ કે આવી શુશ્રુષાના અભાવમાં સાંભળવાની પ્રવૃત્તિ સ્થળફૂપ એટલે કે ભૂમિ ઉપર ખોદેલા ખાડા જેવી છે. એ ખાડો ગમે તેટલો ઊંડો હોય તોપણ એમાંથી પાણીનો પ્રવાહ મળતો નથી. તેમ તેવી શુશ્રુષા વિનાની શ્રવણપ્રવૃત્તિ ગમે તેટલી સારી જણાતી હોય Page #45 -------------------------------------------------------------------------- ________________ બલાદષ્ટિની સઝાય તોપણ તેથી બોધનો પ્રવાહ વહેતો નથી. વર્તમાનમાં વ્યાખ્યાનાદિના શ્રવણની પ્રવૃત્તિ મોટા ભાગે તેવા પ્રકારની શુશ્રુષાપૂર્વકની નથી. નિયમિત રીતે વ્યાખ્યાનાદિના શ્રવણની પ્રવૃત્તિ કરનારામાં આજે જે અજ્ઞાન વર્તાય છે એનું કારણ તેવા પ્રકારની શુશ્રુષાનો અભાવ છે. સર્વથા શુશ્રુષાનો અભાવ ન પણ હોય તો પણ સામાન્ય કોટિની એ શુશ્રુષા પોતાના કાર્યને(બોધપ્રવાહને) કરવામાં સમર્થ ન હોવાથી તેને શુશ્રુષા ન કહેવાય-એ વાત “શ્રવણસમીહા...' આ પદથી સ્પષ્ટ કરી છે. પહેલાના કાળમાં રાજાઓ જ્યારે સૂતા ત્યારે હજામ તેમને કથા સંભળાવે અને કથા સાંભળતાં સાંભળતાં રાજા જ્યારે સૂઈ જાય ત્યારે હજામ જતો રહે. કથા સાંભળવાની ઈચ્છા રાજાને હોવા છતાં તે કથાશ્રવણથી રાજાને જેમ સ્થાનો બોધ થતો નથી, તેમ સાધકને પણ જ્યારે શ્રવણથી બોધ થતો નથી ત્યારે તેને તેવી શુશ્રુષા મનાતી નથી. રાજાઓ જેમ ઊંઘવા માટે કથા સાંભળતા તેમ વર્તમાનમાં મોટા ભાગના શ્રોતાઓ પણ માત્ર સાંભળવા માટે વ્યાખ્યાનાદિ સાંભળતા હોય છે. શુદ્ધ શુશ્રુષા વિના માત્ર શ્રવણની પ્રવૃત્તિથી બોધના પ્રવાહની પ્રાપ્તિ થતી નથી, એટલું જ જણાવવાનું અહીં તાત્પર્ય છે. આ શુદ્ધ શુશ્રુષા ખરેખર જ ત્રીજી દષ્ટિની એક અદ્ભુત સિદ્ધિ છે. આ શુક્રૂષાના પુણ્યપ્રભાવે સાધકની જે ઉત્તમ અવસ્થા થાય છે તેનું વર્ણન કરતાં અને આ શુશ્રુષા વિના ઉપસ્થિત થયેલા શ્રોતાને સંભળાવવાની નિરર્થકતા વર્ણવતાં ગ્રંથકાશ્રી ફરમાવે છે કે મન રીઝે તન ઉસેજી, રીઝે બૂઝે એકતાન તે ઈચ્છા વિણ ગુણકથાજી, બહેરા આગળ ગાન રે જિનાજી ! ધન૪ Page #46 -------------------------------------------------------------------------- ________________ યોગષ્ટિ-એક પરિશીલન ઉત્કટ કોટિની શુશ્રૂષાપૂર્વક જ્યારે જ્યારે સાધક સદ્ગુરુદેવશ્રી પાસે યોગસ્થાનું શ્રવણ કરે છે ત્યારે ત્યારે તેનું મન રીઝે છે અને શરીર ઉલ્લાસ પામે છે. આથી શ્રવણની પ્રવૃત્તિ ઉત્તરોત્તર સરસ બને છે. તેથી પાછું મન આનંદ પામે છે અને શરીર રોમાંચિત બને છે. આ રીતે ઉત્તરોત્તર બોધ વધતો જાય છે. તેની સાથે મન અને શરીરનો આનંદ પણ વધતો જાય છે, જે બોધની સાથે એકરૂપ બને છે. અર્થાર્ જ્ઞાન અને આનંદમાં ભેદ નથી વર્તાતો. આ બધાના મૂળમાં ઉત્કટ કોટિની શુશ્રૂષા છે. એવી સાંભળવાની ઈચ્છા ન હોય તો એવા શ્રોતાઓને યોગકથાનું જે શ્રવણ કરાવવું તે બહેરા આગળ ગીત ગાવા જેવું છે. ગીત છે અને ગાનાર છે એટલે ગાવાનું-એવું નથી. પરંતુ શ્રોતાને સાચી સાંભળવાની ઈચ્છા હોય તો જ સંભળાવવું જોઈએ. સાંભળવાની ઈચ્છા ન હોય અથવા તો સાંભળી શકવાની લાયકાત ન હોય તો યોગકથા કરવાનો કોઈ જ અર્થ નથી. ધર્મોપદેશકોએ શ્રોતાઓની શુશ્રૂષાનો ખ્યાલ કરીને જ ધર્મોપદેશ આપવો જોઈએ. અન્યથા યોગ્યતાથી રહિત એવા શ્રોતાઓને ધર્મ સંભળાવવાથી વસ્તુત: ધર્મનું મૂલ્ય ઘટે છે. આ દૃષ્ટિમાં જ યોગકથાશ્રવણની વાસ્તવિક યોગ્યતા પ્રાપ્ત થાય છે. એવી યોગ્યતાથી સંપન્ન સાધક આત્મા યોગમાર્ગના જ્ઞાતા એવા સદ્ગુરુ ભગવંતની પાસે નિરંતર ધર્મશ્રવણની પ્રાપ્તિ થયા કરે એ માટે ખૂબ જ પ્રયત્નશીલ રહે છે. તેથી શક્ય પ્રયત્ને તે અનાચારથી દૂર રહે છે, જેના યોગે સદ્ગુરુદેવશ્રીનો સંપર્ક સતત રહેવાથી સ્વયોગ્ય ધર્મની પ્રવૃત્તિમાં સાધકને વિઘ્ન નથી આવતું... ઈત્યાદિ આશયને સ્પષ્ટ કરતાં ગ્રંથકારશ્રી ફરમાવે છે કેવિશ્વન ઈહાં પ્રાયે નહિ, ધર્મ - હેતુમાં અનાચારપરિહારથીજી સુયશ મહોદય હોય રે જિનજી ! ધન૦ III કોય; ૪૩ Page #47 -------------------------------------------------------------------------- ________________ બલાદષ્ટિની સજ્ઝાય આશય સ્પષ્ટ છે કે આ દૃષ્ટિમાં તેવા પ્રકારનો કોઈ નિકાચિત કર્મનો ઉદ્ય ન હોય તો અનાચારનો ત્યાગ કરવાથી સાધકને ધર્મના હેતુભૂત યોગકથાશ્રવણાદિમાં કોઈ વિઘ્ન આવતું નથી. ભૂતકાળમાં કોઈને ધર્મમાં અંતરાય વગેરે કરવાના કારણે બંધાયેલા કર્મના ઉદયે જીવને ધર્મ કરવાનું મન હોવા છતાં અનેક વિઘ્નો આવતાં હોય છે. પરંતુ આ દૃષ્ટિમાં મોટાભાગે એવું બનતું નથી. કદાચ કોઈને એવું બને પણ ખરું, ન જ બને એવું નહિ. એ વસ્તુને અહીં ધ્યાનમાં રાખી ‘પ્રાયે’ આ પ્રમાણે લખ્યું છે. આ રીતે ધર્મના તે તે હેતુની, વિના વિઘ્ને સાધકને પ્રાપ્તિ થવાથી સુંદર કોટિનો યશ છે જેમાં એવા મહોદયની અર્થાત્ કલ્યાણના કારણની પ્રાપ્તિ થાય છે. ૪૪ IT Page #48 -------------------------------------------------------------------------- ________________ યોગદષ્ટિ-એક પરિશીલન ચોથી દીપ્રાદૃષ્ટિની સજ્ઝાય યોગદૃષ્ટિ ચોથી કહીજી, દીપ્રા તિહાં ન ઉત્થાન; પ્રાણાયામ તે ભાવથીજી, દીપપ્રભાસમ જ્ઞાન મનમોહન જિનજી ! મીઠી તાહરી વાણ ॥૧॥ યોગની પૂર્વભૂમિકામાંની ચાર દષ્ટિઓમાં આ દીપ્રાદષ્ટિ છેલ્લી છે. યોગની યોગ્યતા માટે આ દૃષ્ટિનું ઘણું મહત્ત્વ છે. યોગમાર્ગની પ્રાપ્તિ પૂર્વેની યોગ્યતાની પરિપૂર્ણતા સ્વરૂપ આ દૃષ્ટિમાં ઉત્થાન નામના દોષનો અભાવ થાય છે. યોગનાં આઠ અંગમાંના ચોથા અંગરૂપે પ્રાણાયામની ભાવથી પ્રાપ્તિ થાય છે. અર્થાત્ ભાવપ્રાણાયામની પ્રાપ્તિ થાય છે અને આ દષ્ટિનું સ્વરૂપ દીપપ્રભાતુલ્ય જ્ઞાનમય છે. યોગમાર્ગની સાધનામાં ખેદ, ઉદ્વેગ, ક્ષેપ અને ઉત્થાન વગેરે દોષો પ્રતિબંધક છે. આ પૂર્વેની ત્રણ દષ્ટિમાં ક્રમે કરીને ખેદ, ઉદ્વેગ અને ક્ષેપ દોષ દૂર કર્યા બાદ આ દૃષ્ટિમાં ઉત્થાન નામનો દોષ દૂર થાય છે. ગયેલા દોષો પાછા આવે ત્યારે ઉત્થાન દોષનો આવિર્ભાવ થાય છે. સાધકે એ વસ્તુનો ખ્યાલ રાખવો જોઈએ કે જે દોષોને આપણે દૂર કર્યા છે એ દોષો પાછા ન આવે. વર્તમાનસિદ્ધિને દૂર કરનાર આ ઉત્થાનદોષ છે. સ્થિરા વગેરે દૃષ્ટિની અપેક્ષાએ મિત્રાદિદષ્ટિમાં ગણનાપાત્ર સિદ્ધિ નહિ હોવા છતાં વીતેલા કાળનો વિચાર કરીએ તો સમજાશે કે મિત્રાદિ દૃષ્ટિમાં જીવે ખૂબ જ સુંદર સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આવી સિદ્ધિને ગુમાવવાનું કોઈ પણ સાધકને પાલવે નહિ. ઉત્થાનદોષના કારણે આપણે એ સિદ્ધિને હારી જઈએ છીએ. યોગમાર્ગની સાધનામાં ખૂબ જ અપ્રમત્ત રહેવું જરૂરી છે. વર્તમાનમાં ધર્મી ગણાતા વર્ગમાં મોટા ભાગે આ દોષનું દર્શન થાય છે. ઉલ્લાસથી આરંભેલી સાધનામાં પણ ૪૫ Page #49 -------------------------------------------------------------------------- ________________ ૬ દીપ્રાદષ્ટિની સઝાય ઉત્સાહનો અભાવ જણાય તો તે આ ઉત્થાનદોષનું કાર્ય છે. - વર્તમાનમાં મોટાભાગના સાધકોની એ ફરિયાદ છે કે સાધનામાં આરંભ વખતે જે ઉલ્લાસ હતો તેવો ઉલ્લાસ નથી આવતો. આ ફરિયાદનું વાસ્તવિક કારણ આ ઉત્થાન નામનો દોષ છે. જે જે વસ્તુનો ત્યાગ કરી આપણે સાધનાના પરમતારક માર્ગે પ્રયાણ આરંવ્યું હતું તે બધી જ વસ્તુઓ પાછી ઉપાદેય લાગવાથી આપણો ઉલ્લાસ ઓસરી જતો હોય છે. ઉત્થાન નામના દોષના અભાવમાં દિન-પ્રતિદિન એ ઉલ્લાસ વધવા માડે છે. તેથી આરંભેલી ક્લિામાં સ્થિરતા પ્રાપ્ત થાય છે. એક ક્રિયા ચાલુ હોય ત્યારે વચ્ચે વચ્ચે બીજી ક્લિાઓ કરવાનું કારણ પણ આ ઉત્થાનદોષ છે. તે દોષથી ક્રિયામાં અસ્થિરતા જન્મે છે, જેથી સાધકને સિદ્ધિમાં અંતરાય થાય છે. યોગમાર્ગની સાધનામાં ‘ચિત્તની સ્થિરતા” ખૂબ જ આવશ્યક હોય છે. એ માટે ઉત્થાનદોષને દૂર કર્યા વિના ચાલે એવું નથી. ચિત્તની ચંચળ અવસ્થાનું કારણ ઉત્થાન નામનો દોષ છે. ચોથી દષ્ટિમાં યોગનાં આઠ અંગમાંના ચોથા અંગ તરીકે વર્ણવેલા પ્રાણાયામની પ્રાપ્તિ થાય છે. સામાન્ય રીતે શરીરની અંદર રહેલા વિવિધ વાયુના રેચન, પૂરણ અને કુંભનને પ્રાણાયામ કહેવાય છે. યોગદર્શનપ્રસિદ્ધ આ પ્રાણાયામ; સામાન્ય રીતે શરીરની સ્થિરતા દ્વારા મનની એકાગ્રતામાં ઉપયોગી બને છે. મનનો નિગ્રહ આ પ્રાણાયામથી જ થાય છે-એવું નથી. આ પ્રાણાયામ વગર પણ મનનો નિગ્રહ સ્વાધ્યાયાદિ દ્વારા સિદ્ધ થાય છે. આથી જ યોગની સાધનામાં આ પ્રાણાયામનું દ્રવ્યપ્રાણાયામ તરીકે વર્ણન કર્યું છે. આ દ્રવ્યપ્રાણાયામની પ્રામિ દરેક સાધકને થાય છે-એવું નથી બનતું, પરંતુ આગળની ગાથામાં વર્ણવેલા ભાવપ્રાણાયામની પ્રાપ્તિ ખૂબ જ સરસ રીતે આ ચોથી દષ્ટિમાં થાય છે. અહીં ભાવપ્રાણાયામની પ્રાપ્તિ થવામાં મુખ્ય કારણ આ દષ્ટિનો Page #50 -------------------------------------------------------------------------- ________________ યોગદષ્ટિ-એક પરિશીલન ૪૭ દીપપ્રભાતુલ્ય બોધ છે. આ પૂર્વેની ત્રણ દષ્ટિના બોધની અપેક્ષાએ આ દષ્ટિનો બોધ પ્રમાણમાં ખૂબ જ નિર્મળ છે અને સ્થિર પણ છે. તૃણ, છાણા કે કાષ્ઠના અગ્નિની અપેક્ષાએ દીપની પ્રભા સ્થિર અને નિર્મળ હોય છે-એ આપણે સારી રીતે સમજી શકીએ છીએ. એનો વિચાર કરવાથી આ દષ્ટિમાં પ્રાપ્ત થયેલા બોધની વિશેષતા આપણને સારી રીતે જણાયા વિના નહિ રહે. અત્યાર સુધી જે રીતે આપણે અજ્ઞાનના કારણે સંસારમાં પરિભ્રમણ ક્યું છે, એનો સ્પષ્ટપણે ખ્યાલ આ દષ્ટિમાં આવે છે. યોગમાર્ગની સાધનામાં સાધકને એવો ખ્યાલ જો ન આવે તો સાધના દિશાવિહીન બની જતી હોય છે. ચિકિત્સામાં રોગીના રોગના નિદાનનું જેટલું મહત્ત્વ છે, એટલું જ મહત્ત્વ યોગની સાધનામાં ભવભ્રમણના નિદાનનું છે. નિદાન વિનાની ચિકિત્સાના પરિણામનો જેને ખ્યાલ છે તેને ભવભ્રમણના નિદાનનું મહત્ત્વ સમજાયા વિના નહિ રહે. અત્યારે મોટે ભાગે સાધવર્ગની સાધના નિદાનવિહીન ચિકિત્સા જેવી છે. એમાં ચોથી દષ્ટિનો અભાવ મુખ્ય કારણ છે. પૂર્વે જણાવ્યા મુજબ યોગની દષ્ટિઓ જ્ઞાનસ્વરૂપ છે. આ દષ્ટિમાં દીપપ્રભાસમાન બોધ-જ્ઞાન છે. આ બોધના પ્રભાવે આ દષ્ટિમાં ભવભ્રમણના કારણરૂપે અનાત્મ(શરીરાદિ) ભાવોની રમણતા જણાય છે. તેથી ભાવપ્રાણાયામની સાધનાનો અહીં આરંભ થાય છે. ભાવપ્રાણાયામનું સ્વરૂપ વર્ણવતાં પૂર્વે ગ્રંથકાર પરમર્ષિએ શ્રી વીતરાગપરમાત્માની પરમતારક વાણીની મધુરતા વર્ણવી છે. ભવની ભયંકરતાનો સામાન્ય પણ ખ્યાલ આવે તો ભવથી મુકત બનાવનારી શ્રી જિનેશ્વરદેવોની વાણીની મધુરતા સમજી શકાશે. al Page #51 -------------------------------------------------------------------------- ________________ ४८ દીપ્રાદષ્ટિની સક્ઝાય બાહાભાવરેચક ઈહાંજી, પૂરક અંતર ભાવ; કુંભક થિરતા ગુણે કરીછ, પ્રાણાયામ સ્વભાવ, મનમોહનારા - ત્રીજી દષ્ટિના અંતે સાધકને પ્રાપ્ત થયેલી શુદ્ધ શુક્રૂષાના કારણે યોગમાર્ગની સાધનામાં ઉપયોગી એવો જે બોધ મળે છે, એ બોધના પ્રભાવે બાહ્યભાવ-અનાત્મભાવને ભવભ્રમણનું કારણ જાણ્યા પછી ભાવપ્રાણાયામમાં સૌથી પહેલાં બાહ્યભાવનું રેચન(દૂર કરવાનું) શરૂ થાય છે. આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરવા માટે જે કરવું પડે, તેને છોડીને બીજી કોઈ પણ જાતની વિચારણા કે પ્રવૃત્તિને બાહ્યભાવ કહેવાય છે. આજ સુધી આપણને આપણા શુદ્ધ સ્વરૂપની પ્રાનિ થઈ નથી એમાં બાહ્યભાવની રમણતા મુખ્ય કારણ છે. બાહ્યભાવથી વિમુખ થયા વિના આત્માના શુદ્ધ સ્વરૂપનો આવિર્ભાવ શક્ય નથી. આ ચોથી દષ્ટિમાં સામાન્યથી બાહ્યભાવની વિમુખતાનો પ્રારંભ થાય છે. તેને બાહ્યભાવનું રેચન કહેવાય છે. આ રીતે મન જ્યારે બાહ્યભાવથી દૂર થાય છે, ત્યારે એ મન આત્માના શુદ્ધસ્વરૂપ વગેરેની વિચારણામાં પ્રવૃત્ત બને છે. એને અંતરભાવપૂરણ કહેવાય છે. આ અંતરભાવની પૂરણતા જ આત્માને બાહ્યભાવથી દૂર રાખે છે. જીવ આત્મભાવમાં મગ્ન બનવાનો પ્રયત્ન ન કરે તો જીવને બાહ્યભાવની વિમુખતા કોઈ પણ રીતે શક્ય બનતી નથી. તેથી સાધકે એ ખ્યાલમાં રાખવું જોઈએ કે આત્મભાવનું પૂરણ કોઈ પણ સંયોગોમાં ર્યા વિના ચાલે એવું નથી. પ્રયત્નપૂર્વક મનને અત્યંતરભાવમાં જોડવામાં આવે તો આત્માના અંશત: પણ પ્રગટ થયેલા ગુણમાં સ્થિરતા પ્રાપ્ત થાય છે. આત્માના અનંતાનંત ગુણોમાં સ્થિરતા રમણતા પ્રાપ્ત કરવાનું સદ્ભાગ્ય જ્યારે મળશે ત્યારે તો આનંદની અવધિ નહિ હોય. પરંતુ ત્યાં સુધી આત્માના આંશિકગુણમાં પણ સ્થિરતા કરવાનું સદભાગ્ય આ Page #52 -------------------------------------------------------------------------- ________________ યોગદષ્ટિ-એક પરિશીલન અંતરભાવના પૂરણથી મળે છે, જેને ભાવપ્રાણાયામના અંગ-સ્વરૂપ કુંભકરૂપે વર્ણવાય છે. આ રીતે રેચક, પૂરક અને કુંભક અવસ્થાપન્ન ભાવપ્રાણાયામના સામર્થ્યથી જીવને અત્યંત ગુણ જ્ઞાનાદિમાં સ્થિરતા મળે છે. આથી સ્થિર એવા જ્ઞાનના કારણે જીવને ધર્મની જે રીતે અનિવાર્યતા સમજાય છે તેનું વર્ણન કરતાં ત્રીજી ગાથામાં ખૂબ જ માર્મિક વાત જણાવાઈ છેધર્મ અર્થે ઈહાં પ્રાણને, છોડે પણ નહિ ધર્મ, પ્રાણ અર્થે સંકટ પડે છે, જુઓ એ દષ્ટિનો મર્મ, મનમોહન રૂપા - આશય એ છે કે-જ્ઞાનની સ્થિરતા વિના સાચું કહીએ તો વસ્તુના પરમાર્થને સમજવાનું શક્ય નથી. પ્રાણાયામના કારણે પ્રાપ્ત થયેલી જ્ઞાનની સ્થિરતાથી સાધકને આ ચોથી દષ્ટિમાં ધર્મનું મૂલ્ય સમજાય છે. તેથી ધર્મની સાધના માટે જરૂર પડ્યે પ્રાણનો ભોગ આપવાની અહીં તૈયારી થઈ જાય છે. એ મનથી માને છે કે ધર્મ માટે જરૂર પડે તો પ્રાણનો ત્યાગ કરવો પડે તો કરવો, પરંતુ ગમે તેવા સંકટમાં પણ પ્રાણની રક્ષા માટે ધર્મનો ત્યાગ કરવો નહિ. ચોથી દષ્ટિનો આ મર્મ(રહસ્ય) વિચારવાયોગ્ય છે. આવી કમિક વિકાસની અવસ્થાને સ્પર્યા વિના જેઓ આગળ ચાલવા માંડ્યા છે, તેઓ યોગની સિદ્ધિ સુધી પહોચે-તેમાં તથ્ય નથી. તેવા પ્રકારની કોઈ ભવિતવ્યતાવિશેષના કારણે બાકી રહેલા પૂર્વ ગુણો પછી મળી જાય અને તેને યોગની સિદ્ધિ થાય-એ જુદી વાત છે. બાકી તો એ સિદ્ધિ અશક્ય છે. પ્રાણ કરતાં પણ ધર્મ અધિક છે-આવી તાત્વિક માન્યતા આ દષ્ટિનો સાર છે. પ્રથમ ગુણસ્થાનકે પ્રાપ્ત થનારી ચાર દષ્ટિઓમાં આ દષ્ટિ છેલ્લી છે. પ્રથમ ગુણસ્થાનકની પ્રસિદ્ધિ સ્વરૂપ જ આ સાર છે-એમ કહીએ Page #53 -------------------------------------------------------------------------- ________________ ૫૦ દીપ્રાદષ્ટિની સઝાય તો એમાં કશું જ ખોટું નથી. પ્રાણ કરતાં પણ ધર્મની અધિકતા ન સમજાય તો આગળની દૃષ્ટિએ તો કોઈ પણ રીતે પ્રાપ્ત ન જ થાય-એ આપણે સમજી શકીએ છીએ. આગળની દષ્ટિઓમાં તો મરણાંત કરો વેઠવાની સંપૂર્ણ યોગ્યતા પ્રાપ્ત કરવાની છે. આવા વખતે ધર્મની અપેક્ષાએ જો પોતાના જીવનને જ અધિક ગણાય તો સાધકનું શું થાયએ વિચારીએ તો ખબર પડે કે આ દષ્ટિનો સાર ક્યો છે ! ધર્મના વાસ્તવિક મૂલ્યને સમજ્યા વિના કરાતી આપણી ધાર્મિક ક્રિયાઓ સારહીન બનતી જાય છે. આવી નિસ્સાર પ્રવૃત્તિઓ પરમપદે કોઈ પણ રીતે નહીં જ પહોંચાડે-એ વાત આ દષ્ટિમાં બરાબર યાદ રહે છે. આથી જ ચોથી દષ્ટિમાં જ્ઞાનનું મૂલ્ય ખૂબ જ સ્પષ્ટપણે સમજાય છે. એ જ્ઞાનના અખંડ પ્રવાહનું અનન્ય સાધન તત્ત્વશ્રવણ છે અને તત્ત્વ-શ્રવણના અચિન્ય પ્રભાવથી પ્રથમ દષ્ટિમાં પ્રાપ્ત થયેલાં યોગબીજોનો અહીં પ્રરોહ થાય છે. આ વાત ચોથી ગાથા દ્વારા સ્પષ્ટ રીતે જણાવી છેતત્ત્વશ્રવણ મધુરોદકેરુ, ઈહાં હોયે બીજપ્રરોહ, ખાર ઉદક સમ ભવ ત્યજી, ગુરુભગતિ અદ્રોહ, મનમોહનરાજા ત્રીજી દષ્ટિમાં યોગના ગુણ તરીકે પ્રાપ્ત થયેલી શુશ્રુષાના ફળ સ્વરૂપે અહીં ‘તત્ત્વશ્રવણ” નામનો ગુણ પ્રાપ્ત થાય છે. ખારા પાણીનો અભાવ હોય અને મીઠા પાણીનો સંપર્ક થાય તો જેવી રીતે બીજનો પ્રરોહ થાય છે તેવી રીતે આ ચોથી દષ્ટિમાં પ્રાપ્ત થયેલ તત્ત્વશ્રવણ નામના ગુણસ્વરૂપ મધુર પાણીના સંપર્કથી અહીં યોગનાં બીજોનો પ્રરોહ-પ્રાદુર્ભાવ (ઊગવું તે) થાય છે. તત્ત્વશ્રવણસ્વરૂપ મધુરપાણીના સંપર્ક પૂર્વે સમગ્ર ભવ-સંસારસ્વરૂપ ખારા પાણીનો ત્યાગ આ દષ્ટિમાં Page #54 -------------------------------------------------------------------------- ________________ યોગદષ્ટિ-એક પરિશીલન પ૧ થાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે અત્યાર સુધી આપણે સંસારમાં પરિભ્રમણ કરી રહ્યા છીએ તેનું કારણ અતત્ત્વશ્રવણ છે. સંસારની અસારતાદિનું ભાન ન થવા દે-એવું અતત્ત્વશ્રવણ છે. પુણ્યના યોગે પ્રાપ્ત થનારી સુખમય અવસ્થા પણ આત્માનું તત્ત્વ નથી. આત્માને છોડીને અન્ય કોઈ પણ પદાર્થના જ્ઞાન માટે કરાતા શ્રવણને અતત્ત્વશ્રવણ કહેવાય છે. સકલ સંસારના યોગનું એ મુખ્ય કારણ છે. અતત્ત્વની જિજ્ઞાસા અતત્ત્વના રાગમાંથી જન્મે છે અને તેથી અતત્ત્વનો રાગ ઉત્તરોત્તર પ્રબળ બને છે. પ્રબળ બનેલો આ રાગ અતત્ત્વની જિજ્ઞાસાને ઉત્કટ બનાવે છે. આવી સ્થિતિમાં તત્ત્વની જિજ્ઞાસાનો અવકાશ જ રહેતો નથી અને તેથી તત્ત્વશુશ્રુષા કે તત્ત્વશ્રવણની સાધકને પ્રાપ્તિ થતી નથી. આથી જ આ દષ્ટિમાં અતશ્રવણસ્વરૂપ સકલ સંસારના યોગનો ત્યાગ કરવાનું આવશ્યક બને છે. તેને ગ્રંથકારપરમર્ષિએ ખારા પાણીની ઉપમા આપી છે. એ ખારા પાણીનો ત્યાગ થવાથી તત્ત્વશ્રવણ સ્વરૂપ મધુર પાણીનો સંપર્ક સુલભ બને છે, જેથી યોગનાં બીજોનો પ્રરોહ થાય છે. તત્ત્વશ્રવણના ઉપર જણાવેલા અચિજ્ય સામર્થ્યનો અનુભવ ક્ય પછી સાધકને તત્ત્વશ્રવણ કરાવનાર ભવનિસ્તારક પૂ. ગુરુભગવંત પ્રત્યે સ્વાભાવિક જ બહુમાનાતિશય પ્રગટે છે. તત્ત્વશ્રવણ વખતે પૂ. ગુરુભગવંતના અગાધ જ્ઞાનનો અંશત: પણ અનુભવ થયા પછી સાધકને તેઓશ્રીની પ્રત્યે બહુમાન વધે એ સમજી શકાય છે. આથી આ દષ્ટિમાં ગુરુભક્તિનો દ્રોહ(માયાપૂર્વકનો ત્યાગ) સાધક કરતો નથી. ગમે તે કારણ હોય પરંતુ વર્તમાનમાં ધર્મી ગણાતા વર્ગમાં ગુરુભક્તિ અંગે ઠીક ઠીક ઔદાસીન્ય પ્રવર્તતું જાય છે. લાજેશરમે પણ ભક્તિ ક્યાં વિના ચાલશે નહિ-એવું જણાય એટલે મોટા ભાગે અજ્ઞાતતાનો આપણે Page #55 -------------------------------------------------------------------------- ________________ ૫૨ દીપ્રાદષ્ટિની સઝાય દેખાવ કરવાની શરૂઆત કરતા હોઈએ છીએ. એને જ શાસ્ત્રીય પરિભાષામાં ગુરુભક્તિનો દ્રોહ કહેવાય છે. આવો દ્રોહ આ ચોથી દષ્ટિમાં હોતો નથી. ભવનિસ્તારક પૂ. ગુરુભગવંતની ભક્તિ, શક્તિ ન હોય તો કોઈ વાર ન પણ થાય. પરંતુ તેઓશ્રીની કોઈ પણ પ્રકારની ભક્તિના પ્રસંગે આંખ આડા કાન કરવાની વૃત્તિ કઈ રીતે થાય ? તેઓશ્રીએ કરેલા અનુગ્રહનું મૂલ્ય સમજવા માટે આપણે આપણા ભૂતકાળનો વિચાર કરવો જોઈએ. ક્યાં એ વખતનું આપણું અજ્ઞાનમૂલક દયાપાત્ર જીવન અને ક્યાં આજનું જ્ઞાનમૂલક આદરપાત્ર જીવન-આ બેનો વિચાર કરવાથી સમજાશે કે આપણને તત્ત્વશ્રવણ કરાવવા દ્વારા પૂ. ગુરુદેવે આપણી ઉપર કેવો અનુગ્રહ કર્યો છે ! અદ્ભુત કોટિના પુણ્યોદયે ચોથી દષ્ટિમાં એ બરાબર સમજાય છે. તેથી સાધક પૂ. ગુરુદેવશ્રીની ભક્તિનો દ્રોહ તો નથી જ કરતો. , મધુર ઉદક-પાણીના સંપર્ક જેવા તત્ત્વશ્રવણની પ્રાપ્તિથી આ દષ્ટિમાં પૂર્વદષ્ટિઓની અપેક્ષાએ બોધ પ્રમાણમાં સારો હોવા છતાં અર્થની દષ્ટિએ તેમાં સૂક્ષ્મતા નથી... વગેરે જણાવતાં ગ્રંથકારશ્રી ફરમાવે છે કે સૂક્ષ્મબોધ તોપણ ઈહાંજી, સમકિત વિણ નહિ હોય, વેવસંવેદ્યપદે કહ્યો છે, તે ન અવેવે જોય, જમનાપા આશય એ છે કે આ ચોથી દષ્ટિમાં જીવને તત્ત્વશ્રવણની નિરંતર પ્રવૃત્તિના કારણે ગણનાપાત્ર જ્ઞાન પ્રાપ્ત થતું હોવા છતાં સૂક્ષ્મબોધની પ્રાપ્તિ થતી નથી. કારણ કે અહીં જીવને સમ્યગ્દર્શન હોતું નથી. વેદ્યસંવેદ્યપદમાં જ સૂક્ષ્મબોધની પ્રાપ્તિ થાય છે. ચોથી દષ્ટિ સુધી અવેદ્યસંવેદ્યપદ જ હોય છે. ચોથી દષ્ટિ પછી જ વેદ્યસંવેદ્યપદ પ્રાપ્ત થતું Page #56 -------------------------------------------------------------------------- ________________ યોગદષ્ટિ-એક પરિશીલન હોય છે. તેથી વેદ્યસંવેદ્યપદમાં જ થનાર સૂક્ષ્મબોધ અવેદ્યસંવેદ્યપદની વિદ્યમાનતામાં ન જ હોય તે સમજી શકાય છે. આ રીતે ચોથી દૃષ્ટિમાં વેદ્યસંવેદ્યપદની પ્રાપ્તિ ન હોવાથી સૂક્ષ્મબોધ હોતો નથી. એ જાણ્યા પછી સાધકને આ દૃષ્ટિમાં વેદ્યસંવેદ્યપદની પ્રાપ્તિ માટેનો અભિલાષ જાગે છે. તેની પ્રાપ્તિ માટે કઈ જાતનો પુરુષાર્થ કરવો જોઈએ-એ જણાવતાં પૂર્વે આ ઢાળની છઠ્ઠી ગાથામાં વેદ્યસંવેદ્યપદનું સ્વરૂપ સમજાવાય છે વેદ્ય બંધશિવહેતુ છે જી, સંવેદન તસ નાણ, નયનિક્ષેપે અતિભલુંજી, વેદ્યસંવેદ્યપ્રમાણ, મનના વેદ્યનું સંવેદન જે પદમાં થાય છે તે પદ એટલે આત્માની અવસ્થાવિશેષ સ્વરૂપ સ્થાન તેને વેદ્યસંવેદ્યપદ કહેવાય છે. સામાન્ય રીતે જાણવા યોગ્ય પદાર્થમાત્રને વેદ્ય કહેવાય છે. પરંતુ વેદ્ય તરીકે બધા વેદ્ય પદાર્થો લીધા નથી. અત્યાર સુધી ઘણા વેદ્યપદાર્થનું જ્ઞાન થવા છતાં વેદ્યસંવેદ્યપદની પ્રાપ્તિ ના થઈ. કર્મબંધ અને મોક્ષના જે કારણ છે તે વિશેષ વેદ્ય પદાર્થની જ અહીં વિવક્ષા કરી છે. સંસારમાં સુખદુ:ખ, અનુકૂળ-પ્રતિકૂળ અને તેનાં કારણ આદિને જાણવા માટે આપણે ઓછી મહેનત કરી નથી. અનાદિકાળના તેવા જ સંસ્કારોને લઈને એનું જ્ઞાન ખૂબ જ સહેલાઈથી પ્રાપ્ત થતું હતું. ઉપદેશ વગર પણ આપણે એ બધું સ્પષ્ટ રીતે સહેલાઈથી સમજી લેતા હતા. પરંતુ ગુર્વાદિકના ઉપદેશથી પણ આપણે શિવ અને બંધના કારણ વગેરેને સમજી શકતા ન હતા. એટલું જ નહિ, એ દિશામાં એવો કોઈ પ્રયત્ન પણ આપણે કર્યો નથી–એમ કહેવામાં કશું ખોટું નથી. સાધક તરીકે ગણાતા વર્ગની વર્તમાનસ્થિતિનો વિચાર કરીએ તો સમજાશે કે ખરેખર જ આ વેદ્ય ૫૩ Page #57 -------------------------------------------------------------------------- ________________ ૫૪ દીપ્રાદષ્ટિની સઝાય સંવેદ્યપદની પ્રાપ્તિ સરળતાથી થાય એવી નથી. સમર્થ જ્ઞાનીની નિશ્રા પણ આપણા માટે અપેક્ષિત જ્ઞાનનું કારણ ન બને તો માનવું રહ્યું કે આપણી દુર્દશાની કોઈ સીમા જ નથી. વેદ્ય એવા શિવ અને બંધના હેતુઓનું જે જ્ઞાન છે તેને વેદ્યસંવેદ્યપદ તરીકે વર્ણવીને તે જ્ઞાન પણ સામાન્ય કક્ષાનું ન હોવું જોઈએ એ જણાવવા છઠ્ઠી ગાથામાં ફરમાવ્યું છે કે નય અને નિક્ષેપાથી એ જ્ઞાન અતિશય સુંદર હોવું જોઈએ. એવા જ્ઞાનને જ વેદ્યસંવેદ્યપદ કહેવાય છે. દરેક પદથી જણાતો અર્થ; સામાન્ય રીતે ચાર પ્રકારે જણાતો હોય છે. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ આ ચાર પ્રકારે પ્રાય: દરેક પદો અર્થને સમજાવતાં હોય છે. એ ચાર પ્રકાર ચાર નિક્ષેપો સ્વરૂપ છે. આ ઘટ’ બોલે છે, આ ચિત્રમાં ઘટને જુઓ, અહીં ઘટ થાય છે અને પાણી પીવાની ઈચ્છાથી કોઈ કહે છે) ઘટને લાવ-આ ચારેય વાક્યમાં ઘટ નામનો પ્રયોગ છે. પરંતુ દરેક વાક્યમાં ઘટ નામનો અર્થ એક નથી. અનુક્રમે ઘટ-નામ, ઘટ-સ્થાપના, ઘટ-દ્રવ્ય અને ઘટભાવને સમજાવવા અહીં ઘટ નામનો પ્રયોગ કરવામાં આવ્યો છે. અર્થબોધક તે તે શબ્દને તે તેનામસ્વરૂપ અર્થ કહેવાય છે. અર્થપરિચાયક સ્થાપનાને સ્થાપનાસ્વરૂપ અર્થ કહેવાય છે. જે કારણ, કાર્યસ્વરૂપ અર્થમાં પરિણમે છે તે કારણને દ્રવ્યસ્વરૂપ અર્થ કહેવાય છે અને જે અર્થ પોતાના કાર્યને કરે છે તેને ભાવસ્વરૂપ અર્થ કહેવાય છે. ઘટ’ આ પ્રમાણેના શબ્દને નામઘટ કહેવાય છે. ચિત્ર વગેરેમાં દોરેલ ઘટની આકૃતિ વગેરેને સ્થાપનાઘટ કહેવાય છે. માટી વગેરેને અથવા ખાલી ઘટને દ્રવ્યઘટ કહેવાય છે અને પાણીથી ભરેલા ઘટને ભાવઘટ કહેવાય છે. ચાર નિક્ષેપાનું આ સામાન્ય સ્વરૂપ છે. જિજ્ઞાસુઓએ એનું વિસ્તૃત સ્વરૂપ પૂજ્ય ગુરુભગવંત પાસેથી સમજી લેવું જોઈએ. Page #58 -------------------------------------------------------------------------- ________________ યોગદષ્ટિ-એક પરિશીલન ૫૫ વક્તાના તાત્પર્ય અનુસાર વસ્તુના તે તે સ્વરૂપને સમજવા માટેના સાધનને ‘નય’ કહેવાય છે. વસ્તુના અનંતધર્મોના સ્વરૂપમાંથી આંશિક સ્વરૂપ સમજાવવાનું કાર્ય નય’નું છે. સામાન્ય રીતે વક્તાના તાત્પર્ય વગેરેનું અનુસંધાન કરીને જે અર્થ પ્રતીત થાય છે તે નયથી જણાતો અર્થ છે. એટલે આમ જોઈએ તો જેટલા વક્તાના અભિપ્રાય છે, તેટલા નય છે. પરંતુ એ બધાનો સાત નયમાં સમાવેશ કરી શકાય છે. નૈગમ, સંગ્રહ, વ્યવહાર, જુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવભૂત આ સાત નય છે. તે તે પદાર્થના જ્ઞાન માટે જેટલા માર્ગ છે તે બધા જ માર્ગે જણાતા વસ્તુસ્વરૂપને નૈગમન સ્વીકારે છે. સંગ્રહનય, વસ્તુઓની સમાનાકૃતિ કે જાતિ વગેરેની સમાનતાના કારણે અનેક વસ્તુઓને પણ એક જ વસ્તુ માને છે. વ્યવહારમાં પ્રસિદ્ધ જ વસ્તુસ્વરૂપનો સ્વીકાર કરનાર વ્યવહારનય છે. માત્ર વર્તમાનકાલીન અને પોતાના જ માટે ઉપયોગી એવી જ વસ્તુને વસ્તુ તરીકે માનવાનું કાર્ય ઋજુસૂત્રનય કરે છે. આ ચાર અર્થનય’ છે. અર્થ કરતાં પણ તેને જણાવનાર શબ્દ જ મુખ્યાર્થ છે-એમ શબ્દનય ફરમાવે છે. પર્યાયવાચક(સમાનાર્થી શબ્દો હોય તો પણ તે તે શબ્દના અર્થની ભિન્નતાને જણાવનાર સમભિરૂઢનય છે અને શબ્દની વ્યુત્પત્તિના અર્થથી સંગત જ અર્થને વસ્તુ તરીકે જણાવવા માટે એવભૂતનય છે. કોઈ પણ અપેક્ષાએ ઘડો હોય તો ઘડાને ઘડો માનવાનું નૈગમન જણાવે છે. નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ અથવા ઉપયોગી કે નિરુપયોગી વગેરે અપેક્ષાને આંખ સામે રાખી જગતના બધા જ ઘડાને ઘડા તરીકે નૈગમનય જણાવે છે. બધા જ ઘડાને, તેમાં રહેલી ઘટત્વ જાતિ વગેરેની અપેક્ષાએ એક ઘડો માનવાનું સંગ્રહનય જણાવે છે. અનેકાનેક પદાર્થોમાં Page #59 -------------------------------------------------------------------------- ________________ ૫૬ દીપ્રાદષ્ટિની સઝાય રહેલી જાતિ વગેરેના કારણે અનેકાનેક પદાર્થોને સંગ્રહનય એક માને છે. વ્યવહારમાં ઉપયોગી એવા જ ઘડાને ઘડો માનવાનું વ્યવહારનય જણાવે છે. માત્ર પોતાના જ કામમાં આવે એવા વર્તમાનકાળના ઘડાને ઘડો કહેવાય એમ ઋજુસૂવનય જણાવે છે. ઘટ અર્થને જણાવનાર ઘટશબ્દ જ ઘટ છે એમ શબ્દનય જણાવે છે. આશય એ છે કે અર્થ અને તેને જણાવનાર નામ આ બંને કથંચિટ્ઠ અભિન્ન છે. તેથી અર્થ, શબ્દસ્વરૂપ છે એમ શબ્દનય જણાવે છે. ઘટ, કળશ, કુંભ, આદિ સમાનાર્થક નામના ભેદથી અર્થ પણ ભિન્ન છે-એમ સમભિરૂઢનય જણાવે છે. પાણીથી ભરેલો ઘડો જ ઘડો છેએમ એવભૂતનયનું કહેવું છે. આ રીતે ખૂબ જ સંક્ષેપથી અહીં નયનું સ્વરૂપ વર્ણવ્યું છે. જિજ્ઞાસુએ તેના જાણકારો પાસેથી વિસ્તારથી સ્વરૂપ સમજી લેવું જોઈએ. આ રીતે નય અને નિક્ષેપથી ઉપર જણાવેલા વેદ્યનું જ્ઞાન જ્યાં થાય છે તે વેદ્યસંવેદ્યપદ અતિશય કલ્યાણકારી છે અને પ્રમાણસ્વરૂપ છે. આ છઠ્ઠી ગાથાનો પરમાર્થ છે. તે પદ ગ્રંથિવિભેદથી, છેહલી પા૫પ્રવૃત્તિ, તલોહપદધૃતિસમી, તિહાં હોય અંતે નિવૃત્તિ, મનવાળા - છઠ્ઠી ગાથામાં વર્ણવેલા વેદ્યસંવેદ્યપદની પ્રામિ વગેરે કઈ રીતે થાય છે તે આ સાતમી ગાથાથી જણાવાય છે. વેધસંવેદ્યપદ ગ્રંથિભેદથી પ્રાપ્ત થાય છે. અનાદિકાળથી જીવને સંસારના સુખ કે દુઃખ પ્રત્યે જે તીવ્ર રાગ અને દ્વેષ છે, તે તીવ્રરાગ-દ્વેષના પરિણામને અનંતજ્ઞાનીઓ ગ્રંથિ તરીકે ઓળખાવે છે. આ દુઃખમય સંસારમાં દુઃખના સહેજ પણ અર્થી નહિ હોવા છતાં અનાદિકાળથી આપણે ભ્રમણ કરી રહ્યા છીએ. Page #60 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિ-એક પરિશીલન એમાં એકમાત્ર કારણ એ ગ્રંથિસ્વરૂપ પરિણામ છે. પહેલી ચાર દૃષ્ટિઓમાં શુદ્ધ યથાપ્રવૃત્તિકરણના પ્રભાવે ગ્રંથિને ગ્રંથિ તરીકે ઓળખવાનું સહજપણે થઈ જાય છે. ચોથી દૃષ્ટિના અંતે જીવને આ ગ્રંથિ પ્રત્યે ભારે નફરત પેદા થાય છે. તેથી ગ્રંથિને ભેદી નાખવાના તેવા ઉત્કટ પરિણામ સ્વરૂપ અપૂર્વકરણથી અહીં ગ્રંથિનો ભેદ થાય છે. અનાદિકાળથી જીવને સંસારના સુખ-દુ:ખ પ્રત્યે રાગ-દ્વેષ હતા તેના બદલે હવે જીવને મોક્ષ પ્રત્યે તીવ્ર રાગ થાય છે અને સંસારના સુખ પ્રત્યે તીવ્ર દ્વેષ થાય છે. રાગ-દ્વેષના તીવ્રપરિણામ સ્વરૂપ ગ્રંથિના ભેદાવાથી વેદ્યસંવેદ્યપદની પ્રાપ્તિ થાય છે. તેથી ભૂતકાળમાં ઉપાર્જેલા કોઈ કર્મના ઉદયે કોઈ વાર પાપની પ્રવૃત્તિ થાય તો તે જીવની તે પાપની પ્રવૃત્તિ છેલ્લી હોય છે. તે પણ તપેલા લોઢા ઉપર પગ મૂકવા સમાન વૃત્તિ હોય છે. અહીં ધૃતિનો અર્થ વૃત્તિ છે. સ્થિરતાપૂર્વકના વર્તનને ધૃતિ કહેવાય છે. અસ્થિર વૃત્તિને, એનું કોઈ ફળ ન હોવાથી વર્તન કહેતા નથી. સ્થિર વૃત્તિ જ ખરેખર વૃત્તિ છે. આથી સ્પષ્ટ છે કે વૃત્તિ અને ધૃતિ એક અપેક્ષાએ જુદી નથી. અન્ય ગ્રંથોમાં ‘તમલોહપદસમવૃત્તિ’ આવો પાઠ છે-તે આ રીતે સંગત છે. તપેલા લોઢા ઉપર આમ જોઈએ તો કોઈ જ પગ ન મૂકે. કોઈ વાર વિષમ સંયોગોમાં પગ મૂકવો જ પડે તો તે કઈ રીતે પગ મૂકે-એ આપણે સમજી શકીએ છીએ. આવી જ સ્થિતિ ગ્રંથિ ભેદાયા પછી જીવની છે. આમ જોઈએ તો ગ્રંથિનો ભેદ થયા પછી પાપાકરણનિયમના કારણે જીવ પાપ કરે નહિ. ભૂતકાળના તેવા પ્રકારના કોઈ કર્મના ઉદયે પાપ કરવું પડે તો તેવી પ્રવૃત્તિ પણ તપેલા લોઢા ઉપર પગ મૂકવાની પ્રવૃત્તિ જેવી છે અને અંતે તેની પણ નિવૃત્તિ થાય છે. અર્થાત્ સર્વથા પાપની પ્રવૃત્તિ બંધ થાય છે. એકવાર પણ જેને પાપના સ્વરૂપનો અને પાપના વિપાકનો ખ્યાલ ૫૭ Page #61 -------------------------------------------------------------------------- ________________ દીપ્રાદષ્ટિની સઝાય આવ્યો છે, એ આત્મા જીવનમાં પાપ કરવાનો ક્યારે પણ વિચાર ન કરે-એ સમજી શકાય એવું છે. સંસારના સુખની આસક્તિ જ એટલી ખરાબ છે કે પાપના વિપાક અનુભવ્યા પછી ફરી પાછી એવી જ પાપની પ્રવૃત્તિ કરાવ્યા કરે છે. ગ્રંથિ ભેદાયા પછી જીવને સંસારના સુખની તેવી આસક્તિ હોતી નથી, જેથી જીવને બીજી વાર પાપની પ્રવૃત્તિ કરવાની જરૂર પડે. તપેલા લોઢા ઉપર પગ મૂકવાનો એક્વાર પ્રસંગ આવ્યા પછી બીજી વાર એવો પ્રસંગ શી રીતે આવવા દે? ગ્રંથિનો ભેદ થયા પછી જીવની યોગ્યતા જ એવી પ્રગટ થાય છે કે સહજપણે જ તેને પાપ કરવાનું મન થતું નથી. તેથી મિથ્યાત્વની ઉત્કૃષ્ટ-સિત્તેર કોટાકોટી સાગરોપમ પ્રમાણ સ્થિતિનો બંધ જ થતો નથી. અંતર્મુહૂર્ત માટે પણ સ્પર્શેલા આ પરિણામની વિશેષતા સમજાય તો વેદ્યસંવેદ્યપદમાં પ્રાપ્ત થનારી આવી સિદ્ધિની મહત્તા સમજાશે. આ બધો પ્રભાવ ચોથી દષ્ટિના અંતે પ્રાપ્ત થનાર જ્ઞાનનો છે. અપ્રશસ્ત માર્ગમાં એકવાર વસ્તુનું સ્વરૂપ સમજાયા પછી તે વિષયના રાગ-દ્વેષની પરિણતિ તોડતાં વાર લાગતી નથી. જેના વિના ચાલશે નહિ એવું લાગતું હતું તેના બદલે તેનું દર્શન પણ ના જોઈએ અને જેનું દર્શન પણ ના જોઈએ એવું લાગતું હતું તેના બદલે હવે તેના વિના નહિ ચાલે એમ લાગ્યા કરે છે. આવી સ્થિતિ, અંશે પણ આપણને અનુભવવા મળી છે. તેનો વિચાર કરીએ તો સમજાશે કે ચોથી દષ્ટિના અંતે પ્રાપ્ત થનારા સૂક્ષ્મ બોધના અચિંત્ય સામર્થ્યથી સંસારની વાસ્તવિક દુઃખમયતા બરાબર સમજાય છે. અનાદિકાળથી સંસારના સુખ વગર ન ચાલે અને દુ:ખ તો કોઈ સંયોગોમાં ના જોઈએ-એવી જે પરિણતિ હતી તેના સ્થાને સુખ તો જોઈએ નહિ અને દુઃખ આવે તો ભલે આવતું એવી પરિણતિ ગ્રંથિભેદના કારણે પ્રાપ્ત થાય છે. Page #62 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિ-એક પરિશીલન આ રીતે વેદ્યસંવેદ્યપદનું સ્વરૂપ સમજાવ્યા બાદ અવેદ્યસંવેદ્યપદનું સ્વરૂપ સમજાવતાં ગ્રંથકાર પરમર્ષિ ફરમાવે છે કે ૫૯ એહ થકી વિપરીત છેજી, પદ તે અવેધસંવેદ્ય, ભવાભિનંદી જીવનેજી, તે હોય વજ્ર અભેદ્ય, મનવાળા વેદ્યસંવેદ્યપદના સ્વરૂપથી તદ્દન વિપરીત સ્વરૂપ અવેદ્યસંવેદ્યપદનું છે. અહીં સૂક્ષ્મબોધના અભાવે ગ્રંથિ ભેદાતી નથી, પાપાકરણનિયમ હોતો નથી અને સંસારના સુખદુઃખના વિષયમાં તીવ્ર રાગદ્વેષની પરિણતિનો અભાવ હોતો નથી. સંસારના દારુણ વિપાકોનો અનુભવ કર્યા પછી પણ સંસારની દારુણતા અહીં સમજાતી નથી. ભવાભિનંદી જીવોને આ અવેદ્યસંવેદ્યપદ હોય છે અને તે વજ્રજેવા કઠોર પરિણામવાળું–અભેદ્ય હોય છે. આઠમી ગાથાનો આ અક્ષરાર્થ છે. વેદ્યસંવેદ્યપદની અપેક્ષાએ અવેદ્યસંવેદ્યપદનું સ્વરૂપ તદ્દન વિલક્ષણ છે. મોક્ષ કે મોક્ષના સાધનની કલ્યાણકારિતાનો કોઈ પણ જાતનો પૂર્વે અનુભવ નહિ હોવા છતાં વેદ્યસંવેદ્યપદમાં તે કલ્યાણકારિતા ખૂબ જ દૃઢપણે સમજાય છે. પરંતુ અનાદિકાળથી સંસારની દુ:ખમયતાનો સારી રીતે અનુભવ કરવા છતાં અવેદ્યસંવેદ્યપદમાં તેની શ્રદ્ધા થતી નથી. આ વિચિત્રતાનું વાસ્તવિક કારણ સંસારના સુખની તીવ્ર આસક્તિ છે. અનુભવને પણ નિરર્થક બનાવવાનું કાર્ય આ આસક્તિ કરે છે અને આસક્તિનો અભાવ; અનુભવ નહિ હોવા છતાં અપરિચિતમાં પણ શ્રદ્ધા પ્રાપ્ત કરાવે છે. આવી આસક્તિ ભવાભિનંદી જીવોનું લક્ષણ છે. સંસારમાં જ આનંદ પામવાના સ્વભાવવાળા જીવોને ભવાભિનંદી કહેવાય છે. આવા જીવોનું અવેદ્યસંવેદ્યપદ ખૂબ જ કઠોર હોય છે. વજ્રજેવું ભેદી ન શકાય એવું Page #63 -------------------------------------------------------------------------- ________________ ૬૦ દીપ્રાદષ્ટિની સજ્ઝાય અભેદ્ય હોય છે. IIા લોભી કૃપણ દયામણોજી, માયી મચ્છર ઠાણ, ભવાભિનંદી ભયભૌંજી, અલઆરંભ અયાણ, મનગાલા અવેદ્યસંવેદ્યપદવાળા ભવાભિનંદી જીવોનું સ્વરૂપ વર્ણવતાં નવમી ગાથામાં જણાવ્યું છે કે-લોભી, કૃપણ વગેરે જીવો ભવાભિનંદી હોય છે. લોભ, કૃપણતા, દીનતા, માયા, માત્સર્ય, ભય, નિષ્ફલ આરંભ અને મૂર્ખતા આ આઠ દોષો ભવાભિનંદી જીવના છે. માંગવાના સ્વભાવવાળા જીવોને અહીં લોભી જણાવ્યા છે. કોઈની પણ પાસે કોઈ પણ અનુકૂળ વસ્તુ જોઈ એટલે તુરત જ તેની પાસે તેની યાચના કરવી એ લોભ છે. અન્ય ગ્રંથમાં લાભમાં રતિને લોભ તરીકે વર્ણવી છે. પોતાને કોઈ પણ ગમતી વસ્તુ મળે એટલે રતિ થાય-એ લોભનું લક્ષણ છે. સંસારમાં અનાદિકાળના વિષયસંપર્કથી વિષયની ઈચ્છા થાય એ સમજી શકાય છે. પરંતુ એ કોઈ ના આપે તો તે માંગ્યા વિના ન રહેવું-એ લોભ છે, જે મુમુક્ષુ આત્માઓ માટે યોગ્ય નથી. આ સંસારમાં આપણી ઈચ્છાઓનો કોઈ પાર નથી. એવી ઈચ્છાઓને જેમ બને તેમ દૂર કર્યા વિના ચાલે એવું નથી. એને દૂર કરવા વિષયોની અપેક્ષા જેટલી ઓછી રહે એટલું સારું છે. પરંતુ આવી સ્થિતિ લોભના કારણે જીવને પ્રાપ્ત થતી નથી. દુનિયાની નજરે પણ આવા લોભી માણસ સારા ગણાતા નથી. લોકોત્તરમાર્ગમાં પણ આવા લોકો ધર્મની આરાધના માટે યોગ્ય નથી ગણાતા. અનાદિકાળની વિષયની પરિણતિ ઘટાડવા માટે લોકોત્તરધર્મની આરાધના છે. ઉપર જણાવ્યા મુજબ જીવને લોભ વિદ્યમાન હોય તો તે આરાધના કરવા શક્તિમાન ન બને. દરેક પ્રકારના અનર્થનું મૂળ લોભ છે. Page #64 -------------------------------------------------------------------------- ________________ યોગદષ્ટિ-એક પરિશીલન સાધનાની પરાકાષ્ઠાએ પહોંચવા આવેલા સાધકને આ લોભ સાધનામાર્ગથી દૂર રાખે છે. કૃપણતાસ્વરૂપ દોષનું વર્ણન યોગદષ્ટિસમુચ્ચયની ટીકામાં શુદ્ધતારૂપે કર્યું છે. તુચ્છ સ્વભાવ સ્વરૂપ ક્ષુદ્રતા છે. કોઈની પણ ગમે તે જાતની ભૂલને જતી ન કરવાની વૃત્તિ છવની તુચ્છતાને જણાવે છે. વર્તમાનમાં ગમે તે કારણે આવી તુચ્છતા સારા ગણાતા સાધકોમાં વિશેષપણે જોવા મળતી હોય છે. છઠ્ઠા-સાતમા ગુણસ્થાનકે જેમની ગણતરી થતી હોય એવા આત્માઓમાં પણ જ્યારે આવી કૃપણતા દેખાય ત્યારે ખરેખર જ સાધનામાર્ગની પ્રાપ્તિ માટે કેટલો પુરુષાર્થ જોઈએ તે સમજાય છે. ઉચ્ચ કુળોમાં જેમ સ્વભાવથી જ તુચ્છતા હોતી નથી, તેમ લોકોત્તરમાર્ગના આરાધકોમાં પણ સ્વભાવથી જ તુચ્છતા હોતી નથી. ભવાભિનંદી જીવોમાં જ એવી તુચ્છતાસ્વરૂપ કૃપણતા હોય છે. આવી તુચ્છતાના કારણે જ યોગમાર્ગની સાધનાના અર્થીઓને પણ ક્રિયાનું અજીર્ણ થતું હોય છે. બીજાના દોષોની ઉપેક્ષા કરતાં આવડે તો તુચ્છતાસ્વરૂપ કૃપણતા દૂર થાય છે. ભવાભિનંદી જીવોનો ત્રીજો દોષ દીનતા છે. આ દોષથી ભરેલા ભવાભિનંદી જીવો કાયમ માટે અકલ્યાણને જોનારા હોય છે. પોતાની જાત ઉપર દુનિયાનું બધું દુઃખ આવી પડ્યું ન હોય-એ રીતે સર્વત્ર દીનતાપૂર્વક તેઓ જીવતા હોય છે. દુઃખ વેઠવાની સહેજ પણ ભાવના ન હોય એટલે આવી દીનતા આવી જ જાય. પોતે જ કરેલા પાપના ઉદયથી આવેલા દુઃખને સહેજ પણ સહન કરવાની મનોદશાનો અભાવ-આ એક મોટું અપલક્ષણ છે. આથી સર્વત્ર દીનતાપૂર્વક જીવવું પડે છે. આવેલું દુઃખ આજે નહિ તો કાલે ગમે ત્યારે જતું જ રહેવાનું છે. દુઃખ ચિરસ્થાયી નથી-એવું સમજીને સમતાપૂર્વક દુઃખ વેઠવા માંડીએ તો દીનતા ન આવે. દુ:ખ વેઠ્યા વિના WWW.jainelibrary.org Page #65 -------------------------------------------------------------------------- ________________ દીપ્રાદષ્ટિની સક્ઝાય કોઈની પણ મુક્તિ નથી-એ સમજવા જેટલી પણ બુદ્ધિ આ દીનતાના કારણે જીવમાં હોતી નથી. યોગમાર્ગની સાધનાના અથઓએ ગમે તે રીતે દીનતાનો ત્યાગ કરવા સાત્વિક્તા કેળવી લેવી જોઈએ. શઠતાને માયા કહેવાય છે. ભવાભિનંદી જીવો શઠ એટલે લુચ્ચા હોય છે. પોતાનું ઈષ્ટ સાધવા માટે ગમે તે વ્યક્તિને ગમે તે સમજાવી પોતાનું ધાર્યું કરાવી લેવાની વૃત્તિ-એ એક જાતની માયા-શઠતા છે. મોક્ષમાર્ગની સાધનામાં તત્પર થયેલા જીવો ખરેખર જ સરળદયવાળા હોય છે. એવી સરળતા ભવાભિનંદી જીવોમાં હોતી નથી. માયાવી માણસોનો કોઈ વિશ્વાસ કરતું નથી. યોગમાર્ગની સાધના માટે સૌથી મુખ્ય ગુણ તરીકે ગુરુ પ્રત્યેનો સમર્પણભાવ છે. એ ગુણની પ્રાપ્તિમાં અવરોધ ઊભો કરનારી માયા છે. ભવ પ્રત્યે જેને બહુમાન હોય એવા જીવો માયાનું સેવન કરે-એ બનવાજોગ છે. પરંતુ રત્નત્રયીની સાધના માટે સંસારનો ત્યાગ કરી ગુરુસમર્પણભાવ રાખવાની પ્રતિજ્ઞા કરનારા મુમુક્ષુ આત્માઓ કઈ રીતે માયા સેવી શકે ? સમર્થજ્ઞાનીઓના જ્ઞાનને પણ દૂર કરી અવિદ્યાને જન્મ આપનારી આ માયા છે. માયાના કારણે કુટિલતામાં નિપુણ બની બગલાની જેમ બાહ્યાચરણને શુદ્ધ રીતે પાળી સમસ્ત જગતને ઠગનારા ખરેખર તો પોતાની જાતને ઠગે છે. ઉપર જણાવ્યા મુજબ મોટાભાગે પોતે સારા દેખાવાની મનોવૃત્તિના કારણે માયાને સેવવી પડે છે. એવી મનોદશા ન હોય તો જીવને માયાનો ખપ જ ન પડે. આપણે પોતે ગમે તેવા દોષવાળા હોઈએ તોપણ બીજાની નજરે દુષ્ટ ન દેખાઈએ-આવી વૃત્તિ દઢ બને તો જીવને દુનિયામાં મારા કરતાં કોઈ સારો ન દેખાવો જોઈએ એવી ઈચ્છા જાગે છે પરંતુ એ ઈચ્છા માત્રથી કોઈ સારા દેખાય નહિ-એવું બનતું Page #66 -------------------------------------------------------------------------- ________________ યોગદષ્ટિ-એક પરિશીલન નથી. એટલે બીજાની સારી અવસ્થા જોઈ શકે એટલી પણ સારી અવસ્થા જીવમાં રહેતી નથી. આ અવસ્થાને અનંતજ્ઞાનીઓએ માત્સર્ય તરીકે વર્ણવી છે. પરના કલ્યાણમાં(શુભમાં) સર્વદા દુઃખી થવા સ્વરૂપ આ માત્સર્ય ભવાભિનંદી જીવોનું લક્ષણ છે. મુમુક્ષુ આત્માઓ તો બીજાના કલ્યાણને જોઈને આનંદ પામતા હોય છે. બીજાના કલ્યાણમાં તેમને ઈર્ષ્યા થતી નથી. આવા વખતે તેમને દુઃખ, માત્ર પોતાના અકલ્યાણનું હોય છે. સિદ્ધિના અર્થીઓને પોતાને સિદ્ધિ ન મળે તો દુઃખ થાય પરંતુ બીજાને સિદ્ધિ મળવાથી દુઃખ ન થાય-એ સમજી શકાય છે. ભવાભિનંદી જીવોની કરુણતા જ એ છે કે એ લોકો પરસુખે દુઃખી છે; દેખાવ માત્ર સ્વદુઃખે દુઃખી થવાનો કરતા હોય છે. આ ખૂબ જ વિચિત્ર અવસ્થા છે. પોતાને ગુણની પ્રામિ ન થવાથી દુઃખ થાય તો જીવ ગુણ મેળવવા માટે પ્રયત્ન કરે અને બીજાને ગુણ મળવાથી દુઃખ થાય તો જીવ બીજાના ગુણનો નાશ થાય એ માટે પ્રયત્નશીલ બને છે, જેથી ભવાંતરમાં પણ ગુણની પ્રાપ્તિ ન થાય એવી અવસ્થાને જીવ પ્રાપ્ત કરે છે. આ રીતે માત્સર્ય સમગ્ર ગુણોની યોગ્યતાનો નાશ કરનારું બને છે. ભવાભિનંદી જીવો ઉપર જણાવ્યા મુજબ માત્સર્ય વગેરે દોષોથી યુક્ત હોવાથી પોતાના એ દોષના કારણે જ તેઓ હંમેશાં ભયવાળા હોય છે. વિષયકષાયની તીવ્ર પરિણતિના કારણે સંદેવ તેઓ “મને મળેલાં સુખનાં સાધનો જશે તો નહિ ને ? અને દુ:ખનાં નિમિત્તો આવશે તો નહિ ને ?' આવા વિચારમાંને વિચારમાં ભયભીત હોય છે. સુખ જતું કરવાની અને દુઃખ વેઠી લેવાની સહેજ પણ વૃત્તિ ન હોવાથી જીવને ભય પેદા થાય છે. સુખની અપેક્ષા ન હોય અને દુઃખ આવે તો ભોગવી લેવાની વૃત્તિ હોય તો ભય ઉત્પન્ન થતો નથી. Page #67 -------------------------------------------------------------------------- ________________ ६४ દીપ્રાદષ્ટિની સક્ઝાય આ ભયસંજ્ઞા અનાદિકાળની છે. વિશિષ્ટ જ્ઞાન ન હોવાથી એકેન્દ્રિયાદિ અવસ્થામાં એ સુષુપ્ત હોય છે. સંજ્ઞીપંચેન્દ્રિયપણામાં વિશિષ્ટ જ્ઞાન હોવાથી ભયસંજ્ઞા સ્પષ્ટપણે અનુભવાય છે. સરુભગવંતોના પુણ્ય પરીચયે સંસારની નિર્ગુણતાદિનું ભાન થવાથી અનાદિકાળની એ ભયસંજ્ઞા ધીરે ધીરે દૂર થાય છે. ભવાભિનંદી જીવોને માત્ર, એ ભયસંજ્ઞા ખૂબ જ તીવ્ર હોય છે. આવી ભયભીત અવસ્થાના કારણે ભવાભિનંદી જીવોની પ્રવૃત્તિ એક જ જાતની હોય છે. સદાને માટે પોતાને પુણ્યથી મળેલાં સુખનો વિયોગ થાય નહિ અને દુઃખ કોઈ પણ દિવસ આવે નહિ-એ માટે જ તેઓનો પ્રયત્ન હોય છે. આવો ઉત્કટ કોટિનો પ્રયત્ન કરવા છતાં સુખ જતું રહે છે અને દુઃખ આવ્યા વિના રહેતું નથી, આવો અનુભવ લગભગ દરરોજ થતો હોવા છતાં તેઓ પોતાની પ્રવૃત્તિનો ત્યાગ કરી શક્તા નથી. બલ્ક નકામી(નિષ્ફળ) પ્રવૃત્તિ દિન-પ્રતિદિન વધાર્યો જ જતા હોય છે. આને જ અનંતજ્ઞાનીઓએ ભવાભિનંદી જીવોના લક્ષણ તરીકે નિષ્ફળ આરંભ રૂપે વર્ણવી છે. આ રીતે નિષ્ફળ પ્રવૃત્તિના કારણે મનવચનકાયાની સુંદર શક્તિ વેડફાઈ જાય છે. પરમતારક ગુરુભગવંતોની ધર્મદેશના સાંભળ્યા પછી પણ નિષ્ફળ પ્રવૃત્તિમાં ફેર પડતો નથી. એમાં મુખ્ય કારણ અતત્વમાં તત્ત્વનો અભિનિવેશ(કદાગ્રહ) છે. આ અભિનિવેશના કારણે જ ભવાભિનંદી જીવોની નિષ્ફળ પ્રવૃત્તિ જીવતી હોય છે. સમર્થ જ્ઞાનીઓ પણ અભિનિવેશી જીવોને સમજાવી શકતા નથી. ભવાભિનંદી જીવો આ રીતે નિષ્ફળ પ્રવૃત્તિમાં જ લીન હોવાથી તેઓ કોઈ પણ ગુણને પ્રાપ્ત કરી શકતા નથી. સર્વ ગુણોમાં શ્રેષ્ઠ ગુણ જ્ઞાન છે. એના અભાવે આ જીવો અજ્ઞ એટલે કે મૂર્ખ હોય છે. કોઈ Page #68 -------------------------------------------------------------------------- ________________ યોગદષ્ટિ-એક પરિશીલન ૬૫ પણ સારી ગણાતી પ્રવૃત્તિમાં મૂર્ખ જીવોને અધિકાર નથી હોતો. સારી પ્રવૃત્તિ માટેની યોગ્યતા પ્રાપ્ત કરવા મૂર્ખતાનો ત્યાગ કરવો જોઈએઆટલું પણ જ્ઞાન ભવાભિનંદી જીવોને હોતું નથી. મૂર્ખ લોકો સંસારમાં પણ ખૂબ જ વિટંબણા પામતા હોય છે. અર્થ અને કામમાં જેમ મૂર્ખતાના કારણે હાનિ પહોચે છે તેમ ધર્મની સાધનામાં પણ મૂર્ખતા એ એક ખૂબ જ પ્રબળ વિધ્યું છે. જે માર્ગે આપણને ઈદની પ્રાપ્તિ થવાની છે તે માર્ગ જ આપણે જાણી ન શકીએ-એના કરતાં બીજી કઈ વિટંબણા છે ? માર્ગદર્શકોની માર્ગદર્શિતાને પણ અકિંચિGર બનાવનારી આ મૂર્ખતા ભવાભિનંદી જીવોનું મોટું અપલક્ષણ છે. ઉપર જણાવ્યા મુજબના ભવાભિનંદી જીવોને અવેદ્યસંવેદ્ય પદ હોય છે-તેને જીતવાના એટલે કે દૂર કરવાના ઉપાયનું નિરૂપણ કરતાં ગ્રંથકાર પરમર્ષિ ફરમાવે છે કેએવા અવગુણવંતનું છે, ૫દ છે અવેર કઠોર, સાધુસંગ આગમ તણોજી, તે છતે ધરી જોર, મનાવવા આશય એ છે કે ઉપર જણાવેલા ક્ષુદ્રતાદિ દોષવાળા ભવાભિનંદી જીવો અવગુણની ખાણ છે. એવા અવગુણી જીવોને કઠોર એવું અવેદ્યવેદ્યપદ હોય છે; તે આગમના સુંદર સંગ-સંબંધથી પ્રયત્નપૂર્વક જીતી શકાય છે. અહીં યાદ રાખવું જોઈએ કે આગમનો સાધુસંગસત્સંગ અવેદ્યસંવેદ્યપદને દૂર કરે છે એમ જણાવ્યું છે. યોગદષ્ટિસમુચ્ચયમાં સ મયોન-સત્સંગ અને આગમના યોગથી અવેદ્યસંવેદ્યપદ જેય છે અને એમાં પણ સાધુસંગ-સત્સંગ જ મુખ્ય છે, એમ જણાવ્યું છે. યોગદષ્ટિસમુચ્ચયમાં વર્ણવ્યા મુજબનો અર્થ અહીં પણ પ્રતીત થાય છે. આગમનો સત્સંગ, માત્ર આગમના વાંચનથી Page #69 -------------------------------------------------------------------------- ________________ દીપ્રાદષ્ટિની સઝાય થતો નથી. પૂ. ગીતાર્થ ગુરુભગવંતોની પાસે જ એના શ્રવણથી આગમનો સત્સંગ થાય છે. પૂ. ગીતાર્થ ગુરુભગવંતોની પાસે માત્ર આગમના જ્ઞાન માટે જવાનું છે. આગમનું જ્ઞાન; આગમના વાંચનથી નહિ પરંતુ પૂ. ગુરુભગવંતની પાસે વિનયાદિપૂર્વક સાંભળીને મેળવવું જોઈએ અને પૂ. ગુરુભગવંતનો સંગ એ જ એકમાત્ર પ્રયોજનથી કરવો જોઈએ. બીજા કોઈ પણ ઈરાદે કરાયેલ એ સંગ સત્સંગ નથી. તેથી આગમના સાધુસંગથી એટલે કે પૂ. ગીતાર્થ ગુરુભગવંતોની પાસે વિનયાદિપૂર્વક આગમના શ્રવણથી, અવેધસંવેદ્યપદ જિતાય છે. અર્થાત્ ઉપર જણાવ્યા મુજબના પૂ. સાધુભગવંતોના સંગથી અને આગમના યોગથી અવેદ્યસંવેદ્યપદ જિતાય છે-એ સ્પષ્ટ છે. મિથ્યાત્વમૂલક અવેદ્યસંવેદ્યપદને જીતવા માટે સૂચવેલા એ બે ઉપાયોમાં સત્સંગ-સાધુસંગની પ્રધાનતા છે. યોગમાર્ગમાં જ નહિ, દુનિયાની કોઈ પણ સિદ્ધિમાં પ્રધાનતા સાધુસંગની છે. યોગમાર્ગમાં એ સાધુસંગની પ્રધાનતા નહિ સમજનારા ખરી રીતે તો યોગમાર્ગના અધિકારી નથી. પૂ. ગુરુભગવંતની સાપેક્ષતા જ જીવને પરપદાર્થમાં નિરપેક્ષ બનાવે છે. આ રીતે પ્રાપ્ત થયેલી નિરપેક્ષતા અવેદ્યસંવેદ્યપદને દૂર કરે છે. આ દશમી ગાથાનો પરમાર્થ છે. અવેદ્યસંવેદ્યપદને જીતવાથી પ્રગટ થનાર ચિહ્ન-લક્ષણને જણાવવા અગિયારમી ગાથામાં ફરમાવ્યું છે કેતે છત્યે સહેજે ટગેજી, વિષમ કુતર્ક પ્રચાર, દૂર નિકટ હાથી હણેજી, જિમ એ બઠરવિચાર, મનના ૧૧ - અવેધસંવેદ્યપદ જિતાયા પછી સ્વાભાવિક જ વિષમ એવા કુતર્કના પ્રચારની નિવૃત્તિ થાય છે. પ્રમાણપ્રસિદ્ધ વાતને સમજવાને Page #70 -------------------------------------------------------------------------- ________________ યોગદષ્ટિ-એક પરિશીલન બદલે તેમાં દોષ જણાવવા માટે જે વિચારાય છે તેને સામાન્યથી કુતર્ક કહેવાય છે. શાસ્ત્રમાં કુતર્કને બોધરોગ, શમાપાય, શ્રદ્ધાભંગ, ભાવરિપુ વગેરે સ્વરૂપે વર્ણવ્યો છે. કુતર્કના કારણે જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી, પૂર્વનું જ્ઞાન પણ નાશ પામે છે. તેથી તેને બોધરોગ કહેવાય છે. સામાન્ય રીતે હર્ષ કે વિષાદના સ્થાનમાં રતિ કે અરતિના અભાવને શમ કહેવાય છે. તે માનસિક સ્વસ્થતાનું ખૂબ જ મહત્ત્વનું કારણ છે. કુતર્ક કરનારાને કોઈ પણ રીતે માનસિક સ્વસ્થતા મળતી નથી. અસહ્નો અભિનિવેશ હોવાથી કુતર્ક કરનારાને મનમાં સદાને માટે અસ્વસ્થતા હોય છે, જે શમના અપાય(અભાવ)ને જણાવે છે. કુતર્ક કરનારાને આગમના અર્થનું જ્ઞાન પ્રાપ્ત થતું નથી. તેથી જ્ઞાનથી પ્રાપ્ત થનારી શ્રદ્ધાનો કુતર્કના કારણે ભંગ થાય છે. આ રીતે પરમાર્થ-મોક્ષને ઉપયોગી કોઈપણ સાધનની પ્રાપ્તિના અભાવે કુતર્કને ભાવશ૩ વર્ણવ્યો છે. ગ્રંથકાશ્રીએ કુતર્કનો પરિચય કરાવવા માટે "દૂર નિકટ..” પદથી એક દષ્ટાંત સૂચવ્યું છે. આશય એ છે કે કોઈ એક નગરમાં ન્યાયદર્શન ભણનાર વિદ્યાર્થી ક્યાંથી આવતો હતો ત્યારે ગાંડા થયેલા હાથી ઉપર બેસેલા મહાવતે તેને કહ્યું કે “ભાઈ જલદીથી ખસી જા, આ હાથી મારે છે. આ સાંભળીને પેલા વિદ્યાર્થીએ કહ્યું કે-હે મૂરખ ! આ પ્રમાણે અસંબદ્ધ શું બોલે છે ? હાથી પ્રાસને મારે છે કે અપ્રામને મારે છે ? જો પ્રામને મારે તો તને સૌથી પહેલાં મારે અને જે અપ્રામને મારે તો ગમે તેટલા દૂર હોઈએ તોપણ બધાને મારે !'-આ પ્રમાણે તે બોલતો હતો એટલી વારમાં તો હાથીએ તેને પકડ્યો અને મહાવતે જેમ-તેમ કરીને છોડાવ્યો. ભાવાર્થ સ્પષ્ટ છે કે મહાવતની સીધીસાદી વાતમાં પણ કુતર્કના કારણે નૈયાયિક છાત્રની જેવી દુર્દશા થઈ એવી Page #71 -------------------------------------------------------------------------- ________________ ૬૮ દીપ્રાદષ્ટિની સઝાય દુર્દશા કુતર્ક કરનારાની થાય છે. મહાવતની વાત સ્પષ્ટ હતી કે હાથી પોતાના માર્ગમાં આવેલાને મારે છે. એ સમજવાને બદલે એની વાતમાં દૂષણ બતાવવાની મૂર્ખતા કરવાની ખરેખર જ જરૂર ન હતી. પરંતુ કુતર્કના પનારે પડ્યા પછી એવી સરળતા આવવી સહેલી નથી. દૂરનાને હાથી હણે છે કે નજીકનાને ?’ આવો વિચાર બઠર-મૂર્ણ કરે છે, તે કુતર્ક છે. આવા પ્રકારના કુતર્કનો પ્રચાર અવેદ્યસંવેદ્યપદ જીતવાથી દૂર થાય છે. આ અગિયારમી ગાથાનું તાત્પર્ય છે. કુતર્કથી કદાગ્રહી બનેલા મૂર્ખ લોકો કેવા હોય છે, તે બારમી ગાથામાં જણાવ્યું છેહું પામ્યો સંશય નહીંછ, મૂરખ કરે એ વિચાર, આળસુઆ ગુરુ-શિષ્યનો છે, તે તો વચન પ્રકાર, મનગી૧૨ા આશય એ છે કે કુતર્કના કારણે કદાગ્રહી બનેલા અજ્ઞાની હોવા છતાં તેઓ પોતાની જાતને પંડિત માનતા હોય છે. હું બધું જ જાણું છું, મને કોઈ પણ જાતનો સંશય નથી આવો વિચાર તેઓ કરતા હોય છે. જ્ઞાનનો છાંટો પણ ન હોવા છતાં અભિમાનનો પાર હોતો નથી. આ અભિમાનને લઈને તેઓ કોઈને પણ પૂછતા નથી. આળસુ શિષ્ય અને આળસુ ગુરુનાં વચનો જ્ઞાનનું કારણ બનતાં નથી. તેનાથી માત્ર ઉપર ઉપરથી જ્ઞાનનો આભાસ ઊભો થાય છે. તેવી જ રીતે કુતર્કના કારણે તત્ત્વજ્ઞાનની વાતો ચાલ્યા કરે છે, પરંતુ તત્ત્વજ્ઞાન પ્રાપ્ત થતું નથી. તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ માટે વાસ્તવિક ઉપાય જણાવતાં ગ્રંથકાર પરમર્ષિએ તેરમી ગાથામાં ફરમાવ્યું છે કેધી જે તે પતિ આવવું છે, આપમતે અનુમાન, આગમને અનુમાનથીજી, સાચું કહે સુજ્ઞાન, મનના ૧૩ના Page #72 -------------------------------------------------------------------------- ________________ યોગદષ્ટિ-એક પરિશીલન ઉપર જણાવ્યા મુજબ કુતર્કને આધીન બનેલાની એક જ પ્રવૃત્તિ હોય છે. પોતાની બુદ્ધિમાં જે પ્રતીત થતું હોય તેને પોતાની બુદ્ધિથી સિદ્ધ કરવા અનુમાન ક્ય કરતા હોય છે. પરંતુ આવી પ્રવૃત્તિથી કોઈ પણ દિવસ સાચું જ્ઞાન પ્રાપ્ત થતું નથી. સાચું સુંદરજ્ઞાન તો આગમમૂલક અનુમાનથી પ્રાપ્ત થાય છે. ચાલુ વ્યવહારમાં પણ તે તે વિષયના જ્ઞાતા થવા માટે તે તે વિષયના શાસ્ત્ર પ્રત્યે અને તે તે વિષયના જ્ઞાતાઓ પ્રત્યે શ્રદ્ધા રાખવી પડે છે. એ શ્રદ્ધાથી જ તે તે વિષયમાં અનુમાન કરી તે તે શાસ્ત્રના પદાર્થોનું જ્ઞાન જીવને પ્રાપ્ત થાય છે. લોકોત્તરમાર્ગમાં પણ એવું જ બને છે. અતીન્દ્રિય પદાર્થોનું સાચું જ્ઞાન આગમમૂલક અનુમાનથી જ પ્રાપ્ત થતું હોય છે. જે અનુમાનના કારણે આગમનો વિરોધ આવે તો એ અનુમાન અનુમાન નથી, એ માનવું રહ્યું. કુતકપ્રેરિત અનુમાનથી; શાસ્ત્રની સાથે અને લોકપ્રસિદ્ધ અર્થની સાથે વિરોધ આવે છે. આથી મુમુક્ષુ આત્માઓએ તો કોઈ પણ સંયોગોમાં આ કુતર્કનો ત્યાગ કરવો જોઈએ-એ આ ગાથાનો પરમાર્થ છે. કુતર્કનો ત્યાગ કરવાથી જીવને ઉપર જણાવ્યા મુજબ આગમનો બોધ સારી રીતે પ્રાપ્ત થાય છે. અનુમાનથી એ બોધ નિર્મળ બને છે અને વિહિત અનુષ્ઠાનોના અભ્યાસથી બોધ પરિણમે છે. આગમ, અનુમાન અને યોગાભ્યાસનો રસ-આ રણના કારણે ઉત્તમ તત્વ પ્રાપ્ત થાય છે. ઉત્તમ તત્ત્વની પ્રાપ્તિના કારણે સંમોહ અવસ્થા દૂર થાય છે. આ અસંમોહ અવસ્થાનું વર્ણન કરતાં ગ્રંથકારશ્રી ચૌદમી ગાથામાં ફરમાવે છે કેનહીં સર્વજ્ઞ જજુઆ, તેહના જે વળી દાસ, ભગતિ દેવની પણ કહી, ચિત્ર અચિત્ર પ્રકાશ, મનના ૧૪ Page #73 -------------------------------------------------------------------------- ________________ ૭૦ ' દીપ્રાદષ્ટિની સઝાય આશય એ છે કે-પાપસ્વરૂપ સંમોહની નિવૃત્તિ થયા પછી હજુ સુધી વેદ્યસંવેદ્યપદની પ્રાપ્તિ થઈ ન હોવા છતાં આગમ, અનુમાન અને યોગાભ્યાસના રસથી આ ચોથી દષ્ટિમાં એટલું તો સમજાય છે કે-આ લોકમાં સર્વજ્ઞ બધા એક સ્વરૂપવાળા છે. જો તેઓ સર્વજ્ઞ છે તો સર્વશરૂપે તેઓ એક જ છે. સર્વજ્ઞતાના કારણે તેઓમાં પરસ્પર ભિન્નતા નથી. સામાન્ય રીતે સર્વજ્ઞ તેમને કહેવાય છે કે જેઓ બધું જ જાણે છે. જો બધું જાણતા નથી તો તેઓને સર્વજ્ઞ કહેવાય નહિ. જો બધા જ સર્વજ્ઞો બધું જાણતા હોય તો તે રૂપે તેમને જુદા માનવાનું ઉચિત નથી. સર્વશરૂપે સર્વજ્ઞને જુદા માનવામાં મોહ કારણ છે. આવો મોહ આ ચોથી દષ્ટિમાં નથી હોતો. સૂક્ષ્મબોધ નહિ હોવાથી કોઈ વ્યક્તિવિશેષ જ સર્વજ્ઞ છે અને બીજા સર્વજ્ઞ નથી'-આવો સ્પષ્ટનિર્મળ બોધ આ દષ્ટિમાં નથી. પરંતુ સાથે સાથે સર્વજ્ઞમાં સર્વજ્ઞરૂપે ભેદ માનવાનું પણ આ દષ્ટિમાં બનતું નથી. બધું ન જાણે તેને સર્વજ્ઞ ન કહેવાય અને બધું જાણે તેને જ સર્વજ્ઞ કહેવાય. આવી દઢ માન્યતા આ ચોથી દષ્ટિમાં હોય છે. ચોથી દષ્ટિમાં ઉપર જણાવ્યા મુજબ સર્વરૂપે સર્વજ્ઞો એક જ છે-એ જે રીતે સમજાય છે તે જણાવવા તેહના જે વળી દાસ'વગેરે પદો છે. શાસ્ત્રમાં સર્વજ્ઞભગવંતોના દાસરૂપે બીજા દેવોની પણ ભક્તિ-ઉપાસના કરવાનું કહ્યું છે. શ્રી સર્વજ્ઞોની ભક્તિ અને શ્રી સર્વજ્ઞ ભગવંતોના દાસ સ્વરૂપ લોકપાલાદિ દેવની ભક્તિ-આ પ્રમાણે ભક્તિ બે પ્રકારે વર્ણવી છે. એમાં શ્રી સર્વજ્ઞભગવંતની ભક્તિ અચિત્ર એટલે કે એક સ્વરૂપવાળી છે અને બીજી, શ્રી સર્વજ્ઞભગવંતના દાસ સ્વરૂપ દેવોની ભક્તિ તો ચિત્ર એટલે જુદી જુદી ભિન્ન પ્રકારની વર્ણવી છે. આવી રીતે શ્રી સર્વજ્ઞદેવોની ભક્તિને અચિત્રરૂપે વર્ણવી હોવાથી શ્રી Page #74 -------------------------------------------------------------------------- ________________ યોગદષ્ટિ-એક પરિશીલન (99 સર્વજ્ઞભગવંતો પણ એક સ્વરૂપવાળા છે-એ ચોક્કસ થાય છે. શ્રી સર્વજ્ઞભગવંતો તેમના દાસસ્વરૂપ દેવોની જેમ ભિન્ન ભિન્ન હોય તો તેઓશ્રીની ભક્તિ પણ ચિત્ર પ્રકારની જ વર્ણવી હોત. અચિત્ર પ્રકારની વર્ણવી ન હોત. ચિત્ર કે અચિત્રભક્તિના સ્વરૂપાદિને વર્ણવતાં ગ્રંથકાર પરમર્ષિ પંદરમી ગાથામાં ફરમાવે છે કેદેવ સંસારી અનેક છે, તેહની ભક્તિ વિચિત્ર, એક રાગ પર વેષથીજી, એક મુગતિની અચિત્ર, મનવાળા આ સંસારમાં દેવ અનેક છે. તે સંસારી હોવાથી તેમની ભક્તિ વિચિત્ર-જુદા જુદા પ્રકારની છે. કારણ કે જે દેવની પ્રત્યે આપણને રાગ થાય છે તેની ભક્તિ રાગથી થાય છે અને જે દેવ આપણને અનિષ્ટ લાગે છે તેની ભક્તિ દ્વેષથી કરાય છે. પરંતુ જે દેવો સંસારથી પાર પામ્યા છે, એવા દેવોની ભક્તિ માત્ર મોક્ષોપાયના આશયથી વિષયકષાયની ઉપશાંત અવસ્થાની મુખ્યતાએ થાય છે. તેથી તે એક જ પ્રકારની છે. આ પ્રમાણે શાસ્ત્રમાંના વર્ણનથી એ સ્પષ્ટ થાય છે કે-સર્વજ્ઞભગવંતોનું સ્વરૂપ એક જ છે. સંસારી દેવોની જેમ જ સર્વજ્ઞભગવંતો જુદા જુદા સ્વભાવવાળા હોત તો તેમની પણ ભક્તિ જુદી જુદી રીતે ચિત્ર પ્રકારની વર્ણવી હોત. અચિત્ર-એક જ પ્રકારની ભક્તિના વર્ણનથી એ સમજી શકાય છે કે સર્વજ્ઞભગવંતો એક જ સ્વરૂપવાળા છે. આ રીતે સર્વજ્ઞભગવંતોની અથવા તો સંસારી દેવોની એકરૂપે કે અનેકરૂપે કરાતી ભક્તિથી જીવોને જુદા જુદા પ્રકારના ફળની પ્રાપ્તિ થતી હોય છે. એમાં મુખ્યપણે જીવની પોતાની મનની વિશુદ્ધ અથવા તો મલિન રાગાદિયુક્ત ભાવના કારણ હોય છે. અન્યથા ભક્તિની Page #75 -------------------------------------------------------------------------- ________________ ૭૨ દીપ્રાદષ્ટિની સઝાય છે. એમાં એ અ લગ અને અસંમોહે લક્ષણતાનો વિચ સમાન અવસ્થામાં પણ ભિન્ન ફળની પ્રાપ્તિ શક્ય નહિ બને. આશયવિશેષથી જેમ ફળની ભિન્નતા દેખાય છે તેમ બુદ્ધિ વગેરેના ભેદથી પણ જુદા જુદા ફળની પ્રાપ્તિ થાય છે. એ વસ્તુને સ્પષ્ટ કરતાં ગ્રંથકારશ્રી ફરમાવે છે કેઈન્દ્રિયાગત બુદ્ધિ છેજી, જ્ઞાન છે આગમહેત, અસંમોહ શુભકૃતિ ગુણેજી, તેણે ફળભેદ સંકેત, Iમના૧૬ll આશય એ છે કે શ્રી વીતરાગપરમાત્માએ ઉપદેશેલાં એક જ જાતનાં અનુષ્ઠાનો પણ તે તે જીવોને જુદા જુદા ફળને આપનારાં બને છે. એમાં એ અનુષ્ઠાનોની પૂર્વે થનાર બોધની વિલક્ષણતા કારણ છે. સામાન્ય રીતે બુદ્ધિ, જ્ઞાન અને અસંમોહ–આ ત્રણ ભેદથી બોધ ત્રણ પ્રકારનો છે. આમ તો વ્યક્તિ પરત્વે બોધની વિલક્ષણતાનો વિચાર કરીએ તો અસંખ્ય પ્રકારનો બોધ છે. આ સોળમી ગાથામાં બોધના ત્રણ પ્રકારનું વર્ણન ખૂબ જ સંક્ષેપથી પણ સરસ છે. ચક્ષુ વગેરે ઈન્દ્રિયમાત્રથી પ્રતીત થનારા અર્થને આશ્રયીને થનારો બોધ બુદ્ધિસ્વરૂપ છે. આગમગ્રંથોના કારણે ઉત્પન્ન થનારા બોધને જ્ઞાનસ્વરૂપ બોધ કહેવાય છે અને જે બોધના પ્રભાવે શુભકૃતિ એટલે કે શુભ-અનુષ્ઠાનના પરિણામ સ્વરૂપ ગુણ પ્રગટે છે, તે બોધને અસંમોહસ્વરૂપ બોધ કહેવાય છે. બુદ્ધિ, જ્ઞાન અને અસંમોહ–આ ત્રણના કારણે તે તે અનુષ્ઠાનો જુદાં જુદાં ફળને આપનારાં બને છે. રત્નનું દર્શન થવું, રત્નને રત્ન તરીકે ઓળખવું અને ત્યાર પછી તેને પ્રાપ્ત કરવું-આ ત્રણમાં જે ફરક છે એવો જ ફરક સામાન્યથી ત્રણ પ્રકારના બોધમાં છે. રત્નના દર્શન કરનારાઓનો આ જગતમાં પાર નથી. એવી રીતે ધર્મના દર્શન કરનારાઓનો પણ આ જગતમાં પાર Page #76 -------------------------------------------------------------------------- ________________ યોગદષ્ટિ-એક પરિશીલન નથી. ધર્મના નામમાત્રથી જ ધર્મ માની લેનારો વર્ગ ખૂબ જ વિશાળ છે. માત્ર આંખથી રત્નને જોવાથી રત્ન માની લેવામાં થતા અનિષ્ટનો જેને ખ્યાલ છે અને ધર્મના નામમાત્રથી જ ધર્મ માની લેવામાં થતા અનિષ્ટનો ખ્યાલ હોવો જોઈએ. વસ્તુના સાચા સ્વરૂપના પરીચય વિનાનું દર્શન ખરેખર જ કલ્યાણકારી નથી બનતું. બુદ્ધિસ્વરૂપ બોધને આધીન બની અનુષ્ઠાન કરનારાને ધર્મના વાસ્તવિક ફળની પ્રાપ્તિ થતી નથી. ગતાનગતિકરૂપે કરાતું અનુષ્ઠાન બુદ્ધિસ્વરૂપ બોધનું ફળ છે. લોકો કરે છે માટે કરવું એ બુદ્ધિસ્વરૂપ બોધનું લક્ષણ છે. બુદ્ધિસ્વરૂપ બોધના કારણે કોઈ પણ અનુષ્ઠાનનું સ્વરૂપ, એની પાછળનો આશય અને એ અંગેનો વિધિ-વગેરેનો જીવને ખ્યાલ હોતો નથી. નાના બાળકોની જેમ વસ્તુ છે માટે લેવી; વસ્તુ લેવા જેવી છે કે નહિ.. વગેરેનો કોઈ જ વિચાર આ બુદ્ધિપૂર્વકના અનુષ્ઠાનમાં હોતો નથી. સર્વથા વિવેક વિનાની અવસ્થા અહીં છે. ઉપર જણાવેલો બોધ જ્યારે આગમના પરીચયથી થાય છે, ત્યારે તે જ્ઞાનરૂપે પરિણામ પામે છે. રત્નને જોયા પછી, તેના જ્ઞાતાઓના સુપરિચય અને તેવા પ્રકારના સામર્થ્યવિશેષે રત્નને રત્ન તરીકે જાણી શકાય છે તેમ ધર્મના સાચા સ્વરૂપનો અહીં સ્પષ્ટપણે બોધ થાય છે. ભૂતકાળનાં તેવા પ્રકારનાં અશુભ કર્મના ઉદયે અહીં ધર્મના અનુષ્ઠાનનો વાસ્તવિક પરિણામ પ્રાપ્ત થતો ન હોવા છતાં ધર્મના સ્વરૂપના જ્ઞાનમાં અને તેનાથી પ્રાપ્ત થનારા હેય-ઉપાદેયાદિના વિવેમાં કોઈ જ વિવાદ નથી. રત્નને રત્ન તરીકે બરાબર જાણનારા બધાને જ રત્નની પ્રાપ્તિ થતી નથી. એનો અર્થ એ નથી કે તેઓ રત્નને જાણતા જ નથી. શક્તિના અભાવે અને જ્ઞાનના અભાવે પ્રવૃત્તિનો અભાવ હોવા છતાં એ પ્રવૃત્તિના અભાવમાં ઘણો ફરક છે. આવો જ ફરક બુદ્ધિ અને Page #77 -------------------------------------------------------------------------- ________________ ૭૪ દીપ્રાદષ્ટિની સક્ઝાય આગમપૂર્વકના બોધમાં પણ છે. પૂ. ગુરુદેવશ્રીના સત્પરિચયથી આગમનું પરિશીલન કરવાથી આવો વિશિષ્ટ બોધ પ્રાપ્ત થાય છે, જેને અનંતજ્ઞાનીઓએ જ્ઞાન તરીકે વર્ણવ્યો છે. વર્તમાનમાં ધમ ગણાતો વર્ગ મોટાભાગે બુદ્ધિસ્વરૂપ જ બોધ ધરાવે છે. આગમપૂર્વકનો બોધ લગભગ અદશ્ય થતો જાય છે. યોગદષ્ટિસમુચ્ચય ગ્રંથની ટીકામાં બુદ્ધિ અને જ્ઞાનનો ફરક સમજાવતાં ફરમાવ્યું છે કે લોકો તીર્થયાત્રાએ જઈ રહ્યા છે-એ જાઈને તીર્થે જવાની ભાવના થવી એ બુદ્ધિ છે અને તેવા વખતે તીર્થ શું છે ? તીર્થે શા માટે જવાનું? તીર્થયાત્રાએ જવાનો વિધિ શું છે ?... વગેરેનો વિચાર કરી તીર્થયાત્રાએ જવાની ભાવના થવી એ આગમપૂર્વકનો બોધ-જ્ઞાન છે. આથી સમજાશે કે વર્તમાનની પરિસ્થિતિ કેટલી વિચિત્ર છે જે આપણી વર્તમાનની ધાર્મિક પ્રવૃત્તિઓને જ્ઞાનથી શુદ્ધ બનાવવાની ખૂબ જ જરૂર છે. અન્યથા બુદ્ધિપૂર્વકની એ પ્રવૃત્તિઓ કોઈ પણ રીતે ફળપ્રદ નહિ બને. સદનુષ્ઠાનથી યુક્ત એવા બોધને અનંતજ્ઞાનીઓએ અસંમોહ રૂપે વર્ણવ્યો છે. જેને બોધરાજ તરીકે પણ વર્ણવાય છે. જે અનુષ્ઠાનના કારણે બોધ અસંમોહસ્વરૂપ બને છે એ સદનુષ્ઠાનનું સ્વરૂપ સત્તરમી ગાથામાં વર્ણવ્યું છેઆદર કિયા-રતિ ઘણીજી, વિઘન ટને મિલે લચ્છી, જિજ્ઞાસા બુધસેવનાજી, શુભકૃતિ ચિઠ પ્રત્યચ્છ, મનવાળા આદર, ક્રિયામાં રતિ, ક્યિા કરવામાં વિઘ્નનો અભાવ, લક્ષ્મીસંપત્તિની પ્રાપ્તિ, જિજ્ઞાસા, બુધજનોની સેવા-આ છ લક્ષણ શુભકૃતિ સદનુષ્ઠાનનાં છે-સત્તરમી ગાથાનો આ અક્ષરાર્થ છે. અનુષ્ઠાન કરતી વખતે જે પ્રયત્નાતિશય દેખાય તેને આદર Page #78 -------------------------------------------------------------------------- ________________ યોગદષ્ટિ-એક પરિશીલન ૭૫ કહેવાય છે. સદનુષ્ઠાનનું આ પ્રથમ લક્ષણ છે. આપણી શક્તિ કરતાં પણ વધારે કરવાનું મન થાય ત્યારે સમજવું કે આપણને અનુષ્ઠાન પ્રત્યે આદર છે. આદરનું આ સ્વરૂપ ખૂબ જ પ્રતીત છે. આપણને જે જે પ્રશસ્ત કે અપ્રશસ્ત ક્રિયા પ્રત્યે આદર છે, તે તે ક્ષિાઓ આપણે ખૂબ જ ઉત્કટ પ્રયત્નપૂર્વક કરતા હોઈએ છીએ. નાના બાળકોમાં તો આ વસ્તુ વિશેષપણે જોવા મળે છે. મોટાઓ જે પ્રવૃત્તિ કરતા હોય છે તે પ્રવૃત્તિ કરવાનું તેમને મન થાય છે ત્યારે પોતાના ગજા ઉપરાંત એ પ્રવૃત્તિ તેઓ કરતા હોય છે. પોતાની શક્તિનો વિચાર તેઓ કરતા નથી હોતા. મુમુક્ષુ આત્માઓને સદનુષ્ઠાન પ્રત્યે આવો આદર હોવો જ જોઈએ. જેની ઉત્કટ ઈચ્છા હોય તેમાં તે ઈચ્છાના યોગે ઉત્કટ પ્રયત્ન થાય એ સમજી શકાય છે. આવા વખતે પોતાની શક્તિનો જ વિચાર કરે તો યોગમાર્ગમાં આગળ વધવાનું ક્યારે પણ નહિ બને. શક્તિને છુપાવવું, શક્તિના પ્રમાણમાં કાર્ય ન કરવું અને શક્તિ ઉપરાંત કરીએ તો આગળ જતાં પ્રવૃત્તિ સાવ જ બંધ થઈ જશેએવી વિચારણા કરવી... વગેરે આદરને સૂચવનાર નથી. યોગમાર્ગની સાધનામાં અનાદર જેવું એક પણ પાપ નથી. અવિધિ, અનુપયોગ, કાલાદિનું અનિયમન અને ભાવવિહીનતા વગેરે દોષો આ અનાદરભાવમાંથી જ ઉદ્દભવતા હોય છે. સદ્ભાગ્ય પ્રાપ્ત થયેલા અનુષ્ઠાનને અસદનુષ્ઠાન બનાવવાનું કામ પણ આ અનાદર કરે છે. સદનુષ્ઠાનનું બીજું લક્ષણ છે ક્લિામાં રતિ, જે કરણમાં પ્રીતિઅભિધ્વંગ(આસક્તિ) સ્વરૂપ છે. આદરપૂર્વક શરૂ કરેલા અનુષ્ઠાનની પ્રવૃત્તિ વખતે ગમે તેવી પ્રતિકૂળતા આવે તોપણ અનુષ્ઠાનમાં રતિ થવી એ અનુષ્ઠાનની સદનુષ્ઠાનતા સૂચવે છે. શ્રી વીતરાગપરમાત્માએ ઉપદેશેલાં પરમતારક અનુષ્ઠાન તેઓશ્રીની પરમતારક આજ્ઞા મુજબ Page #79 -------------------------------------------------------------------------- ________________ દીપ્રાદષ્ટિની સઝાય કરીએ તો પ્રતિકૂળતા તો આવે પરંતુ ત્યારે સદનુષ્ઠાનના યોગીઓને અરતિ થતી નથી. બલ્ક સિદ્ધિની સમીપ કે સમીપતરાદિ અવસ્થાને પ્રાપ્ત કરવાથી રતિ થતી હોય છે. ક્રિયા પ્રત્યે આદર હોવાથી ક્રિયા કરતી વખતે રતિ જાળવવાનું શક્ય બને છે. ખેદ કે ઉદ્વેગને આ રતિથી સારી રીતે દૂર કરી શકાય છે. આથી ક્રિયાઓ ખૂબ જ સુંદર રીતે અપ્રમત્તપણે થાય છે. આવી વિશુદ્ધ ક્રિયાઓ નિર્જરાવિશેષનું કારણ બને છે. આવી રીતે વિશુદ્ધ ક્રિયાના કારણે ફલિષ્ટ કર્મની નિર્જરા થવાથી અને સુંદરવિપાકવાળા પુણ્યની પ્રાપ્તિ થવાથી, ભૂતકાળમાં જેમ ક્રિયામાં વિપ્નો આવતાં હતાં અને કોઈ અનુકૂળતા મળતી ન હતી, તેવું હવે બનતું નથી. સાધકને સ્વાભાવિક જ વિપ્નનો અભાવ થાય છે અને સંપત્તિનો આગમ-યોગ થાય છે. સદનુષ્ઠાનનાં આ પણ બે લક્ષણ છે. જે અનુષ્ઠાન કરવાનો આપણે નિર્ણય કરીએ તે અનુષ્ઠાન કરતી વખતે કોઈ પણ વિપ્ન ન આવે અને તેને અનુકૂળ એવી સાધનસામગ્રી મળ્યા કરે એ આપણા સદનુષ્ઠાનને જણાવે છે. પાપની પ્રવૃત્તિ કરતી વખતે આવું ઘણીવાર આપણને જોવા મળે છે. પાપ કરતી વખતે કોઈ વિઘ્ન ન આવે અને એને અનુકૂળ સામગ્રી મળે. આવું જ સાધકને સાધનામાર્ગે બનતું હોય છે. સદનુષ્ઠાનના સ્વામીને અનુષ્ઠાન કરતી વખતે કોઈ પણ વિઘ્ન આવતું નથી, એનો અર્થ એ છે કે એ વિપ્ન સાધનામાં વિનરૂપ બનતું નથી. એ જ રીતે સંપત્તિનો આગમ થાય છે, એનો અર્થ એ છે કે કોઈ પણ સાધન-સામગ્રીની ન્યૂનતા વર્તાતી નથી. ગમે તેવા કપરા સંયોગોમાં સાધનનો પ્રતિબંધ થતો નથી-એ જ વિદનના અભાવવાળી અને સંપત્તિના આગમવાળી અવસ્થા છે. સાધકની સાધક્તા વસ્તુતઃ સાધનની અપેક્ષામાં નથી. વિદ્યમાનને સાધન બનાવવાનું સામર્થ્ય જેનામાં હોય એવા સાધકોને સિદ્ધિ સહજ ભાવે મળતી હોય છે. Page #80 -------------------------------------------------------------------------- ________________ યોગદષ્ટિ-એક પરિશીલન 39 સાધનની અપેક્ષાના કારણે સિદ્ધિમાં વિલંબ થાય છે, કોઈ વાર સાધન ન મળે તો સિદ્ધિ વિના પણ રહેવું પડે. સાધકની સાધકતા સાધનના સર્જનમાં સમાય છે. આશ્રવને સંવર બનાવતાં ન આવડે તો સાધનામાર્ગમાં ટકવાનું સહેલું નથી. અવિષ્મ અને સંપદાગમના કારણે મુમુક્ષુજનોને ઉત્તરોત્તર યોગની વૃદ્ધિ થાય છે. સાથેના સાધકો જે રીતે સાધના કરી રહ્યા છે એ રીતે સાધના પરિશુદ્ધપણે પોતે કરી શકતો નથી-એવું જ્યારે જ્યારે સાધકને જણાય ત્યારે ત્યારે આ કઈ રીતે બને ? શું કરું તો આવી સાધના કરવા હું સમર્થ બનું? આવા પ્રકારની તેને જિજ્ઞાસા થાય છે. આવી જિજ્ઞાસા સદનુષ્ઠાનનું પાંચમું લક્ષણ છે. કોઈની પણ પરિશુદ્ધ ક્રિયા જોઈને એવી જિજ્ઞાસા ન થાય અને જેની જેવી શક્તિ; શક્તિ મુજબ બધું થાય? આવો વિચાર આવે તો એ વખતનું આપણું અનુષ્ઠાન સદનુષ્ઠાનરૂપે નથી હોતું. જિજ્ઞાસા આપણા અનુષ્ઠાનને પરિશુદ્ધ બનાવે છે અને યોગની સાધનામાં જીવને ઉત્તરોત્તર વિશુદ્ધિનું પ્રદાન કરે આ રીતે પોતાની યોગની સાધનામાં જે જે ખામી દેખાય તેને દૂર કરવા માટે એ અનુષ્ઠાનો વારંવાર ઉપયોગપૂર્વક કરવાં-તેને શાસ્ત્રકાર પરમર્ષિઓ તન્નિસેવા સ્વરૂપ સદનુષ્ઠાનનું છઠું લક્ષણ કહે છે. અહીં ‘તન્નિસેવા'ના સ્થાને તજ્જ્ઞસેવા' આવો પણ પાઠ છે. આનો અર્થ એ છે કે વિશુદ્ધ કોટિની સુંદર આરાધનાના સમર્થ જાણકારોની સેવા કરવી. તન્નિસેવા કે તજજ્ઞસેવા અનુષ્ઠાનને પરિશુદ્ધ બનાવવા માટે ખૂબ જ જરૂરી છે. વિશિષ્ટ કોટિની લઘુકર્મિતાને પ્રાપ્ત વિના ઉપર જણાવેલાં લક્ષણોથી જણાતું સદનુષ્ઠાન જીવને પ્રાપ્ત થતું નથી. અસંમોહસ્વરૂપ બોધપૂર્વકના આ અનુષ્ઠાનનો વિચાર કરીએ તો વર્તમાનમાં આપણે Page #81 -------------------------------------------------------------------------- ________________ ७८ દીપ્રાદષ્ટિની સઝાય યોગમાર્ગમાં ક્યાં છીએ-તેનો ખ્યાલ આવી શકશે. સિદ્ધિ સુધી પહોંચવા માટે કેટલું અંતર કાપવાનું છે એનો ચોક્કસ ખ્યાલ આવે તો આપણને આપણી સાધનાને વેગવંતી બનાવવાનું શક્ય બને. ૧ળા. આ રીતે બુદ્ધિ, જ્ઞાન અને અસંમોહ સ્વરૂપ ત્રિવિધ બોધનું વર્ણન કરીને તે તે બોધપૂર્વકનાં અનુષ્ઠાનોનાં ફળનું વર્ણન કરતાં અઢારમી ગાથામાં ગ્રંથકારશ્રી ફરમાવે છે કેબુદ્ધિકિયા ભવફળ દીએ, જ્ઞાન-કિયા શિવઅંગ, અસંમોહકિરિઆદીએજી, શીધ્ય મુગતિફળ ચંગ, મનના૧૮ આશય સ્પષ્ટ છે કે-(ઈન્દ્રિયાનુસારી બોધસ્વરૂ૫) બુદ્ધિપૂર્વકનાં અનુષ્ઠાનો મોક્ષની સાધના માટે કોઈ પણ રીતે ઉપયોગી બનતાં નથી. એનું ફળ માત્ર ભવભ્રમણ છે. કારણ કે આ અનુષ્ઠાનો શાસ્ત્રપૂર્વકના નથી. શાસ્ત્રનિરપેક્ષ અનુષ્ઠાન કોઈ પણ રીતે મોક્ષનું અંગ બનતું નથી. આગમના કારણે ઉત્પન્ન થનાર જ્ઞાનસ્વરૂપ બોધપૂર્વકનું અનુષ્ઠાન મોક્ષના સાધનને આપનારું બને છે. કારણ કે અહીં મૃતનો સમાવેશ હોવાથી અનુષ્ઠાન સાનુબંધ હોય છે. ઉત્તરોત્તર વિશુદ્ધ અનુષ્ઠાનની પ્રાપ્તિ કરાવવા દ્વારા આ અનુષ્ઠાન મોક્ષનું કારણ બને છે. અસંમોહ અનુષ્ઠાન તો એકાંતે પરિશુદ્ધ હોવાથી સારી રીતે પરતત્ત્વ-આત્મતત્ત્વના જાણકારોને વિના વિલંબે મોક્ષફળને આપનારું બને છે. સારી રીતે પરતત્ત્વના જાણકારોને ભવાતીતાર્થયાથી કહેવાય છે. એવા આત્માઓ જ અસંમોહદિયાને કરનારા હોય છે અને તેઓને જ વિના વિલંબે મોક્ષરૂપ ફળની પ્રાપ્તિ થાય છે. ભવાતીતાર્થયાયીઓનું સ્વરૂપ ઓગણીસમી ગાથામાં વર્ણવાય છે Page #82 -------------------------------------------------------------------------- ________________ યોગદષ્ટિ-એક પરિશીલન ૭૯ પુદ્ગલરચના કારમીજી, તિહાં જસ ચિત્ત ન લીન, એક માર્ગ તે શિવ તણો, ભેદ લહે જગદીન, મનવાળા આશય એ છે કે જે જીવો ભવાતીતાર્થયાયી એટલે કે સમ્યક્ષરતત્ત્વવેદી છે તેઓ આ જગતના શુભાશુભ પદાર્થોને પુલની રચનારૂપે સારી રીતે જાણે છે. એ પુદ્ગલની રચના તેના રાગદ્વેષની આધીનતાના કારણે અત્યંત દારુણ વિપાકને આપનારી બને છે, તેથી તે કારમી છે. આવી પુદ્ગલની રચના સ્વરૂપ સામાન્યજનોને ઉચિત એવા પ્રાકૃતભાવોમાં જેમનું મન લીન બનતું નથી તે ભવાતીતાર્થાયી છે. બાહ્યભાવોમાં ચિત્ત ઉત્સાહ વિનાનું હોવાથી તેમનું ચિત્ત વિશુદ્ધ હોય છે. વિષયકષાયની ઉપશમ અવસ્થા સ્વરૂપ તેમનો મોક્ષમાર્ગ એક જ છે. અર્થા આવા પુણ્યાત્માઓ માટે ઉપશમભાવમાં લીન એવું ચિત્ત જ મોક્ષપ્રાપ્તિનું મુખ્ય કારણ છે. તે તે ગુણસ્થાનકે તેઓ વિદ્યમાન હોવાથી બાહ્ય દષ્ટિએ તેમનો મોક્ષમાર્ગ જુદો જુદો છે, એમ લાગ્યા કરે. પરંતુ તે તે જીવો સમુદ્રમાં તે તે સ્થાને હોવાથી તેમનો તીરે પહોંચવાનો માર્ગ જુદો જુદો દેખાતો હોવા છતાં તે જેમ એક જ છે તેમ ભવાતીતાર્થયાયીઓનો મોક્ષમાર્ગ પણ એક છે. આ જગતમાં એક જ સ્વરૂપના મોક્ષમાર્ગમાં જે લોકો ભેદનું દર્શન કરે છે તે ખરેખર જ દીન છે-અજ્ઞાન છે. ૧૯ાા જો આ રીતે મોક્ષમાર્ગ એક જ હોય તો તેના ઉપદેશક એવા સર્વજ્ઞભગવંતોની દેશના જુદી જુદી કેમ ? આ શંકાનું સમાધાન કરતાં ફરમાવે છે કેશિખ્ય ભણી જિનદેશનાજ, કહે જનપરિણતિ ભિન્ન, કહે મુનિની નયદેશના, પરમારથથી અભિન્ન, મન મારવા Page #83 -------------------------------------------------------------------------- ________________ દીપ્રાદષ્ટિની સક્ઝાય આશય એ છે કે મુમુક્ષુજનોની પ્રત્યે શ્રી વીતરાગપરમાત્માની દેશના એકરૂપ જ હોય છે. પરંતુ મુમુક્ષુજનોની જ્ઞાનાદિસ્વરૂપ પરિણતિ ભિન્ન હોવાથી તેમને તે જુદી જુદી જણાય છે. આવી જ રીતે શ્રી વીતરાગપરમાત્માની પરમતારક દેશનાના અનુસાર તે તે મુમુક્ષુઓને જે જે દેશનાથી લાભ થવાનો સંભવ છે તેવી તે તે નયપ્રધાન દેશના મુનિ ભગવંત આપે છે. પરંતુ પરમાર્થરૂપે તો તે તે દેશના પણ એકસ્વરૂપ જ છે. વસ્તુના અનંતધર્માત્મક સમગ્ર સ્વરૂપને આંખ સામે રાખીને પ્રવર્તતી શ્રી સર્વાભગવંતોની દેશના પ્રમાણદેશના છે. તેવા પ્રકારની પ્રમાણદેશના પણ શ્રોતાઓના ક્ષયોપશમની તરતમતાએ તે તે શ્રોતાને જુદી જુદી જણાય છે. પૂજ્યપાદ મુનિભગવંતો પણ શ્રી વીતરાગ પરમાત્માના પરમતારક વચનને અનુસરી શ્રોતાઓની યોગ્યતા જોઈને દેશના આપતા હોવાથી વસ્તુના એક અંશને આંખ સામે રાખીને પ્રવર્તતી તેમની નયદેશના છે. શ્રોતાઓની અપેક્ષાએ તે જુદી હોવા છતાં મોક્ષના આશયના કારણે અને સ્યાદ્વાદમૂલત્વના કારણે તે તે દેશના વસ્તુતઃ એક જ છે. જેનું કારણ અને ફળ બંને એક જ છે તે વસ્તુના સ્વરૂપમાં ભેદ માનવાનું કોઈ કારણ નથી. એ આ ગાથાનો પરમાર્થ છે. ૨૦ - આ રીતે શ્રી સર્વજ્ઞભગવંતો એક છે. તેઓશ્રીએ ઉપદેશેલો પરમતારક મોક્ષમાર્ગ એક છે. જુદી જુદી જણાતી તેઓશ્રીની પરમતારક દેશના એક છે અને ભવાતીતાર્થસ્વરૂપ મોક્ષતત્ત્વ પણ એક છે-એ જણાવ્યા પછી; માત્ર શબ્દભેદના કારણે તે તે વસ્તુ જુદી છે, એવું માનવું ઉચિત નથી તે જણાવે છેશબ્દભેદ ઝઘડો કિસ્યો, પરમારથ જે એક, કહો ગંગા કહો સુરનદીજી, વસ્તુ ફરે નહીં છેક, મનનારા FOT Page #84 -------------------------------------------------------------------------- ________________ યોગદષ્ટિ-એક પરિશીલન આશય સ્પષ્ટ છે કે વસ્તુતત્ત્વ જો એકસ્વરૂપ જ છે, તો માત્ર શબ્દભેદ એટલે કે નામના ભેદને આશ્રયીને વિવાદ શાનો? કારણ કે ગંગાનદીને ગંગા કહીએ કે સુરનદી કહીએ એટલામાત્રથી ગંગાનદીનું સ્વરૂપ સર્વથા ફરતું નથી. ર૧ અહીં યાદ રાખવું જોઈએ કે ચોથી દષ્ટિમાં ઉપર જણાવ્યા મુજબ દીપપ્રભાસમાન બોધ હોવા છતાં વેદ્યસંવેદ્યપદની પ્રામિ નથી. એથી આ દષ્ટિમાં સામાન્ય રીતે વસ્તુનું વિશદ જ્ઞાન નહિ હોવા છતાં જે જ્ઞાન છે તે યોગમાર્ગના દર્શન માટે ખૂબ જ ઉપયોગી છે. આગળની ચાર દષ્ટિમાં તો વેદ્યસંવેદ્યપદની પ્રાપ્તિ હોવાથી બોધ ખૂબ જ સ્પષ્ટ છે, તેથી દેવ, ગુરુ અને ધર્મના સાચા સ્વરૂપનો સમગ્રપણે ખ્યાલ ત્યાં હોય જ. એવો ખ્યાલ આ ચોથી દષ્ટિમાં તો ન જ આવે એ સમજી શકાય છે. આનો અર્થ એ નથી કે આ ચોથી દષ્ટિમાં ગમે તેને દેવ, ગુરુ કે ધર્મ માની લેવામાં આવે છે. દેવ તો સર્વજ્ઞભગવતો જ હોય. ગુરુ તો નિગ્રંથ અને ધર્મના સાચા ઉપદેશકો જ હોય અને ધર્મ તો આ સંસારસમુદ્રથી પાર ઉતારનાર જ હોય. આવું યથાર્થજ્ઞાન આ દષ્ટિમાં સ્પષ્ટપણે હોય છે. તેથી કુદેવ કુગુરુ કે કુધર્મને, દેવ ગુરુ કે ધર્મ માનવાની કોઈ વાત જ આ દષ્ટિમાં નથી. ફરક માત્ર એટલો પડે છે કે આ ચોથી દષ્ટિમાં વ્યક્તિવિશેષમાં સુદેવવાદિનું જ્ઞાન થતું નથી. દેવાદિના સ્વરૂપમાં કોઈ વિવાદ નથી. પરંતુ એવું સ્વરૂપ ક્યાં છે-એ ચોક્કસ જણાતું નથી. તેથી માત્ર બુદ્ધ, કપિલાદિના નામભેદથી ત્યાં સર્વજ્ઞત્વાદિનો અભાવ છે, એ કહી શકાય નહિ. આથી જ આ દષ્ટિમાં કોઈ એક જ દેવ, ગુરુ કે ધર્મને આશ્રયીને રહેવાનું બનતું નથી. છતાં સર્વજ્ઞાદિના સ્વરૂપને જાણતા હોવાથી આ દષ્ટિમાં, બુદ્ધાદિ જો સર્વજ્ઞ છે તો માત્ર નામભેદથી (બુદ્ધ, કપિલાદિ નામના કારણે) તેમને જુદા માનવાનું કોઈ જ કારણ નથી Page #85 -------------------------------------------------------------------------- ________________ દીપ્રાદષ્ટિની સઝાય આવી માન્યતા હોય છે. આવી આગ્રહ વિનાની માન્યતામાં મુખ્યપણે કુતર્કની નિવૃત્તિ કારણ છે. કુતર્ક વિનાની અવસ્થા મુમુક્ષુજનોએ કોઈ પણ રીતે પ્રાપ્ત કરવી જ રહી. કારણ કે આગ્રહી વલણ મુમુક્ષુઓ માટે કોઈ પણ રીતે સારું નથી–આ વસ્તુને સ્પષ્ટ કરતાં ગ્રંથકાશ્રી ક્રમાવે છે કે ધર્મલમાદિક પણ મિટેછ, પ્રગટે ધર્મસંન્યાસ, તો ઝઘડા-ઝોંટા-તણોજી, મુનિને કવણ અભ્યાસ, મિનારા ગાથાનો શબ્દાર્થ એ છે કે ક્ષયોપશમભાવના ક્ષમા, સંતોષ વગેરે ધર્મો પણ છૂટે તો ધર્મસંન્યાસ નામનો યોગ સામર્થ્યયોગમાં પ્રગટે છે. તો આવી સ્થિતિમાં મુનિને ઝઘડા-ટંટાનો અભ્યાસ ક્યાંથી હોય ? આશય એ છે કે ચારિત્રમોહનીયના ક્ષયોપશમથી પ્રાપ્ત થનારા ક્ષમા, સંતોષ, મૃદુતા વગેરે સાધુધર્મની ઉત્કટ લેટિના પ્રયત્નથી પ્રાપ્તિ કરવા છતાં સામર્થ્યયોગમાં (ક્ષપકશ્રેણી દરમ્યાન) તેનો સ્વાભાવિક જ ત્યાગ થાય છે, જેને શાસ્ત્રીય પરિભાષામાં ધર્મસંન્યાસયોગ કહેવાય છે. સંપૂર્ણ શુદ્ધસ્વરૂપને પ્રાપ્ત કરવા અપૂર્ણ એવા તે ધર્મોને ફરી કોઈવાર લેવા ન પડે એવી રીતે છોડવાનું જેમાં બને છે, તે યોગને ધર્મસંન્યાસયોગ કહેવાય છે. મિથ્યાત્વાદિના ઉદયની અવસ્થામાં દેખાતા ગુણો ઔદયિકભાવના કહેવાય છે. તે તે ગુણોના આચ્છાદક કર્મના રસાદિની મંદતાના કારણે પ્રગટ થનારા ગુણોને સાયોપથમિક (ક્ષયોપશમભાવના) ગુણો કહેવાય છે અને સર્વથા કર્મના વિયોગથી પ્રગટ થનારા ગુણોને સાયિકભાવના ગુણો કહેવાય છે. ઔદયિકભાવના ગુણો તો ગુણાભાસ સ્વરૂપ હોવાથી તેનાથી કોઈ જ ઈષ્ટ સિદ્ધ થતું નથી. ક્ષયોપશમભાવના ગુણો ક્ષાયિકભાવના ગુણોનું કારણ બને છે. જ્યારે ક્ષાયિકભાવના ગુણો Page #86 -------------------------------------------------------------------------- ________________ યોગદષ્ટિ-એક પરિશીલન તો આત્માના શુદ્ધ સ્વરૂપનો જ આવિર્ભાવ છે. જીવનો મોટા ભાગનો સમય ઔદયિકભાવમાં વીત્યો છે. સાયિકભાવની પ્રાપ્તિ પૂર્વેની સાધનાનો કાળ ક્ષયોપશમભાવનો કાળ છે અને ક્ષાયિકભાવનો કાળ તો આત્માના શુદ્ધસ્વરૂપની પ્રાપ્તિનો કાળ છે. મોક્ષના સાધનાકાળ દરમ્યાન જે લયોપશમભાવની રક્ષા કરી પ્રાણના ભોગે પણ સમાદિ ધર્મોને સાચવી રાખ્યા તે ધમને પણ ધર્મસંન્યાસયોગમાં છોડવા પડતા હોય તો મુમુક્ષુ આત્માઓએ આ સંસારમાં ક્યાં આગ્રહ રાખવો ? અર્થાત્ કોઈ પણ સ્થાને આગ્રહ રાખવા જેવો નથી. પ્રયત્નાતિશયથી પ્રાપ્ત કરેલા પણ ગુણો અંતે ત્યજવાના છે તો સર્વજ્ઞાદિના સ્વરૂપનું ઐક્ય હોવા છતાં તેમના નામમાત્રની ભિન્નતાએ તેમાં ‘આ સર્વજ્ઞ બરાબર અને આ સર્વજ્ઞ બરાબર નહિ' આવા વિવાદનો અભ્યાસ મુનિ(મુમુક્ષુજનમાત્ર) ને ક્યાંથી હોય અર્થાત્ ન જ હોય. તેથી આ દષ્ટિમાં કુતર્કરહિત મુમુક્ષુઓ મહાપુરુષોએ સેવેલા માર્ગનું જ અનુવર્તન કરતા હોય છે. કોઈ પણ રીતે એ માર્ગનું અતિક્રમણ ન થાય એ રીતે વનારા મુમુક્ષુજનો બીજાને થોડી પણ પીડા ન થાય અને તેમની ઉપર થોડો પણ ઉપકાર કરી શકાય એ રીતે પ્રયત્નશીલ બની રહે છે. ગુરુ-ભગવંતો, દેવતા, બ્રાહ્મણો, સાધુજનો, તપસ્વી વગેરે મહાત્માઓની પૂજા વગેરેમાં સતત પ્રયત્નશીલ એવા આ મુમુક્ષુઓ; પોતાના કર્મથી પરવશ હોવાથી પાપની પ્રવૃત્તિ કરતા એવા જીવોમાં પણ અનુકંપાવાળા હોય છે. પરંતુ માત્સર્ય કરતા નથી. આ, ચોથી દષ્ટિમાં પ્રાપ્ત થનારી એક અદ્ભુત સિદ્ધિ છે. પોતાને ધર્મપ્રાપ્તિમાં અવરોધ કરનારા મુખ્ય મુખ્ય દોષોને દૂર કર્યા વિના આવી સ્થિતિ પ્રામ થતી નથી. આ દષ્ટિનું વિવેચન કરતી વખતે વિવેચકોએ ખ્યાલમાં રાખવું જોઈએ કે અસદભિનિવેશ અને તાત્ત્વિક અભિનિવેશ: આ બેમાં Page #87 -------------------------------------------------------------------------- ________________ ८४ દીપ્રાદષ્ટિની સઝાય મેરુ-સર્ષપ જેટલું અંતર છે. આગળની સ્થિરા વગેરે દષ્ટિમાં કોઈવાર . તત્ત્વના વિષયમાં કલહાદિ દેખાય તો તે દષ્ટિમાં એ દોષનો સંભવ જ નથી, એ દોષાભાસ છે. જો આવા વખતે સ્થિરાદિ દષ્ટિનો જ આભાસ હોય તો તે દોષ વાસ્તવિક છે, એમ માનવામાં કોઈ જ દોષ નથી. પૂર્વ પૂર્વ દષ્ટિમાં જે જે દોષનો અભાવ હોય છે અને જે ગુણોનું અસ્તિત્વ હોય છે તે તે દોષનો અભાવ કે તે ગુણો ઉત્તરદષ્ટિમાં તો હોય જ, એ સમજી શકાય છે. તાત્ત્વિક પક્ષપાત જેવા ગુણને પણ અસદભિનિવેશ માની દોષરૂપે વર્ણવવાનું સાહસ ખરેખર જ કદાગ્રહ છે. રેરા ચોથી દષ્ટિના વર્ણનનો ઉપસંહાર કરતાં તેના ફળનું વર્ણન કરે અભિનિવેશ સઘળો ત્યજીજી, ચાર લહી જેણે દષ્ટિ, તે લેશે હવે પાંચમીજી, સુયશ અમૃતધનવૃષ્ટિ, મનવા૨૩ ઉપર જણાવ્યા મુજબ લોકોત્તરધર્મની પ્રાપ્તિમાં મુખ્ય અવરોધક એવા કુતર્કની આ દષ્ટિમાં નિવૃત્તિ થાય છે. તેથી સર્વ પ્રકારના અસદભિનિવેશનો ત્યાગ કરી જેણે ચાર દષ્ટિ (ચોથી દષ્ટિ) પ્રાપ્ત કરી છે, તેને પાંચમી દષ્ટિ પ્રાપ્ત થશે. એ દષ્ટિમાં વેવસંવેદ્યપદની પ્રાપ્તિ થતી હોવાથી સમત્વાદિ લોકોત્તરગુણની પ્રાપ્તિની શરૂઆત થાય છે. તેથી તે દષ્ટિ સુંદર કોટિના યશસ્વરૂપ અમૃતની પ્રાપ્તિ માટે મેઘની વર્ષા જેવી છે. એ મેઘ વરસે એટલે અમૃતતુલ્ય સુંદર કોટિના યશની સાધકને પ્રાપ્તિ થાય છે-એ આ ગાથાનો પરમાર્થ છે. આવા પ્રકારના પરમાર્થને સમજાવનારી; મનને મુગ્ધ બનાવનારા હે જિનેશ્વર દેવ! આપની વાણી ખરેખર જ મધુર છે. QO Page #88 -------------------------------------------------------------------------- ________________ યોગદષ્ટિ-એક પરિશીલન @ પાંચમી સ્થિરાદષ્ટિની સઝાય છે આઠ દૃષ્ટિની સક્ઝાયની પાંચમી ઢાળથી સ્થિરાદષ્ટિનું વર્ણન કરાય છે. મિત્રાદિ ચાર દષ્ટિનું વર્ણન કરીને પાંચમી દષ્ટિનું વર્ણન શરૂ કરતાં આ પાંચમી દષ્ટિને મહોદયરૂપે વર્ણવી છે. મિત્રાદિ ચાર દષ્ટિ અને આ સ્થિરાદષ્ટિ, આ બેના સ્વરૂપનો વિચાર કરીએ તો; જે કાર્ય ચાર ચાર દષ્ટિઓમાં થયું ન હતું એ કાર્ય પાંચમી દષ્ટિમાં થાય છે-એ સમજાયા વિના નહિ રહે. મોક્ષે જવાની ઈચ્છા થયા પછી તેને પ્રાપ્ત કરવાના માર્ગસંબંધી ઉત્કટ કોટિની જિજ્ઞાસા, માર્ગશ્રવણ અને માર્ગના ગણનાપાત્ર જ્ઞાનની પ્રાપ્તિ થવા છતાં મોક્ષ મેળવવા માટેના જરૂરી સાધનની પ્રાપ્તિ મિત્રાદિ ચાર દષ્ટિઓમાં થઈ ન હતી. મોક્ષના સ્વરૂપાદિના જ્ઞાનના કારણે તેને મેળવવાની ઈચ્છા વધતી જાય અને તેના સાધનની પ્રાપ્તિ ન થાય એટલે સ્વાભાવિક જ સાધકને દુઃખ થાય-એ સમજી ન શકાય એવી વાત નથી. મિત્રાદિ ચાર દષ્ટિમાં આવી દુઃખપ્રદ વિષમ સ્થિતિનો સતત અનુભવ કર્યા પછી આ સ્થિરા નામની પાંચમી દષ્ટિમાં મોક્ષ મેળવવા માટેના સાધનભૂત સમ્યગ્દર્શનાદિની પ્રામિ થવાથી સાધકને પોતાના મહોયની પ્રતીતિ થાય છે. આવા મહોદયની પ્રાપ્તિમાં કારણ સ્વરૂપ આ પાંચમી દષ્ટિનું સ્વરૂપ વર્ણવતાં પૂ. ઉપાધ્યાયજી મહારાજા ફરમાવે છે કેદષ્ટિ સ્થિરામાં દર્શન નિત્યે, રતનપ્રભાસમ જાણો રે, ભ્રાંતિ નહિ વળી બોધ તે સૂમ, પ્રત્યાહાર વખાણો રે, ૧૫ એ ગુણ વીર તણો ન વિસારું, સંભારું દિનરાત રે, પશુ ટાળી સુરરૂપ કરે જે, સમકિતને અવદાત રે, Iએ ગુણગારા સ્થિરા નામની પાંચમી દષ્ટિમાં રત્નની પ્રભા જેવું દર્શન નિત્ય Page #89 -------------------------------------------------------------------------- ________________ સ્થિરાદષ્ટિની સઝાય છે. ચોથી દીપ્રાદષ્ટિમાં દીપકની પ્રભા જેવો બોધ હતો. દીપકની પ્રભા તેલ, દિવેટ વગેરેથી ઉત્પન્ન થયેલી છે. તે ખલાસ થાય એટલે દીપકની પ્રભા નષ્ટ થતી હોય છે. પવનની ઝાપટથી તે બુઝાઈ જાય છે અને દીપકની જ્યોત સદા સ્થિર રહેતી નથી. એથી દીપકની પ્રભામાં દશ્યનું દર્શન અસ્પષ્ટ અને અસ્થિર હોય છે. પરંતુ રત્નની પ્રભામાં આ કોઈ જ સવાલ નથી. રત્નની પ્રભા સ્વાભાવિક છે. રત્નના અસ્તિત્વ સુધી એનું અસ્તિત્વ હોય છે. ગમે તેવા પવનના જોરથી તે પ્રભા નષ્ટ થતી નથી કે ચંચળ બનતી નથી. તેથી તેમાં દશ્યનું દર્શન સ્પષ્ટ અને સુસ્થિર હોય છે. આ દષ્ટિમાં દર્શન નિત્ય હોવા છતાં કોઈ વાર રત્નને ધૂળનો ઉપદ્રવ થવાથી જેમ પ્રભા મલિન બને છે, તેમ અતિચારના કારણે દર્શનને ઉપદ્રવ થતો હોય છે. સંસારના સુખના રાગાદિના કારણે આ દષ્ટિમાં કોઈ વાર તો એમ જ લાગે કે રત્નપ્રભાજેવું દર્શન નષ્ટ થયું છે. ઉત્કટ કોટિનો રાગ કે દ્વેષ સાધકના જ્ઞાન ઉપર ખૂબ જ ઘન આવરણ લાવે છે. વિષયકષાયનો અનાદિકાળનો ગાઢ પરિચય સાધકની સમજણનો નાશ કરી નાંખે છે. સમ્યગ્દર્શનની પ્રાપ્તિ પછી પણ અવિરતિને દૂર કરવામાં ન આવે કે તેને આધીન થઈને પ્રવૃત્તિ કરવામાં આવે તો સમ્યગ્દર્શનને ટકાવવાનું શક્ય નહિ બને. શ્રી વીતરાગપરમાત્માના વચન ઉપર શ્રદ્ધા જમ્યા પછી એ મુજબ વર્તવાનું અવિરતિના કારણે શક્ય બનતું નથી. અવિરતિ ગાઢ હોય ત્યારે જ્ઞાનનું અસ્તિત્વ જ જાણે ન હોયએવું વર્તાય છે. કહેવાનો આશય એ છે કે સ્થિરાદષ્ટિમાં રત્નપ્રભાજેવું દર્શન ટકાવવા માટે અવિરતિથી ખૂબ જ દૂર રહેવું જોઈએ. શબ્દાદિ વિષયોનું આકર્ષણ અનાદિનું છે. આજ સુધીના આપણા સંસાર-પરિભ્રમણનું મુખ્ય કારણ પણ એ જ છે. પાંચમી Page #90 -------------------------------------------------------------------------- ________________ યોગદષ્ટિ-એક પરિશીલન દષ્ટિમાં સમ્યગ્દર્શન પામ્યા પછી પણ અવિરતિના કારણે ભારે વિષમ સ્થિતિ બનતી હોય છે. એક બાજુ સમ્યગ્દર્શનને ટકાવવાનું અને બીજી બાજુ અવિરતિને દૂર કરવાનું કાર્ય અઘરું છે. માંડ માંડ શરૂ થયેલી સાધનામાં અવિરતિ વિક્ષેપ પાડ્યા જ કરે અને સમ્યગ્દર્શનાદિના પ્રભાવે મોક્ષમાર્ગ તરફ સાધનાને વધારવા મન સતત ઝખ્યા કરે-આ સ્થિતિમાં સાધકની અવસ્થા એવી વિચિત્ર થતી હોય છે કે, એનો જેને અનુભવ હોય તેઓ જ એનું વર્ણન કરી શકે. આ દષ્ટિમાં દર્શન રત્નપ્રભાજેવું હોવાથી જ્ઞાન ખૂબ જ નિર્મળ હોય છે. વેદ્યસંવેદ્યપદની પ્રાપ્તિના કારણે મોક્ષસાધક અને બાધકનું જ્ઞાન ભ્રમાત્મક હોતું નથી. રંગમાં રજતનું જ્ઞાન થાય તો તે જ્ઞાનને ભ્રમાત્મજ્ઞાન કહેવાય છે. આવું ભ્રમાત્મજ્ઞાન આ દષ્ટિમાં હોતું નથી. “આ સ્થાણુ (વૃક્ષનું થડ) છે કે પુરુષ આવા પ્રકારનું સંશયાત્મક જ્ઞાન પણ હોતું નથી. તેમ જ રસ્તે જતી વખતે રસ્તામાં રહેલ ઘાસ વગેરેનો સ્પર્શ થવા છતાં સ્પષ્ટ જ્ઞાન થતું નથી, પરંતુ જે અસ્પષ્ટ જ્ઞાન થાય છે તેના જેવું અનધ્યવસાયાત્મક જ્ઞાન પણ આ દષ્ટિમાં થતું નથી. આ રીતે સંસારના અને મોક્ષના સ્વરૂપાદિનું નિર્મળ જ્ઞાન થવાથી આ દષ્ટિમાં સંસારના કારણભૂત વિષયકષાયની પરિણતિને ખૂબ સ્પષ્ટપણે સમજવાનું બને છે. આથી જ યમનિયમાદિ યોગનાં આઠ અંગોમાંથી પાંચમા અંગ તરીકે પ્રત્યાહાર’ની પ્રાપ્તિ થાય છે. પ્રત્યાહારનું સ્વરૂપ ચોથી ગાથામાં જણાવાશે. વીતરાગપરમાત્મા શ્રી વીરપ્રભુએ પ્રાપ્ત કરેલા અને ભવ્ય જીવોના ઉપકાર માટે સારી રીતે પ્રરૂપેલા આ પાંચમી દષ્ટિના પ્રત્યાહારાદિ ગુણને કોઈ પણ રીતે વિસરવો ન જોઈએ. દિવસ અને રાત યાદ રાખવો જોઈએ. આ ગુણના પ્રભાવે પાંચમી દષ્ટિમાં સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ છે Page #91 -------------------------------------------------------------------------- ________________ ८८ સ્થિરાદષ્ટિની સક્ઝાય અને તે કારણે અનાદિકાળની અજ્ઞાનબહુલ પશુજેવી અવસ્થાને દૂર કરી આપણે જ્ઞાનપૂર્ણદૈવી અવસ્થા પ્રાપ્ત કરી છે. ગ્રંથકાર પરમર્ષિએ પોતાના મનની જ વાત રૂપે આ વાતને બીજી ગાથામાં વર્ણવી છે. અજ્ઞાનનું દુઃખ જેણે અનુભવ્યું છે તેને આ વાત સમજતાં વાર નહિ લાગે. સમ્યગ્દર્શનની કિંમત પણ તેને જ સમજાશે. જ્ઞાનાદિ અનંતગુણના આપણે સ્વામી હોવા છતાં અનાદિકાળથી આહારાદિસંજ્ઞાને આધીન બની આપણે પશુપ્રાયઃ જીવન જીવ્યા. ખૂબી તો એ હતી કે આવી સ્થિતિનો આપણને સહેજ પણ ખ્યાલ ન આવ્યો. શ્રી વીતરાગ પરમાત્માએ આપણને એનો પરિચય કરાવી જે ઉપકાર કર્યો છે-એ વચનાતીત છે. પાંચમી દષ્ટિની આ એક વિશિષ્ટ સિદ્ધિ છે. અજ્ઞાન ટળે તો બધા જ દોષો ટળે. દર્દી ભાનમાં હોય તો ચિકિત્સા કરવાની જે મજા આવે એ મજા દર્દી બેભાન હોય ત્યારે ન જ આવે. સંયોગવશ દદીને બેભાન ક્યા પછી પણ દર્દી ભાનમાં આવ્યો કે નહિ તેની ચિંતા ચાલુ જ હોય. આવું જ યોગમાર્ગમાં હોય છે. સાધકને પોતાના દોષ જણાય નહિ તો તેની ચિકિત્સા શક્ય ન બને. સમ્યગ્દર્શનની પ્રાપ્તિના કારણે સાધકને પોતાના દોષોનો ખૂબ જ સ્પષ્ટ ખ્યાલ આવે છે. આજ સુધીની પોતાની એ દુષ્ટ પ્રવૃત્તિનો અને ભારે અજ્ઞાનતાનો જેમ જેમ એ વિચાર કરે છે, તેમ તેમ પોતે જ પોતાની જાતે લજ્જાને પામે છે. વર્તમાનની સમજણ અને આ પૂર્વેનું એ અજ્ઞાન : એ બેની વચ્ચે મોટી ખાઈ જેટલું અંતર સ્પષ્ટ રીતે જણાય છે. આ વસ્તુને સ્પષ્ટ કરતાં પૂ. શ્રી ઉપાધ્યાયજી મહારાજ ફરમાવે છે કે બાલધૂલિવર લીલાસરખી, ભવટા ઈહાં ભાસે રે, રિદ્ધિસિદ્ધિ સવિ ઘટમાં પેસે, અષ્ટમહાસિદ્ધિ પાસે રે, એ ગુણગાવા Page #92 -------------------------------------------------------------------------- ________________ યોગદષ્ટિ-એક પરિશીલન ૮૯ આશય એ છે કે મિથ્યાત્વાદિને પરવશ બની અનાદિકાળથી આપણે જે જે દુષ્ટ પ્રવૃત્તિઓ કરી છે એનું વર્ણન થાય એવું નથી. વેદ્યસંવેદ્યપદની પ્રાપ્તિથી આ સ્થિરાદષ્ટિમાં જે નિર્મળ સૂક્ષ્મ બોધ પ્રાપ્ત થાય છે-તે બોધના સામર્થ્યથી જીવને ભૂતકાળની એ બધી જ પ્રવૃત્તિચેષ્ટાઓ આંખ સામે આવે છે. અનંતજ્ઞાનીઓ જેને દુઃખરૂપે કે સુખરૂપે વર્ણવે છે; એને સુખરૂપે કે દુઃખરૂપે માનીને એમાં પ્રવૃત્તિ કે નિવૃત્તિ કરેલી. કેટલી મૂર્ખતાભરી આ ચેષ્ટા હતી ? પોતાની આ મૂર્ખતાભરેલી તે તે ચેષ્ટાઓ ખરેખર જ આ દષ્ટિમાં બાલ્યકાળની ધૂળના ઘર બનાવવાની ક્રીડા જેવી તદ્દન અજ્ઞાનપૂર્ણ લાગ્યા કરે છે. બાલ્યકાળમાં છોકરાઓ રેતીમાં કે માટીમાં ઘર બનાવવાની પ્રવૃત્તિ કરે છે. તે વખતે જાતે જ તે ઘર ભાંગી નાંખે છે અને પોતાના શરીર ઉપર રેતી વગેરે નાંખીને ઘરે આવતા હોય છે. પરંતુ એ વખતે ગમતી અને રસપૂર્વક કરાતી પણ તે ક્રિીડાઓ યૌવનાદિ અવસ્થામાં તુચ્છ, અર્થહીન અને મૂર્ખતાપૂર્ણ જણાય છે. તેમ અહીં પણ પાંચમી દષ્ટિમાં આ પૂર્વેની બધી જ ભવચેષ્ટાઓ તુચ્છ, અર્થહીન અને અજ્ઞાનબહુલ જણાય છે. એ દિવસો યાદ આવતાંની સાથે જીવને એમ જ થાય કે આપણે આવું કેમ કરતા હતા? આ તો કઈ જાતનું અજ્ઞાન ? મૂર્ખતાની પણ હદ હોય ને ?.. આવી વિચારણાથી આ દષ્ટિમાં સાધકને આજ સુધીની સઘળીય ભવચેષ્ટાઓ અર્થહીન લાગતાં વર્તમાનમાં પણ એ ચેષ્ટાઓ એવી જ ભાસે છે. અવિરતિ વગેરેના જોરે થતી એ ચેષ્ટાઓમાં કોઈ ગુણ જ જણાતો નથી. આવી સ્થિતિમાં બાહ્ય-ઐશ્વર્યસ્વરૂપ ઋદ્ધિ અને એને પ્રાપ્ત કરવા માટેના સામર્થ્ય સ્વરૂપ સિદ્ધિ, એ ઋદ્ધિ કે સિદ્ધિ રૂપે વર્તાતી નથી. પરંતુ આવી સ્થિતિને પેદા કરનાર-આત્માના જ્ઞાનાદિ ગુણો અને તેના સાધનભૂત ક્ષયોપશમાદિ ભાવો જ ઋદ્ધિ અને સિદ્ધિ Page #93 -------------------------------------------------------------------------- ________________ ૯૦ સ્થિરાદષ્ટિની સઝાય સ્વરૂપ વર્તાય છે. આથી જ આ દષ્ટિમાં સાધકના આત્મામાં ઋદ્ધિ અને સિદ્ધિનો પ્રવેશ થાય છે. વસ્તુતઃ સાધકના આત્મામાં આવી ઋદ્ધિ-સિદ્ધિ સહજ છે. પરંતુ આ પૂર્વે તેનું જ્ઞાન ન હતું, આ દષ્ટિમાં તે સ્પષ્ટ જણાય છે. એટલે ઋદ્ધિ-સિદ્ધિનો પ્રવેશ અહીં જ્ઞાનરૂપે જ છે. આ દષ્ટિમાં પ્રાપ્ત થયેલા અભુત જ્ઞાનના પ્રભાવે જીવને અષ્ટમહાસિદ્ધિનું સામીપ્ય પ્રાપ્ત થાય છે. સમ્યજ્ઞાનમાં એ સામર્થ્ય છે કે વિશિષ્ટ નિર્જરાની જેમ વિશિષ્ટ પુણ્યબંધ પણ કરાવે છે. વિશિષ્ટ પુણ્યના ઉદયથી અષ્ટમહાસિદ્ધિ પ્રાપ્ત કરવાની કોઈ તમન્ના હોતી નથી. પરમાર્થથી તો આત્માના શુદ્ધ સ્વરૂપે પ્રગટ થયેલા અનંતજ્ઞાનાદિ આઠ ગુણોની સિદ્ધિ જ અષ્ટમહાસિદ્ધિરૂપે પ્રતીત થતી હોય છે અને એવી સિદ્ધિને પ્રાપ્ત કરવાની યોગ્યતા ખૂબ જ ઉત્કટ રીતે અહીં પ્રાપ્ત થતી હોય છે. સામાન્ય રીતે કોઈ પણ વસ્તુને પરમાણુજેવી-અણુસ્વરૂપે કરવાની શક્તિને મા કહેવાય છે. કોઈ પણ વસ્તુને વાયુ જેવી લઘુ-હલકી કરવાની શક્તિને વિમા કહેવાય છે. પોતાના શરીરાદિને મોટું અથવા ગુરુ-ભારે-વજનદાર કરવાની શક્તિને મહિમા કહેવાય છે. પોતાની આંગળીના અગ્રભાગથી ચંદ્રમાદિને સ્પર્શ કરવાની શક્તિને પ્ર િકહેવાય છે. પોતાની ઈચ્છા મુજબ ભૂમિ ઉપર ચાલવાની જેમ પાણી ઉપર ચાલવા વગેરે સ્વરૂપ-ઈચ્છાના વ્યાઘાતના અભાવને પ્રાષ્યિ કહેવાય છે. પાંચ મહાભૂતો અથવા ભૌતિક વિષયોને સ્વાધીન બનાવવાની શક્તિને વશિત્વ કહેવાય છે. ધારે તો તે તે વિષયોને ઉત્પન્ન કરવા વગેરેની શક્તિને શિત્વ કહેવાય છે અને પોતાના સંકલ્પ મુજબ તે તે પદાર્થને અવસ્થિત કરવાની શક્તિને યત્રામાવસાયિતા કહેવાય છે. આ અષ્ટમહાસિદ્ધિઓ પુણ્યવિશેષથી WWW.jainelibrary.org Page #94 -------------------------------------------------------------------------- ________________ યોગદષ્ટિ-એક પરિશીલન ૯૧ પ્રાપ્ત કરી શકાય છે. એવા પ્રકારના પુણ્યને પ્રાપ્ત કરવાની યોગ્યતા અહીં હોય છે. આત્માના શુદ્ધસ્વરૂપનું જ્ઞાન થયા પછી આ સિદ્ધિઓનું કોઈ જ આકર્ષણ સ્થિરા દષ્ટિમાં રહેતું નથી. એમાં અહીં પ્રાપ્ત થયેલો સૂક્ષ્મબોધ તો કારણ છે જ, પણ સાથે સાથે યોગનાં આઠ અંગમાંથી પાંચમા ‘પ્રત્યાહાર નામના યોગાંગને પણ કારણ માન્યા વિના ચાલે એવું નથી. સૂક્ષ્મબોધની સૂક્ષ્મતા, ઈન્દ્રિયોના પ્રત્યાહારને આધીન છે. ઈન્દ્રિયોના પ્રત્યાહારનું સ્વરૂપ વર્ણવતાં પૂ. ઉપાધ્યાયજી મ. ફરમાવે છે કે વિષયવિકારે ન ઈન્દ્રિય જોડે, તે ઈહાં પ્રત્યાહારો રે, કેવળ જ્યોતિ તે તત્ત્વપ્રકાશે, શેષ ઉપાય અસારો રે, એ ગુણના વિષયના વિકારની સાથે ઈન્દ્રિયોને જોડવી નહિ, તેને ઈન્દ્રિયોનો પ્રત્યાહાર કહેવાય છે. આશય એ છે કે-સામાન્ય રીતે આ દષ્ટિ પ્રાપ્ત થતાં પૂર્વે અજ્ઞાનાદિના કારણે વિષયજન્ય સુખને સુખ માનવાથી તાદશ સુખના સાધનભૂત વિષયોમાં જ મન આસક્ત હતું. એ મનને અનુસરીને ઈન્દ્રિયો પણ વિષય તરફ જ ખેંચાતી હતી. પ્રાણાયામના કારણે મન વિષયોથી વિમુખ બનવાથી ઈન્દ્રિયો પણ વિષયો તરફ ખેચાતી નથી. વિષય અને ઈન્દ્રિયાદિનું અસ્તિત્વ હોવાથી વિષયગ્રહણમાં ઈન્દ્રિયો પ્રવર્તતી હોવા છતાં વિષયોમાં એ આસક્ત બનતી નથી. ઈન્દ્રિયોનું વિષયોમાં આકર્ષણ ખરેખર તો મનની તેવા પ્રકારની વિષયાસક્તિના કારણે હોય છે. સ્થિરાદષ્ટિમાં પ્રાપ્ત થયેલા સમ્યગ્દર્શનાદિના કારણે મન સ્થિર બને છે અને તેથી ઈન્દ્રિયો પણ પ્રમાણમાં ખૂબ જ સ્થિર બને છે. વિષયોના સારા-નરસાપણાને ગ્રહણ કરવાનું કામ મન કરે છે. વિષયમાં વસ્તુત: એવો કોઈ જ ધર્મ નથી. જેના વિના અત્યાર સુધી Page #95 -------------------------------------------------------------------------- ________________ ૯૨ સ્થિરાદષ્ટિની સઝાય ચાલતું ન હતું તેનું સ્મરણ પણ ન જોઈએ એવું ક્યારેક બનતું હોય છે અને જેનું સ્મરણ પણ અનિષ્ટપ્રદ હતું તેના વિના હવે જીવવાનું જ શક્ય નથી–એવું પણ ક્યારેક બનતું હોય છે. આથી સમજી શકાશે કે વસ્તુતઃ સારા-નરસાપણું એ વિષયગત ધર્મ નથી, એ તો આપણા મનનો આવિર્ભાવ છે. આપણી રુચિ વગેરેના કારણે કોઈ વસ્તુ આપણને સારી અથવા તો નરસી જણાતી હોય છે. આ દષ્ટિમાં આવી વિષયવિકારને ગ્રહણ કરવાની પ્રવૃત્તિ ઈન્દ્રિયો કરતી નથી. કહેવાનો આશય એટલો જ છે કે અહીં મન વિકૃત ન હોવાથી, ઈન્દ્રિયો વિષયનો સંપર્ક કરતી હોવા છતાં વિષયવિકારને ગ્રહણ કરતી નથી. આને જ ઈન્દ્રિયોનો પ્રત્યાહાર કહેવાય છે. અત્યાર સુધી ઈન્દ્રિયો વિષયમાં તન્મય બની તદાકાર બનતી હતી. અહીં ચિત્ત વિષયમાં આસક્ત ન હોવાથી તે ઈન્દ્રિયોને વિષયમાં પ્રવર્તાવતું નથી. મન નિર્વિકાર-અવસ્થાપન્ન હોવાથી ઈન્દ્રિયો પણ એવી જ નિર્વિકાર-અવસ્થાને ધારણ કરે છે. અત્યાર સુધી ઈન્દ્રિયો મનને વિષયોમાં ખેંચી જતી હતી. હવે મન જ ઈન્દ્રિયોને વિષયોથી દૂર રાખે છે અને તેથી મનની વિષયશૂન્ય અવસ્થાની જેમ ઈન્દ્રિયોની પણ વિષયશૂન્ય અવસ્થા પ્રતીત થાય છે. આમાં મુખ્ય કારણ સૂક્ષ્મબોધ છે. વિષયોની ભયંકરતા વાસ્તવિક રીતે સમજાયા પછી એને આધીન બનવાનું કોઈ પણ રીતે શક્ય બનતું નથી. વિષયોને સુખપ્રાપ્તિનાં સાધન માની આત્માએ જે દુઃખનો અનુભવ ર્યો છે-એનો આ દષ્ટિમાં ખૂબ જ સ્પષ્ટ ખ્યાલ આવે છે. આથી જ અત્યાર સુધી સુખનાં સાધન કે દુ:ખ દૂર કરવાનાં સાધન તરીકે પ્રતિભાસિત સર્વ ઉપાયો અસાર જણાય છે. માત્ર આત્માના પરમતત્ત્વરૂપે કેવલજ્યોતિ સ્વરૂપ જ્ઞાનનો જ અહીં સારભૂત પ્રકાશ વર્તે છે. જ્ઞાનથી અતિરિક્ત કોઈ જ તત્ત્વ નથી-એવી પ્રતીતિ સંદેવ થયા કરે Page #96 -------------------------------------------------------------------------- ________________ યોગદષ્ટિ-એક પરિશીલન ૯૩ છે. સૂક્ષ્મબોધ અને ઈન્દ્રિયોનો પ્રત્યાહાર : આ બેનો સુમેળ-એ આ દષ્ટિની ખૂબ જ સ્પષ્ટ વિશેષતા છે. સંસારની અસારતા સમજવામાં કોઈ જ ખામી ન હોય અને એ સમજણ જ ઈન્દ્રિયોને વિષયોથી દૂર રાખતી હોય તો આત્મતત્ત્વ વિના બીજા બધા જ ઉપાયો અસાર લાગે એ સહજ છે. સ્થિરાદષ્ટિના અભાવમાં અત્યાર સુધી એવું જ્ઞાન ન હોવાથી કોઈ વાર પુણ્યથી મળતાં સુખ અને તેનાં સાધનમાં કોઈ કોઈ વાર ઉપાદેયતા જણાતી હતી. પરંતુ આ દષ્ટિમાં એવી ઉપાદેયતા વર્તાતી નથી-આ વાતને સ્પષ્ટ કરતાં પાંચમી ગાથામાં ગ્રંથકાર પરમર્ષિ ફરમાવે છે કેશીતળ ચંદનથી પણ ઉપન્યો, અગ્નિ દહે જિમ વનને રે, ધર્મજનિત પણ ભોગ ઈહાં તિમ, લાગે અનિટ તે મનને રે, એ ગુણનાપા આ ગાથાનો અર્થ ખૂબ જ સ્પષ્ટ છે. ‘સ્થિરાદષ્ટિ' પ્રાપ્ત થવા પૂર્વે પૂર્વે જણાવ્યા મુજબ પુણ્યના ઉદયે પ્રાપ્ત થનારાં સુખાદિની પ્રત્યે જીવને ખૂબ જ આકર્ષણ હતું. એની પ્રાપ્તિ માટે ગમે તેવા પાપ કરવાં પડે તો તે કરવાની જીવની તત્પરતા પણ હતી. ત્યાર બાદ યોગદષ્ટિ તરફ જીવનું પ્રસ્થાન થવાથી ક્રમે કરીને સુખાદિ પ્રત્યેનું આકર્ષણ થોડું ઓછું થવાથી સુખાદિની પ્રાપ્તિ માટે પાપ કરવાની વૃત્તિ દૂર થવા લાગી. હવે આ સ્થિરાદષ્ટિની પ્રાપ્તિ થવાથી તો સુખાદિની પ્રાપ્તિ માટે કાંઈક કરવાની વૃત્તિ જ દૂર થવા લાગે છે, અર્થાત્ સુખાદિ માટે કાંઈ પણ કરવાનું મન જ થતું નથી. સુખની ભયંકરતા પ્રતીત થવાથી સાધક પોતાના મનને સુખાદિથી દૂર રાખે છે. જે પુણ્ય; પાપ કરાવીને સુખાદિને આપતું હતું-એવા પુણ્યને તો સારું માનવાનો અહીં કોઈ જ Page #97 -------------------------------------------------------------------------- ________________ ૯૪ સ્થિરાદષ્ટિની સઝાય સંભવ નથી. પરંતુ પુણ્યાનુબંધી પુણ્યથી પ્રાપ્ત થનારા ભોગો પણ અહીં અનિષ્ટ લાગે છે, સારા લાગતા નથી-આ જ વાતને સ્પષ્ટ કરતાં પૂ. ઉપાધ્યાયજી મ.સા. ફરમાવે છે કે-શીતળ એવા ચંદનના કાષ્ઠથી પણ ઉત્પન્ન થયેલો અગ્નિ વનને બાળવાનું જ કામ કરે છે. આવી જ રીતે પુણ્યના ઉદયથી પણ પ્રાપ્ત થનારા પાંચ ઈન્દ્રિયોના વિષય સ્વરૂપ ભોગો પણ સંસારપરિભ્રમણનું જ કારણ બને છે. કોઈ વાર મણિ-મંત્રાદિના અચિંત્ય સામર્થ્યથી વહિ બાળવાનું કામ કરતો નથી. પરંતુ તેથી વહિના દાહક સ્વભાવની હાનિ થતી નથી. તમે કોઈ વાર સાધકની તેવા પ્રકારની વિશિષ્ટ પરિણતિને લઈને પાંચ ઈન્દ્રિયોના વિષયોના ભોગથી પણ સંસારમાં પરિભ્રમણ ન વધે તો તેથી ભોગોની ભયંકરતાની હાનિ થતી નથી. પ્રતિબંધકની ઉપસ્થિતિમાં કારણસામગ્રીથી કાર્ય થતું નથી-એનો અર્થ એ નથી કે-કારણસામગ્રી કારણ જ નથી. ભોગોની અનિષ્ટકારકતા આ દષ્ટિમાં આ રીતે સ્પષ્ટ સમજાય છે. શુદ્ધધર્મથી ખેંચાયેલા ભોગો ભયંકર નથી બનતા એમાં વસ્તુતઃ શુદ્ધધર્મ કારણ છે, પરમાર્થથી ભોગો તો ભયંકર જ છે-આવી પરમ શ્રદ્ધાના સામર્થ્યથી આ દષ્ટિમાં જીવને ખૂબ જ સ્થિરતા પ્રાપ્ત થતી હોય છે. ભૂતકાળના કર્મના ઉદયે ભોગની ઈચ્છા થવા છતાં તેને દૂર કરવા માટે ભોગની પ્રવૃત્તિ અહીં ઉપાદેય લાગતી નથી. તે સમજે છે કે એક ખભા ઉપરનો ભાર બીજા ખભા ઉપર મૂકવાથી ક્ષણવાર જેમ હળવાશ અનુભવાય છે, તેમ ભોગની પ્રવૃત્તિથી ભોગની ઈચ્છાનો અભાવ અનુભવાય છે. ખરી રીતે તો ભોગની ઈચ્છાનો અંત લાવવા ભોગની અસારતાદિનું પરિભાવન કરવું જોઈએ. ભોગની પ્રવૃત્તિથી થનાર ભોગની ઈચ્છાનો વિરામ ક્ષણિક છે, એ પણ વાસ્તવિક નથી-આ વાત આ દષ્ટિમાં સરસ રીતે સમજાય છે. આ સમજણથી સ્થિરાદષ્ટિમાં જીવને પૌલિક સુખનું આકર્ષણ રહેતું Page #98 -------------------------------------------------------------------------- ________________ યોગદષ્ટિ-એક પરિશીલન ૯૫ નથી. અનંતજ્ઞાનાદિ ગુણો પ્રત્યે આકર્ષણ વધતું જાય છે. તેથી મોક્ષસુખ સિવાય તેમ જ તેના સાધનભૂત જ્ઞાનાદિ સિવાય કોઈ પણ સ્થાને આનંદ અનુભવાતો નથી. અવિરતિ આદિના કારણે જ્ઞાનાદિમાં સર્વાશે રમણતા થતી નહિ હોવા છતાં અંશત: પણ એવી રમણતા જ્યારે પ્રાપ્ત થાય છે.ત્યારે ક્ષણવાર માટે અવિનાશીપણાનો (મોક્ષનો) અનુભવ અહીં થાય છે-આ વાતને સ્પષ્ટ કરતાં ગ્રંથકારશ્રીએ વર્ણવ્યું છે કે અંશે હોય ઈહાં અવિનાશી, પુગલજાળ તમાસી રે, ચિદાનંદઘન સુયશવિલાસી, કેમ હોય જગનો આશી રે, એ ગુણમાદા આશય સ્પષ્ટ છે કે-ઉપર જણાવ્યા મુજબ સ્થિરાદષ્ટિમાં વેદ્યસંવેદ્યપદની પ્રાપ્તિ થવાથી મોક્ષ અને તેનાં સાધનના સ્વરૂપનો પરમાર્થથી બોધ થવાથી સાધકનું મન સતત મોક્ષ અને તેના સાધનભૂત જ્ઞાનાદિમાં જ મગ્ન હોય છે. કાયાની પ્રવૃત્તિ સંસારમાં હોવા છતાં અંશતઃ અવિનાશીપણાનો અનુભવ હોવાથી સાધકને આ દષ્ટિમાં અવિનાશીપણું પ્રાપ્ત થાય છે. ક્ષણવાર માટે પણ અનુભવેલા એ અવિનાશીપણાના કારણે પુગલજન્ય કોઈ પણ વિકાર એક જાતનો તમાશો જણાય છે. પૌદ્ગલિક વિષયોમાં કોઈ પણ જાતના સુખનો અનુભવ કરાવવાનું સામર્થ્ય ન હોવાથી અહીં પૂર્વેની જેમ વૈષયિક સુખના વિષયમાં મન આસક્ત બનતું નથી. ભૂતકાળની તેવા પ્રકારની અવિરતિના ઉદયે કાયાની પ્રવૃત્તિ વિચિત્ર જણાતી હોવા છતાં મને તેમાં હોતું નથી. વિષયોની વચ્ચે રાત અને દિવસ રહેવા છતાં વિષયોથી નિર્લેપ રહેવાની શરૂઆત અહીંથી થાય છે. આવી અવસ્થા વસ્તુતઃ સમ્યજ્ઞાનને આભારી છે. જ્ઞાનના આનંદનો અનુભવ કર્યા પછી Page #99 -------------------------------------------------------------------------- ________________ સ્થિરાદષ્ટિની સઝાય શબ્દાદિ વિષયોમાં આનંદ ન આવે. આવી સ્થિતિ જેણે પ્રાપ્ત કરી છે એવા યોગીઓ જ તેનું વર્ણન કરી શકે છે. જેમાં સર્વાતિશાયી આનંદ માનતા હોઈએ તેને છોડીને અન્યત્ર આનંદને અનુભવી શકતા નથી... એ વાત આપણને સૌને થોડાઘણા અંશે પ્રતીત છે. તેનો વિચાર કરીએ તો આ દષ્ટિમાં વર્તતા આત્માઓની સ્થિતિ આપણે સમજી શકીશું. સંસારમાં બેઠા હોવાના કારણે રાતદિવસ વિષયાદિની જ પ્રવૃત્તિ ચાલુ હોવા છતાં મન માત્ર પ્રાપ્ત થયેલા જ્ઞાનમાં જ રમતું હોય ત્યારે સહજપણે સાધક આ દષ્ટિમાં જ્ઞાનસ્વરૂપ આનંદાત્મક સુંદર કોટિના યશનો વિલાસી બને છે. આત્મા કે આત્માના ગુણોમાં જ જેને વિલાસ કરવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થાય છે તે પુણ્યાત્માઓને આ જગતમાં કોઈ પણ વસ્તુની ઈચ્છા રહેતી નથી. આત્મા કે આત્મગુણોથી તદ્દન વિલક્ષણ-ભિન્ન એવા આ જગતના સર્વ પદાર્થો કોઈ પણ રીતે આત્મકલ્યાણકર નથી-એવું સમજાયા પછી ખરેખર જ આ જગતના કોઈ પણ પદાર્થની આશા-ઈચ્છા રહેતી નથી. સ્થિરાદષ્ટિમાં પ્રાપ્ત થતી આ એક અનુપમ સિદ્ધિ છે. અનાદિ કાળથી વિષયસુખના વિકાસના કારણે જીવને આત્માદિનો વિચાર જ આવતો ન હતો. વેદસંવેદ્યપદની પ્રાપ્તિ વગેરેના કારણે હવે જીવને આત્મગુણાદિનો વિચાર જ નહિ, તેમાં આનંદ પણ આવે છે. રસથી કરેલી પ્રવૃત્તિમાં રસ રહેતો નથી અને નીરસ લાગતી પ્રવૃત્તિમાં હવે રસનો પાર નથી. આ એક અપૂર્વ અને અભુત સિદ્ધિ છે. પાંચમી દષ્ટિમાં અને ચોથા ગુણસ્થાનકે જો આવી પરિણતિ હોય તો છઠ્ઠીસાતમા ગુણસ્થાનકની પરિણતિ કેવી હશે-તેની કલ્પના કરીએ તો સમજાશે કે મોક્ષપ્રાપ્તિની સાધના કેટલી કઠોર છે ! પુણ્યથી પ્રાપ્ત થનારાં સુખો કે તેનાં સાધનો પ્રત્યેનો રાગ દૂર ન થાય તો કોઈ Page #100 -------------------------------------------------------------------------- ________________ યોગદષ્ટિ-એક પરિશીલન ૯૭ પણ રીતે મોક્ષમાર્ગ તરફ પ્રયાણ શક્ય નથી. યોગની સાધનાના કાળ દરમ્યાન સાધના કરનારે એનો ખ્યાલ રાખવો જોઈએ કે મોક્ષની ઈચ્છા નાશ ન પામે. મોક્ષની ઈચ્છા ઉત્કટ હશે તો આ લોમાં એવી કોઈ વસ્તુ નથી કે જેની આપણને ઈચ્છા થાય અને મોક્ષની ઈચ્છા નાશ પામતી જશે તો આ લોકમાં દરેકની ઈચ્છા થયા જ કરશે. આ સક્ઝાયની છેલ્લી ગાથામાંનું ચિદાનંદઘન...' આ પદ નિરંતર મનનીય છે. સમગ્ર જગતની આશાથી રહિત બનવાનો એકમાત્ર ઉપાય એમાં દર્શાવ્યો છે. બાહ્યપ્રવૃત્તિના પ્રાધાન્યવાળા આજના સમયમાં એ ઉપાયનું સેવન મુમુક્ષુ આત્માઓ માટે ખૂબ જ આવશ્યક છે. Page #101 -------------------------------------------------------------------------- ________________ ૯૮ કાન્તાદષ્ટિની સઝાય ( છઠ્ઠી કાન્તાદૃષ્ટિની સઝાય છે યોગાચાર્યોએ યોગની પ્રાપ્તિ વખતે યોગીને પ્રાપ્ત થયેલા ગુણોનું વર્ણન કર્યું છે. એ ગુણો સ્થિરાદષ્ટિના અંતે અને છઠ્ઠી દષ્ટિ પ્રાપ્ત થતાં પૂર્વે સંગત થઈ શકે છે-એ જણાવવા માટે પૂ. મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજાએ કાંતા નામની છઠ્ઠી દષ્ટિના વર્ણન પ્રારંભે જણાવ્યું છે કે અચપલ રોગરહિત નિષ્ફર નહિ, અલ્પ હોય દોય નીતિ; ગંધ તે સારો કાંતિ પ્રસન્નતા, સુસ્વર પ્રમુખ પ્રવૃત્તિ, ધન ધન શાસન શી જિનવરતણું ૧૫ પાંચમી સ્થિરાદષ્ટિમાં પૂર્વે જણાવ્યા મુજબ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થવાથી બોધ પ્રમાણમાં ઘણો સૂક્ષ્મ હોય છે. એ બોધના સામર્થ્યથી જીવાદિ પદાર્થોના વિષયમાં શ્રદ્ધા પણ ખૂબ જ દઢ-સુદઢ બનતી હોય છે. આ જ્ઞાન અને શ્રદ્ધાના પ્રભાવે સાધકને મોક્ષની ઈચ્છા ઉત્કટ બને છે. આ ઈચ્છાની વિરોધિની તરીકે પાંચ ઈન્દ્રિયોના વિષયોની ઈચ્છાને જાણીને યોગીઓ પાંચ ઈન્દ્રિયોના વિષયોથી દૂર રહે છે. ઈન્દ્રિયો અને તેના રૂપ, રસ, ગંધ, સ્પર્શ કે શબ્દાદિ વિષયોનું અસ્તિત્વ હોવા છતાં ઈન્દ્રિયો સ્વભાવથી જ એ તરફ આકૃષ્ટ બનતી નથી. આવા ગુણને અચપળતા એટલે કે અલૌલ્ય કહેવાય છે. કષાય છે ત્યાં સુધી સર્વથા ઈચ્છાનો અભાવ ન થાય. પરંતુ એ ઈચ્છા એવી તો ન હોવી જોઈએ કે જે લોલુપતામાં પરિણમે. ઈચ્છા અને લોલુપતામાનો ભેદ આપણે સારી રીતે સમજી શકીએ છીએ. વિષયોની આવશ્યક્તા અને વિષયોની અનિવાર્યતા આ બેમાં ઘણો ફરક છે. સ્થિરાદષ્ટિના અંતે લોલુપતા નથી હોતી. વિષયોની ભયંકરતા જાણ્યા પછી અને માન્યા Page #102 -------------------------------------------------------------------------- ________________ યોગદષ્ટિ-એક પરિશીલન પછી વિષયો પ્રત્યે ઈન્દ્રિયો ઉદાસીન બને છે. વિષય પાછળ દોડવાની વૃત્તિ ઈન્દ્રિયોની ચપળતા છે. આવી ચપળતા યોગપ્રાપ્તિ વખતે હોતી નથી. યોગપ્રકર્ષની પ્રાપ્તિ માટે ઈન્દ્રિયોની અચપળતા ખૂબ જ ઉપયોગી બને છે. અનાદિકાળથી વિષયો પ્રત્યે આકર્ષણ ધરાવતી ઈન્દ્રિયોને વિષયોથી દૂર રાખવાનું યોગીઓને સહજ રીતે બનતું હોય છે. વિષયજન્ય સુખોની ભયંકરતાની પ્રતીતિ થાય તો વિષય પ્રત્યેનું આકર્ષણ ઘટે. પાંચમી દષ્ટિમાં પ્રાપ્ત થયેલ વેદ્યસંવેદ્યપદથી એ પ્રમાણે વિષય પ્રત્યેનું આકર્ષણ ઘટે છે. તેથી ગમે તેવા વિષયોના પ્રસંગે પણ ઈન્દ્રિયો ચપળ બનતી નથી. આ રીતે વિષયો અને ઈન્દ્રિયો ઉપર નિયંત્રણ હોવાથી સ્વભાવથી જ યોગીનું શરીર યોગરહિત હોય છે. વિષયોનું માવાતીત સેવન સામાન્ય રીતે રોગાદિનું કારણ બને છે. ઈન્દ્રિયોની ચપળતા ન હોવાથી આવાં રોગાદિન નિમિત્ત મળતાં નથી. ભૂતકાળના નિકાચિત કર્મના ઉદયે ગમે તે નિમિત્તને પામીને રોગનો ઉદય થાય તો યોગીને યોગના પ્રભાવે રોગ રોગ લાગતો નથી. રોગ રોગરૂપે ન જણાય તો રોગનું અસ્તિત્વ યોગમાં બાધક બનતું નથી. સાચું આરોગ્ય પણ એ જ છે. બાકી તો ભૂતકાળના કોઈ પુણ્યના ઉદયથી શરીર નિરોગી મળે તોપણ તેવા પ્રકારના ક્ષયોપશમના અભાવે જીવને યોગની પ્રાપ્તિ થતી નથી. આવા વખતે પુણ્યોદયથી પ્રાપ્ત થયેલી સામગ્રી જ જીવને યોગની પ્રાપ્તિમાં બાધક બનતી હોય છે. રોગરહિત અવસ્થા ગુણ છે એની ના નહિ. પરંતુ તે અવસ્થા યોગસચરિત હોવી જોઈએ. યોગસહચરિતઅવસ્થાપન્ન રોગનો અભાવ વસ્તુતઃ રોગને રોગ નહિ માનવા સ્વરૂપ છે. રોગ ન હોય તો સારું જ છે. પરંતુ એ કોઈના હાથની વાત નથી. પૂર્વે બાંધેલાં નિકાચિત કોટિનાં અશાતાર્મના ઉદયે રોગ તો કોઈને પણ Page #103 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ કાન્તાદૃષ્ટિની સઝાય આવે. પરંતુ એવા રોગને રોગ તરીકે માન્યા વિના યોગમાર્ગમાં સ્થિર રહેવું એ યોગીઓનું કર્તવ્ય છે. યોગના અચિન્ય સામર્થ્યથી યોગીઓ માટે એ ખૂબ જ સરળ બને છે. શરીરની મમતા ન ઊતરે તો “અરોગ” ગુણ પ્રાપ્ત કરી શકાશે નહિ. શરીર છે ત્યાં સુધી રોગ તો છે જ. એ રોગને ગણતરીમાં લીધા વિના યોગમાર્ગની સાધનાને અખંડિત રાખવી એ “અરોગ” ગુણ છે. ઉપર જણાવ્યા મુજબ શરીર પ્રત્યે પણ મમત્વને નહિ કરનારા યોગીપુરુષો નિપુર નથી હોતા. સ્વભાવથી જ સર્વ જીવો પ્રત્યે મૈત્રીને સેવનારા યોગીઓ નિરંતર બીજાના હિતને આંખ સામે રાખી પોતાનાં સુખાદિના અર્થે કોઈનું પણ અહિત ન થાય એનું ધ્યાન રાખતા હોય છે. શરીરસંબંધી દુ:ખ સહન ન થાય એટલે અસહિષ્ણુતા જજો. અસહિષ્ણુતા આવે એટલે જીવમાત્ર પોતાના જ સુખનો વિચાર કરતો થઈ જાય અને એમાંથી જ પછી નિષ્ફરતા જન્મતી હોય છે. યોગીઓ આવા નિષ્ફર હોતા નથી. સર્વ જીવોની કર્મપરવશતાને જાણ્યા પછી સૌની પ્રત્યે હૈયામાં મૃદુભાવ આવે એ સમજી શકાય છે. વિષયાદિનું આકર્ષણ ઓછું થવાથી આહારપાનાદિના સંયમના કારણે યોગીઓને વડીનીતિ(સ્પંડિલ જવું) અને લઘુનીતિ (માતરું કરવા જવું) આ બે નીતિ અલ્પ પ્રમાણમાં હોય છે. એ બન્ને નીતિઓનું પ્રમાણાધિક્ય જીવની રોગાવસ્થાદિના કારણે હોય છે. યોગીઓની એવી અવસ્થા ન હોવાથી સ્વાભાવિક જ એ બન્ને નીતિઓ અલ્પ પ્રમાણમાં હોય છે. આવી અલ્પતા ન હોય તો યોગની સાધનામાં સતત વિક્ષેપ પડવાથી સાધનામાં સાતત્ય જળવાય નહિ. શ્રી જિનકલ્પિકાદિ મહામુનિઓ છ મહિના સુધી સર્વથા બન્ને નીતિઓ વિના સાધના કરવાનું જે સામર્થ્ય ધરાવે છે, એ સામર્થ્યનો જ અહીં પાંચમી દષ્ટિના Page #104 -------------------------------------------------------------------------- ________________ યોગદષ્ટિ-એક પરિશીલન ૧૦૧ અંતે એક અંશ છે. આ બંન્ને નીતિઓની અધિકતાના કારણે જે વિટંબણા પ્રાપ્ત થતી હોય છે તેનો અનુભવ મોટા ભાગના જીવોને છે જ. માત્ર ૪૮ મિનિટ જેટલી આવશ્યકાદિ ક્રિયામાં પણ અનેકવાર માતરું વગેરે જવું પડે-એ યોગીનું લક્ષણ નથી. સ્થિરતાપૂર્વક યોગમાર્ગની સાધનાના અર્થીઓએ બન્ને નીતિઓની અલ્પતા માટે દુર્લક્ષ્ય સેવ્યા વિના આહારાદિમાં સંયમપૂર્વક વર્તવું જોઈએ. આ રીતે કેળવાયેલ આહારાદિના કારણે શરીરમાં કોઈ અજીર્ણ વગેરે રોગો પ્રાયઃ ઉદ્દભવતા ન હોવાથી યોગીઓના શરીરનો ગંધ સુંદર પ્રાપ્ત થાય છે. શરીરની કાંતિ સરસ હોય છે. મુખ ઉપર પ્રસન્નતા અલૌકિક હોય છે અને વચનમાં માધુર્ય હોય છે. સામાન્ય રીતે અહીં સમજી લેવું જોઈએ કે યોગ ક્ષયોપશમાદિભાવ સ્વરૂપ છે અને ઉપર જણાવેલ સુગંધાદિ ગુણો પુણ્યોદયે પ્રાપ્ત થાય છે. આમ જોઈએ તો યોગની સાધનાને અને આ ગુણોને સંબંધ ન હોવો જોઈએ. પરંતુ કોઈ વાર યોગની સાધના કરતાં કરતાં વિશિષ્ટ પુણ્યયોગે ઉપર જણાવેલા ગુણો પ્રાપ્ત થઈ જાય છે. દરેકેદરેક યોગીઓમાં આ ગુણો હોવા જ જોઈએ એવો આગ્રહ નથી. અન્યત્ર વર્ણવેલા આ ગુણો યોગની સાધનામાં ઉપયોગી બને છે. પાંચમી દષ્ટિના અંતે થનારી આ ગુણોની પ્રવૃત્તિ છે. જ્યાં આવા ગુણોની પ્રવૃત્તિ છે, તે પરમતારક શ્રી જિનશાસન ખરેખર જ ધન્યવાદાઈ છે. આવા જ ગુણાંતરોનું વર્ણન કરતાં આ સઝાયની બીજી ગાથામાં ફરમાવ્યું છે કે ધીર પ્રભાવી રે આગલે યોગથી, મિત્રાદિક-યુત ચિત્ત; લાભ ઈટનો રે ધન્ડ-અસ્પૃષ્યતા, જનપ્રિયતા હોય નિત્ય, ધનવા૨ા. Page #105 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ કાન્તાદૃષ્ટિની સઝાય અચપલ રોગ-આ ગાથામાં યોગઓની યોગ પ્રવૃત્તિની પ્રારંભાવસ્થાનાં લક્ષણો જણાવ્યાં છે. આ સક્ઝાયની બીજી ગાથામાં યોગની સ્થિરતા માટે આવશ્યક એવાં લક્ષણો વર્ણવ્યાં છે. પાંચમી દષ્ટિ પ્રાપ્ત થતાં પૂર્વે યોગીજનોને જે ધીરતા અને સામર્થ્ય પ્રાપ્ત થયેલું તેની અપેક્ષાએ છઠ્ઠી દષ્ટિ પ્રાપ્ત થતાં પૂર્વે યોગીજનોને ધીરતા અને સામર્થ્ય અધિક પ્રમાણમાં મળે છે. વિષયોની આસક્તિ ન હોય અને રોગાદિજન્ય દુઃખો, દુ:ખો ન લાગે તો યોગની સાધનામાં કોઈ જ વિઘ્ન નથી. આવી અવસ્થામાં કોઈવાર ભૂતકાળના અશુભ-કર્મના ઉદયે કોઈ વિઘ્ન આવે તો પણ યોગીજનો ધીરતા ગુમાવતા નથી અને પોતાના યોગસામર્થ્યથી તે વિનોને દૂર કરી યોગમાં સ્થિર રહે છે. આવી ધીરતા અને પ્રભાવવત્તાના કારણે યોગીઓનું ચિત્ત મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યશ્મભાવનાથી ભાવિત હોય છે. સર્વ જીવોના હિતની ચિંતાને મૈત્રી કહેવાય છે. ગુણીજનોના ગુણોને જોઈને આનંદ પામવો-તેને પ્રમોદભાવના કહેવાય છે. દુઃખીઓના દુઃખને દૂર કરવાની ભાવનાને કરુણા કહેવાય છે અને અયોગ્ય જીવોની ઉપેક્ષાને માધ્યમ્યભાવના કહેવાય છે. ધીરતા વિનાના અને સામર્થ્ય વિનાના જીવોનું ચિત્ત મૈચાદિથી વાસિત બનતું નથી. દુઃખ વેઠ્યા વિના અને સુખને જતું કર્યા વિના મૈત્રી વગેરે ભાવનાથી ભાવિત બનવાનું શક્ય નથી. આપણે આપણા જ સુખનો-હિતનો વિચાર કરીએ તો મૈત્રીભાવના કઈ રીતે આવે ? બીજાના સુખનો જ્યાં વિચાર જ ન હોય ત્યાં પ્રમોદભાવના અને કરુણાનો અવસર કઈ રીતે સંભવે ? અને માત્ર સ્વાર્થવૃત્તિની જ પ્રધાનતા હોય ત્યારે અયોગ્યની ઉપેક્ષા કઈ રીતે શક્ય બને ? આથી સમજી શકાય છે કે સ્થિરતાપન્ન યોગીનું ચિત્ત પાંચમી દષ્ટિની પ્રામિ પૂર્વેની અવસ્થા કરતાં અધિક ધીર, પ્રભાવવંતું અને મૈચાદિથી Page #106 -------------------------------------------------------------------------- ________________ યોગદષ્ટિ-એક પરિશીલન ૧૦૩ વાસિત હોય છે. આનું મુખ્ય કારણ એ છે કે એ ચિત્ત વિષયોમાં લીન નથી. અન્યત્ર આ ચિત્તનું વર્ણન કરતી વખતે વિષયેષ્યવેતા.’ આ પ્રમાણે પણ જણાવ્યું છે. વિષયમાં ચિત્ત લીન બને તો યોગમાર્ગ પ્રત્યેની ધીરતા અને પ્રભાવવત્તા સર્વથા નાશ પામે અને તેથી સક્લિન્ટ બનેલું ચિત્ત મૈથ્યાદિભાવોથી વાસિત ન બને એ સમજી શકાય છે. આવી રીતે પ્રાપ્ત થયેલી યોગની સ્થિરતામાં યોગીઓને યોગની સાધનામાં પ્રાયઃ વિપ્ન તો નડતાં નથી, યોગના સાધનભૂત ઈષ્ટવસ્તુઓનો લાભ પણ ખૂબ જ સરળતાથી થાય છે-આ વાત લાભ ઈટનો રે બંધ-અધૂગતા” આ પદથી જણાવી છે. આ સંસારમાં યોગીજનોને યોગ અને યોગનાં સાધનથી અતિરિક્ત કોઈ જ ઈષ્ટ નથી. વહેલામાં વહેલી તકે આ સંસારથી મુક્ત બનવાની ઈચ્છાવાળા પુણ્યાત્માઓને વિષયાદિની ભયંકરતા સારી રીતે સમજાયેલી હોવાથી વિષયોને ઈષ્ટ માનવાની અહીં કોઈ વાત જ નથી. પાંચ દષ્ટિઓના અપ્રતિમ સામર્થ્યથી અને મિથ્યાત્વના નિર્મળ ક્ષયોપશમથી યોગના સાધનભૂત ઈષ્ટની પ્રાપ્તિમાં પ્રાયઃ કોઈ જ અવરોધ નથી. હર્ષ-વિષાદ, રતિ-અરતિ; સુખ-દુઃખ, લાભ-અલાભ, શીત-ઉષ્ણ કે માન-અપમાનાદિ સ્વરૂપ કંદોના પ્રસંગે પણ યોગીઓ એવા ઢંઢોથી પરાભવ પામતા નથી. પાપના યોગે આવેલાં સર્વ દુઃખોને સહી લેવાની પૂર્ણ તૈયારી હોવાથી અને આ લોકમાં પુણ્યના યોગે પ્રાપ્ત થનારા કોઈ વિષયમાં આસક્તિ નહિ હોવાથી સાધકની સાધનાનો વિચ્છેદ થતો નથી. આથી જ આવા યોગીઓ સર્વજનોને પ્રિય થઈ પડે છે. કોઈ વાર ભૂતકાળના કોઈ પાપના યોગે આવા પણ યોગીઓ તે તે જનોને પ્રિય ન બને-એ બનવાજોગ છે. પરંતુ એમાં લોકોનું અજ્ઞાન કારણ હોય છે; જનપ્રિય બનવાની યોગ્યતાનો અભાવ યોગીમાં હોય છે-એવું નથી હોતું. આથી Page #107 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ કાન્તાદષ્ટિની સક્ઝાય સ્પષ્ટ છે કે જનપ્રિય બનવાની યોગ્યતા સ્વરૂપ જનપ્રિયત્ન યોગીઓમાં સદા હોય છે. આ રીતે બીજી ગાથામાં સ્થિરયોગનાં ચિહ્નો જણાવીને ત્રીજી ગાથાથી નિષ્પન્ન(સિદ્ધ)યોગીનાં ચિહ્નો જણાવાય છેનાશ દોષનો રે તૃપતિ પરમ લહે, સમતા ઉચિત-સંયોગ, નાશ વયરનો રે બુદ્ધિ ઋતંભરા, એ નિષ્પન્નાહ યોગ, ધન પાયા આશય એ છે કે પાંચમી દષ્ટિમાં સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થવાથી યોગીઓને મોક્ષ અને તેના સાધનભૂત ચારિત્રમાં જ આનંદ હોય છે, સંસારમાં આનંદ નથી હોતો, જેથી ભવાભિનંદીના ક્ષુદ્રતા વગેરે આઠ દોષોનો અને તીવ્ર રાગાદિ દોષોનો અહીં નાશ થાય છે. અનાદિકાળના એ દોષોનો નાશ થવાથી યોગીને પરમતૃમિનો અનુભવ થાય છે. વર્ષો જૂનો રોગ જાય એટલે રોગીને જેમ પરમ-આનંદ થાય તેમ યોગીને એ દોષોના ક્ષયથી પરમ આનંદનો અનુભવ થાય એ સમજી શકાય છે. સાધનાની દૃષ્ટિએ પરિપૂર્ણતાના આરે આવેલા યોગીઓના આનંદની કોઈ અવધિ નથી. આ રીતે અનાદિકાળના દોષો નાશ પામે અને સંસારની કોઈ વસ્તુ ઉપાદેય ન જણાય એટલે યોગીઓ સમતાના સ્વામી બને છે. સાચા અર્થમાં તત્ત્વવેત્તાઓ સમતામાં લીન બને છે. સકલવસ્તુના તે તે સ્વરૂપને જાણ્યા પછી તે તે વસ્તુમાં રાગ કે દ્વેષની કારણતા નથી-એની પ્રતીતિ થવાથી જ સાચી સમતા પ્રાપ્ત થતી હોય છે. વસ્તુ મળવાની નથી એમ માનીને ઉદાસીનતા આવે એટલે સમતા આવી ગઈ-આવું માનનારો વર્ગ આજે નાનો નથી. અજ્ઞાનમૂલક સમતા ખરેખર જ સમતાભાસ સ્વરૂપ છે. વિષયની Page #108 -------------------------------------------------------------------------- ________________ યોગદષ્ટિ-એક પરિશીલન ૧૦૫ વિદ્યમાનતામાં પણ રાગ-દ્વેષ વિનાની અવસ્થા અને વિષયના અભાવમાં પણ રાગદ્વેષ-સહિત અવસ્થા : આ બંન્નેમાં ઘણું અંતર છે. આવું જ અંતર સમતા અને સમતાના આભાસમાં છે. યોગીજનોની સમતા દોષનો ક્ષય અને પરમતૃમિ-આ બેમાંથી ઉદ્ભવેલી છે. સુખમાં કે દુઃખમાં, ભવમાં કે મોક્ષમાં અને જીવન કે મરણ વગેરેમાં જે ઔદાસીન્ય આવે છે તે ઔદાસીન્યનું બીજ આ સમતા છે. આવી સમતા આવ્યા પછી યોગીજનો સર્વથા વ્યવહારશૂન્ય બનતા નથી. પરંતુ સર્વત્ર ઔચિત્યનું સેવન કરતા હોય છે. આપણી ઈચ્છા મુજબ ન થાય એટલે સંસારમાં કોઈ જ સાર જણાતો નથી. એથી તદ્દન નિષ્ક્રિય થઈને, ‘આપણને શી પંચાત ?'.... વગેરે કહીને આપણે ઉદાસીન બની જતા હોઈએ છીએ. એવી ઉદાસીનતા યોગીજનોમાં હોતી નથી-આ વાતને જણાવનારું “ઉચિત-સંયોગ” આ પદ . પ્રવૃત્તિ સર્વત્ર દેખાય અને નિર્લેપતા કોઈ સ્થાને ન હણાય આને ઔચિત્યસેવન કહેવાય છે. નિષ્પન્નયોગીઓની આ એક મોટી વિશેષતા છે. શક્તિ મુજબ જીવનમાં ઔચિત્યનું સેવન ન હોય તો યોગની સિદ્ધિ તો દૂર રહો પરંતુ યોગની યોગ્યતા પણ પ્રાપ્ત થાય નહિ-આ વાત ભૂલવી ન જોઈએ. આ રીતે ઉપર જણાવેલા અનેકાનેક ગુણોની પ્રાપ્તિના કારણે અને દોષોની હાનિના કારણે યોગીઓને યોગસિદ્ધિના પ્રભાવે વિવિધ સિદ્ધિઓ પ્રાપ્ત થતી હોય છે. યોગીઓના સાન્નિધ્યમાં જન્મજાતવૈરવાળા પ્રાણીઓના પણ વૈરનો સામાન્યથી નાશ થાય છે. યોગીઓ પોતે તો વૈર વિનાના હોય જ છે, પરંતુ તેમના પરિચયમાં આવનારા પણ વૈરરહિત બને છે. ગમે તેવા હિંસા, અસત્ય, ચૌર્ય કે અનાચારાદિ પાપ કરવાના સ્વભાવવાળા જીવો પણ યોગીઓના સાન્નિધ્યમાં તેવા પ્રકારનાં પાપ કરવા માટે સમર્થ બનતા નથી. આ યોગસિદ્ધિનો પ્રભાવ અહીં Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ કાન્તાદૃષ્ટિની સઝાય નાશ વયરનો રે' આ પદથી વર્ણવ્યો છે. અહીં યાદ રાખવું જોઈએ કે આવી સિદ્ધિનો યોગીઓને પોતાના માટે કોઈ જ ઉપયોગ હોતો નથી. આવા પ્રકારની સિદ્ધિ કોઈ વાર તેવા પ્રકારના પુણ્યના અભાવે ન મળે તો પણ યોગનું કાર્ય અસિદ્ધ બનતું નથી. જે યોગના પ્રભાવે અન્યના વૈરનો નાશ થાય છે, તેવા યોગને સિદ્ધ કર્યા પછી પણ યોગીઓને સંસારની અંતિમ ક્ષણ સુધી પોતાની પ્રત્યે આચરાતા વૈરને સહન કરવાનો પ્રસંગ આવતો હોય છે. યોગની સિદ્ધિનો પ્રભાવ અને એ પ્રભાવનો પ્રભાવ-આ બેમાં ઘણો ફરક છે. યોગીઓને એવા પ્રભાવના પ્રભાવની કોઈ આવશ્યકતા હોતી નથી. યોગ્ય જીવોને ચોક્કસ જ એનાથી લાભ થાય છે-એમાં કોઈ જ સદેહ નથી. પુણ્યનો ઉદય અને ક્ષાયિકભાવ : આ બેમાં જે ફરક છે તે યોગીઓ બરાબર જાણે છે. સાધકવર્ગે પણ એ ફરકને હૃદયસ્થ બનાવી લેવો જોઈએ. પુણ્યના ઉદયના પ્રાધાન્યને આંખ સામે રાખનારા સિદ્ધિએ ક્યારે પણ નહિ પહોંચે. સાધનાના પ્રારંભથી જ ક્ષાયિકભાવ પામવાનો ઉદ્દેશ સ્થિર રાખવો જોઈએ. સિદ્ધયોગીની ઉપર જણાવેલી છે તે અવસ્થાઓના અંતે યોગીઓને આગમ(શ્રુતજ્ઞાન), અનુમાન અને ધ્યાનના પ્રર્ષથી ઋતંભરા નામની પ્રજ્ઞા-બુદ્ધિ પ્રાપ્ત થાય છે. જૈનદર્શન-પ્રસિદ્ધ પ્રાતિજ્ઞાનની અવસ્થાનો જેને ખ્યાલ છે તેઓ આ ઋતંભરા પ્રજ્ઞાનું સ્વરૂપ બરાબર સમજી શકશે. શ્રુત-શાસ્ત્રજ્ઞાનની પરાકાષ્ઠા સ્વરૂપ આ પ્રજ્ઞા છે. લોકલોકોત્તર પદાર્થનું વાસ્તવિક સ્વરૂપ સમજાવવાની શાસ્ત્રમર્યાદા અહીં પૂર્ણ થાય છે. અતીન્દ્રિય પદાર્થોના પ્રત્યક્ષની પ્રજાનો અહીં આવિર્ભાવ શરૂ થાય છે. સમગ્ર ચરાચર વિશ્વના દ્રવ્ય-ગુણ-પર્યાયની ત્રણેય કાળની અવસ્થાના પરમદર્શનની પૂર્ણ સામગ્રીનો અહીં યોગ છે. સાંખ્યદર્શન Page #110 -------------------------------------------------------------------------- ________________ યોગદષ્ટિ-એક પરિશીલન ૧૦૭ પ્રસિદ્ધ આ ઋતંભરાપ્રજ્ઞાનું સ્વરૂપ જિજ્ઞાસુઓએ સાંખ્યદર્શનથી સમજવું જોઈએ. “નાશ દોષનો રે...” આ ગાથાથી નિષ્પન્નયોગીનાં ચિહ્નોનું વર્ણન કરાયું છે. વાસ્તવિક રીતે નિષ્પન્નયોગની અવસ્થા પથ્થણીગત યોગીને પ્રાપ્ત થતી હોય છે. પરંતુ કારણસ્વરૂપ આ અવસ્થા ચોથા ગુણસ્થાનકની પ્રાપ્તિથી પાંચમી દષ્ટિમાં પ્રાપ્ત થાય છે. એ અપેક્ષાએ યોગની પ્રાપ્તિ, સ્થિતિ અને સિદ્ધિની અપેક્ષાએ વર્ણવેલાં તે તે યોગનાં ચિહ્નો ગ્રંથકાર પરમર્ષિએ પાંચમી દષ્ટિથી ગણ્યાં છે. આ જ વાતને સ્પષ્ટ કરતાં ફરમાવ્યું છે કેચિઠ યોગનાં રે જે પરગ્રંથમાં, યોગાચારય દિઠ, પંચમદષ્ટિ થકી સવિ જોડીએ, એહવા નેહ(તેહ) ગરિઠ, ધનવાઝા આશય સ્પષ્ટ છે કે ઉપર જણાવેલાં તેમ જ સાંખ્યદર્શનાદિ ગ્રંથમાં વર્ણવેલાં અપાયશક્તિનું માલિન્ય અને પાપાકરણતા વગેરે જે યોગનાં ચિહ્નો યોગાચાર્યોએ જોયાં છે-વર્ણવ્યાં છે, તે બધાનો પ્રારંભ અહીં પાંચમી દષ્ટિથી ગણવો. પાંચમી દષ્ટિમાં સામાન્યથી યોગની પ્રાપ્તિની શરૂઆત થઈ હોવાથી ઉત્તરગુણસ્થાનકાદિની અપેક્ષાએ તે તે ચિહ્નો શ્રેષ્ઠ ન હોવા છતાં અહીં પાંચમી દષ્ટિમાં વેદ્યસંવેદ્યપદની પ્રાપ્તિ થવાથી તેવા પ્રકારના સૂક્ષ્મબોધના કારણે તે તે ચિહ્નો અહીં આવિર્ભત થવા માંડે છે. અહીં ચોથી લીટીમાં ‘નેહ ના સ્થાને ‘તેહ' આવો પાઠ ઉપલબ્ધ છે. એ મુજબ અર્થ કરવો હોય તો-અન્યગ્રંથોમાં જે યોગનાં ચિહો બતાવ્યાં છે તે પાંચમી દષ્ટિ પછી જોડી શકાય એવાં ગરિષ-શ્રેષ્ઠ પાંચમી દષ્ટિના અંતે અને છઠ્ઠી દષ્ટિની પૂર્વે પ્રાપ્ત થનારી Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ કાન્તાદષ્ટિની સક્ઝાય અવસ્થાનું વર્ણન કરીને હવે છઠ્ઠી દષ્ટિનું વર્ણન કરાય છેછઠ્ઠી દિઠી રે હવે કાન્તા કહું, તિહાં તારાભ-પ્રકાશ; તત્ત્વ-મીમાંસા રે દઢ હોયે ધારણા, નહિ અન્યશ્રતનો સંવાસ, ધન પાપા કાન્તા નામની છઠ્ઠી દષ્ટિમાં તારાની કાન્તિ જેવો બોધ હોય છે; અષ્ટાફમાંથી યોગના છઠ્ઠા અંગ તરીકે ધારણા” નામના અંગની પ્રાપ્તિ થાય છે. અષાદિ ગુણોમાંથી મીમાંસાનું અસ્તિત્વ આ દષ્ટિમાં છે અને અન્યમુદ્ નામનો દોષ આ દષ્ટિમાં ન હોવાથી અહીં અન્ય મિથ્યાદષ્ટિના શ્રતની વાસના હોતી નથી-આ પાંચમી ગાથાનો સામાન્યર્થ છે. પાંચમી સ્થિરાદષ્ટિમાં રત્નની પ્રભા સમાન બોધ હતો. તેની અપેક્ષાએ છઠ્ઠી દષ્ટિમાં બોધ વિશેષ છે-એ સમજાવતાં અહીં બોધનું વર્ણન તારાની ઉપમા વડે કરાયું છે. હજારો માઈલો દૂર રહેતા તારાની કાંતિમાં અને રત્નની કાંતિમાં ઘણું અંતર છે-એ સમજી શકનારા સાધકોને પાંચમી અને છઠ્ઠી દષ્ટિમાંના બોધ વચ્ચેનું અંતર સમજાવવાની આવશ્યકતા નથી. ચોથા ગુણસ્થાનકની પ્રાપ્તિ પછી જીવને એકમાત્ર મોક્ષની જ ઈચ્છા હોય છે. એના સાધન તરીકે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થયા પછી જીવને ચારિત્રની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવાનો રહે છે. પાંચમી દષ્ટિમાં પ્રાપ્ત થયેલા સૂક્ષ્મબોધનો અપ્રમત્તપણે ઉપયોગ કરી છઠ્ઠી દષ્ટિમાં જીવ સાધુધર્મની પરિભાવનાનો પ્રારંભ કરે છે. મુનિજીવનની સાધનાનો મંગલ પ્રારંભ આ કાંતાદૃષ્ટિમાં જોવા મળે છે. ભવનિસ્તારક પૂજ્યપાદ ગુરુભગવંતોના સતત સાન્નિધ્યથી સૂક્ષ્મબોધમાં ગણનાપાત્ર વૃદ્ધિ કરવાનું અહીં સદ્ભાગ્ય મળે છે. આથી જ આ દષ્ટિમાં તારાની કાન્તિ જેવો બોધ પ્રાપ્ત થાય છે. એ બોધના પ્રભાવે સવિચારણા Page #112 -------------------------------------------------------------------------- ________________ યોગદષ્ટિ-એક પરિશીલન ૧૦૯ સ્વરૂપ મીમાંસાનો અહીં ઉદય થાય છે. જેમ જેમ જ્ઞાન વધે તેમ તેમ આ સંસારનો ઉચ્છેદ કઈ રીતે થાય એની ચિંતા સ્વરૂપ સવિચારણા પણ વધવા માંડે છે અને અંતે આ ચિંતા સમ્યજ્ઞાનની પ્રાપ્તિ દ્વારા સર્વવિરતિનું કારણ બને છે. જ્ઞાની ગણાતા પણ તત્ત્વમીમાંસા ન કરે તો જ્ઞાનના ફળને પામવાનું તેમના માટે શક્ય નહિ બને. ધર્મી ગણાતા વર્ગમાં આજે તત્ત્વમીમાંસા લગભગ નાશ પામી છે. સમજુ માણસો સદસહ્નો વિચાર ન કરે તો તત્વ કઈ રીતે પામે ? જ્ઞાનની સાથે વિચારણાનો તાલ મળે તો તત્ત્વપ્રાપ્તિ સુલભ છે. મીમાંસાના પ્રભાવે આ દષ્ટિમાં સંસારની ભયંકરતા એ રીતે સમજાય છે કે જેથી સંસારના ત્યાગ માટે સાધક ઉત્કટ કોટિનો પ્રયત્ન કરવાનો પ્રારંભ કરે છે તેમ જ મોક્ષની અનંતસુખમયતા એ રીતે સમજાય છે કે જેથી સાધક મોક્ષની ખૂબ જ તીવ્રસ્પૃહાવાળો બને છે. અપ્રશસ્ત-પાપમાર્ગમાં આવી મીમાંસાથી જે રીતે પાપ કરવા માટે આપણામાં તત્પરતા આવે છે એને આપણે સૌએ થોડાઘણા પ્રમાણમાં સારી રીતે અનુભવી છે. યોગમાર્ગની મીમાંસાનો સામાન્ય પણ અનુભવ કરવાનું બને તો આપણા સદ્ભાગ્યનો ઉદય થશે. જ્ઞાનને સફળ બનાવનારી જ મીમાંસા છે. વસ્તુ પોતાનું કાર્ય ન કરી શકે તો વસ્તુને વસ્તુ માનવાનો કોઈ અર્થ નથી. આ મીમાંસા નામના ગુણની પ્રાપ્તિથી યોગના છઠ્ઠા અંગ સ્વરૂપ દઢ ધારણાની અહીં પ્રાપ્તિ થાય છે. સામાન્ય રીતે શરીરના નાકના અગ્રભાગાદિ સ્વરૂપ દેશમાં વિષયાંતરને દૂર કરી ચિત્તને સ્થિર કરવું તેને ધારણા કહેવાય છે, જે મન-વચન-કાયાની એકાગ્રતાવિશેષ સ્વરૂપ છે. આ દષ્ટિમાં યોગીઓનું ચિત્ત મૈચાદિભાવનાથી વાસિત હોય છે. યોગીએ શૌચ-સંતોષાદિ નિયમોને સારી રીતે અભ્યસ્ત બનાવ્યા છે, Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ કાન્તાદષ્ટિની સઝાય આસનની સ્થિરતાને પ્રાપ્ત કરી લીધી છે, પ્રાણવિક્ષેપનો પરિહાર કર્યો છે, ઈન્દ્રિયોના પ્રત્યાહાર દ્વારા કાયાને જુગામી-સરળ બનાવી છે અને શીતોષ્ણાદિ વંદ્વોનો પરાભવ કર્યો છે. તેથી અહીં ધારણા ખૂબ જ દઢ હોય છે. જ્ઞાનના વિષયની અભિરુચિ તીવ્ર થાય તો ધારણા દઢ બને છે. વિષયમાં એવી અભિરુચિ જ ન હોય તો મનની એકાગ્રતા સ્વરૂપ ધારણા ઉદ્ભવે નહિ. સૂક્ષ્મબોધાદિના કારણે કાન્તાદષ્ટિમાં તત્ત્વરુચિ ઘણી હોય છે. એથી ચિત્ત તત્ત્વમાં ખૂબ જ સ્થિરતા પામે છે. આથી જ ચિત્તમાં અન્ય-મિથ્યાત્વીઓના મૃતનો સંવાસ હોતો નથી. સમ્યગ્દર્શનાદિની પ્રાપ્તિ હોવાથી અહીં નિસર્ગથી જ અતત્ત્વસ્વરૂપ અન્યથુતધર્મમાં યોગીઓનું ચિત્ત લીન બનતું નથી. રાત અને દિવસ તત્ત્વાતત્ત્વનો વિચાર કરવા છતાં તત્ત્વાતત્ત્વના વિવેકના કારણે અતત્ત્વ ઉપાદેય લાગતું નથી. આવી અવસ્થાને જ યોગની પરિભાષામાં અન્યમુદ્ નામના દોષનો અભાવ કહેવાય છે. યોગગ્રંથોમાં “અન્યમુદ્ નામના દોષના સ્વરૂપનું વર્ણન કરતાં જણાવ્યું છે કે-આપણે જે કાર્ય કરવાનું નિશ્ચિત કર્યું હોય તેનાથી ભિન્ન જે અનુષ્ઠાન(વિહિત કે અવિહિત) હોય તેમાં પ્રીતિ ઉત્પન્ન થવી-તેને અન્યમુદ્દોષ કહેવાય છે. એ ગ્રંથમાં એ વાતને સમજાવતાં દષ્ટાંતપૂર્વક જણાવ્યું છે કે-સામાન્ય રીતે ચૈત્યવંદન કે સ્વાધ્યાયાદિ કર્તવ્યોના અવસરે શ્રુતના અનુરાગથી ચૈત્યવંદનના અવસરે પણ ચૈત્યવંદનનો આદર ન કરવો એ અન્યમુદ્દોષનું કાર્ય છે. આ દોષના કારણે ઈષ્ટ અર્થ સ્વરૂપ યોગની સિદ્ધિ ઉપર અફારાની વર્ષા થવા જેવું બને છે. કહેવાનો આશય એ છે કે યોગની સાધનામાં તત્પર બનવાની ઈચ્છાવાળાએ શ્રી અરિહંત પરમાત્માની આજ્ઞા ઉપર ખૂબ જ આદરવાળા બનવું જોઈએ. તેઓશ્રીની પરમતારક આજ્ઞાના પાલનમાં જ ધર્મ છે અને યોગની Page #114 -------------------------------------------------------------------------- ________________ યોગદષ્ટિ-એક પરિશીલન ૧૧૧ સિદ્ધિ છે. તે તે કાલાદિમાં વિહિત તે તે અનુષ્ઠાનો, શ્રી વીતરાગ પરમાત્માની પરમતારક આજ્ઞાનુસારે તે તે કાળમાં જ કરવાથી કલ્યાણ કરનારાં છે. વિધિ કે કાલાદિની ઉપેક્ષાપૂર્વકનાં તે અનુષ્ઠાનો વસ્તુતઃ આદર વિનાનાં હોવાથી પાપનું કારણ બને છે. સદ્ભાગ્યે છઠ્ઠી દષ્ટિમાં સાધુધર્મની પરિભાવનાના અવસરે આ અન્યમુદ્દોષ હોતો નથી. વિહિત પણ અનુષ્ઠાનો કાલાદિની નિરપેક્ષતાના કારણે ઉપર જણાવ્યા મુજબ અન્યમુદ્દોષથી દુષ્ટ બનતાં હોય તો અવિહિત અનુષ્ઠાનના વિષયમાં તો કાંઈ જ કહેવાનું રહેતું નથી. વર્તમાનમાં આ દોષ મોટા ભાગે ખૂબ જ પ્રેમથી સેવાય છે. દરેકેદરેક અનુષ્ઠાનોમાં આજ્ઞા કરતાં આપણી અનુકૂળતાને જ મહત્ત્વ આપવાનું આપણા સ્વભાવમાં વણાયું છે. ઈચ્છા મુજબ વર્તવામાં ધર્મ નથી-એ સમજાવવાનું આજે ઉપદેશકો પણ મોટે ભાગે ટાળી રહ્યા છે. આજ્ઞાનું પ્રાધાન્ય સમજાયા વિના કોઈ પણ રીતે સાચી ક્રિયાઓ કરવાનું સામર્થ્ય મળવાનું નથી. ભાવશૂન્યક્યિા, ભાવયુક્ત ક્રિયા ભાવભિન્ન ક્રિયા અને ભાવથી અભિન્ન યિા : આવી કોઈ પણ જાતની વિચારણા કર્યા વિના માત્ર અનુષ્ઠાન કરવાથી કઈ રીતે નિસ્તાર થશેએ વિચારવાની ખૂબ જ આવશ્યક્તા છે. કોઈ વિચારે કે ન વિચારે મુમુક્ષુએ તો એ વિચારવું જ પડશે. અન્યમુદ્દોષનો વિસ્તાર દિનપ્રતિદિન વધતો જાય છે અને તેથી ઉપર જણાવ્યા મુજબ આપણા ઈષ્ટ ઉપર અંગારાની વર્ષા થઈ રહી છે, એનું ભાન આપણને તો હોવું જ જોઈએ. સ્વેચ્છાએ; ધર્મ કરવાનું સ્વીકાર્યા પછી ઈચ્છાને જ ધર્મ માનવાનું કેટલું વિચિત્ર છે ? સંપૂર્ણ શીર્ષાસન થઈ ગયું છે. છઠ્ઠી દષ્ટિમાં આવો અન્યમુદ્દોષ હોતો નથી-એ છઠ્ઠા ગુણસ્થાનકે બિરાજમાન પૂ. સાધુ-સાધ્વીજીઓએ નિરંતર યાદ રાખવું જોઈએ. Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ કાન્તાદષ્ટિની સઝાય પાંચમી ગાથામાં કાંતાદષ્ટિના બોધ વગેરેનું સ્વરૂપ વર્ણવીને હવે છઠ્ઠી ગાથાથી આ દષ્ટિમાં યોગીને જે અવાંતર વિશિષ્ટ સિદ્ધિ મળે છે એનું વર્ણન કરતાં ગ્રંથકારશ્રીએ જણાવ્યું છે કેમન મહિલાનું રે વાહલા ઉપરે, બીજા કામ કરત; તેમ શ્રતધર્મેરે એહમાં મન ધરે, શાનાક્ષેપર્વત, ધનવાદી આશય સ્પષ્ટ છે કે પાંચમી સ્થિરાદષ્ટિમાં પ્રાણ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનના પ્રભાવે યોગીને હવે એ બે સિવાય પ્રાપ્ત થયેલા સંસારના કોઈ પણ વિષયમાં આનંદ આવતો નથી. એનું ચિત્ત મોક્ષ અને મોક્ષનાં મળેલાં કે નહિ મળેલાં સાધનમાં જ લીન બને છે. તેવા પ્રકારના પૂર્વબદ્ધકર્મના વિપાકે સંસારમાં અનેક પ્રકારનાં કાર્ય કરતી વખતે પણ એનું ચિત્ત તેમાં લાગતું નથી. પરંતુ એ વખતે પણ મૃતધર્મની પ્રવૃત્તિનો અભાવ હોવા છતાં તેમાં જ તેનું ચિત્ત લાગેલું છે. આ વાત આ ગાથામાં સુપ્રસિદ્ધ દષ્ટાંતથી જણાવાઈ છે. સંસારમાં રહેલી સતી સ્ત્રીઓનું મન ગમે તે કામ કરતી વખતે પણ જેવી રીતે પોતાના પ્રિયતમ ઉપર લાગેલું હોય છે તેમ અવિરતિ આદિની તીવ્રતાના કારણે સંસારમાં રહેલા યોગીઓનું પણ મન; સંસારસંબંધી તે તે કાર્ય કરતી વખતે પણ મૃતધર્મમાં જ લીન હોય છે. આ કાન્તાદૃષ્ટિમાં યોગીઓ સદા માટે શ્રુતધર્મમાં જ મનને જકડી રાખે એવા ચિત્તાક્ષેપકજ્ઞાનવાળા એટલે કે જ્ઞાનમાં જ આકૃષ્ટ થનારા ચિત્તવાળા હોય છે. મોક્ષની સાધનસામગ્રીમાંથી દર્શન કે જ્ઞાન મળેલું હોવા છતાં અહીં ચારિત્રની પ્રાપ્તિ થયેલી ન હોવાથી-એનું દુઃખ યોગીઓને ઘણું હોય છે. સર્વવિરતિને મેળવી લેવા માટે અત્યંત ઉત્કંઠિત થયેલું ચિત્ત સતત જ્ઞાનમગ્ન બની જ્ઞાનને સતત ખેંચી રાખે છે. મળેલાં સાધનનો પૂર્ણપણે ઉપયોગ કરી Page #116 -------------------------------------------------------------------------- ________________ યોગદષ્ટિ-એક પરિશીલન ૧૧૩ અપ્રાણ સાધનને પ્રાપ્ત કરવાનું કાર્ય આ કાન્તાદૃષ્ટિમાં સરસ રીતે થાય છે. સાધન સાધનાંતરને લાવી ન આપે તો મળેલાં સાધન સિદ્ધિના કારણ ન બને-એ જ યાદ ન રાખીએ તો મળેલાં સાધન સાધન નહિ રહે. કાન્તાદૃષ્ટિની એ વિશેષતા છે કે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનને પ્રાપ્ત કરી આત્મા સમ્મચારિત્રસ્વરૂપ સાધનને પ્રાપ્ત કરવા માટે પૂર્ણ પ્રયત્નશીલ હોય છે. ઘણાખરા સાધકો સાધનામાર્ગથી વિચલિત બન્યા હોય તો તેનું મુખ્ય કારણ એ છે કે-તેઓ પ્રાપ્ત થયેલાં સાધનનો ઉપયોગ કરી ન શક્યા અથવા તો તેમ કરવાનું તેઓએ આવશ્યક ન માન્યું. આવો પ્રમાદ કાન્તાદષ્ટિમાં થતો નથી. જે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ પછી અંતર્મુહૂર્તમાં મોક્ષ મળી શકે છે-તેની પ્રાપ્તિ થયા પછી પણ જો અદ્ધપુદ્ગલપરાવર્તકાળ સંસારમાં રહેવું પડતું હોય તો તેની પાછળ આવા જ પ્રમાદાદિનું પરિબળ કામ કરે છે-એમ માનવું રહ્યું. સાધનના ઉપયોગમાં અપ્રમત્તતા એ એક સાધકની અદભુત સિદ્ધિ છે. આ સિદ્ધિ જ વસ્તુતઃ સાધકને સિદ્ધ બનાવતી હોય છે. વર્તમાનમાં કોણ જાણે ક્યાંથી આ સિદ્ધિ સાધકવર્ગમાંથી લુપ્ત બનતી જાય છે એ સમજાતું નથી. મળેલાં સાધનનો પૂર્ણપણે જ નહિ, હદ ઉપરાંત ઉપયોગ કરવાનું આ છઠ્ઠી દષ્ટિમાં બને છે. છઠ્ઠી દષ્ટિમાં ઉપર જણાવ્યા મુજબ આક્ષેપક જ્ઞાન હોવા છતાં અવિરતિના કારણે વિષયાદિમાં પ્રવૃત્તિ હોવાથી સિદ્ધિમાં વિઘ્ન નડશે અને તેથી સંસારનું કારણ તો રહેવાનું જ-આવી શંકાનું નિવારણ કરતાં સાતમી ગાથામાં ફરમાવ્યું છે કેએહવે શાને રે વિઘન-નિવારણે, ભોગ નહિ ભવહેત; નવિ ગુણ દોષ ન વિષયસ્વરૂપથી, મન ગુણ-અવગુણ-ખેત, ધનવાળા Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ કાન્તાદષ્ટિની સઝાય કાન્તાદષ્ટિમાં ચિત્તાક્ષેપક જ્ઞાન હોવાથી સિદ્ધિ-સાધનમાં આવતા વિદનનું નિવારણ ખૂબ જ સરળતાથી થાય છે. સિદ્ધિ-સાધનમાં જે કોઈ વિઘ્ન બનશે તે વિન વસ્તુતઃ ભવનો હેતુ જ હશે-એ વાત અહીં છઠ્ઠી દષ્ટિમાં સમજાવવાની આવશ્યકતા નથી. કાન્તાદષ્ટિમાં એ સમજવા માટે પૂરતા પ્રમાણમાં જ્ઞાન છે અને એનો ઉપયોગ કરી લેવાની દક્ષતા પણ પૂરતી છે. આ આશયથી જ વિદનના અભાવનું કારણ ફરમાવતાં ગ્રંથકારશ્રીએ “ભોગ નહિ ભવહેત’-આ પદ પ્રયોજેલ છે. એનો આશય ખૂબ જ સ્પષ્ટ છે કે ચિત્તાક્ષેપકજ્ઞાનમાં આત્મા લીન હોવાથી ભૂતકાળમાં ઉપાર્જેલ તેવા પ્રકારના કર્મના ઉદયથી થનારી વિષયાદિની પ્રવૃત્તિ સંસારનું કારણ બનતી નથી. માત્ર કાયિક વિષયપ્રવૃત્તિ સંસારનું કારણ બનતી નથી; તેની સાથે મન લીન બને તો તે પ્રવૃત્તિ સંસારનું કારણ બને છે. કાન્તાદષ્ટિમાં પૂર્વે જણાવ્યા મુજબ યોગીનું ચિત્ત મૃતધર્મમાં લીન હોવાથી તેની વિષય સંબંધી પ્રવૃત્તિ ભવનું કારણ બનતી નથી. માત્ર વિષયની પ્રવૃત્તિ આત્માના ગુણોની બાધક નથી, તેમ જ માત્ર વિષયની નિવૃત્તિ આત્માના ગુણોની સાધિકા પણ નથી. વિષયની સ્વરૂપતઃ પ્રવૃત્તિ કે નિવૃત્તિમાં દોષ કે ગુણને ઉત્પન્ન કરવાનું સામર્થ્ય નથી. એવી પ્રવૃત્તિ કે નિવૃત્તિની સાથે મનના અશુભ કે શુભ અધ્યવસાય ભળે તો જ તે પ્રવૃત્તિ કે નિવૃત્તિ આત્મગુણની ઘાતક કે સાધક બને છે. અન્યથા લાભાંતરાય અને ભોગોતરાયાદિ કર્મના તીવ્ર ક્ષયોપશમે કે ઉદયે આત્માના ગુણોનો ઘાત કે આવિર્ભાવ માનવો પડશે. કર્મક્ષય કે કર્મબંધની પ્રત્યે મનના પરિણામનું મહત્ત્વ ખૂબ જ શાંતચિત્તે વિચારવું જોઈએ. યોગમાર્ગનો પ્રારંભ, યોગમાર્ગની પ્રવૃત્તિ અને યોગમાર્ગની સમામિ-આ બધાનો આધાર માત્ર પરિણામ છે. પરિણામપ્રયોજકપ્રવૃત્તિની પ્રયોજક્તા પણ તે પ્રવૃત્તિ છે-માટે નથી, પરંતુ તે Page #118 -------------------------------------------------------------------------- ________________ યોગદષ્ટિ-એક પરિશીલન ૧૧૫ પરિણામપૂર્વકની છે માટે છે. આ વસ્તુને નિરંતર યાદ રાખી સાધનામાર્ગે પ્રયાણ કરવું જોઈએ. આથી સમજી શકાશે કે મન વગરની માત્ર વિષયની પ્રવૃત્તિ કે નિવૃત્તિ દોષ કે ગુણનું કારણ નથી. પરંતુ વિષયમાં આસક્ત કે અનાસક્ત મન જ ખરેખર અવગુણ કે ગુણનું કારણ છે. તેથી જ કાન્તાદૃષ્ટિમાં યોગી અવિરતિયુક્ત હોવા છતાં સંસારની ગમે તેવી અનુકૂળતામાં કે પ્રતિકૂળતામાં રતિ કે અરતિ પામ્યા વિના યોગમાર્ગે નિરંતર પ્રયાણ કરે છે. એ પ્રસ્થાનમાં કોઈ જ વિઘ્ન નડતું નથી-આ વાત આઠમી ગાથાથી દષ્ટાંતપૂર્વક જણાવાઈ છેમાયાપાણી રે જાણી તેહને, લંબી જાય અડોલ, સાચું જાણી રે તે બીતો રહે, ન ચળે ડામાડોળ, ધનગાટા - ગ્રીષ્મઋતુના મધ્યાહે વૃક્ષની છાયામાં જણાતા પાણીને જેઓ પાણીનો આભાસ સમજે છે અને એ પાણી સાચું પાણી નથી એમ માને છે; તેઓ એ પાણીના આભાસમાંથી, કોઈ પણ જાતની મનમાં શંકા લાવ્યા વિના બિન્ધાસ્તપણે નીકળીને આગળ જતા રહે છે. જ્યારે એ પાણીના આભાસને જેઓ વાસ્તવિક પાણી માને છે તેઓ જ્યાં છે ત્યાં જ પાણીના ડરથી ઊભા રહે છે અને જવું ન જવું-એવી ચંચળ અવસ્થાના કારણે ત્યાંથી ખસતા નથી, બસ ! આ રીતે જ સંસારમાં પુણ્યયોગે પ્રાપ્ત થનારાં સુખો ખરેખર જ સુખાભાસસ્વરૂપ હોવા છતાં એને સાચાં સુખ માનનારા જીવો એની લાલચમાંને લાલચમાં સંસારમાંથી ખસતા જ નથી. પરંતુ જેઓ એવાં સુખોને સુખાભાસ માને છે તેઓ કોઈ પણ રીતે એની લાલચમાં ફસાતા નથી અને એની તરફ જોયા પણ વિના સંસારમાંથી પ્રયાણ કરી જાય છે-આ વસ્તુને જ સ્પષ્ટ કરતાં જણાવે છે કે WWW.jainelibrary.org Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ કાન્તાદષ્ટિની સઝાય ભોગતત્ત્વને રે એ ભય નવિ ટળે, જૂઠા જાણે રે ભોગ; તે એ દરિ રે ભવસાયર તરે, લહે વળી સુયશસંયોગ, ધનવાલા આશય એ છે કે જે લોકો સંસારનાં કર્મજન્ય સુખોને વાસ્તવિક સુખ માને છે તેઓ તેની લાલચના કારણે મોક્ષમાર્ગ તરફ પ્રયાણ નહિ કરતાં સંસારમાં જ ઊભા રહી જાય છે. પરંતુ જે યોગીઓએ સંસારનાં સુખોને અપારમાર્થિક માન્યાં છે, તેઓ તેવાં સુખોની વચ્ચેથી કોઈ પણ જાતની દ્વિધા વિના મોક્ષમાર્ગ તરફ અવિરતપણે પ્રયાણ કરતા જ રહે છે. આથી સ્પષ્ટ છે કે પાંચેય ઈન્દ્રિયોના વિષયોપભોગને અપારમાર્થિક માનવાના બદલે પારમાર્થિક માનનારાને સંસારનો ભય ટળતો નથી. વિષયભોગને તાત્વિક માનવાથી તે પ્રવૃત્તિથી તેઓ દૂર થઈ શક્તા ન હોવાથી સંસારમાંથી સહેજ પણ ખસતા નથી. છઠ્ઠી કાન્તાદષ્ટિમાં યોગીઓ વિષયોપભોગને મિથ્યા-અપારમાર્થિક માનતા હોવાથી ભોગોના ઢગલામાંથી પણ તેઓ કોઈ પણ જાતના વિદન વિના મોક્ષમાર્ગ તરફ ખૂબ જ દઢતાથી ચાલવા માંડે છે. ભૂતકાળના તેવા પ્રકારના કર્મથી ખેંચાયેલી ભોગની પ્રવૃત્તિ પણ પારમાર્થિક ધર્મપ્રવૃત્તિનો પ્રતિબંધ કરવા સમર્થ બનતી નથી. દીપકનો નાશ કરનાર વાયુ દાવાનળનો નાશ કરવા જેમ સમર્થ નથી, તેમ પ્રબળ એવી ધર્મશક્તિનો નાશ કરવાનું સામર્થ્ય કર્માકુટ ભોગશક્તિમાં હોતું નથી. ધારણા અને મીમાંસા વગેરેના અચિત્યસામર્થ્યથી કાન્તાદષ્ટિમાં ધર્મશક્તિ ખૂબ જ પ્રબળ હોય છે. એની અપેક્ષાએ કર્મથી આકૃષ્ટ ભોગશક્તિ ખૂબ જ નિર્બળ હોય છે. આથી સર્વથા નિર્બળ એવી ભોગપ્રવૃત્તિ કોઈ પણ રીતે અહીં ધર્મપ્રવૃત્તિનો બાધ કરતી નથી. પ્રબળ ધર્મશક્તિના કારણે અહીં ચારિત્રમોહનીય કર્મનો ક્ષય થતો જાય છે. એ વખતે તેવા પ્રકારની ભોગપ્રવૃત્તિ પણ Page #120 -------------------------------------------------------------------------- ________________ યોગદષ્ટિ-એક પરિશીલન ૧૧૭ તાદશ કર્મક્ષયમાં સહાયભૂત જ બને છે. ધર્મપ્રવૃત્તિમાં એ વ્યાઘાત નથી પહોંચાડતી. સામાન્ય રીતે સ્થિરાદષ્ટિમાં પણ ભાગને તત્ત્વ નહિ માનવા માટે જ્ઞાન પૂરતું હતું. પરંતુ ત્યાં પ્રમાદનું જોર વધારે હતું. જ્યારે અહીં કાન્તાદષ્ટિમાં એવું પ્રમાદનું જોર હોતું નથી. કારણ કે ધારણાના કારણે પ્રાપ્ત થયેલા જ્ઞાનોત્કર્ષથી પ્રમાદ ખૂબ જ નિર્બળ બને છે. આથી જ આવી અવસ્થામાં ગૃહસ્થોને આ દષ્ટિમાં ઉપચારથી સાધુતાની પ્રાપ્તિ થાય છે. પરંતુ ચારિત્રમોહનીયકર્મનો ઉદય હોવાથી સંયમસ્થાનની (અધ્યવસાયની) પ્રાપ્તિ ન થવા છતાં સહેજ પણ સંયમનો વિરોધી પરિણામ હોતો નથી-એવું અન્યત્ર વર્ણવેલું છે. એ આશયથી જ છેલ્લી ગાથાના ઉત્તરાર્ધમાં ગ્રંથકારશ્રીએ ફરમાવ્યું છે કે આવી અવસ્થાના કારણે આ દષ્ટિમાં સાધક ભવસાગરથી તરે છે અને ઉત્તમ કોટિનો યશ જ્યાં છે એવા મોક્ષ-સંયોગને પ્રાપ્ત કરે છે. ઉપર જણાવ્યા મુજબ છઠ્ઠી દષ્ટિનું મહત્ત્વ સાધુધર્મની પરિભાવનાના કારણે છે-એ સમજી શકાય છે. સાધુધર્મની પરિભાવના સંસારયાત્રાની અંતિમ અવસ્થાની પૂર્વતૈયારી સ્વરૂપ છે. અનાદિકાળના આપણા ભવભ્રમણનો જાણે અંત આવી રહ્યો છે એવું અહીં લાગવા માંડે છે. ભવભ્રમણના ઉચ્છેદ માટે આરંભાયેલી સાધનાનો પોણો ભાગ પૂરો થયો છે માત્ર પા ભાગની સાધના અવશિષ્ટ રહી છેએવું જણાય એટલે ઉત્સાહ, આનંદ અને પ્રયત્નની કોઈ અવધિ અહીં ન રહે-એ સહજ છે. અને સાધુધર્મની પરિભાવનાથી ભાવિત બની એવા ઉત્સાહાદિના આપણે સૌ ભાજન બની રહીએ-એ જ એક અભ્યર્થના.... વાલા. Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ પ્રભાષ્ટિની સક્ઝાય હક સાતમી - પ્રભાષ્ટિની સઝાય છે છઠ્ઠી કાન્તાદષ્ટિનું વર્ણન કરીને હવે સાતમી પ્રભાષ્ટિના વર્ણનનો પ્રારંભ કરે છે અપ્રિભાસમ બોધ પ્રભામાં, ધ્યાનપ્રિયા એ દિઠી; તત્ત્વતણી પ્રતિપત્તિ ઈહાં વળી, રોગ નહિ સુખપુરૂઠી રે, ભવિકા ! વીરવચન ચિત્ત ધરીએ પ્રભા નામની સાતમી દષ્ટિમાં બોધ સૂર્યની પ્રભા જેવો હોય છે. ધ્યાન આ દષ્ટિમાં પ્રિય હોય છે. તત્ત્વની પ્રતિપત્તિ અહીં પ્રાપ્ત થાય છે અને રોગના અભાવના કારણે અહીં સુખ પુષ્ટ બને છે-આ પ્રમાણે શ્રી વિરપરમાત્માનાં જે વચન છે તે ભવ્યજીવોએ ચિત્તમાં ધરવાં જોઈએ. છઠ્ઠી કાન્તાદૃષ્ટિમાં સાધુધર્મની પરિભાવનાના કારણે મુમુક્ષુ આત્માના બોધનો સારા પ્રમાણમાં વિકાસ થાય છે. સર્વવિરતિધર્મના અવસરે સાતમી દષ્ટિમાં એ બોધ સૂર્યની પ્રભા જેવો અત્યંત સ્પષ્ટ હોય છે. તારાની પ્રભા અને સૂર્યની પ્રભા-આ બેનો ભેદ ખૂબ જ સ્પષ્ટપણે સમજી શકાય છે. યોગનાં આઠ અંગમાંથી સાતમા “ધ્યાન” અંગની અહીં પ્રાપ્તિ થાય છે. ધારણાના વિષયમાં જ્ઞાનની જે એકતાનતા છે તેને ધ્યાન કહેવાય છે. સામાન્યપણે એક જ વિષયમાં પરિણામની સ્થિરતાને ધ્યાન કહેવાય છે. ધારણા અને ધ્યાન-એ બેનો ભેદ સ્થૂલદષ્ટિએ સમજવો હોય તો મૂળભૂત વિષયમાં ચિત્તની એકાગ્રતા એ ધારણા છે અને એના વ્યાપ્યભૂત અવાંતર એક વિષયમાં ચિત્તની એકાગ્રતા એ ધ્યાન છે-એમ કહી શકાય. ધારણા વખતે મૂળવિષયની આસપાસ જ ચિત્ત ફરતું રહે છે. જ્યારે ધ્યાન વખતે તે વિષયના એક દેશમાં જ ચિત્ત Page #122 -------------------------------------------------------------------------- ________________ યોગદષ્ટિ-એક પરિશીલન ૧૧૯ સ્થિર બને છે... ઈત્યાદિ વસ્તુ યોગના જ્ઞાતાઓ પાસેથી સારી રીતે સમજી લેવી જોઈએ. સર્વવિરતિના પાવન અવસરે યોગીઓને ધ્યાન વિના ચાલે નહિ. ચિત્તની સ્થિરતા માટે મુનિભગવંતોએ ધ્યાન પ્રિય બનાવવું જ રહ્યું. સાતમી દષ્ટિમાં એ સ્થિતિ સ્વાભાવિક છે. પ્રખર તેજસ્વી બોધપ્રકર્ષથી આ દષ્ટિમાં ધ્યાન નિરંતર હોય છે. સાધકને બાહ્યભાવથી વિમુખ બનાવીને આત્યંતર શુભ ધારણામાં સ્થિર કરવાનું કાર્ય એકમાત્ર ધ્યાનનું છે. પરંતુ તકલીફ એક જ છે કે એ ધ્યાનને પ્રાપ્ત કરવા માટે કે ટકાવવા માટે પુષ્કળ જ્ઞાન જોઈએ. સાતમી દષ્ટિના સ્વામી ગણાતા મુમુક્ષુએ એ માટે ખૂબ જ ચીવટથી પ્રયત્ન કરી લેવો જોઈએ. એ તરફની અરુચિ, અનાદર કે પ્રમાદાદિ ખરેખર જ મુમુક્ષુપણાનાં લક્ષણ નથી. જ્ઞાનના કારણે જે સ્થિરતા પ્રાપ્ત થાય છે, તે સ્થિરતા ખૂબ જ દઢ હોય છે, તે ધ્યાનનું પ્રબળ કારણ છે. આવા વિશિષ્ટ ધ્યાનના પ્રભાવે યોગના આઠ ગુણોમાંથી સાતમા ‘તત્તપ્રતિપત્તિ સ્વરૂપ ગુણની પ્રાપ્તિ થાય છે. આ આમ જ છે આવા પ્રકારના દઢ નિર્ણયને તત્ત્વપ્રતિપત્તિ કહેવાય છે. તત્ત્વમીમાંસાના કારણે જ્ઞાનના વિષયનો દઢ નિર્ણય થવાથી તે તે વિષયમાં પ્રવૃત્તિ કે નિવૃત્તિનું કારણ એ જ્ઞાન બનતું હોય છે. જ્ઞાન, શ્રદ્ધા અને પ્રવૃત્તિ આ ત્રણનો સંવાદ એ જ વસ્તુતઃ તત્ત્વપ્રતિપત્તિ છે. એ ત્રણનો સમુદાય આ દષ્ટિમાં પહેલી વાર દેખાય છે. અનદિકાળથી જ્ઞાનાદિ ત્રણનો સમાગમ થતો ન હતો તે અહીં થાય છે. એટલે મુમુક્ષુને સહજ રીતે જ તે ત્રણના વિષયમાં આદરાતિશય પ્રગટે છે. એ આદરના કારણે મુમુક્ષુ આત્મા શ્રી વીતરાગપરમાત્માની આજ્ઞા મુજબ અખંડિતપણે અનુષ્ઠાન કરવા સમર્થ બને છે. તેથી તે તે અનુષ્ઠાનમાં કોઈ પણ જાતની ખલના-ક્ષતિ રહેતી નથી. એવા પ્રકારની સ્પલના સ્વરૂપ mational Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ પ્રભાદષ્ટિની સક્ઝાય દોષને તે તે અનુષ્ઠાનનો રોગ કહેવાય છે. યોગની પરિભાષામાં પ્રસિદ્ધ તે રોગસ્વરૂપ અનુષ્ઠાનની પીડા આ સાતમી દષ્ટિમાં હોતી નથી. . દેવાધિદેવે ઉપદેશેલાં તે તે અનુષ્ઠાનોને અતિચાયુક્ત અથવા તો ખંડિત બનાવવાનું કાર્ય રોગ નામના દોષનું છે. આ દોષની વિદ્યમાનતામાં અનુષ્ઠાનસામાન્યનો નાશ થતો નથી. પરંતુ નિરતિચાર અનુષ્ઠાનનો નાશ થવાથી તેવા પ્રકારના સાતિચાર અનુષ્ઠાનનું અસ્તિત્વ હોય તોપણ ઈષ્ટની સિદ્ધિ થતી નથી. એટલે એવું રોગયુક્ત અનુષ્ઠાન કરવાનું ખરેખર તો ન કરવા જેવું જ છે. સાતમી દષ્ટિમાં મુમુક્ષુઓને શરીરસંબંધી રોગ આવે તોપણ આ અનુષ્ઠાનસંબંધી રોગ હોતો નથી. આથી જ આ દોષમુક્ત અનુષ્ઠાનના કારણે ક્રોધાદિ કષાયના કે વિષયના વિકારથી શૂન્ય એવા મુમુક્ષુને કુશલાનુબંધી ધ્યાન હોય છે. આવા ધ્યાનને લઈને જ યોગીજનોને સુખનો પાર નથી. “સાધુ સદા સુખિયા, દુઃખિયા નહિ લવલેશ.” આ ઉક્તિનો પરમાર્થ જ સાતમી પ્રભા દષ્ટિ છે. અનેકાનેક પરીષહો અને ઉપસર્ગોને સદાને માટે સમતાપૂર્વક સહન કરનારા સાધુભગવંતોને સુખ સદા માટે હોય છે અને દુઃખનો લેશ પણ હોતો નથી. આ વાત સાતમી દષ્ટિને આશ્રયીને જ સંગત થઈ શકે છે. અન્યથા તો સાધુભગવંતોનાં દુઃખનો કોઈ પાર નથી. સાતમી દષ્ટિમાં વર્તતા મુમુક્ષુજનોને જે અપાર સુખ છે અને દુ:ખનો લેશ પણ નથી, તે સુખ અને દુઃખનું વાસ્તવિક સ્વરૂપ બીજી ગાથાથી જણાવાય છે સઘળું પરવશ તે દુઃખલક્ષણ, નિજવશ તે સુખ લહીએ; એ દરે આતમગુણ પ્રગટે, કહો સુખ તે કુણ કહીએ રે, Iભવિવાર Page #124 -------------------------------------------------------------------------- ________________ યોગદષ્ટિ-એક પરિશીલન ૧૨૧ આશય એ છે કે આ દુનિયામાં જેટલું પરવશ-પરાધીન છે તે દુ:ખ કે દુઃખનું કારણ છે અને એથી તદ્દન વિપરીત જેટલું સ્વાધીન છે તે સુખ કે સુખનું સાધન છે. કર્મજન્ય કે વિષયજન્ય દુઃખ તો દુઃખરૂપે પ્રસિદ્ધ છે. એવા પણ દુઃખને સુખનું સાધન માનીને સુખ માટે સહન કરનારાના મનમાં એની દુઃખરૂપતા અંગે કોઈ જ વિવાદ નથી. અનંતજ્ઞાનીઓની દષ્ટિએ કર્મજન્ય વૈષયિક સુખો અને તેનાં સઘળાંય સાધન દુઃખરૂપ છે, કારણ કે તે આત્માથી અન્ય શરીરાદિ વસ્તુની અપેક્ષાથી પ્રાપ્ત થતાં હોય છે. ગમે તેટલું શ્રેષ્ઠ કોટિનું પણ તેવું સુખ પરાધીન છે, એમાં ના પડાય-એમ નથી. થોડાઘણા અંશે એવી પ્રતીતિ આપણને ઘણીવાર થઈ છે. શ્રી અનાથીમુનિ અને શ્રી શાલિભદ્રજીના જીવનવૃત્તાંતના પરીચયથી સંસારનાં સુખોની પરાધીનતા સ્પષ્ટપણે સમજી શકાય છે. સાતમી દષ્ટિમાં પ્રાપ્ત થયેલા સૂર્યના તેજ જેવા પ્રખર બોધથી મુમુક્ષુઓને એ વસ્તુ પૂર્ણપણે સમજાતી હોય છે. તેથી પ્રભાષ્ટિમાં રહેલા પૂ. સાધુભગવંતો તેવા પ્રકારનાં કર્મજન્ય સુખોથી તેમ જ તેની સાધનસામગ્રીથી મનને દૂર રાખે છે અને માત્ર આત્મસ્વભાવાધીન મોક્ષસુખમાં કે તેના સાધનભૂત જ્ઞાનાદિમાં જ મનને નિમગ્ન રાખતા હોય છે. આવા આત્મિક સુખનો નિરંતર અનુભવ કરનારા પૂ. સાધુભગવંતો અશાતા વેદનીયનો ક્ષય કરે અને શતાવેદનીય બાંધે, એ એક પ્રકારનું આશ્ચર્ય છે. દુનિયાના છવો સુખ પાછળ ભટક્યા કરે છે અને સાધુભગવંતો સુખથી દૂર ભાગ્યા કરેઆ વાત સમજવા માટે પણ સામાન્ય બુદ્ધિવાળા સમર્થ થઈ શકતા નથી. અશાતાનો ઉદય અને શાતાનો બંધ. જે બંધાય તે ભોગવાય નહિ અને જે ભોગવાય છે તે બંધાતી નથી. મુમુક્ષુ આત્માઓનો આ સ્થાયીભાવ છે. આ ભાવ ન હોય તો મોક્ષની પ્રાપ્તિ Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨ ૨ પ્રભાષ્ટિની સક્ઝાય કોઈ પણ રીતે શક્ય નથી. વરસ્કૃત મહાકુમ્, નિસ્પૃહત્વ મહાસુબ્રમ્ આ વસ્તુને આ સઝાયની બીજી ગાથામાં સરસ રીતે સમજાવી છે. મોક્ષની સાધનાના પ્રાણ સમાન એ વાત કોઈ પણ સંયોગોમાં ભૂલવી ન જોઈએ. આત્મા, આત્માના ગુણો અને તેને પ્રગટ કરનારાં સાધનોને છોડીને બધું જ શરીરાદિ પર છે. તેમાં થનારી સ્પૃહા સમગ્ર દુઃખનું કારણ છે એ વાત સાતમી દષ્ટિમાં ખૂબ જ સ્થિરરૂપે સમજાય છે. તેથી જ પોતાના શરીર પ્રત્યે પણ મમત્વ વિનાના પૂ. સાધુભગવંતોને આ લોક કે પરલોકનું કોઈ પણ સુખ વિચલિત કરતું નથી અને પ્રાણાંત કરે પણ અવરોધ કરતાં નથી. સુખદુ:ખના આ વાસ્તવિક સ્વરૂપના પરમાર્થથી જ્ઞાતાઓ જ પોતાના ગુણોને પ્રગટ કરે છે. અનંતજ્ઞાનાદિ ગુણો અનાદિકાળથી આત્મામાં જ છે. કર્મનાં આવરણોથી આચ્છાદિત એ ગુણોને; સમગ્ર કર્યાવરણોને દૂર કરી માત્ર પ્રગટ જ કરવાના છે. જે કોઈ પુરુષાર્થ છે તે આવરણના વિયોગ માટે છે. ગુણો તો એની મેળે પ્રગટ થાય છે. પ્રભાષ્ટિના અચિત્યપ્રભાવે સાધુભગવંતો પોતાના ગુણોને પ્રગટ કરવા સમર્થ બને છે. આપણા પોતાના સ્વરૂપને પામવું એ જ મોટામાં મોટું સુખ છે. આ સિવાય બીજું સુખ જ કયું છે ? ગુમ થયેલી વસ્તુ કોઈ પણ રીતે મળતી ન હોય ત્યારનું દુઃખ અને એ ગમે તેમ કરીને મળી જાય ત્યારનું સુખ શું છે તે તેના અનુભવી વિના કોણ જાણે છે પોતાના જ્ઞાનના પૂર્ણ પ્રકાશમાં પોતાના ગુણવૈભવને જાણ્યા પછી અને માન્યા પછી તેના વિરહમાં જે દુઃખ છે-એનું વર્ણન થાય એમ નથી. જ્ઞાન અને શ્રદ્ધાની વૃદ્ધિની સાથે ઈષ્ટપ્રાપ્તિનો વિલંબ અસહ્ય બની જાય છે. સાધક આવા વખતે સાધનાનો વેગ વધારે છે અને અંતે ઈષ્ટસિદ્ધિને વરે છે-સુખની પરાકાષ્ઠા જ આ છે. આ રીતે પૂ. સાધુભગવંતોને જ વાસ્તવિક સુખ છે. એ સુખ Page #126 -------------------------------------------------------------------------- ________________ યોગદષ્ટિ-એક પરિશીલન ૧૨૩ ઈન્દ્રાદિદેવતાઓને પણ નથી. બાહ્યદષ્ટિએ એ સુખની પ્રતીતિ સામાન્ય લોકોને કેમ થતી નથી-એનું કારણ ત્રીજી ગાથાથી જણાવાય છેનાગરસુખ પામર નવિ જાણે, વલ્લભસુખ ન કુમારી; અનુભવ વિણ તેમ ધ્યાનતણું સુખ, કોણ જાણે નરનારી, _Iભવિકા માયા તાત્પર્ય એ છે કે-નગરમાં રહેનારને જે સુખ-સગવડ છે, તે ગામડામાં રહેનાર જાણતો નથી અને પરણેલી કન્યા પતિના સમાગમના સુખને જે અનુભવે છે તેને કુમારિકા જાણતી નથી. કારણ કે ગામડામાં રહેનારને અથવા તો કુમારિકાને તે તે સુખનો અનુભવ જ નથી. તે તે સુખના અનુભવને યોગ્ય એવા સંયોગો પણ નથી. આવી સ્થિતિમાં તે બન્નેને તે તે સુખનું જ્ઞાન ન હોવા છતાં, નગરમાં રહેનારને અથવા તો પરણેલી કન્યાને જેમ તે તે સુખનો અભાવ નથી, તેમ સાતમી દષ્ટિમાં છઠ્ઠા સાતમા ગુણસ્થાનકના સ્વામીને ધ્યાનનું જે સુખ છે તે સુખને અનુભવ્યા વિના સામાન્યજનો ન જ જાણે-એ સમજી શકાય છે. આવા સુખનો અનુભવ કરવા છઠ્ઠા-સાતમાં ગુણસ્થાનકે પહોંચવું પડશે, સંસારનાં સુખોનો લોભ સર્વથા દૂર કરવો પડશે અને પ્રાણાંત કષ્ટોને વેઠવા માટે તત્પર બનવું પડશે. આ ભવમાં આવા કોઈ સંયોગો ઊભા થાય-એવી શક્યતા એક સ્વપ્ન છે. પરંતુ ધ્યાનના કારણે ઉત્પન્ન થનારા સુખનો અનુભવ કરવાની સાચી ઈચ્છા જાગે તોપણ પ્રભા દષ્ટિની પ્રભા આપણી ઉપર પડી છે એવું માની લેવામાં કશું જ ખોટું નથી. ઉપર જણાવ્યા મુજબ પૂ. સાધુભગવંતોને ધ્યાનજન્ય નિરંતર સુખ હોય તો તે મુજબ ધ્યાન પણ તેઓશ્રીને નિરંતર હોવું જોઈએ-એ Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ પ્રભાષ્ટિની સઝાય કઈ રીતે શક્ય છે તે જણાવતાં ફરમાવ્યું છે કે એહ દષ્ટિમાં નિર્મળબોધે, ધ્યાન સદા હોય સાચું; દૂષણરહિત નિરંતર જ્યોતિ, રતન તે દીપે જાચું રે, ભવિકાબાજ આ દષ્ટિમાં નિર્મળ બોધ હોવાથી વાસ્તવિક ધ્યાન સદાને માટે હોય છે. રત્નમાં કોઈ દોષ ન હોય તો રત્નની જ્યોતિ જેમ નિરંતર એકસરખી પ્રકાશે છે અને સુવર્ણનો મલ ક્ષય પામ્યો હોય તો જેમ સદાને માટે તે શુદ્ધ હોય છે તેમ નિર્મળબોધના પ્રભાવે આ દષ્ટિમાં જ્ઞાનસ્વરૂપ ધ્યાન નિરંતર હોય છે. નિર્મલ બોધ દ્વારા પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રતીતિ થવાથી તેના આવિર્ભાવ માટે આ દષ્ટિમાં મુમુક્ષુઓનું મન માત્ર મોક્ષમાં લાગ્યું હોય છે. આવા પ્રકારના મનનું કારણ માત્ર નિર્મળજ્ઞાન છે. એ નિર્મળજ્ઞાનની સ્થિરતાના કારણે મને પણ મોક્ષમાં સ્થિર બને છે; મળેલી સઘળીય સામગ્રીને મોક્ષનું કારણ બનાવવાનું સામર્થ્ય પણ આ નિર્મળ બોધમાંથી મળે છે અને તેથી ધ્યાનનો વિચ્છેદ, કોઈ પણ પ્રવૃત્તિથી થતો નથી. સંવરને સંવરસ્વરૂપેટકાવ્યા પછી પણ આશ્રવને સંવર બનાવતાં ન આવડે તો ધ્યાનનું અસ્તિત્વ નહિ રહે. શસ્ત્રનો ઉપયોગ કરી જાણવો-એ વિજય માટે પૂરતું નથી. અવસરે હાથમાં આવે તેનો શસ્ત્ર તરીકે ઉપયોગ કરવાની શક્તિ હોય તો વિજય નિશ્ચિત છે. આવું જ મોક્ષની સાધનાના વિષયમાં છે. ગમે તેવા વિષમસંયોગોને મોક્ષ પ્રત્યે અનુકૂળ બનાવવાનું કૌશલ્ય પ્રાપ્ત કર્યું હોય તો મુમુક્ષુને સિદ્ધિ નિશ્ચિત છે. એવી કુશલતા નિર્મળબોધસચરિત ધ્યાનને આધીન છે. આવું ધ્યાન સાતમી દષ્ટિમાં નિરંતર હોય છે. Page #128 -------------------------------------------------------------------------- ________________ યોગદષ્ટિ-એક પરિશીલન ૧૨૫ આ દષ્ટિના પ્રકર્ષમાં પ્રાપ્ત થનારા ફળનું વર્ણન કરતાં પાંચમી ગાથામાં અસંગ-અનુષ્ઠાનનું સ્વરૂપ જણાવાય છેવિસભાગક્ષય શાંતવાહિતા, શિવમારગ ધ્રુવનામ; કહે અસંગ-કિયા ઈહાં યોગી, વિમલ સુયશ પરિણામ રે, ભાવિકાનાપા સાતમી પ્રભાદષ્ટિમાં અસંગ-ક્રિયાને યોગી પ્રાપ્ત કરે છે. સ્વરસથી કરાયેલી ક્રિયાને અસંગક્રિયા કહેવાય છે. સામર્થ્યયોગની પ્રાપ્તિની પૂર્વઅવસ્થામાં અસક્યિા અવશ્ય હોય છે. અસંગક્રિયા માટે આવશ્યક એવી બધી જ કારણસામગ્રીની પરિપૂર્ણતા અહીં જોવા મળે છે. વચનાનુષ્ઠાનને આત્મસાત્ બનાવીને રાગાદિની આધીનતાને દૂર કરી મુમુક્ષુજનો અસંગષિાને યોગ્ય બને છે. સારામાં સારી પ્રવૃત્તિ પણ રાગાદિજન્ય બને તો તે અસંગઠ્યિામાં સમાવેશ પામતી નથી. વસ્તુ સારામાં સારી અને રાગ સહેજ પણ નહિ-આ એક અદ્ભુત સિદ્ધિ છે. રાગાદિના કારણે જ પ્રવૃત્તિ કરવાના સંસ્કારોના કારણે એ આપણને ઝટ ન સમજાય એ બનવાજોગ છે. પરંતુ અપ્રશસ્ત વિષયમાં ઘણીવાર રાગ વિના માત્ર ઔચિત્ય ખાતર આવી પ્રવૃત્તિ આપણે કરતા આવ્યા છીએ. ભાવ સહેજ પણ નહિ અને આદરનો પાર નહિ, આવો દેખાવ કંઈ કેટલીય વાર દિવસમાં કરતા હોઈએ છીએ. આ ઉપરથી સમજી શકાશે કે રાગાદિ વિના માત્ર પૂર્વવેધ(સંસ્કાર)થી આજ્ઞા મુજબની પ્રવૃત્તિ સારામાં સારી રીતે થઈ શકે છે. રામ વિના પ્રવૃત્તિ કઈ રીતે થાયએ સમજવા માટે જ ઉપરની વાત જણાવી છે. અપ્રશસ્ત પ્રવૃત્તિની સર્વથા સમાનતા જણાવવાનું અહીં અભિપ્રેત નથી. સિદ્ધિની પ્રાપ્તિ માટે ઉપર જણાવેલી અસંગક્તિાને જુદા જુદા . Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ . પ્રભાષ્ટિની સજઝાય સ્વરૂપે અન્ય દર્શનકારો પણ માને છે. સાંખ્યદર્શનકારોએ પ્રશાંતવાહિતા રૂપે, બૌદ્ધોએ વિસભાગપરિક્ષયરૂપે, શૈવોએ શિવવિર્ભરૂપે અને મહાવ્રતિકોએ ધ્રુવનામ(ધ્રુવમાર્ગ,રૂપે અસક્રિયાને પરમતત્ત્વની પ્રાપ્તિ માટે અસાધારણ કારણ માની છે. વિષયકષાયની પરિણતિના અભાવને પ્રશાંતવાહિતા કહેવાય છે, જે સ્વરસવાહિબોધસ્વરૂપ છે. વિષયકષાયના સંસ્કારના અભાવને વિભાગપરિક્ષય કહેવાય છે અને મોક્ષપ્રાપ્તિના અવ્યવહિત કારણને શિવવિર્ભ તથા ધ્રુવમાર્ગ (ધુવાધ્યા) કહેવાય છે, જે અસંગાનુષ્ઠાનસ્વરૂપ છે. અન્યત્ર વર્ણવેલા અમૃતાનુષ્ઠાનમાં અને અહીં વર્ણવેલી અસંગક્રિયામાં બહુ ભેદ નથી. અનુષ્ઠાનના નિરંતર અભ્યાસથી દઢતર સંસ્કારના કારણે આત્મસાત્ થયેલું અસ-અનુષ્ઠાન ભાવપ્રકર્ષથી પૂર્ણ હોય છે. સુંદર યશયુક્ત મોક્ષના નિર્મળ પરિણામ સ્વરૂપ આત્મતત્ત્વ જ વસ્તુત: અસાવસ્થા છે. એ સાતમી દષ્ટિના સ્વરૂપની પુણ્ય-પ્રભા આપણા આત્માને પરમાત્મા બનાવે એ જ એક અભિલાષા. પા Page #130 -------------------------------------------------------------------------- ________________ યોગદષ્ટિ-એક પરિશીલન ૧૨૭ 9 આઠમી-પરાદષ્ટિની સક્ઝાય છે દદિ આઠમી સાર સમાધિ, નામ પર તસ જાણુંછ, આપસ્વભાવે પ્રવૃત્તિપૂરણ, શશિસમ બોધ વખાણુંજી; નિરતિચારપદ એહમાં યોગી, કહીએ નહિ અતિચારીજી, આરહે આરૂઢ ગિરિને, તેમ એહની ગતિ ન્યારીજી, ૧૫ યોગની છેલ્લી આઠમી દષ્ટિનું વર્ણન કરતાં ફરમાવ્યું છે કે આઠમી દષ્ટિનું નામ ‘પરા છે. આ દષ્ટિમાં યમ-નિયમાદિ અષ્ટાફમાંથી આઠમા સમાધિ’ નામના અંગની પ્રાપ્તિ થાય છે. આત્માના સ્વભાવરૂપે પરિણમેલી પ્રવૃત્તિ આ દષ્ટિમાં હોય છે, જે યોગના અષાદિ ગુણોમાંનો છેલ્લો ગુણ છે. યોગના પ્રતિપન્થી ખેદાદિ દોષોમાંથી છેલ્લો આસદોષ આ દૃષ્ટિમાં ન હોવાથી આત્મસાત્ થયેલી પ્રવૃત્તિ નામનો ગુણ આ દષ્ટિમાં છે. ચંદ્ર જેવો ઉજ્જવળ બોધ પરાદષ્ટિનું સ્વરૂપ છે. આશય એ છે કે સાતમી દષ્ટિમાં સૂર્યની કાંતિ જેવો બોધ હતો. તેની અપેક્ષાએ પરાદષ્ટિનો બોધ અધિકાર હોવાથી અહીંના બોધને ચંદ્રની કાંતિની ઉપમા આપી છે. ચંદ્રની સૌમ્યતા, શીતલતા અને સૂર્ય કરતાં દૂરવર્તિતાદિની અપેક્ષાએ ચંદ્રના પ્રકાશની અહીં અધિકતરતા વર્ણવી છે. સામર્થ્યયોગની ઉપસ્થિતિમાં મુખ્યપણે પ્રાપ્ત થનારી આ પરાષ્ટિમાં બોધ પરાકાષ્ઠાને પ્રાપ્ત કરે છે. ક્ષયોપશમભાવની છેલ્લી અવસ્થાએ અને સાયિકભાવની પૂર્વાવસ્થાએ શશિ(ચંદ્ર)સમ બોધ પ્રકૃષ્ટ-સમાધિનો પ્રાપક બને છે. ધ્યાનવિશેષને સમાધિ કહેવાય છે. સામાન્ય રીતે વિચારીએ તો મન-વચન-કાયાની એકાગ્રતાપૂર્વક કોઈ પણ વસ્તુનું જ્ઞાન કરવું તે ધારણા છે. ધાર્યમાણ(ધારણાનો વિષય) વિષયનું વિષયાંતરના પરિહારપૂર્વક સાતત્યથી જ્ઞાન કરવું તેને ધ્યાન Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ પરાષ્ટિની સઝાય કહેવાય છે અને એ ધ્યાનના વિષયથી અભિન્ન એવા જ્ઞાનના પ્રતિભાસને સમાધિ કહેવાય છે. અર્થાત્ ધ્યેયાકાર-પરિણત જ્ઞાન સમાધિ છે. અપ્રશસ્ત અર્થ-કામાદિ સ્વરૂપ ધ્યેયની સાથે આવી સમાધિ જીવનમાં આજ સુધી અનંતીવાર અનુભવી છે. પરંતુ પ્રશસ્ત વિષયમાં એવી સમાધિ મુખ્યતયા અહીં આઠમી દષ્ટિમાં આઠમા ગુણસ્થાનકે જ પ્રાપ્ત થાય છે. સત્તામાં રહેલા કર્મનો સર્વથા અનુદય-એ ઉપશમ છે. સત્તામાં રહેલા કર્મનો શુદ્ધ અથવા તો મંદરસયુક્ત સ્વરૂપે ઉદય-એ ક્ષયોપશમ છે. તાદશકર્મના વિપાકને ઉદય કહેવાય છે અને કર્મના ક્ષયને સાયિકભાવ કહેવાય છે. સમાધિના કારણે અહીં મોહનીયાદિ કર્મના પૂર્ણ ક્ષયોપશમે શાસ્ત્રયોગનો કોઈ ઉપયોગ નથી. શાસ્ત્રયોગ દ્વારા મળેલા સાધનનો ઉપયોગ સર્વથા કરી લેવાના કારણે તે સાધનનો ઉપયોગ રહેતો નથી. માત્ર દિદક્ષા(પરતત્ત્વને જોવાની ઉત્કટ ઈચ્છા)ને લઈને પૂર્વકાલીન પ્રવૃત્તિ પ્રવર્તતી હોવા છતાં તે; આસ-આસક્તિથી સર્વથા રહિત છે. આથી જ પ્રવૃત્તિ સ્વભાવસ્થ બની જતી હોય છે. આ જ અનુષ્ઠાન સરસ છે'-આવા પ્રકારની બુદ્ધિને આસ-અભિષ્ય કહેવાય છે. આવી બુદ્ધિના કારણે બહુ બહુ તો તે તે અનુષ્ઠાન સુરક્ષિત રહે છે. પરંતુ ઉત્તરોત્તર વિશુદ્ધ અનુષ્ઠાનોની પ્રાપ્તિ થતી નથી. આવી સ્થિતિમાં મુમુક્ષુઓ દ્વારા ઈષ્ટ સ્થાને પહોંચવાનું શક્ય બનતું નથી. તેથી આમ જોઈએ તો પૂર્વસાધનો પણ અકિંચિત્કર-નિરર્થક બને છે. પ્રવૃત્તિની સાર્થતા ઈષ્ટસ્થાનની પ્રાપ્તિમાં જ છે. આસફ વિનાની પ્રવૃત્તિ આ રીતે મુમુક્ષુઓને કૃતકૃત્ય બનાવે છે. પૂર્વના સંસ્કારોના કારણે દેખાતી પ્રવૃત્તિ વસ્તુતઃ કોઈ વિશિષ્ટ ફળને આપનારી હોતી નથી. એટલે પરમાર્થથી તો અહીં યોગી પ્રવૃત્તિ વિનાના હોય છે. આ જ આશયથી ગાથામાં નિરતિચારપદ... ઈત્યાદિનો ઉલ્લેખ છે. Page #132 -------------------------------------------------------------------------- ________________ યોગદષ્ટિ-એક પરિશીલન ૧૨૯ કહેવાનો આશય એ છે કે અનુષ્ઠાન પ્રત્યે પણ આ દષ્ટિમાં અભિપ્નડું-આડું ન હોવાથી અતિચારને અહીં સંભવ જ નથી. પ્રભાદિદષ્ટિઓમાં એનો સંભવ હતો. પરાદષ્ટિમાં તો અતિચારના કારણભૂત કષાય કે હાસ્યાદિ નોકષાયનો ઉદય ન હોવાથી કોઈ પણ પ્રવૃત્તિ અતિચારરહિત જ હોય છે. સંજવલનના ક્રોધ, માન, માયા અને લોભ તથા હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા તથા પુરુષવેદ વગેરેનો વિપાકોદય હોવા છતાં એ અતિચાર લગાડે એવો તીવ્ર હોતો નથી. આથી આ દષ્ટિમાં અતિચારરહિત પદ-અવસ્થાયુક્ત યોગી હોય છે. તેઓ કોઈ પણ દિવસ અતિચારી કહેવાતા નથી. યોગદષ્ટિસમુચ્ચયાદિ ગ્રંથોની અપેક્ષાએ આ ગાથામાં નિરતિચાર” પદના સ્થાને “નિરાચાર” પદ હોવું જોઈએ-એવું મને લાગે છે. ઉપર જણાવ્યા મુજબ આસંગ દોષના અભાવના કારણે પ્રવૃત્તિ માત્ર નામની જ હોય છે. એનાથી ક્ષય કરી શકાય એવા કર્મનો અભાવ હોવાથી યોગીને એ માટે કોઈ પ્રવૃત્તિ કરવાની રહેતી નથી. તેથી નિરાચાર-પદ આ દૃષ્ટિમાં હોવાથી આચારના અભાવે; યોગીઓને ક્યારે પણ ‘અતિચારી કહેવાનો પ્રસફ આવતો નથી. આ નિરાચાર-પદને જ સ્પષ્ટ કરતાં ગાથાના અંતિમ ભાગમાં ફરમાવ્યું છે કે “આરોહે આરૂઢ ગિરિને... ભાવાર્થ સ્પષ્ટ છે કે પર્વત ઉપર ચઢી ગયેલાને જેમ પર્વત ઉપર ચઢવાની આવશ્યકતા હોતી નથી તેમ જ અન્ય ગ્રંથોમાં જણાવ્યા મુજબ ભોજન કરી ચૂકેલા માણસને જેમ ભોજન કરવાની આવશ્યક્તા હોતી નથી, તેમ આઠમી પરાકૃષ્ટિમાં મુમુક્ષુ આત્માઓને કોઈ પ્રવૃત્તિ કરવાની આવશ્યક્તા હોતી નથી. પ્રવૃત્તિના કારણે થનારા કર્મક્ષયની તેમને સિદ્ધિ થયેલી હોય છે. અવશિષ્ટ કર્મોનો ક્ષય પ્રવૃત્તિથી શક્ય નથી, પરંતુ સામર્થ્યયોગથી સિદ્ધ બને છે. તેથી ગિરિ ઉપર આરૂઢ Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ પરાદષ્ટિની સઝાય થયેલાની ગિરિ-આરોહણની પ્રવૃત્તિ અથવા તો ભુક્ત(કૃતભોજન)ની ભોજનસંબંધી પ્રવૃત્તિ જેમ અર્થહીન હોય છે તેમ આ દષ્ટિના યોગીની પ્રવૃત્તિ પણ પૂર્વકાળની પ્રવૃત્તિથી વિલક્ષણ-જુદી (કોઈ પણ ફળની અપ્રયોજક) હોય છે. આ રીતે પરાષ્ટિમાં જો તેવા પ્રકારનું કોઈ પ્રયોજન ન હોય તો; કર્મનિર્જરાના કારણ તરીકે પ્રસિદ્ધ ભિક્ષાટનાદિની પ્રવૃત્તિ, પરાદષ્ટિમાં કઈ રીતે સંભવે-આ શંકાનું સમાધાન કરતાં ફરમાવ્યું છે કે ચંદન-ગંધસમાન ક્ષમા ઈહાં, વાસકને ન ગવેજી; આસંગે વર્જિત વળી એહમાં, ક્રિયા નિજ ગુણ લેખે; શિક્ષાથી જેમ રતન-નિયોજન, દષ્ટિભિન્ન તેમ એ હોજી; તાસ નિયોગે કરણ અપૂર્વે, લહે મુનિ કેવલમેહોછારા ગાથાનો અર્થ એ છે કે પરાષ્ટિમાં મુનિભગવંતોને ક્ષમા વગેરે ધર્મ ચંદનના ગંધની જેમ સ્વાભાવિક હોય છે. કારણ કે એ ધર્મથી વાસિત કરનારા ચિત્તનો અહીં અભાવ છે. ચંદનને સુગંધિત કરવા માટે જેમ બીજા કોઈ પણ સુગંધી પદાર્થની આવશ્યક્તા નથી તેમ આ દષ્ટિમાં ધર્મથી વાસિત કરવા માટે વાસક ચિત્તની અપેક્ષા હોતી નથી. આથી જ પૂર્વગાથામાં જણાવ્યા મુજબ આસંગ વગરની ક્યિા આત્મસ્વભાવસ્વરૂપ હોય છે. રત્નની પરીક્ષા કરવાના અભ્યાસ વખતની રત્નને જોવાની ક્રિયા અને રત્નની પરીક્ષા કરવાનું શીખી લીધા પછીની રત્નને નીરખવાની ક્રિયા : એ બેમાં જે ભેદ છે એવો ભેદ આ દષ્ટિ પૂર્વેની અને આ દષ્ટિમાંની ક્રિયામાં છે. આવી આસંગરહિત ક્વિાના યોગે સાધુભગવંતો અપૂર્વકરણ(આઠમું ગુણસ્થાનક) પ્રાપ્ત થયે છતે પંચમ શ્રી કેવલજ્ઞાનના આશ્રય બને છે. Page #134 -------------------------------------------------------------------------- ________________ યોગદષ્ટિ-એક પરિશીલન ૧૩૧ પૂર્વે જણાવ્યા મુજબ અહીં ગુણાંતરની પ્રાપ્તિમાં પ્રતિબંધ કરનાર આસંગ નામના દોષનો અભાવ હોવાથી પૂ. સાધુભગવંતોને અપૂર્વકરણ નામના આઠમા ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય છે. ક્ષમા વગેરે દશ પ્રકારના ક્ષયોપશમભાવના શ્રમણધર્મના ત્યાગ સ્વરૂપ ધર્મસંન્યાસયોગનો અહીં પ્રાદુર્ભાવ થાય છે. આ ધર્મસંન્યાસયોગની ઉપસ્થિતિમાં આત્મગુણમાં પરિણામ પામેલી આત્મસ્વભાવભૂત થયેલી ક્રિયાઓનું અસ્તિત્વ હોય છે. એ કોઈ વિશિષ્ટ આલંબનને લઈને થતી નથી. ચંદનના ગંધની જેમ તે નિરુપાધિક-સ્વભાવસિદ્ધ છે. આ પૂર્વે થયેલા કર્મક્ષયની પ્રત્યે તે કારણ બનેલી હોવા છતાં ધર્મસંન્યાસયોગથી સિદ્ધ થનારા કર્મક્ષયની પ્રત્યે તે કારણ બની શકે એમ નથી. તેથી તેવા પ્રકારની નિરર્થક ક્રિયાને લાવી આપનાર કોઈ આત્મપરિણામ ન હોવાથી એટલે કે વાસક-ચિત્તનો અભાવ હોવાથી અહીંની ક્રિયાઓમાં સ્વાભાવિક્તા છે. આ વાતની સ્પષ્ટતા કરતાં ગાથાના ઉત્તરાર્ધમાં જણાવ્યું છે કે-છઠ્ઠા-સાતમા ગુણસ્થાનકે અને આઠમા... વગેરે ગુણસ્થાનકે થનારી ક્રિયા સામાન્યથી એક્સરખી હોવા છતાં તેમાં વિશેષતા છે. રત્નો પારખવાનું સામર્થ્ય પ્રાપ્ત કરવાની ભાવનાથી તેનો અભ્યાસ કરતી વખતે અને રત્નને પારખનાર ઝવેરી બનીને પોતાનું એ કાર્ય કરતી વખતે : આમ બંન્ને વખતે રત્નને જોવાની ક્રિયા એકસરખી હોવા છતાં એ બંન્નેમાં ઘણો મોટો ભેદ છે તેમ અહીં પણ આનંગસહિત અને આસંગરહિત ક્રિયામાં ભેદ છે. આ ભેદવિશેષના કારણે જ એક ક્રિયા સાપરાયિક(ભવિષ્યમાં સંસારનું કારણ બનનારા) કર્મના ક્ષયનું કારણ બને છે અને બીજી ક્રિયા ભવોપગ્રાહી(આ ભવના જ અસ્તિત્વનું કારણ) કર્મના ક્ષયનું કારણ બને છે... ઈત્યાદિ અન્યગ્રંથોમાં વર્ણવ્યું છે. Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ પરાષ્ટિની સઝાય પરાષ્ટિના અંતે પૂ. મુનિભગવંતોને જે આત્મસ્વરૂપાદિની પ્રાપ્તિ થાય છે, તેનું વર્ણન કરતાં જણાવાયું છે કેક્ષીણદોષ સર્વજ્ઞ મહામુનિ, સર્વલબ્ધિ-ફળ-ભોગીજી, પર-ઉપકાર કરી શિવસુખ તે, પામે યોગી અયોગીજી; સર્વશત્રુક્ષય સર્વવ્યાધિલય, પૂરણ સર્વ-સમીઠાઇ, સર્વ-અરયોગે સુખ તેહથી, અનંતગુણ નિરીહાજીપરા પરાદષ્ટિના યોગી-મહાત્માઓ; અપૂર્વકરણાદિના પ્રભાવે માત્ર અંતર્મુહૂર્તમાં રાગાદિ દોષોનો સર્વથા ક્ષય થયે સર્વજ્ઞ બની સર્વલબ્ધિ (તે તે વસ્તુઓને પ્રાપ્ત કરવાનું અચિંત્ય સામર્થ્ય)સ્વરૂપ ફળને ભોગવનારા બને છે. આ રીતે મોહનીય, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને આંતરાયઆ ચાર ઘાતિકર્મનો સર્વથા ક્ષય કરી શેષ-જીવનમાં પર-ઉપકારને કરી શૈલેશી(ચૌદમું ગુણસ્થાનક)અવસ્થાને પામેલા તે યોગી-મહાત્માઓ શિવસુખના ભોક્તા બને છે. તેઓશ્રીના બાહ્ય-અત્યંતર સર્વ શત્રુઓ ક્ષય પામે છે. શરીર અને મનસંબંધી સર્વ રોગો સર્વથા નષ્ટ થાય છે. પૂર્વકાલીન સમગ્ર ઈચ્છાઓ પૂર્ણ થાય છે. સર્વથા ઈચ્છા વિનાના યોગીઓને; આ દુનિયાના સઘળા પદાર્થોના સંયોગની પ્રાપ્તિથી મળતાં સુખ કરતાં અનંતગુણ સુખ પ્રાપ્ત થાય છે-આ પ્રમાણે ત્રીજી ગાથાનો અક્ષરાર્થ છે. આશય એ છે કે-શાસ્ત્રયોગે પોતાના શુદ્ધ સ્વરૂપને જાણ્યા પછી તેને સાક્ષાત્ જોવાની ઈચ્છા સ્વરૂપ દિક્ષાથી પ્રવર્તેલા સામર્થ્યયોગમાં પરાદષ્ટિ વર્તે છે. પરતત્ત્વના દર્શનમાં અવરોધ કરનારાં ઘાતિકર્મોનો સર્વથા ક્ષય કરવાનો પ્રારંભ આ આઠમી દષ્ટિમાં થાય છે. આઠમા ગુણસ્થાનકથી આરંભીને દશમા ગુણસ્થાનક સુધીના કાળમાં Page #136 -------------------------------------------------------------------------- ________________ યોગદષ્ટિ-એક પરિશીલન ૧૩૩ માત્ર મોહનીયકર્મનો ક્ષય કરી બારમા ગુણસ્થાનકે અવશિષ્ટ ત્રણ ઘાતિકમનો ક્ષય કરવા દ્વારા તેરમા ગુણસ્થાનકે મહામુનિઓને શ્રી કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. પોતાના શેષ જીવનમાં એ શ્રી કેવલજ્ઞાનના યોગે અને સર્વલબ્ધિઓના યોગે સ્વભાવથી જ પરોપકારને કરતાં કરતાં યોગીમહાત્માઓ ચૌદમા ગુણસ્થાનકે અયોગી અવસ્થાને પ્રાપ્ત કરી શિવસુખના ભોક્તા બને છે. સકલ કર્મનો ક્ષય થવાથી કર્મસ્વરૂપ અત્યંતર શત્રુઓ અને એના યોગે થનારા બાહ્ય શત્રુઓનો સર્વથા ક્ષય થાય છે. દ્રવ્ય અને ભાવરોગોના સર્વથા વિલયથી અયોગી એવા સિદ્ધ પરમાત્માઓ જે સુખને અનુભવે છે; તે સુખ દુનિયાના સકલ પદાર્થોના સંયોગોથી પ્રાપ્ત થનારા સુખની અપેક્ષાએ અનંતગુણ છે. અર્થાત તો એ છે કે આવા સુખની વચ્ચે પણ તેઓ તેની ઈચ્છા વિનાના છે. સામાન્ય રીતે વસ્તુ મળવાની નથી એવી ખાતરી થાય તોપણ ઈચ્છાનો વિયોગ થતો હોય છે. પરંતુ સર્વ ઈચ્છાઓની પૂર્ણતાના યોગે અહીં પરમાત્મા નિરીહ છે. છઠ્ઠા અને સાતમા ગુણસ્થાનકથી મુખ્યપણે શરૂ થયેલી આ મોક્ષસાધનાના પ્રારંભથી જ પૂ. સાધુભગવંતો ઈચ્છાઓનો નિરોધ કરતા જ આવેલા. મોહનીયની વિદ્યમાનતામાં ઈચ્છાને આધીન નહિ બનનારા અને મોહનીયના અભાવમાં ઈચ્છા વિનાના મુમુક્ષુ આત્માઓની સાધનામાં ક્યારે પણ ઈચ્છાનું પ્રતિબિંબ પડતું નથી. મોક્ષની સાધનામાં, ઈચ્છા-એ મોટામાં મોટું દૂષણ છે. સર્વ દોષોને લઈ આવનારો એ દોષ છે. ઈચ્છા મુજબ જીવનારાને શિવસુખ મળતું નથી. શિવસુખની વિદ્યમાનતામાં ઈચ્છા હોતી નથી. કેવળજ્ઞાનથી અનંતસુખને જાણ્યા પછી લગભગ એક કરોડ પૂર્વ (૮૪ લાખ x ૮૪ લાખ = ૧ પૂર્વ) જેટલું પણ આયુષ્ય શેષ હોય છે. એવા વખતે જો ઈચ્છા હોય તો આત્માની કેવી સ્થિતિ થાય ? .__ Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ પરાદષ્ટિની સઝાય આ રીતે પરાદષ્ટિનું વર્ણન અહીં પૂર્ણ થાય છે. મિત્રાદષ્ટિથી શરૂ થયેલી, સિદ્ધિની સાધના અહીં પૂર્ણ બને છે. સાધક, સાધક મટીને સિદ્ધ બને છે. લોકમાં વ્યાધિગ્રસ્ત પુરુષ ચિકિત્સાવિશેષથી જેમ વ્યાધિમુક્ત બને છે તેમ અનાદિકાળથી ભવના(સંસારના) રોગી પુરુષો પણ, અનંતજ્ઞાનીઓએ ઉપદેશેલી ચિકિત્સાના પ્રભાવે ભવમુક્ત બને છે. અનાદિથી બદ્ધ એવા આત્માને મુક્ત-પરમાત્મા બનાવવાની આ પ્રક્રિયાનું વર્ણન પૂર્ણ કરી ઉપસંહાર કરતાં ફરમાવે છે કે એ અડદિઠી કહી સંક્ષેપે, યોગશાસ્ત્ર સંકેતેજી, કુળયોગી ને પ્રવૃત્તચક જે, તેહ તણે હિતeતેજી; યોગીકુળે જાયા, તસ ધર્મે અનુગત, તે કુળયોગીજી, અષી ગુરુ-દેવ-દ્વિજપ્રિય, દયાવંત ઉપયોગીજી.જા પાતંજલાદિ યોગશાસ્ત્રોની પરિભાષાને અનુરૂપ મિત્રાદિ આઠ દષ્ટિઓનું વર્ણન સંક્ષેપથી અહીં કર્યું છે. વિસ્તારથી આ દષ્ટિઓનું વર્ણન યોગદષ્ટિસમુચ્ચયાદિ ગ્રંથમાં છે. કુળયોગી અને પ્રવૃત્તચક્યોગી-આ બે પ્રકારના યોગીઓના હિત માટે આ સંક્ષિપ્ત વિવરણ છે. સામાન્યથી યોગીઓ ચાર પ્રકારના છે. ગોત્રયોગી, કુળયોગી, પ્રવૃત્તચક્યોગી અને નિષ્પન્નયોગી-એ ચાર પ્રકારના યોગીઓમાંથી ગોવયોગી કોઈ પણ રીતે યોગમાર્ગની યોગ્યતા ધરાવતા ન હોવાથી તેમનું આ વિવરણથી હિત થવાનું નથી તેમ જ નિષ્પન્નયોગીઓનું હિત તો યોગની સિદ્ધિના કારણે થયેલું જ હોવાથી તેમના માટે પણ આ વિવરણ ઉપયોગી નથી. કુળયોગીનું સ્વરૂપ વર્ણવતાં ગાથામાં ફરમાવ્યું છે કે જેઓ યોગીના કુળમાં જન્મ્યા છે અને તેમના ધર્મને અનુસરે છે તેઓ કુળયોગી છે; પરંતુ માત્ર યોગીકુળે જેઓ જન્મ્યા છે પણ તેમના Page #138 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિ-એક પરિશીલન ૧૩૫ ધર્મને અનુસરતા નથી-તેઓ ગોવયોગી છે, કુળયોગી નથી. અદ્વેષ; ગુરુ દેવ અને દ્વિજ ઉપરનો પ્રેમ, દયા તથા ઉપયોગસ્વરૂપ બોધ વગેરે કુળયોગીનાં લક્ષણો છે. તત્ત્વની જિજ્ઞાસા કે તત્ત્વનું જ્ઞાન હોવાથી કોઈ પણ વસ્તુમાં આગ્રહ હોતો નથી. તેથી કુળયોગીને સર્વત્ર અદ્વેષ હોય છે. આગ્રહ તેનું કારણ છે. નિરાગ્રહીને શ્રેષનો અવકાશ હોતો નથી. તત્ત્વજિજ્ઞાસુને કે તત્ત્વદ્રષ્ટાને આગ્રહ ન પાલવે. આગ્રહ એવી જિજ્ઞાસાનો અને એવી દષ્ટિનો ઘાતક છે. કુળયોગીઓ યોગપ્રિય હોવાથી યોગના પ્રરૂપક ગુરુભગવંતો, યોગનિષ્પન્ન દેવ અને યોગના આરાધક દ્વિજ(બ્રાહ્મણ-બ્રહ્મના જ્ઞાતા વગેરે) વગેરેના વિષયમાં નિરુપમ પ્રેમને ધારણ કરે છે. જે વસ્તુ પ્રત્યે પ્રેમ હોય તે વસ્તુના દર્શક, સ્વામી અને પ્રાપ્ત કરનારા પ્રત્યે કુદરતી રીતે જ પ્રેમ થતો હોય છે. કુળયોગીઓ મોક્ષના અર્થી હોવાથી સંલિ અધ્યવસાયપૂર્વક પાપ કરતા ન હોવાથી સર્વત્ર દયાળુ હોય છે. પાપ કરતી વખતે પણ અનુકંપા(દયાનો પરિણામ)ની રક્ષા કરીએ તો પાપના અનુબંધથી આપણે દૂર રહી શકીએ. સંક્લેશપૂર્ણ અધ્યવસાય અનુકંપાનો નાશ કરે છે. એના નાશ પછી પાપ, પાપાનુબંધી બને છે. કુળયોગીઓને એવો સંભવ હોતો નથી. રાગ-દ્વેષની તીવ્ર પરિણતિસ્વરૂપ ગ્રંથિનો ભેદ થયો હોવાથી અથવા તો નજીકના સમયમાં જ ગ્રંથિનો ભેદ થવાનો હોવાથી કુળયોગીઓ ઉપયોગસ્વરૂપ સમ્યગ્બોધયુક્ત હોય છે. આ ઉપયોગના કારણે ચારિત્રોપયોગી ઈન્દ્રિયોની યતના વગેરે ગુણોના ભાજન કુળયોગી હોય ઉપર જણાવ્યા મુજબ કુળયોગીઓનું સ્વરૂપે વર્ણવીને પાંચમી ગાથામાં પ્રવૃત્તચક્યોગીનું સ્વરૂપ વર્ણવે છે Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ પરાષ્ટિની સઝાય અહિંસા આઠ ) પહેલા અને શુશ્રુષાદિક અડગુણસંપૂરણ, પ્રવૃત્તચક તે કહીએ, ચમકયલાભી પરદુગ-અથ, આદ્ય અવંચક લહીએ; ચાર અહિંસાદિક યમ ઈચ્છા, પ્રવૃત્તિ થિર સિદ્ધિ નામે છે, શુદ્ધ રુચે પાળે, અતિચારણ ટાળે, ફળ પરિણામે જી. પા શુક્રૂષા.. વગેરે બુદ્ધિના આઠ ગુણોથી યુક્ત યોગીઓ પ્રવૃત્તચક્યોગીઓ છે. અહિંસાદિ પાંચ પ્રકારના દરેક યમના ચાર ભેદમાંના પહેલા અને બીજા ભેદને તેઓ પામેલા છે અને ત્રીજા ચોથા ભેદને પ્રાપ્ત કરવાની તેઓને ઈચ્છા હોય છે. અહિંસાદિ યમના દરેકના ઈચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા અને સિદ્ધિ-આ નામે ચાર ચાર ભેદ છે. શુદ્ધઉપાધિરહિત રુચિને ઈચ્છા કહેવાય છે. તે ઈચ્છાના વિષયના પાલનને પ્રવૃત્તિ કહેવાય છે. એ પાલન વખતે અતિચારના વર્જનને સ્થિરતા કહેવાય છે અને સ્થિરતાપૂર્વકની પ્રવૃત્તિના ફળસ્વરૂપ પરિણામને સિદ્ધિ કહેવાય છે-પાંચમી ગાથાનો આ અક્ષરાર્થ છે. શુશ્રુષા(સાંભળવાની ઈચ્છા); શ્રવણ(સાંભળવું); ગ્રહણ (સાંભળેલા શબ્દ અને સમજેલા અર્થને યાદ રાખવાનો પ્રયત્નો; ધારણા(શબ્દ અને અર્થની અવિસ્મૃતિ), વિજ્ઞાન(ગ્રહણ કરેલા શબ્દાર્થનો સંશય, વિપર્યય કે અસ્પષ્ટ બોધથી ભિન્ન બોધ); ઊહ (વિજ્ઞાતાર્થમાં પૂર્વાપરના અનુસંધાનથી વિચારણા); અપોહ(વિચારેલા એ અર્થમાં અનુપપત્તિનો પરિહાર) અને તત્ત્વાભિનિવેશ(વિચારેલા અર્થમાં “આ આમ જ છે' - આવો નિર્ણય) આ બુદ્ધિના આઠ ગુણો છે. અપ્રશસ્ત અર્થ-કામાદિના તે તે વિષયમાં આ આઠ ગુણોની પ્રતીતિ આપણને ઘણીવાર સ્પષ્ટપણે પ્રતીત થાય છે. શુશ્રુષાદિથી તત્ત્વાભિનિવેશ સુધીના જ્ઞાનના બધા જ અંશો ત્યાં સ્પષ્ટપણે અનુભવાય છે. યોગના વિષયમાં એ અંશો પ્રવૃત્તચક્યોગીઓ દ્વારા જ અનુભવાય છે. શુશ્રુષા જ્ઞાનપ્રાપ્તિનો Page #140 -------------------------------------------------------------------------- ________________ યોગદષ્ટિ-એક પરિશીલન ૧૩૭ પ્રથમ ઉપાય છે, જે અંતે તત્ત્વાભિનિવેશમાં પરિણમે છે. યોગના સ્વરૂપદિને આ રીતે આઠ ગુણો વડે જાણ્યા પછી યોગના પ્રથમ અંગ સ્વરૂપ “યમને પ્રાપ્ત કરતાંની સાથે યોગનું ચક્ર પ્રવૃત્ત બને છે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ સ્વરૂપ યમ, ચાર પ્રકારના છે. એમાંથી ઈચ્છાયમ અને પ્રવૃત્તિ અને પ્રામ કરવાપૂર્વક સ્થિરયમ અને સિદ્ધિયમની અભિલાષાને ધરનારા પ્રવૃત્તચક્યોગીઓ હોય છે. આવા યોગીઓને પ્રથમ અવંચક્યોગની પ્રાપ્તિ થયેલી હોવાથી બીજા અને ત્રીજા અવંચક્યોગના અર્થી એવા તેઓ યોગ-પ્રવૃત્તિના અધિકારી છે. યોગાવંચક, યિાવંચક અને ફલાવંચક ભેદથી અવંચક્યોગ ત્રણ પ્રકારનો છે. (જુઓ મિત્રાદષ્ટિમાં ગાથા નં. ૧૨) પાંચમી ગાથાના ઉત્તરાર્ધથી અહિંસાદિ દરેક યમના ચાર ભેદનું વર્ણન કરાયું છે. ઈચ્છાસ્વરૂપ અહિંસા, પ્રવૃત્તિસ્વરૂપ અહિંસા, સ્થિર સ્વરૂપ અહિંસા અને સિદ્ધિસ્વરૂપ અહિંસા. આવી જ રીતે સત્ય, અસ્તેય વગેરે યમના પણ ઈચ્છાદિભેદો સમજી લેવા. ઈચ્છાદિ ચાર પ્રકારના યોગોનું વર્ણન ‘યોગવિંશિકા વગેરેમાં વિસ્તારથી કર્યું છે. પાંચમી ગાથાની છેલ્લી શુદ્ધ રુચે...” આ એક જ પંક્તિથી ગ્રંથકાર પરમર્ષિએ ખૂબ જ સરસ રીતે ઈચ્છાદિયોગોનું વર્ણન કર્યું છે. શુદ્ધ રુચિ, પ્રવૃત્તિ-પાલન, અતિચારવર્જન અને ફળ-પરિણમન અનુક્રમે ઈચ્છાદિયોગોનું તે સ્વરૂપ છે. અહિંસાદિ યમ અને તવંતોની કથાના વિષયમાં જે પ્રીતિ, તે પ્રીતિપૂર્વક અહિંસાદિને પ્રાપ્ત કરવાની નિરાશસ ઈચ્છાને ઈચ્છાયમ કહેવાય છે. વિષય-કષાયના ઉપશમથી યુક્ત અહિંસાદિની પ્રવૃત્તિને પ્રવૃત્તિયમ કહેવાય છે. અભ્યસ્ત પ્રવૃત્તિના કારણે સ્વભાવથી જ થતી અતિચારાદિ દોષથી રહિત પ્રવૃત્તિને સ્થિર Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ પરાષ્ટિની સઝાય યમ કહેવાય છે અને સ્વસદશ ગુણનું બીજામાં આપાદાન કરવાના સામર્થ્યથી પરિપૂર્ણ એ પ્રવૃત્તિને સિદ્ધિયમ કહેવાય છે. આ વિષયમાં આથી વિશેષ જાણવાની ઈચ્છાવાળાઓએ “યોગવિંશિકા-એક પરિશીલન'માં જોવું. ઉપર જણાવ્યા મુજબ આ ગ્રંથની રચના કુળયોગી કે પ્રવૃત્તચક્યોગીને જે કારણે હિતકારિણી બને છે તેને જણાવતાં ફરમાવ્યું છે કેકુળયોગી ને પ્રવૃત્તચકને, શ્રવણશુદ્ધિ પક્ષપાત, યોગદષ્ટિ ગ્રંથ હિત હોવે, તેણે કહી એ વાત; શુદ્ધ ભાવ ને સૂની કિરિયા, બેહમાં અંતર કેતોજી ? ઝળહળતો સૂરજ ને ખજુઓ, તાસ તેજમાં જેતો. દા. આશય એ છે કે-યોગગ્રંથના ઉચિતશ્રવણના કારણે અને યોગની વિશુદ્ધ-ઈચ્છાદિ સ્વરૂપ પક્ષપાતના કારણે કુળયોગી અને પ્રવૃત્તચક્રયોગીઓને હિતની પ્રાપ્તિ થતી હોવાથી ઉપર જણાવ્યા મુજબ તેમના હિત માટે આ યોગની વાત કરી છે. યોગગ્રંથના શ્રવણના પક્ષપાતમાત્રથી કુળયોગી વગેરેને ઉપકાર શી રીતે થાય? આવી શંકાના સમાધાન માટે ગાથાના ઉત્તરાર્ધમાં જણાવે છે કે-શુદ્ધભાવ એટલે ક્રિયારહિત શુદ્ધભાવ અને ભાવ વિનાની ક્રિયા-આ બેમાં કેટલું અંતર છે ? આ પ્રશ્નના જવાબરૂપે ફરમાવ્યું છે કે ઝળહળતા સૂર્યના અને ખજવાના તેજમાં જેટલું અંતર છે તેટલું અંતર છે. આશય એ છે કે તાત્વિક ભાવશૂન્ય ક્રિયા એ ખજવાના તેજ જેવી છે અને ક્રિયાશૂન્ય તાત્ત્વિકભાવ એ સૂર્યના તેજ જેવો છે. આથી સમજી શકાશે કે કુળયોગીને અને પ્રવૃત્તચક્યોગીઓને કઈ રીતે યોગના ગ્રંથો ઉપકારક બને છે. ભાવશૂન્ય Page #142 -------------------------------------------------------------------------- ________________ યોગદષ્ટિ-એક પરિશીલન ૧૩૯ ક્રિયા અને ક્રિયાશૂન્ય ભાવ : એ બેના ફરકને દરેકે દરેક મુમુક્ષુઓએ ખ્યાલમાં લેવો જોઈએ. માર્ગના પ્રરૂપકોએ પણ એ ફરક સ્પષ્ટ રીતે મુમુક્ષુઓને સમજાવવો જોઈએ. સૂર્યના તેજ જેવા તાત્વિક પક્ષપાતવાળા જીવો જ અહીં અધિકારી છે. માત્ર દેવ, ગુરુ કે ધર્મના નામથી તત્ત્વને માનનારા વસ્તુતઃ યોગમાર્ગના અધિકારી નથી. સુદેવ, સુગુરુ કે સદ્ધર્મના આગ્રહી ન હોય અને દેવમાત્રને સુદેવ, ગુરુમાત્રને સુગુરુ અને ધર્મમાત્રને સધર્મ માને એવાઓને યોગમાર્ગનું પ્રદાન અહિતકર બને છે. આરાધક અજ્ઞાની હોઈ શકે પરંતુ આગ્રહી ન હોવો જોઈએ. તત્ત્વના પક્ષપાતી આરાધકો અજ્ઞાનને વહેલા-મોડા ગમે ત્યારે પણ દૂર કરી તત્ત્વ પામી શકે. પણ આગ્રહી, આગ્રહની વિદ્યમાનતામાં તત્ત્વ ન પામે. યોગમાર્ગ એકાંતે સુંદર છે. ગમે તેને તેનું પ્રદાન કરીએ તો અંશતઃ પણ લાભ જ થવાનો છે; તો તેના પ્રદાનમાં યોગ્યાયોગ્યની વિચારણા કરવાનું વ્યર્થ છે-આનું નિરાકરણ કરતાં જણાવે છે કેગુહાભાવ એ તેને કહીએ, જે હશું અંતર ભાંજે છે, જેહશું ચિત્ત પટન્તર હોવે, તેહશું ગુહ્ય ન છાજે; યોગ્ય અયોગ્ય વિભાગ અલહતો, કરશે મોટી વાતો, ખમશે તે પંડિત-૫રષદમાં, મુષ્ટિપ્રહાર ને લાતોજી. શા આશય એ છે કે યોગશાસ્ત્રનાં રહસ્ય, એવા મુમુક્ષુ આત્માઓને કહેવાં જોઈએ કે જેમની વચ્ચેનું અંતર દૂર થયું હોય; જેમના ચિત્ત ઉપર આવરણ હોય તેવાઓને શાસ્ત્રનાં રહસ્ય કહેવાનું યોગ્ય નથી. વસ્તુ એકાંતે સારી છે માટે યોગ્ય કે અયોગ્યનો વિવેક કર્યા વિના જ સર્વ સામાન્ય મોટી વાતો કહેવાનું કામ જેઓ કરશે તેમને પંડિતોની સભામાં મુષ્ટિપ્રહાર અને લાતો સહન કરવાનો પ્રસંગ આવશે. Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ પરાદષ્ટિની સક્ઝાય યોગશાસ્ત્રનાં રહસ્યો રસાયણ જેવાં છે. રસાયણ ગમે તેટલું સારું અને એકાંતે હિતકર હોય પરંતુ જેના શરીરને તે માફક ન આવે તેના માટે તે એકાંતે અહિતકર બન્યા વિના રહેતું નથી. તેમ યોગશાસ્ત્રનાં રહસ્યો એકતે કલ્યાણ કરનારાં હોવા છતાં જીવની તેવી યોગ્યતા ન હોય તો તેવા જીવોને તે અહિતકર બને છે. યોગશાસ્ત્રનાં રહસ્યોને જણાવનારા પૂજ્યપાદ આચાર્યભગવંતો અને મુમુક્ષુ શ્રોતા આત્મા આ બેમાં જો અંતર ન હોય તો પૂજ્યપાદ આચાર્યભગવંતની વાતો મુમુક્ષુ શોતાના આત્મા સુધી સરળતાથી પહોંચી જાય છે. પરંતુ એ બેની વચ્ચે મુમુક્ષુ આત્માના તેવા પ્રકારના મોહાદિ આવરણ સ્વરૂપ અંતર હોય તો પૂજ્યપાદ આચાર્યભગવંતોનાં વચનો મુમુક્ષુ આત્માના હૃદય સુધી પહોંચતાં નથી. લોકમાં પણ પ્રસિદ્ધ છે કે જ્યાં મનમેળ હોય ત્યાં વાત કરવાની મઝા આવે. પરંતુ વાતવાતમાં વાંધો પડે ત્યાં વાત કરવાની મઝા ન આવે, ઉપરથી માથાનો દુઃખાવો થાય. આવી જ દશા લોકોત્તરમાર્ગમાં પણ છે. મોહાદિનું અંતર ન હોય તો યોગશાસ્ત્રનાં રહસ્યો ઝટ ગળે ઊતરે; નહિ તો વાતે વાતે વિરોધ, અનુપપત્તિ, અસંબંધ અને વૈપરીત્યના ઉદ્ભાવનમાં સમગ્ર જીવન પૂરું થઈ જાય. આથી જ યોગના જાણકારોએ કહ્યું છે કે યોગ્યને જ આ યોગમાર્ગનું પ્રદાન કરવું જોઈએ. અયોગ્યને તેનું પ્રદાન નહિ કરવું જોઈએ. આમ છતાં યોગ્યાયોગ્યનો કોઈ પણ જાતનો વિચાર કર્યા વિના ગમે તેને યોગશાસ્ત્રનાં ગૂઢ રહસ્યો જણાવવામાં આવે તો તેવા પ્રરૂપકોને પંડિતોની સભામાં અનેક વિટંબણાઓ પ્રાપ્ત થયા વિના નહિ રહે. પંડિતોની સભામાં આવી વિવેકહીને વાતો કરવાથી તેવા અયોગ્ય પ્રરૂપકને; ગચ્છની બહાર મૂક્વા સ્વરૂપ મુષ્ટિપ્રહાર અને તળાવિધ આલોચના, અપયશ વગેરે સ્વરૂપ લાતોને સહન કરવાનો પ્રસંગ આવે છે. Page #144 -------------------------------------------------------------------------- ________________ યોગદષ્ટિ-એક પરિશીલન ૧૪૧ આથી સ્પષ્ટ છે કે પર્ષદાની યોગ્યાયોગ્યતાનો વિચાર કરીને જ યોગમાર્ગનું પ્રદાન કરવું જોઈએ. આ વાતનું સમર્થન કરતાં છેલ્લી ગાથામાં ગ્રંથકારશ્રી ફરમાવે છે કેસભા ત્રણ શોતા ગુણ અવગુણ, નંદીસૂવે દીસે છે, તે જાણી એ ગ્રંથ ધોગ્યને, દેજો સુગુણ જગશેજી; લોક પૂરજ નિજ નિજ ઈચ્છા, યોગભાવ ગુણરયણેજી, શ્રી નયવિજય વિબુધપયસેવક, વાચક યશને વયણે છે. દ્રા અહીં તાત્પર્ય એ છે કે-એકાતે યોગમાર્ગ કલ્યાણકારી હોવાથી બધાને જ એકસરખી રીતે તેનું પ્રદાન કરવાનું હોય તો ત્રણ પ્રકારની સભા અને તેમાં રહેલા શ્રોતાના ગુણ કે અવગુણનું જે વર્ણન નંદીસૂત્રમાં દેખાય છે તે અર્થહીન બની જાય. જાણકાર, અજાણ અને દુર્વિદગ્ધ આ ત્રણ પ્રકારે સભા ત્રણ પ્રકારની છે. રાજહંસની જેમ ક્ષીર-નીરના વિવેકપૂર્વક ગુણ-દોષનો વિવેક કરી ગુણને ગ્રહણ કરનારી અને દોષને પરિહરનારી સભા જ્ઞાયક-જાણકાર પર્ષદા છે. મૃગનાં બચ્ચાઓની જેમ તદ્દન મુગ્ધ સદસક્રો વિવેક કરવામાં અસમર્થ સભાને અજ્ઞાયકઅજાણ પર્ષદા કહેવાય છે અને ન સમજાય તો પણ બધું સમજાયું છેએવી ડંફાસ મારનારી સભાને દુર્વિદગ્ધ-દોઢડાહી પર્ષદા કહેવાય છે. આમાંથી પ્રથમ જ્ઞાયક પર્ષદા ઉપદેશ માટે યોગ્ય છે. બીજી અને ત્રીજી પર્ષદાને ઉપદેશ ન અપાય... ઈત્યાદિ શ્રી નંદીસૂત્રમાં ફરમાવ્યું છે. તે જાણી યોગ્યને જ જગદુપકારી એવા ગુણસંપન્ન આત્માઓએ આ યોગગ્રંથનું પ્રદાન કરવું. અયોગ્યોને આ ગ્રંથનું પ્રદાન કરવાથી આપનારને અવજ્ઞાનું પાપ લાગે છે. આ રીતે ગાથાના પૂર્વાર્ધથી ગ્રંથકાર પરમર્ષિ યોગ્ય જીવોને આપવા અંગે પ્રાર્થના કરી, પોતાની શુભકામના વ્યક્ત Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ પરાષ્ટિની સઝાય કરતાં ફરમાવે છે કે-પંડિત શ્રી નવિજયજી મહારાજાના ચરણક્સલના ઉપાસક શ્રી મહામહોપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજી મહારાજાનાં વચન સ્વરૂપ જે યોગપદાર્થો છે તે યોગપદાર્થસ્વરૂપ ગુણરત્નોને પ્રાપ્ત કરી ભવ્યાત્માઓ પોતપોતાની ઈચ્છાને પૂર્ણ કરે. સૂરિપુરંદર પૂજ્યપાદ શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ રચેલા - “શ્રી યોગદષ્ટિ-સમુચ્ચય'ના પદાર્થોનું અવલંબન લઈને મહામહોપાધ્યાય પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજાએ યોગદષ્ટિની આઠ સઝાયો રચેલી. ગુજરાતી ભાષામાં યોગના રહસ્યભૂત પદાર્થોનું સંકલન-એ એક અદ્ભુત પ્રયોગ હતો. આઠ સક્ઝાયોની કુલ ૭૬ ગાથામાં આઠ દષ્ટિઓના પદાર્થોનું સંકલન કરી યોગના અનભિજ્ઞ એવા આપણી ઉપર ગ્રંથકારશ્રીએ ખૂબ ખૂબ ઉપકાર કર્યો છે. અંતે એ ઉપકારને અનુરૂપ આઠ સઝાયોનું આ પરિશીલન દ્વારા પરિશીલન કરી મુમુક્ષુ આત્માઓ પોતાના આત્માને પરમાત્મા બનાવે એ જ એક શુભાભિલાષા... Page #146 -------------------------------------------------------------------------- ________________