________________
૨૦
મિત્રાદષ્ટિની સક્ઝાય
કારણે તેઓશ્રીને વંદનાદિ કરવાથી ઘણાખરા જીવો વંચિત બનતા હોય છે. આવા વખતે જેઓને આ રીતે વંદનાદિ કરવાનું સદ્ભાગ્ય મળે છેએ તે તે સાધકોનો દ્મિાવંચક્યોગ છે. દિયાવંચક્યોગથી પ્રાપ્ત થયેલી વંદનાદિ ક્રિયાને શ્રી વીતરાગપરમાત્માની આજ્ઞા મુજબ પરિશુદ્ધ બનાવી સકલ કર્મના ક્ષય સ્વરૂપ ફળ જેઓને પ્રાપ્ત થાય છે, તે તેમનો ફલાવંચક્યોગ છે. સ્વાર્થપરાયણ બની પોતાની ઈચ્છાને સફળ બનાવવાના ઈરાદે ઘણા જીવો સદ્ગુરુભગવંતને વંદનાદિ કરતા હોય છે, તે તેમની ફલાવંચક્યોગના અભાવની અવસ્થા છે. સાક્ષાત્ કે પરંપરાથી કોઈ પણ સાધનની મહત્તા તેના દ્વારા થતી ફળની સિદ્ધિમાં સમાય છે. સાધનને સેવ્યા પછી પણ સાધ્યની સિદ્ધિ ન થાય તો તે સાધન, સાધન નથી-એ માનવું પડે. ૧૨
આવા પ્રકારના અવંચક્યોગની પ્રાપ્તિના કારણે મિત્રાદષ્ટિવાળા જીવને ધર્મ પ્રત્યે સ્નેહ પ્રાપ્ત થાય છે. એના યોગે તે જે રીતે ધર્મને ઈચ્છે છે, તેનું વર્ણન તેરમી ગાથાથી કર્યું છે.
ચાહે ચકોર તે ચંદ્રને, મધુકર માલતી ભોગી રે, તિમ ભાવિ સહજ ગુણે હોયે, ઉત્તમ નિમિત્તસંચોગી રે,
વીર જિસેસર દેશના ૧૩મા ચકોર પક્ષી જેટલી ઉત્કટતાથી ચંદ્રને ચાહે છે અને ભમરો માલતીપુષ્પમાં જે રીતે આસક્ત હોય છે, તેવી જ ઈચ્છા આ દષ્ટિમાં ધર્મ પ્રત્યેની હોય છે. તેથી આ દષ્ટિવાળા ભવ્યાત્માને સહજપણે જ ધર્મની રુચિ હોવાથી ઉત્તમનિમિત્તના સંયોગો પ્રાપ્ત થયા જ કરે છે. આ ગાથામાં ચકોર અને મધુકર-એ બેનાં ઉદાહરણ આપ્યાં છે. ચકોર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org