________________
યોગદષ્ટિ-એક પરિશીલન
સદ્દગુરુયોગવંદનકિયા, તેહથી ફલ હોએ જે હો રે, યોગકિયાકલભેદથી, વિવિધ અવંચક એહો રે,
વીર જિણેસર દેશના ૧૨ા. આશય એ છે કે મિત્રાદષ્ટિમાં સાધકને ધર્મસ્નેહ જે અવંચક યોગથી પ્રાપ્ત થાય છે તે અવંચક્યોગ ત્રણ પ્રકારનો છે. અવંચક-એટલે નહિ ઠગનાર. સાધકને સદ્ગુરુભગવંતના યોગને બદલે એવા કોઈ કુગુરુનો યોગ થઈ જાય તો તેને વાસ્તવિક યોગની પ્રામિ થઈ શક્તી નથી. યોગની ઈચ્છા હોવા છતાં તેવા કોઈ કર્મના ઉદયથી આ રીતે સદ્ગુરુનો યોગ ન થવો-એ યોગાવંચક્યોગના અભાવનું કાર્ય છે. યોગમાં(ગુર્નાદિકના યોગમાં) વંચના ન થવી-એ યોગાવંચક નામનો પ્રથમ અવંચક્યોગ છે. માંડ માંડ યોગની જિજ્ઞાસા, શુશ્રુષા વગેરે પેદા થઈ હોય અને એમાં સદ્ગુરુદેવશ્રીના બદલે ગુરુનો યોગ થઈ જાય તો શું થાય-એ કલ્પી શકાય છે. કર્મની વિશેષ લઘુતા વિના આ યોગાચક યોગની પ્રાપ્તિ થતી નથી. અનાર્યો કરતાં આર્યો, આર્યો કરતાં જૈનો, જૈનોમાં પણ માર્ગાનુસારી આગમના પક્ષપાતી ભવભીરુ એવા આત્માઓ ખૂબ જ ઓછા મળે છે. આવી સ્થિતિમાં સદ્ગુરુભગવંતનો સમાગમ એક ચમત્કાર જ માનવો પડે. યોગની જિજ્ઞાસાદિની સાથે એવો સમાગમ થયા બાદ તેઓશ્રીને વંદન કરવું, તેઓશ્રીની પરિચર્યા કરવી, તેઓશ્રીનો પરિચય કરવો. વગેરે ક્રિયા કરવાનું સદ્ભાગ્ય બહુ જ ઓછા જીવોને મળતું હોય છે. સરુનો યોગ થવા માત્રથી વિસ્તાર થતો નથી. સરુનો યોગ મળ્યા બાદ સદ્ગુરુ, સદ્ગુરુ લાગે, તેઓશ્રીની પ્રત્યે બહુમાન થઈ જાય અને તેથી તેઓશ્રીને વંદનાદિ કરવા સ્વરૂપ ક્રિયાની પ્રાપ્તિ થાય-એ ક્રિયાવંચક્યોગનું કાર્ય છે. સદ્ગર્વાદિકનો યોગ પ્રાપ્ત થયા પછી પણ યોગ પ્રત્યેની ઉદાસીનતા અથવા અરુચિ વગેરેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org